Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
યોગિની પંડયા
"अलिअपसुत्तअविणिमीलिअच्छ दे सुहअ मज्झा ओआसम् । गण्डपरिउम्बणापुलइअङ्गण पुणो चिराइस्सम् ।।'
“સૂઈ ગયાના બહાને આંખો બંધ કરીને પડેલા એવા અને કપોલ ચુંબનથી પુલકિત-અંગ પ્રિયતમ ! મને પણ (શસ્ત્રાપર) અવકાશ-જગ્યા આપો. પછી વિલંબ કરીશ નહીં.
આજ ભાવને અમરુએ ખૂબ સુંદર રીતે આ પદ્યમાં દર્શાવ્યો છે - "शून्यं वासगृहं विलोक्य शयनादुत्थाय किञ्चिच्छन्नै - निद्राव्याजमुपागतस्य सुचिरं निर्वर्ण्य पत्युर्मुखम् ।। विसब्धं परिचुम्ब्य जातपुलकामालोक्य गण्डस्थलीम् लज्जानम्रमुखी प्रियेण हसता बाला चिरं चुम्बिता ।।"
આમાં અમરુકે “મુગ્ધા નવોઢા નાયિકા”નું અતિસુંદર ભાવવાહી ચિત્ર આપીને ચિરસ્થાયી દશ્ય - (મંગલસંભોગ પ્રેમ) ઊભું કરી દીધું છે - “ઘરને સૂનું જોઈને અને પથારીમાંથી ઊઠીને (પોતાના) પ્રિયતમને સૂવાનું બહાનું કરીને (જાગતા) પડી રહેલાને (તેના) મુખને આરામથી ચિંતા વગર લાંબા સમય સુધી ચુંબન કરી લીધું, જેનાથી તેનો (પ્રિયતમનો) કપોલ પુલકિત (સાત્વિકભાવથી) થઈ ઊઠયો. આ જોઈને નાયિકા લજ્જિત થઈ ગઈ અને પ્રિયતમે હસતાં હસતાં તેણીને (મુગ્ધાને) લાંબા સમય સુધી ચુંબન કર્યું.” એના અનુસંધાનમાં બીજો શ્લોક આ પ્રમાણે છે.
“સખીઓ એવું કહીને કે - “આ (નાયક) તો સૂઈ ગયા; તું પણ સૂઈ જા” પોતાના ઘેર ચાલી ગઈ હું (નાયિકા) સરલ સ્વભાવથી પ્રેમાવેશમાં પ્રિયના મુખ પર પોતાનું મુખ રાખી દીધું પરંતુ તે કપટીએ (સાત્વિકભાવથી) રોમાંચથી તેની ખોટી આંખો બંધ હોવાનો ભેદ બહાર આવ્યો તો મને શરમ-લજ્જા આવી ગઈ. તેને (નાયકે) સમયોચિત વ્યાપારથી તે લજ્જાના ભાવને પણ દૂર કરી દીધા.”
ગાથાસમશતીની એક ગાથા છે જેમાં કોપવશ પ્રિયા નાયકને કહે છે મને અડકશો નહીં - તેનું ચિત્ર આ પ્રમાણે છે
"आअम्वन्तकवोलं खलिअक्खरजम्पिरि फुरन्तोट्ठिम् । मा छिवसु त्ति सरोसं समोसरन्तिं पिअं भरिमो ।।५।। તમતમતા કપોલ અને ફેફડતા એવા હોઠથી તૂટ્યા-ફૂટ્યા શબ્દોમાં કોપવશ એવું કહીને કે - “મને
થાસતશતી, ૨/૨૦ પ્રાશન – પ્રતિષ્ઠાન, કાનપુર, ૩ (૩૦U૦) પ્રથમ રળ, . ૧૨૬૬. सुप्तोऽयं सखि सुप्यतामिति गताः सख्यस्ततोऽनन्तरम् प्रेमावेशियता मया सरलया न्यस्तं मुखं तन्मुखे । ज्ञातेऽलीकनिमीलने नयनयोधूर्तस्य रोमाञ्चतो તના ૫ તેન સMદિતા તાત્રયો નૈ ||રૂપી અમરુશત-- ૩૭ રસિકસંજીવની, હિન્દી ટીકાકાર પ્રદ્યુમ્ન પાંડેય, ચૌખંબા સીરીઝ, પ્રથમ આવૃત્તિ, ૧૯૬૬. गाथासप्तशती-२/९२
For Private and Personal Use Only