Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬૬
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મોરાગામમાં જરત્કારેશ્વર અને હજીરા ગામની નજીક તાપીસાગરસંગમ- આવાં અનેક પવિત્રસ્થાનો તાપીના કાઠાં ઉપર આવેલાં છે. આ સિવાય જે અન્ય તીર્થોનો ઉલ્લેખ છે, તેમાંથી પણ ધણાં આજે મળી આવે છે. ઉપસંહાર :
तपनात्त्वं समुत्पन्ने तपने पापनाशिनि । गृहाणार्घ्यमिदं देवि आषढे जन्मसंभवे ॥
મુકુંદ લાલજી વાડેકર
પ્રસ્તુત માહાત્મ્યગ્રંથમાં તાપીનદીના અનેક તીર્થસ્થાનોનો ઉલ્લેખ છે. એ બધાંનો સૂક્ષ્મ અભ્યાસ કરી અત્યારે નદી કાંઠા ઉપર આવેલાં સ્થાનો સાથે મેળ બેસાડવાનું કામ ખૂબ જ અગત્યનું પણ થોડું અઘરું પણ છે. ભૌગોલિક પરિવર્તનોના કારણે બધાજ તીર્થસ્થાનોનું સંગતીક૨ણ શકય બને કે કેમ એ પણ વિચારણીય છે. પણ એમાં આવતાં કેટલાંક સ્થાનો આજે પણ એજ નામથી ઓળખાય છે. પ્રકાશકક્ષેત્ર એ પ્રકાશાતરીકે પ્રસિદ્ધ છે. ગ્રંથમાં એકવીરામાતાના પ્રભાવનું વર્ણન મળે છે. ધુલિયામાં એકવીરામાતાનું મંદિર છે. ઘણા લોકોની એકવીરા એ કુલદેવી છે. ગોલા નદીમાં ગરમપાણી હોવાનું ગ્રંથમાં નોંધવામાં આવ્યું છે. અંતિમ અધ્યાયમાં તાપીના સાગરસંગમની વાત છે. તાપીના ઉગમસ્થાનથી સાગરસાથેના એના સંગમસુધીના બધા પ્રદેશનો ભૌગોલિક તુલનાત્મક અભ્યાસ કર્યા પછી શૈવતીર્થો અને અન્ય પવિત્રસ્થાનોનું સંગતીકરણ કરી શકાશે. આમ ભૌગોલિક, પુરાતત્ત્વદષ્ટિથી, સાંસ્કૃતિક અને ગુજરાતની અસ્મિતાની દૃષ્ટિથી આ ગ્રંથનું ખૂબ જ મહત્ત્વ છે. આ ગ્રંથ દક્ષિણ ગુજરાતમાં આશરે ૪૦૦ વર્ષ પહેલાં લખાયેલો હોય, તેવું માની શકાય. પુરાણ વાડ્મયની જેમ આમાં વ્યાકરણ, છંદ વગેરેના દોષો શ્લોકોમાં મળે છે. કયાંક ગુજરાતી ભાષાનો આછો પડછાયો દેખાય છે. એક જગ્યાએ ‘સંબંધ ચાર એવો શબ્દ સંબંધ કર્યો અર્થાત્ તેની સાથે ‘રતિક્રીડા કરી' એ અર્થમાં વપરાયેલો છે. અહીં કેવળ દક્ષિણ ગુજરાત પ્રદેશમાં આવતી તાપીનદીને સંબંધિત ગ્રંથ હોવાથી (અને એ ખૂબ જ દુર્લક્ષિત અને અજ્ઞાત હોવાથી) આ શોધપત્રમાં એનો પરિચય આપવાનો જ મેં પ્રયત્ન કર્યો છે. તાપીનદીનો ઉલ્લેખ મહાભારત (આદિપર્વ ૧૭૧-૧૭૩) તેમજ દેવલધર્મસૂત્રમાં આવે છે, જેથી એ નદી લગભગ બે હજા૨ વર્ષથી પણ પ્રાચીન છે, એ વાત નિર્વિવાદ સિદ્ધ છે.
વિન્ધ્યપર્વતમાંથી નિકળતી અને સુરતનજીક અરેબિયન સાગરમાં વિલીન થતી તાપી નદીને જ તપતી એમ કહેવાય છે. આ નદીનો ઉલ્લેખ મત્સ્યપુરાણ (૨૨.૩૨-૩૩) (૧૧૪.૨૭), ભાગવતપુરાણ (૫.૧૯.૧૬), (૧૦.૭૯.૨૦), વિષ્ણુ (૨.૩.૧૧), બ્રહ્મપુરાણ (૨૭.૩૩), વાયુપુરાણ (૪૫.૧૦૨), અગ્નિપુરાણ (૧૦૯.૨૨), માર્કણ્ડેયપુરાણ (૧૦૫.૨૬) વગેરે પુરાણોમાં આવે છે. મહાભારત (આદિપર્વ ૧૭૧-૧૭૩)માં સૂર્યની પુત્રી તપતીનો વિવાહ સંવરણ રાજા સાથે થયો અને એમને કુરુનામનો પુત્ર થયો એવો વૃતાન્ત છે. માર્કણ્ડેયપુરાણમાં (૧૦૫.૨૬) સૂર્યની નાની (younger daughter) પુત્રી નદી તરીકે અવતરી છે, એવો નિર્દેશ છે. ઉસવદાતના નાસિક શિલાલેખમાં (insciption) (ક્રમાંક ૧૦) (બૉમ્બે ગૅઝેટિયર વૉલ્યૂમ ૧૬ પૃષ્ઠ ૫૬૯)માં તાપીનો ઉલ્લેખ છે. વીરમિત્રોદયનો ભાગ તીર્થપ્રકાશ (પૃષ્ઠ ૫૪૪-૫૪૭)માં તાપીમાહાત્મ્યના શ્લોકો ઉદ્ધૃત કરેલા છે, જેના લેખક મિત્રમિશ્રનો સમય ઈ.સ. ૧૬૧૬ થી ૧૬૪૦ માનવામાં આવે છે. આ બધા વર્ણનો ૫૨થી એ સિદ્ધ થાય છે કે તાપી નદી એ લગભગ ૨૦૦૦ વર્ષ પહેલાં પણ પ્રસિદ્ધ હતી, પણ એનો માહાત્મ્યગ્રંથ (જેનો પ્રસ્તુત શોધપત્રમાં વિચાર કર્યો છે) મિત્રમિશ્ર પહેલાં એટલે કે લગભગ આજથી ૪૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યો હશે. આ ગ્રંથની ઈ.સ. ૧૬૦૩માં લખાયેલી સમયનિર્દેશ સાથેની હસ્તપ્રત નાસિકમાંથી મળી છે. (આ મહત્ત્વની માહિતી આપવા માટે હું ડૉ. સિદ્ધાર્થ વાકણકરનો ઋણી છું.) અંતે તાપીમાહાત્મ્યના એક શ્લોકથી વિરમું છું.
For Private and Personal Use Only