Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ અમર અને અનુકરણ
૫૧
ઠપકારે છે.”૩૧
આમ કવિએ ભલે ભાવનું અનુકરણ કર્યું, પરંતુ તેમની મૌલિક પ્રતિભાથી એમના મુક્તકોમાં રસનો મધુર પરિપાક જોવા મળે છે. ભાવની દ્રાવક આર્દ્રતા જોવા મળે છે.
ગાથાની વિરહિણી નાયિકા સર્વત્ર પ્રિયતમની જ મૂર્તિનાં દર્શન કરે છે. આ પ્રસંગનું અનુકરણ અમારુ ખૂબ સુંદર રીતે કરે છે -
जं जं पुलएमि दिसं पुरओ लिहिअ व्व दीससे तत्तो । तुह पडिमापडिवाडि वहइ व सअलं दिसाअक्कम् ।।३२
અમરુક આ પ્રસંગની ચમત્કારી નવીનતાને માટે શૈલીની મનોહર પ્રસાદને માટે વાણીની સાદાઈથી નાયક ધ્વારા “અદભૂત અદ્વૈતવાદ”ની સૃષ્ટિ સર્જે છે.
"प्रासादे सा दिशि च सा पृष्ठतः सा पुरः सा, पर्यः सा पथि पथि च सां तद्वियोगातुरस्य । हहो चेतः प्रकृतिरपरा नास्ति मे कापि सा सा सा सा सा सा जगति सकले कोऽयमद्वैतवादः ।।
નાયક “નાયિકા”ના વિયોગમાં આતુર હોવાને કારણે કહે છે કે મને મહેલ અને દિશાઓમાં આગળ, પાછળ પલંગ અથવા માર્ગ પર તે જ જોવા મળે છે. મારું ચિત્ત અને કોઈ સ્વભાવ રહેતો જ નથી. સમસ્ત જગતમાં બસ તે તે તેજ છે. આ કેવો અદ્વૈતવાદ છે.?
આમ મુક્તકકાર અમરુએ ગાથાસમશતીમાંથી કંઈક થોડુંક અનુકરણ સ્વીકાર્યું છે. પરંતુ પોતાની પ્રાતિસ્વિક પ્રતિભાથી એવું સર્જન કર્યું છે કે તેમનાં મુક્તક શુદ્ધ ચિત્ર અને સંવિધાનાત્મક મુક્તકનાં ઉદાહરણ બની રહે છે અને પ્રબંધની કીર્તિ મેળવવાને પાત્ર પામ્યા છે. એ જ અમરુની શ્રેષ્ઠ કવિત્વશક્તિ છે.
ભાવ્યના અર્થમાં વામને “અમરુશતક” ના શૂન્ય વસfJર્દ વિનોવચ ---- ----- ૪તા વાર્તા વિર વિતા * આ પદ્યની સૂક્તિની ભાવનામાં સુંદર કાવ્યસૂક્તિ ઉદ્ધત કરી છે - "अन्योऽन्यसंवलितमांसलदन्तकान्ति सोल्लासमाविरलसंवलितार्धतारम् । लीलागृहे प्रतिकलं किकिञ्चितेषु व्यावर्तमाननयनं मिथुनं चकास्ति ।।
अमरुक-९ गाथासप्तशती-६-३० अमरुक-१०१ અમ-૮(૬૦) વામન,
ચાતકૂારસૂત્રવૃત્તિ - રૂ.૨૧૦ સં.સી. કેપલકર, ૧૯૫૭
For Private and Personal Use Only