Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
યોગિની પંડ્યા
આલિંગનપાશમાં બંધાઈ ગયા.૧૯
આ બીજી ગાથામાં અન્યમાં આસક્ત નાયકે હસતાં પોતાની કૃશતર સ્વકીયા નાયિકાને કૃશતાનું કારણ પૂછયું તો તેણી આવું કહીને રોઈ પડી કે ગ્રીષ્મમાં ક્ષીણ થઈ જવાની મારી પ્રકૃતિ જ છે. -
जं तणुआअइ सा तुह कण्ण कि जेण - पुच्छसि हसन्तो । अह गिम्हे मह पअई एव्वं भणिऊण ओरुण्णा ।।१९।।२० આ ભાવને લઈને અમકે આ પ્રમાણે પ્રણયન કર્યું છે. "अङ्गानामतितानवं कुत इदं कम्पश्च कस्मात् कुतो, मुग्धे ! पाण्डुकपोलमाननमिति प्राणेश्वरे पृच्छति । तन्व्या सर्वमिदं स्वभावत इति व्याहृत्य पक्ष्मान्तर - व्यापौ बाष्पभरस्तया बलितया निःश्वस्य मुक्तोऽन्यतः ।।२१
“મુગ્ધા ! તમારા અંગોની કૃશતા અને કંપનું કારણ શું છે અને તમારા મુખ પાંડુકપોલ કેમ છે ? પ્રાણનાથના આવું પૂછવા પર કૃશાંગી નાયિકાએ એવું કહીને કે “આ બધું પ્રકૃતિ જન્ય છે.” દીર્ધ શ્વાસની સાથે પાંપણોમાં ભરાયેલા આંસુઓને એક તરફ ફરીને છોડી દીધા.”
પ્રવાસી પ્રિયતમની ફરિયાદના રૂપમાં ગાથાની નાયિકા કહે છે - दिष्ठा चुआ अग्धाइआ सुरा दक्षिणाणिलो सहिओ । कज्जाई व्विअ गरुआई मामि को वल्लहो कस्स ।।
કોણ કોને વ્હાલું છે ? થી નાયિકાનો પોતાના પ્રતિ નિર્વેદ સ્પષ્ટ છે. “આંબાને મ્હોરતો એવો જોયો. સુરા-મદિરાની ગંધ પણ લીધી. અને દક્ષિણ પવનને પણ સહી લીધો. (છતાં પ્રિયતમ હજુ પણ આવ્યા નહીં) મામી ! કોણ કોને પ્યારું છે ? લોકો કામને જ મહત્ત્વ આપે છે.?
અમરુકની નાયિકા પણ કંઈક આવો જ ભાવ આ પદ્યમાં પ્રગટ કરે છે -
"मलय मरुतां व्राता वाता विकसित मल्लिका, परिमलभरो भग्नो ग्रीष्मस्त्वमुत्सहसे यदि । धन घटयितुं तं निःस्नेहं य एव निवर्तने प्रभवति गवां कि नश्छिन्नं स एव धनञ्जयः ।।२३
अमरुक ७७ गाथासप्तशती ७/११ अमरुशतक - ४५ (अन्यसंस्करणे - ५०) गाथासप्तशती १/९७ अमरुक० ३३
For Private and Personal Use Only