Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૨
www.kobatirth.org
वैराग्यं किं कथं साध्यं तद्भवेद्ब्रूहि सत्वरम् ।
योगाभ्यासं कथं कुर्यां विधिनाहं जितेन्द्रियः ।। ७२ ।।
આવું પ્રતિપાદન કર્યા પછી કવિ નાટકીય રીતે પૂર્વપક્ષીના મુખમાં નીચેનો પ્રશ્ન મૂકે છે ઃ
પૂર્વપક્ષીનો પ્રશ્ન
હવે સિદ્ધાન્તીને પૂર્વપક્ષી પર જય મેળવી લીધો છે. પોતાનો સિદ્ધાન્ત સાચો છે, એ વાત તેઓ પૂર્વપક્ષીને ગળે ઉતરાવી શકયા છે. આવો વિજિત પૂર્વપક્ષી સિદ્ધાન્તીને સાધ્ય સિદ્ધ કરવા માટેના સાધન વિષે સ્પષ્ટતા કરવા વિનવે છે.
કવિ પણ એક સમર્થ પુરાણીની રીતે સ્પષ્ટતા કરે છે. રાગની નિષ્ફલતા વિષે નિર્દેશ કરતાં કવિ ગાય
છે ઃ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
अनित्यं शरीरं जगत्स्वप्नतुल्यम् असत्यास्तथा वर्जनीयाः पदार्थाः ।
यदचैव दृष्टं न तच्छ्वोऽस्ति वस्तु भवेत्कस्य रागः पयोबुदबुदेषु ।। ७५ ।।
આગળ ચાલતાં કવિ સાંસારિક પદાર્થીમાંથી પ્રામ થતા સુખની કલ્પનાની વ્યર્થતા પણ દર્શાવે છે ! सुखमस्मात्स्यात्साध्यं यदि तेल स्यात्समुद्रसिकतासु ।। ७६ ।।
આમ રેતીમાંથી તેલ કાઢવાની કલ્પના જેવી આ વ્યર્થ કલ્પના છે, એવું કવિ સચોટ રીતે પ્રતિપાદન કરે છે અને કહે છે કે સર્વસિદ્ધિ આપનારી આ ભાવનાનો અભ્યાસ કામક્રોધભયોગને શિથિલ કરવા માટે સંયમી માણસે કરવો જોઈએ. માણસની હાસ્યાસ્પદ પરિસ્થિતિનું શબ્દચિત્ર રજૂ કરતાં કવિ કહે છે કે તે એક સુખની પાછળ દોડે છે અને હાંફી જાય છે. એકાદું સુખ પ્રાપ્ત થયું હોય કે ન થયું હોય ત્યાં જ તે બીજાની પાછળ પડી જાય છે. આ પ્રયત્નોની વ્યર્થતા વિષે સાધકે નિર્જન સ્થળે બેસીને વિચાર કરવો જોઈએ. કવિ વચન આપે છે કે જો આમ કરવામાં આવે તો ટૂંક સમયમાં જ સુખશાન્તિ આપનારી વૈરાગ્યસિદ્ધિ મળે છે,
निरोधो मनसः प्रोक्तो योगोऽसौ शास्त्रसंमतः ।
तस्मात्क्रोधश्च कामश्च वशीभवत आशु वै ।। ८० ।।
સી. વી. ઠકરાલ
આગળ ચાલતાં કવિ યોગની સમજૂતી આપે છે ! અને તેના દ્વારા ક્રોધ અને કામને વશ કરી શકાય છે, એવું પ્રતિપાદન કરતાં કહે છે :
-
योगश्चित्तवृत्तिनिरोधः એ પરંપરાગત પરિભાષાને કવિ પોતાના શબ્દોમાં ઢાળે છે અને તેની ઉપયોગિતાનો નિર્દેશ કરતાં કહે છે કે તેના દ્વારા ક્રોધ અને કામને વશમાં લઈ શકાય છે.
આ યોગ કેવી રીતે સાધવો
આ યોગસાધનાની પ્રક્રિયા દર્શાવતાં કવિ કહે છે :
श्वासं दीर्घं समादाय शान्तेन मनसा स्थिरम् । कंचित्कालं नियम्यैनमुत्सृजेत्तं शनैः शनैः ।। ८१ ।।
For Private and Personal Use Only