Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 71
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir www.kobatirth.org ગુજરાતમાં જૈનધર્મનો પ્રસાર : એક વિહંગાવલોકન આર. ટી. સાવલિયા ભારતીય સંસ્કૃતિ એટલે ધર્મની સંસ્કૃતિ. ધર્મ એ ભારતીય સંસ્કૃતિનો પ્રાણ છે. ભારતીય પરંપરામાં ધર્મ અને સંસ્કૃતિ એકબીજાના પર્યાય બની ગયા છે. પ્રાચીનકાળથી ભારતમાં ધર્મક્ષેત્રે બે પરંપરાઓ ચાલુ રહેલી જોવા મળે છે. એક બ્રાહ્મણ પરંપરા અને બીજી શ્રમણ પરંપરા. બ્રાહ્મણ પરંપરામાંથી હિંદુધર્મનો અને એની શાખાઓનો વિકાસ થયો. જ્યારે શ્રમણ પરંપરામાંથી જૈન અને બૌદ્ધ ધર્મનો વિકાસ થયો. જૈન ધર્મના કોઈ એક સ્થાપક નથી, પરંતુ તે ચાલી આવતી પરંપરા છે. અને એને વિકસાવવામાં ૨૪ તીર્થકરોએ મહત્ત્વનું પ્રદાન કર્યું છે. આજે આપણે જેને જૈન ધર્મ તરીકે ઓળખીએ છીએ તે ચોવીસમા તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીના સમયમાં ‘નિગૂંથ સંપ્રદાય' તરીકે પ્રચલિત હતો. ભારતની ભૂમિ એ અનેક ધર્મ-સંપ્રદાયોનું ઉદ્ભવ સ્થાન છે. આ દરેક ધર્મ-સંપ્રદાયોએ પોતપોતાની રીતે ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં પોતાનું યોગદાન આપ્યું છે. આ રીતે જૈનધર્મે પણ ભારતીય સંસ્કૃતિના ઘડતરમાં પોતાનું વિશિષ્ટ યોગદાન આપ્યું છે. લગભગ ૨૫૦૦ વર્ષોથી જૈનધર્મ ભારતની ભૂમિમાં પળાતો આવ્યો છે. આટલા લાંબા સમયપટ દરમ્યાન જૈનધર્મે ભારતીય સાહિત્યકારો, દાર્શનિકો અને કલાકારોને પ્રેરકબળ પૂરું પાડ્યું છે. - ભારતવર્ષમાં ઉદ્ભવેલાં બ્રાહ્મણધર્મ અને બૌદ્ધ ધર્મ પછી જૈનધર્મ એક નોંધપાત્ર ધર્મસંપ્રદાય ગણાય છે. પાનાથ અને મહાવીર સ્વામી જેવી ઐતિહાસિક વ્યક્તિઓ દ્વારા આ ધર્મનો ઉદ્ભવ થયેલો છે. શરૂઆતમાં આ ધર્મનો પ્રચાર મર્યાદિત રહ્યો હશે. પરંતુ સમય જતાં એ ભારતવ્યાપી બન્યો છે. જૈન ધર્મના ઉપલબ્ધ વર્તમાન આગમો ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ ૧ હજાર વર્ષ પછી લખાયેલ છે. એક મત મુજબ જૈનધર્મના મુખ્ય આગમ ગ્રંથોની એક વાચના ઈ.સ.ની પાંચમી સદીમાં વલભીમાં થયેલી છે. આ ઉપરથી એવું માની શકાય કે ગુજરાત-સૌરાષ્ટ્રમાં જૈનધર્મનો પ્રવેશ દોઢેક હજાર વર્ષથી થયો હશે. આમ છતાં ગુજરાતમાં જૈનધર્મનો પ્રવેશ કઈ સદીમાં થયો તે વિશે મતભેદો પ્રવર્તે છે. પરંતુ ઈ.સ.ની છઠ્ઠી-સાતમી સદીથી પ્રાપ્ત થતાં જૈન પુરાવશેષો એક નક્કર ભૂમિકા પૂરી પાડે છે. આ સમયથી લાગલગાટ સંખ્યાબંધ જૈન પુરાવશેષો ગુજરાતમાંથી પ્રાપ્ત થાય છે. મૌર્ય સમ્રાટ અશોકે કોતરાવેલ ગિરનાર ઉપરના ધર્મશાસનમાંથી નિગૂંથોનો ઉલ્લેખ મળે છે. તેમાં જણાવ્યું છે કે એણે નીમેલા ચૌદ ધર્મમહામાત્યોએ સંઘ, આજીવકો અને નિર્ગેથોની દેખરેખ રાખવી. આ નિગૂંથો એ જ જૈન સાધુઓ. આથી ઈ. પૂર્વે ગુજરાતમાં જૈન સંપ્રદાય પ્રચલિત હોવાની ઐતિહાસિકતા સૂચવે છે. મહાક્ષત્રપ રુદ્રદામા ૧ લાના શિલાલેખમાંથી જૈન સંપ્રદાયનું અસ્તિત્વ સૂચિત થાય છે.આ લેખ કચ્છના ઔધ ગામમાંથી મળ્યો છે. જેમાં “ઋષભદેવ” નામનો નિર્દેશ છે. જ્યારે ક્ષત્રપ રાજા જયદામનના પૌત્રના સમયનો જૂનાગઢ પાસેના શિલાલેખમાં જૈન પારિભાષિક “કેવલિજ્ઞાન' શબ્દ આવે છે. વળી કાલકાચાર્ય કથામાં ગર્દભિલ રાજાના પંજામાંથી કાલકાચાર્યની દીક્ષિત બહેન સાધ્વી સરસ્વતીને મુક્ત કરાવ્યાની વાત આવે છે. આ કથન અનુસાર એ કાળે ગુજરાતમાં જૈનધર્મનો પ્રવાહ વહેતો હોવાનું સાબિત થાય છે. ક્ષત્રપાલમાં જૈનધર્મ ગુજરાત-કાઠિયાવાડમાં ફેલાયો હોવાનું, ઢાંકનગરની ક્ષત્રપકાલીન (ઈ.સ. ૧૦૦-૪૦૦) ગુફાની અંદર મૂકેલી “સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૬૭-૭૨. * ભો. જે. વિદ્યાભવન, આશ્રમ રોડ, અમદાવાદ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131