Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
⭑
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાધાવલ્લભ ત્રિપાઠી : આધુનિક સંસ્કૃત કવિતાનું વિદગ્ધતા, પ્રતિબદ્ધતા ને સંવેદનશીલતા સાથેનું ‘સંથાન.
આધુનિક સંસ્કૃત કવિતામાં પોતીકી મુદ્રા રચનારા કવિશ્રી રાધાવલ્લભ ત્રિપાઠી વિદગ્ધ, પ્રતિબદ્ધ અને સંવેદનશીલ કવિચેતનાથી સંસ્કૃત કવિતાનું સાંપ્રત સાથે સંધાન રચવાનો પુરુષાર્થ કરે છે. ‘સન્યાનમ્ માત્ર એમના કાવ્યસંગ્રહનું જ નામ નથી બલ્કે (સાહિત્યપરિષદ સાગર યુનિવર્સિટી પ્રકાશિત, ૧૯૮૯) એમની કાવ્યપ્રવૃત્તિનું સંપ્રેરક તત્ત્વ અથવા કહો કે નાભિકેન્દ્ર છે. કવિશ્રી રાધાવલ્લભ પરંપરાગત સંસ્કૃત સાહિત્યચેતના અને આધુનિક ચેતના વચ્ચેની સંધાનરચના સોનેટ-લોરી જેવા પાશ્ચાત્ય-લોકકાવ્યસ્વરૂપો અને લહરી - અન્યોક્તિ - પ્રશસ્તિ જેવા સંસ્કૃત કાવ્યસ્વરૂપોની સહોપસ્થિતિ યોજીને કરે છે, પ્રશિષ્ટ સંસ્કૃત કથ્ય કૃતિસંદર્ભોની સાંપ્રત પરિસ્થિતિઓની અભિવ્યક્તિ અર્થે પ્રયોજના દ્વારા કરે છે, તો વિષયવસ્તુસંદર્ભે ભરત-કાલિદાસ-રાઘવભટ્ટ જેવી સંસ્કૃત સાહિત્યપ્રતિભાઓની જોડાજોડ પ્રતિબદ્ધ નાટયકર્મી સફદર હાશમી-પ્રશિષ્ટ સંસ્કૃત કૃતિઓની તાલલયનૃત્યથી કથાપ્રસ્તુતિ કરનાર ઉમામાહેશ્વરીની પસંદગી દ્વારા કરે છે. આમ પરંપરાગત સંસ્કૃતચેતના અને યુરોપ અમેરિકામાં વીસમી સદીમાં આંદોલિત થયેલી આધુનિક ચેતનાનો સમન્વય કવિશ્રી રાધાવલ્લભની કવિતાનો નોખો-આગવો સ્વાદ પ્રકટાવે છે.
અજિત ઠાકોર*
સન્માનમ્ માં સંગ્રહાયેલી ૫૩ રચનાઓ કથ્ય તથા કાવ્યસ્વરૂપને આધારે પાંચ ગુચ્છમાં વિભાજિત થઈ છે. આ યોજના કાવ્યસંગ્રહની સુવિચારિત સંકલ્પનાની પરિચાયક છે. આ કાવ્યગુચ્છો આ પ્રમાણે છે : (i) અન્તર્નવનિા (૧ થી ૧૧ કાવ્યરચનાઓ) (ii) દિર્ગનિા (૧૨ થી ૩૬ કાવ્યરચનાઓ) (ii) સદરીનીતાયિતન (૩૭ થી ૪૦ કાવ્યરચનાઓ) (iv) નીતવત્તરી (૪૧ થી ૪૬ કાવ્યરચનાઓ (v) નમોવાળ્ (૪૭ થી ૫૩ કાવ્યરચનાઓ). અન્તર્નવનિમ્ કાવ્યગુચ્છમાં ચૈતસિક ભાવો-વ્યાપારો-અવસ્થાઓનું બાહ્ય પદાર્થોના અવલંબને પ્રકટીકરણ થયું છે. અહીં કયારેક ચૈતસિક વ્યાપારનું બાહ્યપદાર્થોના સાદશ્યઘટન દ્વા૨ા મૂર્તિકરણ થયું છે તો કયારેક ચેતોવાસ્તવનું બિબરચના કે ઘટનાપ્રક્રિયા દ્વારા વિશદીકરણ થયું છે. શનૌજા માં શબ્દ દ્વારા કાવ્યમાં થતા અર્થનિબંધનના વ્યાપાર તથા સ્વરૂપની સ્વાનુભૂતિ નિરૂપાઈ છે તો ઇન્દ્રસૃપ્તમાં કાવ્યરચનામાં છંદોઘટનની પ્રક્રિયા રેખાયિત થઈ છે. નિદ્રમાં ઉજાગરાની વિક્ષિસ/ક્ષુબ્ધ કવિચિત્ત દ્વારા સવારની ખિન્નકર અનુભૂતિ વર્ણવાઈ છે. નવનવૃક્ષ અને ઝીવનબ્બારમ્ કાવ્યોમાં અસ્તિત્ત્વની અનુભૂતિનો, એક તરફ વૃક્ષની વિવિધ અવસ્થાઓના જીવન પર થતા આરોપણ દ્વારા તો બીજી તરફ વ્યાકરણની વિવિધ પરિભાષાઓના સંદર્ભે જીવનની ગતિની નવીન વ્યાખ્યા દ્વારા નવા પરિમાણો પ્રકટ થયા છે. સન્માનન કાવ્યમાં તૂટવા-જોડાવાની ચૈતસિક પ્રક્રિયા ફૂલદાનીના તૂટવા-જોડવાની ઘટનાના આલંબને મૂર્ત થઈ છે.
વ્યંજના અને અભિધા વચ્ચે દ્વિધા વહેંચાયેલા કવિની મનઃસ્થિતિની શાસ્ત્રીય પરિભાષાના વિનિયોગથી ‘સ્વાધ્યાય’, પુ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૭૩-૭૭.
સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર
For Private and Personal Use Only