Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રઘુદેવકૃત “મુક્તિવાદ'
એટલે અભાવ અને દુઃખનો અત્યંત અભાવ એવો જો મુક્તિનો અર્થ કરીએ તો અત્યંતભાવ (absolutenegation) નિત્ય હોવાથી મુક્તિનું નિત્યત્વ પણ સ્વીકારવું પડે. અને મોક્ષને જો નિત્ય પદાર્થ તરીકે સ્વીકારીએ તો આવા મોક્ષને પ્રાપ્ત કરવા કોઈ પ્રયત્નોની જરૂર જ ન પડે. અને તેથી નિવૃત્તિ શબ્દનો અર્થ ÄHING (post-negation), જે અનિત્ય છે અને કાર્ય છે એમ થાય. આમ, મુક્તિ એટલે દુઃખનો અત્યંતભાવ નહીં, પરંતુ દુઃખનો ધ્વસાભાવ એમ થાય. પરંતુ ‘માલ્યતä' એટલે શું ? દુઃખનો આત્યંતિક ધ્વંસ એટલે દુઃખનો એવો નાશ જે દુ:ખના પ્રાગભાવની ઉપસ્થિતિમાં એક જ અધિકરણમાં એક જ સમયે રહેલ ન હોય. આમ જો માનીએ તો જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ થઈ નથી ત્યાં સુધી, દરેક દુઃખનો નાશ દુઃખપ્રાગભાવનો સમકાલીન થવાથી આત્યંતિક દુઃખધ્વંસ થશે નહીં પરિણામે મોક્ષ થશે નહીં. આમ, આ લક્ષણ વ્યક્તિકેન્દ્રિત બને છે અને બધા માટે સરખી રીતે લાગુ પડતું નથી. આ દોષનું નિવારણ કરવા ૫૯:વધ્વસ એવો અર્થ કરીએ તો પણ ચરમ' પદનો અર્થ આ સંદર્ભમાં દુઃખમાં રહેલી જાતિરૂપમાં કરવો પડે. પરંતુ અહીં પણ સાંકર્યદોપ (crossdivision) થવાથી આ લક્ષણ યથાર્થ બનતું નથી.
આમ, ઉદયનાચાર્યએ આપેલા મોક્ષના લક્ષણની પૂરેપૂરી છણાવટ કરી આગળ વધતા રઘુદેવ મુક્તિની પ્રાપ્તિના સાધનરૂપ તત્ત્વજ્ઞાનની વિશદ ચર્ચા આરંભે છે. જો તત્ત્વજ્ઞાનને મુક્તિનું સાધન માનીએ તો મુક્તિની “આત્યંતિની દુરિતāg એવી વ્યાખ્યા કરવી પડે અને આમ તત્ત્વજ્ઞાનથી પાપનો નાશ થાય, દુ:ખનો નહીં. આ મુદ્દાની વિશદ ચર્ચા કર્યા બાદ રઘુદેવ ભટ્ટ મીમાંસકોના મુક્તિવિષયક મંતવ્યોની ચર્ચા કરે છે.
ભાટ્ટોના મુક્તિના ‘નિત્યસુરવામિન્ગવિન મુક્તિઃ' એવા લક્ષણમાં ‘મfમળ્યતિ' પદનો “સાક્ષર એવો અર્થ કરી રધુદેવ બે પ્રકારે તર્ક કરે છે : ઈશ્વરીય નિત્યસુખસાક્ષાત્કાર કે જીવગત નિત્યસુખસાક્ષાત્કાર ? ઈશ્વરના અસ્તિત્વને ન સ્વીકારતા ભાટ્ટો માટે પ્રથમ વિકલ્પ સંભવિત નથી અને બીજો વિકલ્પ પ્રમાણના અભાવથી સાચો પડતો નથી. ‘માનંદ્ર બ્રાહ્મણો | તન્ને મોક્ષે પ્રતિષ્ઠિતમ્ એવા ઉપનિષદ વાકયનો આધાર લઈને જીવમાં નિત્યસુખના અસ્તિત્વની કલ્પના પણ શકય નથી એમ રઘુદેવ કહે છે.
- ત્યારબાદ, વાચસ્પતિ મિશ્રના “ભામતીભાષ્યનાં મુક્તિલક્ષણમાં દોપ બતાવતા રઘુદેવ દલીલ કરે છે કે ‘વિનિવૃત્તિ એવું મુક્તિનું લક્ષણ જો સ્વીકારીએ તો મુક્તિ ક્યારેય ચતુર્થ પુરુષાર્થ બની શકે નહીં. વધુ દલીલ કરતા રઘુદેવ કહે છે : તત્ત્વજ્ઞાનન્યજ્ઞાનનવૃત્તિર્રહ્મસ્વરૂપ ત તરિવત્તા વા - અહીં પ્રથમ પક્ષમાં અજ્ઞાનનિવૃત્તિ એટલે બ્રહ્મ એમ સ્વીકારીએ તો પ્રપંચના અસ્તિત્વની સાથે સાથે સ્વપ્રકાશાત્મક, આનંદાત્મક બ્રહ્મનું પણ અસ્તિત્વ રહે છે. અને ત્યારે જીવની મુક્તિ થવાનો પ્રસંગ બને છે. પરંતુ અજ્ઞાનનિવૃત્તિને બ્રહ્મસ્વરૂપ માનવાથી તે નિત્ય બને છે અને ત્યારે તત્ત્વજ્ઞાનથી તેની ઉત્પત્તિ થતી નથી. બીજા પક્ષ અનુસાર અવિદ્યાનિવૃત્તિ બ્રહ્મથી ભિન્ન છે, અને આ અદ્વૈતવાદીઓના સિદ્ધાંતથી વિરુદ્ધ છે. આ પ્રસંગે જ્ઞાનકર્મસમુચ્ચયવાદનું પણ રઘુદેવ ખંડન કરે છે.
પોતાના ગુરુ હરિરામ ભટ્ટાચાર્યના “શિષRITRUTHવામાં દર્શાવ્યા મુજબ કાશીમરણ પણ મોક્ષનું કારણ બની શકે છે એ વિચારોની વિસ્તૃત ચર્ચા રઘુદેવ કરે છે.
કેટલીક ચર્ચાઓ રઘુદેવ ગ્રંથવિસ્તારના ભયથી કરતા નથી.
45.
Mishra Balakrishna, Vādavāridhi, Chaukhamba Sanskrit Scrics, Benares, 1940, pp. 228230.
For Private and Personal Use Only