Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
માધવી એ. પંડયા
અને મુખ (મસ્તકોમાં જ ઈન્દ્રિયોના જ્ઞાનકેન્દ્રો વિદ્યમાન છે. તેથી જ શિવના તેજથી તેમનું મુખ નિર્મિત થયું. વૈકૃતિક રહસ્ય' અનુસાર તેમના મુખનો વર્ણ શ્વેત છે જે તેમની જ્ઞાનપૂર્ણ ગરિમાનું સમર્થન કરે છે. ૧૧ યમ સંયમન કર્તા છે તેને શ્યામવર્ણ માનવામાં આવે છે. ઘન અંધકાર તે બહુત્વનો વિલય અને અનિર્વચનીયતા વ્યક્ત કરે છે. “નાસદીય સૂક્ત’ પણ “અંધકારથી આવૃત્ત અંધકાર”ની પરિસ્થિતિનું વર્ણન કરે છે. ૧૭ વિષ્ણુ સત્ત્વગુણયુક્ત છે અને ધારણ તથા પાલન તેમના કર્તવ્યો છે. ધારક શક્તિ શરીરમાં બાહુઓની છે તેથી જ મહાદેવી દુર્ગાના બાહુ જગદ્ધારક વિષ્ણુના તેજમાંથી ઉત્પન્ન થયા. “વૈકૃતિક રહસ્ય’ સ્પષ્ટ જણાવે છે કે મહાદેવી સહસ્રભુજા હોવા છતાં તેને અષ્ટાદશભુજા માનવામાં આવે છે. અને આ જ રીતે મહાદેવીના પ્રત્યેક અંગ-ઉપાંગો વિવિધ દેવતાના શ્રેષ્ઠ ગુણો વડે નિર્માણ પામ્યા.
મહાદેવીનું શ્રીવિગ્રહ અનેક દેવતેજના ઐકયનું પરિણામ હોવાને કારણે તે વિવિધ વર્ગો ધરાવે છે. પ્રસ્તુત આવિર્ભાવના વર્ણન અંગે આ ગ્રંથના ‘વૈકૃતિક રહસ્ય' અંતર્ગત નિરૂપિત મહાદેવના મૂર્તસ્વરૂપનું વર્ણ સંબંધિત નિરાકરણ મળી રહે છે. જેમ કે, શિવના મુખ અનુસાર દેવીનું મુખ શ્વેત, યમના વર્ણ અનુસાર તેમના કેશનો વર્ણ કૃષ્ણ, વિષ્ણુના વર્ણ અનુસાર તેમની ભુજાઓનો વૂર્ણ શ્યામ, ઈન્દ્રના તેજ અનુસાર તેમજ બ્રહ્માના તેજ અનુસાર તેમનો કટિભાગ અને ચરણોનો વર્ણ લાલ અને વરુણના તેજ અનુસાર તેમના જંઘા તથા પિંડલી નીલા વર્ણના છે.૧૮ મહાદેવીના આ વિવિધ વર્ણી સ્વરૂપ વડે જ અહીં તેમનું ત્રિગુણત્વ સૂચિત થયું હોવાનું નાગોજી ભટ્ટી’ ટીકામાં નોંધે છે.૧૯
કોઈપણ મૂર્ત સ્વરૂપ તેના અવયવોના વર્ણન માત્રથી સમાપ્ત થતું નથી. તેના વૈશિષ્ટયનું ફલક તેમના વસ્ત્રો, આભૂષણો, આયુધો, વાહન અને ચહેરા પર પ્રતિબિંબિત મનોભાવોના સૂક્ષ્મ નિરૂપણો સુધી વિસ્તૃત છે. ભગવતી દુર્ગાના પૂર્ણ સ્વરૂપનો પરિચય મેળવવા માટે આ વિગતોની નોંધ લેવી પણ આવશ્યક છે.
પ્રસ્તુત આવિર્ભાવ અનુસાર જે દેવતાનું જે આયુધ હોય તેમાંથી તેના સમાન આયુધ ઉત્પન્ન કરીને મહાદેવને અર્પણ કરવામાં આવે છે. જેમ કે, ભગવાન વિષ્ણુએ પોતાના ચક્રમાંથી ચક્ર ઉત્પન્ન કરીને દેવીને આપ્યું, અહીં તાત્પર્યાર્થ એ છે કે દેવતાઓમાં સ્થિત તેજરાશિ તેમજ તેમના આયુધરૂપ શક્તિઓનો સાક્ષાત આકાર આ મહાદેવીનું પ્રસ્તુત મૂર્ત સ્વરૂપ છે. સમસ્ત વિશ્વનું સંચાલક બળ અને સામ્રાજ્ઞીપદ ચિતિશક્તિનું જ છે. તે નિઃતાંત સત્યને સમજ્યા વિના મહાદેવીના આ આવિર્ભાવનું સત્ય સમજવું શકય નથી. સમસ્ત બ્રહ્માંડ, સચરાચર વિશ્વના સર્જિકા સ્વયં મહાદેવી જ છે તેમ સ્પષ્ટરૂપે “પ્રાધાનિક રહસ્ય'માં નોંધાયું છે. ૨૦ અને તેથી જ આ પ્રસંગે દેવતાગણ તેમને જે આયુધો અર્પણ કરે છે તેની શક્તિ તો મૂલતઃ મહાદેવીએ જ તેમને આપી હતી તેમ કહી શકાય. અને આ કથનનું સમર્થન “દુર્ગાસપ્તશતી” તો કરે જ છે. ૨૧
૬.
श्वेतानना नीलभुजा । - वैकृतिकरहस्यम् ८, अ पृष्ठ-२८२. ઋવેઃ ૨૦/૬૨૬, પૃષ્ણ-રૂ.૨. रक्तमध्या रक्तपादा नीलजङ्घोरुन्मदा । - 'वैकृतिकरहस्यम्' ८ क, ड. एवं च रूपेणापि त्रिगुणत्वं सूचितम् । - 'दुर्गासप्तशती २/१५, 'नागोजी भट्टी टीका पृष्ठ-८६. लक्ष्यालक्ष्यस्वरुपा सा व्याप्त कृत्स्नं व्यवस्थिता । - ‘प्राधानिकरहस्यम्' ४ क, डक पृष्ठ-२८०. अहंविभूत्या बहुभिरिह रूपैर्यदास्थिता । तत्संहत्य मयेकैव तिष्ठाभ्याजौ स्थिरो भव ।। - 'दुर्गासप्तशती' १०/५, पृष्ठ-२२५.
For Private and Personal Use Only