Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
৩০
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આર. ટી. સાવલિયા
સોલંકીકાલીન ગુજરાતમાં અનેક સંસ્કારિક-સામાજિક કારણોસર જૈનધર્મ ખૂબ પ્રતિષ્ઠિત થયો હતો. અહિલપુરપાટાના સ્થાપક વનરાજ ચાવડાનો જૈન આચાર્ય શ્રી શીલગુન્નસૂરિ સાથે ગાઢ સંબંધ હતો. અને એણે પાટણમાં પંચાસરા પાર્શ્વનાથનું મંદિર બંધાવ્યું હતું, જે આજ સુધી બહુ માન્ય જૈન તીર્થ છે. ત્યાર બાદ ગુજરાતમાં રાજાઓ, મંત્રીઓ, શ્રેષ્ઠીઓ, વેપારીઓ વગેરેએ જૈન મંદિરોને દાન આપ્યાની, મંદિરો બંધાવવા કે જીર્ણોદ્ધાર કરાવ્યાનાં તથા મોટી સંખ્યામાં જિનબિ ભરાવ્યાનો તથા તેમણે કરેલ કરાયેલ સંઘાત્રાઓ વગેરેના એટલાં બધાં વર્ણનો, ઉલ્લેખો, પ્રમાણો મળે છે કે એ માટે એક સ્વતંત્ર ગ્રંથ થઈ શકે.
ગુજરાતના સોલંકી રાજાઓનો કુલધર્મ શૈવ હોવા છતાં જૈન ધર્મ પ્રત્યે એમને આત્મીયભાવ હતો. અનેક રાજવીઓ જૈન આચાર્યોનું બહુમાન દર્શન કરવા જતાં અને એમની સાથે જ્ઞાન ચર્ચા કરતાં. રાજદરબારોમાં જૈન આચાર્યોનું માનભર્યું સ્થાન રહેતું અને રાજકુટુંબના કેટલાક રાજ્યોએ જૈન સાધુ તરીકે દીક્ષા લીધાનો પણ ઉદાહરણ છે. જૈન આચાર્યો સામાન્ય પ્રજા સાથે સમરસ થયેલા હતા અને એ કારણે પ્રજાનો જે વર્ગ જૈન-ધર્માનુથાપી નહોતો એના ઉપર પણ એમનાં રહેણીકરણી અને ઉપદેશની ઊંડી અસર થયેલી હતી. કુમારપાલે જેવા પરાક્રમી રાજવી ઉપર પડેલા આચાર્ય હેમચંદ્રના પ્રભાવના કારણે અને એ પછી અર્ધી શતાબ્દિ બાદ થયેલ વિદ્યાપ્રેમી અમાત્યો વસ્તુપાલ-તેજપાલનાં જીવન અને કાર્યના પરિણામે ગુજરાતના જીવન ઉપર અહિંસાપ્રધાન જૈન વિચારસરણીની ઊંડી અસર થઈ.
સલ્તનતકાલ (ઈ.સ. ૧૭૩૯૪ થી ૧૫૭૩) દરમ્યાન પણ જૈનોએ પોતાનાં મંદિરો, વેપાર તેમ જ સાહિત્ય સેવાની અખંડતા તેમજ સાતત્ય જાળવવાનો પ્રયત્ન છેવટ સુધી પ્રવાહિત રાખો. આ કાલ દરમ્યાન ઘણાં મંદિરોનો જર્ણોદ્ધાર થયો.
જૈન શ્રેષ્ઠીઓ દિલ્હીના સુલતાનો સાથેના સારા સંબંધોનો ઉપયોગ કરી, ભગ્ન મંદિરોના જીર્ણોદ્ધાર તેમ જ નવાં મંદિરો બાંધવા તથા નવી પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવા માટે એમની પાસેથી પવાનગી મેળવી શકયા હતા. મેવાડના શેઠ કર્મો શાહે ઈ.સ. ૧૫૩૧માં દિલ્હીના બાદશાહ બહાદુરશાહ પાસેથી ફરમાન મેળવી શત્રુંજય ઉપરનાં મંદિરોનો પુનરૂદ્ધાર કર્યો હતો.
અમદાવાદના સુલતાન અહમદશાહ ૧લાના માન્ય સમરસિંહ સોનીએ સોમસુંદરસૂરિના ઉપદેશથી સિદ્ધાચલની યાત્રાએ આવી, ગિરનારની યાત્રા કરી. એ જ રીતે ઈડરના રાવ પૂંજાના માન્ય વચ્છરાજસુત ગોવિંદ શાહે તારણગિર (તારંગા) ઉપરના કુમા૨પાલે કરાવેલા વિહારનો ઉદ્ધાર કર્યો. અલ્પખાનના શાસનકાલ (ઈ.સ. ૧૩૧૦)માં શત્રુંજયાદિની યાત્રા કરનાર શાહ જૈસલે ખંભાતમાં પૌષધશાળા સહિત અજિતનાથનું વિધિચૈત્ય બંધાવ્યું હતું. આ જ અરસામાં ગિરનાર ઉપર પણ બે નવાં ચૈત્યો બંધાયાં,
જૂનાગઢના રા'માંડલિકે ઈ.સ. ૧૪૫૧માં રત્નસિંહસૂરિના પટ્ટાભિષેકનો અવસરે પંચમી, અષ્ટમી અને ચતુર્દશીના દિવસોએ પોતાના રાજ્યમાં કોઈ જીવ હિંસા ન થવી જોઈએ એવી માર્વિષોષણા કરી હતી. તેમ જ ઈ.સ. ૧૯૫૩માં ખંભાતવાસી શાહ રાજે ગિરનાર પર વિમલનાથનો પ્રાસાદ બંધાવ્યો હતો. ઈ.સ. ૧૪૬માં સુંદર મંત્રીના પુત્ર અને સુલતાન મહમૂદના મંત્રી ગદાએ આબુના ભીમવિહાર ભીમાશાહવાળા પભદેવના મંદિરમાં ૧૨૦ મણ વજનનું પિત્તળનું ૠષભદેવનું બિંબ સોમજયસૂરિ દ્વારા પ્રતિષ્ઠિત કરાવ્યું. આ કાળ દરમ્યાન ખંભાત, પાટણ, પાલનપુર, આશાવલ, ભરૂચ, ધોળકા, વઢવાણ, જુનાગઢ વગેરે જૈનોનાં સંસ્કાર કેન્દ્રો હતાં.
For Private and Personal Use Only
આ સમયમાં કાગળનો વપરાશ શરૂ થયેલો હોવાથી પ્રાચીન તાડપત્રીય ગ્રંથોની સેંકડો નકલો કાગળ ઉપર પણ લખાવા લાગી. જૈન ભંડારોમાં ગ્રંથ ખીચોખીચ ભરાવા લાગ્યાં. જૈનોનાં કેન્દ્ર સ્થળોમાં નવા સંધ ભંડારો સ્થપાયા. પરિણામે આજે પણ ખંભાત, પાટણ, વડોદરા, અમદાવાદ વગેરે કેન્દ્રમાં મોટી સંખ્યામાં