Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪
www.kobatirth.org
આટલી પૂર્વભૂમિકાના અંતે કહી શકાય કે મહાદેવી દુર્ગાનો પ્રસ્તુત આવિર્ભાવ કોઈ પુરાણ સાહિત્યનું સામાન્ય કથાનક નથી પરંતુ ગંભીર આધ્યાત્મિક રહસ્યોનું વહન કરનાર અદ્ભૂત પ્રસંગરત્ન છે અને તેથી જ તેનું વિશદ વિશ્લેષણ અસ્થાને નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસંગનો પ્રારંભ કંઈક આ રીતે છે. પૂર્વકાલમાં દેવતાઓ અને અસુરો વચ્ચે શનાબ્દિ પર્વન યુધ્ધ થયું જેમાં અસુરોનો સેનાનાયક મહિષાસુર વિજયી થયો જ્યારે સેનાનાયક ઈન્દ્ર સહિત પરાજિત દેવતાઓ બ્રહ્મા સાથે ભગવાન શિવ અને વિષ્ણુના શરણે ગયા. આ દેવગણની દૈત્યવર્ષ માટેની પ્રાર્થનાને કારણે ભગવાન શિવ અને વિષ્ણુને દૈત્યો પર ક્રોધ થયો ત્યારે કોપિત વિષ્ણુ અને ઈન્દ્ર આદિ અન્ય દેવતાઓમાંથી મહાન તેજ નિકળ્યું અને એકીભૂત થયું. (‘દેવીભાગવત'માં પણ આ પ્રસંગની કથા જોવા મળે છે.)
માધવી એ. પંડયા
અહીં વિષ્ણુને કોપિત થયા અને ત્યારબાદ તેમનામાંથી મહાન તેજનો ઉદ્ભવ થતો દર્શાવાયો છે. તેમના આ કોપનું કારણ શું છે ? તે વિચારીએ. વિષ્ણુ ભગવાન ધારા અને પાલનનું કર્તવ્ય બજાવે છે. તેથી જ તેઓ ‘નાગોજી ભઠ્ઠી' ટીકાના મને સત્ત્વગુણ પ્રધાન છે. આમ સત્ત્વગુણ પ્રધાન આ દૈવનો કોપ નિરર્થક તો ન જ હોય. સામાન્યતઃ આપણે માનતા આવ્યા છીએ કે અક્રોધ વડે ક્રોધ પર, અહિંસા વડે હિંસા પર વિજય મેળવવો જોઈએ. પરંતુ આ તો 'ચંડીપાઠ' છે. 'ગુમવતી' અનુસાર 'પક એવા કોપદર્શક ધાતુ પરથી વ્યુત્પન્ન શબ્દ ‘ચંડિકા' સ્વયં ભયજનક કોપનો પરિચાયક છે. તેથી જ કયારેય હિંસાનો વિરોધ અહિંસાથી કરવાની સાહ આ ગ્રંથ નથી આપતો, આ તો વીરકથા છે. અને તેથી જ હિંસા અને હિંસકનો નાશ અર્થે ભગવાન વિષ્ણુનો કોપ પથાર્થ છે.
3.
ભગવાન વિષ્ણુના આ તેજ સાથે બ્રહ્મા, શિવ તેમજ ઈન્દ્ર આદિ દેવોનું તેજ એકત્વ પામ્યું. અત્રે એ વાત નોંધપાત્ર છે કે આ તેજમાંથી ભવિષ્યમાં જે મહાદેવીના દેહનો આવિર્ભાવ થવાનો છે તે નાગજી મડી ટીકા અનુસાર ત્રિગુણાત્મિકા હશે. કારણ કે બ્રહ્માનો રસ પ્રધાન કોપ, શિવનો તમસ પ્રધાન કોપ અને વિષ્ણુનો સત્ત્વપ્રધાન કોપ સાથે મળીને આ મહાદેવીનું પૂર્વરૂપ તેજ બને છે.
ખૂ
૬.
ઈન્દ્ર આદિ સમસ્ત દેવતાઓમાંથી નિષ્પન્ન આ તેજસમૂહ જાજવલ્યમાન પર્વત સમાન ભાસતો હતો. અતુલ્ય તેવા તે તેજપુંજની જ્વાલાઓથી સંપૂર્ણ દિશાઓ વ્યાસ થતી હતી. અહીં આ જે અતુલ્ય તેજપુંજનો મહિમા ગવાયો છે તેની સાથે ગીતાના વિશ્વરૂપ દર્શનનું વર્ણન દર્શનીય છે.
શ્રીમદ્ ભગવતી ભાગવત (દેવી ભાગવત}', સ્કંધ-પ, અધ્યાય-૮,૯,
'શ્રીમદ્ ભગવતી ભાગવત, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, ભદ્ર પાસે, અમદાવાદ, તેરમી આવૃત્તિ, ૧૯૮૬, પૃષ્ઠ ૨૪૦-૨૪૩.
For Private and Personal Use Only
दुर्गासप्तशती ૨/૮, નાનોની મટ્ટી ટીના, પૃષ્ઠ-૮૪.
'કુમાર', 'મુાતી રીયલ ની પ્રારંભિક ચર્ચા, પ્રથમ અધ્યાય, પૃષ્ઠ.
दिवि सूर्यसहस्रस्य भवेद्युगपदुत्थिता ।
यदि भाः सदृशी सा स्याद् भासस्तस्य महात्मनः ।।
‘વીતા’//T.
શાસ્ત્રી છે. કા. (સંશોધક) 'શ્રીમદભગવદ્ગીતા' (ભોજપત્રી ૭૫ શ્લોક સમાવતા ગીતા ગુર્જરી, શ્રી ભુવનેશ્વરી પ્રકાશન, ગોંડલ, (ગુજરાત) ભારત, ૧૬મી આવૃતિ, ૧૬, પૃષ્ઠ - ૨૨૨.