Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સી. વી. ઠકાલ
विस्तृतः पूर्वपक्षोऽयं चार्वाकादिमतः स्फुटः । सिद्धान्तस्थापनायैव स्वमत्यैष उदाहृतः ।। २३ ।।
આ પૂર્વપક્ષના સમર્થકો ચાર્વાકાંદિ છે. કવિએ આ પૂર્વપક્ષની રજૂઆત બ્રહ્મચર્ય-સિદ્ધાન્તની સ્થાપના કરવા માટે પોતાની રીતે કરી છે. બ્રહ્મચર્ય-સિદ્ધાન્ત-સ્થાપના
પૂર્વપક્ષના સમર્થકોના સિદ્ધાન્ત (કે કુબુદ્ધિ) વિષે જરાક કડવા લાગે તેવા શબ્દોમાં ખ્યાલ આપી દે છે : हेत्वाभासाविमूढा कुतर्कशतकलुषिता च विभ्रांता । शास्त्रविपर्यासपरा कुबुद्धिरेषा बनर्थपरिणामा ।।
પોતાના સિદ્ધાન્તની સ્થાપના કરતાં કવિ કહે છે કે માણસે દેહશક્તિની સહાયતાથી સંસારસાગરને તરવાનો છે. આથી દેહશક્તિમાં વૃદ્ધિ થાય એ માટે હૃદયપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. (૨૫)
આગળ ચાલતાં કવિ પ્રતિપાદન કરે છે કે જે માણસનું શરીર બળવાન હોય અને ઠંડી, ગરમી સહન કરવા શક્તિમાન હોય તે માણસ કઠિન કાર્યમાં પણ સફળ થાય છે. આ બાબતમાં કોઈ શંકા નથી (૨૬) વળી જેનું શરીર બળવાન અને હુર્તિવાળું હોય તે માણસ દુષ્કર કાર્યોમાં પણ દઢતાયુક્ત ઉત્સાહવાળો બની રહે છે. તેનું મસ્તિષ્ક નિર્મલ, અવ્યાકુલ અને રોગમુક્ત બની જાય છે. તેની બુદ્ધિ વિકાસ પામે છે અને વિદ્યા-ઉપાર્જન કરવા માટે યોગ્ય બની રહે છે. આમ જે માણસનાં શરીર, મસ્તિક અને બુદ્ધિ ત્રણેય સાધિત અને સુદઢ હોય તે પુણ્યશાળીની બધી ક્રિયાઓ એકદમ સફળતા પ્રાપ્ત કરી શકે છે. (ર૬-૨૨)
આને માટેનું સાધન દર્શાવતાં કવિ કહે છે - कारणमेकममोघं शक्तेर्गदितं महात्पमिः सकलैः । तद्ब्रह्मचर्यनाम्ना प्रथितं शास्त्रेषु रत्नतुल्याहम् ।। २९ ।।
ભોગવિલાસના વિષયો વિશે પોતાનું નિરીક્ષણ પ્રસ્તુત કરતાં કવિ કહે છે કે “તૃણાને વારંવાર શાન્ત કરવામાં આવે તો પણ તે વધતી જ જાય છે. આથી શાસ્ત્રો પરવશતાનો નિષેધ કરે છે. કવિ પ્રતિપાદન કરે છે કે સ્વાતંત્ર્યનું સુખ નિત્ય, વિપુલ અને ભયરહિત હોય છે. તેથી યોગીઓ તેને જ ઉત્તમ સુખ કહે છે. (રૂ૦-૩૨)
પોતાના સિદ્ધાન્તની સ્થાપના કરતાં કવિ દુશ્મનના પરંપરાગત બે પ્રકારો દર્શાવે છે - બાહ્ય અને આવ્યંતર, બીજી રીતે કહીએ તો પ્રકટ અને અદશ્ય (= અત્યંતસૂક્ષ્મ) (39)
પરંતુ માણસની કરુણાન્તિકા એ છે કે એ પેલા શત્રુઓને મિત્ર માની લઈને તેમની સાથે વ્યવહાર કરે છે. કવિ આ ભયસ્થાનનો નિર્દેશ કરતાં કહે છે :
यं मनुषे त्वं मित्र सौहार्दमिषेण सोऽस्ति ते शत्रुः । लालयति क्षणमेक दारुणकूपे निपातयति पश्चात् ।। ३४ ।। એક તુલના દ્વારા કવિ જગતના વિષયોપભોગોના ખતરનાકપણાનો ખ્યાલ આપે છે. તેઓ મિત્રના
For Private and Personal Use Only