Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 90
________________ Shri Mahavir Jain Aradhana Kendra ૮૬ કવિ ખુલાસો કરે છે : www.kobatirth.org रहस्यं ह्येतेषां सततशमभाजां हि विदुषाम् । प्रवृत्ता व्याकर्तुं विधिवदभियुक्तेन मनसा ॥ जनानां भूत्यर्थं कलुषितमतीनां कलियुगे । श्रमो मे साफल्यं व्रजतु हितबुद्धेः समुदयात् ।। ९ ।। કવિ જાણે છે કે કલિયુગમાં લોકોની મતિ કલુષિત હોય છે. આથી તેવા લોકોની આધ્યાત્મિક ઉન્નતિ માટે અને શમપ્રિય વિદ્વાન લોકોના હિત માટે કવિ આ શ્રમ ઉઠાવે છે. કવિની કામના કામદેવની પ્રવૃત્તિનું રહસ્ય કલિયુગના લોકોની ઉન્નતિ માટે સમજાવવાની છે. એને માટેનું વ્યાકરણ પૂરું પાડવાની છે. पूर्वपक्ष अमितसुखपदार्थैश्यते पूर्णमेतद् जगदनुदिनरम्यं चारुतायुक्तिमाढ्येम् । व्यपरतिकृतिरस्मिन्स्यात्कथं कारणं किम् कथय कथय तूर्णं पण्डितंमन्य ह्येतद् ।। १० ।। કવિ એક કુશલ શાસ્ત્રજ્ઞની શૈલીથી બ્રહ્મચર્ય-સિદ્ધાન્તની પૂર્વપક્ષ ૧૦ થી ૨૩ શ્લોક સુધી રજૂ કરે છે. તેમાં પૂર્વપક્ષીની ભોગપરસ્તીનું સુંદર અને સચોટ દર્શન તો થાય જ છે, ઉપરાંત કવિનું ઇલોકનું સૂક્ષ્મ અને રસિક નિરીક્ષણ પણ દષ્ટિગોચર થાય છે. કવિની સંવાદકલ્પેશૈલીનું એક પધ્ધ જોઈએ ઃ (i) (ii) (iii) Acharya Shri Kailassagarsuri Gyanmandir સી. વી. ઠકરાલ બ્રહ્મચર્યની વાત કરનાર માણસને આજનો ભોગપરસ્ત માણસ આવો જ સવાલ કરે અને તેને વનન્ય કહીને ઉતારી પાડે એ અત્યંત સ્વાભાવિક વાત લાગે છે. આગળ ચાલતાં એ જ પૂર્વપક્ષી ભોગવિલાસના પદાર્થોની એક લાંબી યાદી પ્રસ્તુત કરીને પ્રશ્નો કરે છે : आकर्ण्य च भवेत्स्थिरं स्वान्तम् ।। १२ ।। आलोक्य हि भवेत्स्थिरं स्वान्तम् ।। १३ ।। स्वान्तं कथं भवेद्विरतम् ।। १४ ।। रूपरसगन्धस्पर्शेयकृष्यते मनशलम् । प्रक्षुब्धनीरमध्ये पतितं यथा तरुणपर्णम् ।। १५ ।। અહીં કવિ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ વગેરેના વિષયો બનેલા ભિન્નભિન્ન ભોગવિલાસોના પદાર્થોની એક સુદીર્ઘ યાદી રજૂ કરી પૂર્વપક્ષી દ્વારા દલીલ રજૂ કરાવે છે : For Private and Personal Use Only અહીં ઈન્દ્રિયોના વિલાસ માટેના પદાર્થી વચ્ચે રમમાણ મનુષ્યની તુચ્છતા અથવા પ્રભાવહીનતાનું સુંદર દર્શન પાણીના પ્રવાહ વચ્ચે તદાતા જતા પર્ણની ઉપમા દ્વારા કરાવે છે.

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131