Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 57
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાદેવી દુર્ગાનો આવિર્ભાવ - એક આધ્યાત્મિક અર્થઘટન* માધવી એ. પંડયા* મહાદેવી દુર્ગાના અપરિમિત સામર્થ્યનો પરિચાયક ગ્રંથ “દુર્ગાસપ્તશતી' હિંદુ જનમાનસમાં શ્રદ્ધેય સ્થાન ધરાવે છે. માર્કન્ડેય પુરાણના અંગરૂપ આ ગ્રંથને ત્રણ ચરિતરૂપે વિભાજીત કરવામાં આવ્યો છે. પ્રસ્ત મધ્યમ ચરિતરૂપે ૨ થી ૩ એ ૩ અધ્યાયો માનવામાં આવે છે. આ ચરિતના દેવતા મહાલક્ષ્મી છે. અને તેમના જ સ્વરૂપ એવા મહાદેવી દુર્ગાનો અહીં આવિર્ભાવ છે. દ્વિતીય અધ્યાયના આરંભ પછી (૯ થી ૩૩ એમ) કુલ ૨૫ શ્લોકોમાં મહાદેવી દુર્ગાનો આવિર્ભાવ નિરૂપિત થયો છે. આ વર્ણનને આધારે પ્રસ્તુત શોધપત્ર તૈયાર કરવામાં આવ્યું છે. આ ગ્રંથની શરૂઆતમાં જ મેધસુ ઋષિ કહે છે તેમ આ મહાદેવી નિત્યા છે. દેવોના કાર્યોની સિદ્ધિ અર્થે નિત્યા હોવા છતાં મહાદેવીનો આ પ્રસંગે સાવયવ ભવ્ય આવિર્ભાવ નિરૂપાયો છે. આમ તો નિત્યા ચિતિશક્તિ જ તેમનું યથાર્થ સ્વરૂપ છે. છતાં માનવ તેના હૃદયની ઊર્મિઓના આવિર્ભાવોનું પ્રકટીકરણ મૂર્ત સ્વરૂપ પાસે વધારે આંતરિક તીવ્રતાપૂર્વક કરી શકે છે. સામીણના આનંદની જે અનુભૂતિ સામાન્ય માનવ મૂર્ત સ્વરૂપની પરિકલ્પનામાં પામે છે, તે નિરાકાર પરબ્રહ્મની પરિકલ્પનામાં પણ પામી શકતો નથી અને અહીં નિરાકાર ચિતિશક્તિ જ દુર્ગાદેવી રૂપે પ્રગટ થાય છે. તેથી જ કહી શકાય કે આ આવિર્ભાવ અદૂભુતપણે મૂર્તિ અને અમૂર્ત સ્વરૂપ વચ્ચે સામંજસ્યની પ્રસ્થાપના કરે છે. માત્ર એટલું જ નહીં પ્રસ્તુત ચરિતમાં મહાદેવી દુર્ગાના આલેખનમાં વિભિન્ન દેવતાઓની વાસ્તવિક મૌલિક એકતાના સિધ્ધાંતનું જે પ્રતિપાદન છે તેટલું હૃદયંગમ આલેખન અન્યત્ર ક્યાંય જોવા નથી મળતું. વાસ્તવમાં વૈદિક મન્ટોને ગંભીરતાપૂર્વક મૂલવવામાં આવે તો ત્યાં પણ આવો જ અનેક સ્વરૂપયુક્ત બહુદેવતાવાદ અંતતઃ એકત્વમાં પરિપૂર્ણ થતો જોવા મળે છે. ઋગ્વદના “દેવીસૂક્તનું હાર્દ પણ આ જ છે. સ્વાધ્યાય', પૃ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૨૩-૬૧. ગુજરાત રાજ્ય યુનિ. અને કૉલેજ સંસ્કૃત અધ્યાપક મંડળના ૨૨મા અધિવેશન અંતર્ગત નારેશ્વર ખાતે યોજાયેલ શોધપત્ર સ્પર્ધામાં ‘વેદ-પુરાણ” વિભાગમાં ઉત્તમ લેખનું પારિતોષિક મેળવનાર સંશોધન પત્ર, (માર્ચ-૧૯૯૭). ૫૩૯/૧, “કમલા', મહાવીર સોસાયટી, સે.-૨૧, ગાંધીનગર. નિત્યa Rા નમૂતિઃ | - ૩fસતશતી. ૪૭ पं व्यंकटरामात्मजहरिकृष्णशर्मणा संगृहीता सप्तटीका संवलिता 'दुर्गासप्तशती' बुटाला एन्ड कंपनी ९८ यु. बी. જવાહરનગર, હિન્દી - ૨૦ ૦૦૭, ૨૧૮૪, પૃષ્ણ - ૬૪. (નોંધ - આ ઉપરાંત પ્રસ્તુત શોધપત્રમાં પ્રયુક્ત દુર્ગાસપ્તશતી', “પ્રાધાનિક રહસ્ય” તથા “વૈકૃતિક રહસ્ય'ના તમામ સંદર્ભો ઉપર્યુક્ત પુસ્તકમાંથી લેવામાં આવ્યાં છે. આ જ રીતે “ઋગ્વદ” તથા “કેન ઉપનિષદ’ના સંદર્ભો પણ પાદટીપમાં પ્રથમ વાર દર્શાવેલ પુસ્તકમાંથી જ ત્યારબાદના સંદર્ભો માટે લીધાં છે.) ऋग्वेद १०/१२५. सास्तबलेन कुलजेन दामोदरभट्टसूनना श्रीपादशर्मणा संपादिता 'ऋग्वेदसंहिता' औन्धराजधान्यां भारतमुद्रणालये मुद्रयित्वा स्वाध्यायमण्डलद्वारा प्रकाशिता प्रथमा आवृत्ति, विक्रमीय संवत, १९९४, पृष्ठ - ३४८. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131