Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ્રંથાવલોકન
ગાતાં ઝરણાં : લેખક : પ્રવીણ દરજી, પ્ર. : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, અમદાવાદ, ૧૯૯૭, પૃ. ૧૩૬, કિંમત રૂા. ૫૫.00.
“ગાતાં ઝરણાં' પ્રવીણ દરજીનો લલિતનિબંધ સંચય છે. આમાં ૩૧ નિબંધો છે. અહીં નિબંધકારે સુષ્ટિના પદાર્થોને સૌન્દર્યલુબ્ધ આંખે જોયાં છે ને એ નિમિત્તે જે તે સ્થળ, વ્યક્તિ, પદાર્થ આદિની સૌન્દર્યરેખ અંકિત કરી આપી છે, આ સૌન્દર્યરેખમાં એમના સંવેદનતાર સાથે એમનું ચિંતવન પણ એકરસ થઈ ઊઠયું છે.
વિવિધ જાતનું વાંચન નિબંધકારના ચિત્તકોપમાં ઘુંટાતું રહ્યું છે. એના ભાવસંદર્ભો સતત એમની નિબંધ સૃષ્ટિમાં ઉઘડતા જોવા મળે છે. ‘હરણિયું !'માં શાકુન્તલનો સંદર્ભ ઉઘડે છે ને એ નિમિત્તે પ્રવાસ અનુભવ આગળ વધે છે. “સીમસ અને ડિગગ'માં આયર્લેન્ડના કવિ સીમસની કાવ્યરચના અંગે સ-રસ વિશ્લેષણ છે. રચનાના તારતારને નિબંધકાર ખોલી આપે છે. હાથ-મારો તમારો'માં સર્જક ચિત્રકાર પિકાસોની કૃતિને નિમિત્ત બનાવી હાથ વિશેનું સંવેદન પ્રકટ કરે છે જેના દ્વારા માનવીય વૃત્તિઓ અને જીવનલીલાનો આલેખ પ્રત્યક્ષ થાય છે. મને ગાઉં છું !' શીર્ષકથી આરંભાતી નિબંધ વોલ્ટ વ્હીટમેનની કાવ્યપંક્તિનું સુંદર ભાપ્ય છે. ‘ભતૃહરિ અને અગ્નિ'માં ભતૃહરિના “વૈરાગ્યશતક'ને કેન્દ્રમાં રાખીને નિબંધકારે વહી ગયેલા કાળની આ રચનાનો સંદર્ભ પ્રકટ કરી આપ્યો છે ને એ દ્વારા સાંપ્રત જીવનની માનવનિયત્તિ પ્રકટ કરી આપી છે. “અગ્નિ’ ની અર્થગંભીરતાનું બયાન આસ્વાદ્ય છે. કન્યા ફુગ્ગની સાથે સાથે ...’માં વિયેટનામની લેખિકા ટ્રાનથુન માઈની ‘લેજન્ડ ઓફ ફીનીકસ' વાર્તાની અને નાયિકા ફુઆન્ગની વાત છે પરંતુ જે રીતે એ કહેવામાં આવી છે એ મૂળ કથા માણ્યાનો આનંદ આપે છે. “ભેટ અને થરકતું વિશ્વ માં ગો ખૂલેપ નામના વાર્તાકારની વાર્તા
ભેટ” નો આસ્વાદ છે. આ વાર્તાની માંડેલી કથા રોચક બની જાય છે. “માલ્ટ - આપણો ભેરુ'માં રિલ્કની રચના માલ્ટની રસપ્રદ ચર્ચા છે. માનવ સંવેદન સાથે માલ્ટ કેવી રીતે એકરસ થયેલા છે એની આ કથા છે. લેખકના મન સાથે પણ માલ્ટ કેવો એકાકાર થયેલો છે એની કથા પણ આમાંથી મળે છે. આમ, આપણે જોઈ શકીએ છીએ કે જુદાં જુદાં સાહિત્યિક સંદર્ભો કે જે નિબંધકારના સંવેદન સાથે સંયોજાયાં છે એ ઉઘડતાં રહે છે ને અદકેરીના શબ્દભાત રચે છે જે આસ્વાદ્ય બની જાય છે.
બચપણનાં સંસ્મરણોને એ નિમિત્તે વતન ઝૂરાપાનું સંવેદન આ નિબંધોમાં અનુભવવા મળે છે. ‘જનાબ ! એક નદી એટલે શું ?’ માં શૈશવકાલીન સ્મરણોની ૨મણાં છે ને કેન્દ્રમાં નદી છે. નિબંધની ભીતરમાં વતનવિરછેદની વેદના પ્રતીત થાય છે. “ગેધરિંગ' માં બચપણની રખડપટ્ટી – મિલન-મેળાની વાત છે ને એ નિમિત્તે મોટપણનાં અત્યારનાં કહેવાતાં મિલનો કેવાં છે એ અંગે વ્યંગ છે. “સૂર્યોત્સવ અને ...' માં પણ બચપણના સૂર્યને, એ તડકાને કેવી રીતે માણ્યો હતો એનો રંગ - સ્વાદ આદિનું સ્મરણ છે. “વતનની વહેલમાં' માં તો એ શૈશવસમય આખેઆખો ખોદ્યો છે. ગામ, ઘર, ખેતર, વૃક્ષો, આખો પરિવેશ આદિ તાદૃશ થઈ ઊઠે છે. ઝૂલ્યા કરીએ દિનરાત' અને “ઓ દિવસો ! તમે ચાલ્યા ગયા ?' આ બંને નિબંધોમાં પણ વતનનો ભાવ સંદર્ભ ગુંથાયો છે. આ જૂથના નિબંધોમાં આપણને નિબંધકારની વતનવિચ્છેદની અનુભવકથા મળે છે એ આસ્વાદ્ય પણ છે પરંતુ આ પ્રકારના આ બધાજ નિબંધોમાં એકની એક વાત કંટાળો જન્માવનારી બને છે. આ પ્રકારના બધા નિબંધોને ઘુંટીને એક બે સ-રસ નિબંધો રચ્યા હોત તો એ વધુ અસરકારક બન્યા હોત એવું આ નિબંધોમાંથી પસાર થતાં વાંચતા-માણતાં મને લાગે છે. આ પ્રકારના નિબંધોમાં પિતા વિશેનું સંવેદન હૃદ્ય બન્યું છે ને ‘બા નો વાડો માં બાનું વ્યક્તિચિત્ર તો અમીટ છાપ પાડે છે. સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૧૦૯-૧૨૫.
For Private and Personal Use Only