Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કવિ અમર અને અનુહરણ
૪૫
તો પછી ગદ્ગદ્વાણીથી કેમ રડી રહી છું ? કોની આગળ રડી રહી છું? નિશ્ચય જ મારી આગળ. “આપની હું કોણ છું ?”
પ્રિયા.” (હું) નથી માટે તો રડી રહી છું.
આનાથી પણ ગંભીરતર ચિત્રણ થઈ શકે છે. ખરેખર આ પદ્યથી સ્પષ્ટ થાય છે કે અમરકનું આ પદ્ય અધિક માર્મિક છે. ભલે, ગાથાકારનું ઋણ લીધું પરંતુ ભાવનો અત્યંત સુંદર ઉપયોગ કર્યો છે. એ જ તેમની સ્વયં પ્રતિભા છે. અને તેથી જ પદ્યની શ્રીવૃદ્ધિ કરી દીધી છે. માટે તો ધ્વનિકારે “મુક્તકકાર અમરુ”ની મુક્ત કંઠે પ્રશંસા કરી છે.
ગાથાની આ માનુનીનો ક્રોધ તો જુઓ જેનું હૃદય પ્રિયદર્શનના માટે વ્યાકુળ બનતા પોતાના હૃદયની ભર્લ્સના આ શબ્દોમાં કરે છે.'
"डज्झसि डज्झसु कट्टसि कट्टसु अह फुडसि हिअअ ता फुडसु । तह वि परिसेसिओ जिअ सो हुँ मए गलिअसम्भावो ।।
“હૃદય ! જો તું બળતું હોય તો બળ, વ્યાકુળ હોય તો વ્યાકુળ રહો, અને વિદીર્ણ થતું હોય તો થયા કરો, હું તો તેના કમનસીબ પ્રેમને ત્યાગી ચૂકી છું.”
રસસિદ્ધ કવિશ્રી અમરુએ આ ભાવને આ પ્રમાણે મૌલિકતાથી અભિવ્યક્ત કર્યો છે -
"रससिद्ध हृदयं कामः कामं करोतु तनुं तनुम, न सरिख ! चपल प्रेम्णा कार्य पुनर्दयितेन मे । इति सरभसं मानावेशादुदीर्य वचस्तया - रमण-पदवी सारङ्गाक्ष्या निरन्तरमीक्षिता ।।१२
હૃદય ફાટી પડે છે તો ફાટી જવા દો. કામ શરીરને ક્ષીણ કરે છે તો કરવા દો. પરંતુ સખી ! અસ્થિર પ્રેમ પ્રિયથી હવે મારે કોઈ સંબંધ નથી. મૃગનયની માનના આવેશમાં આવીને એકદમ આવું કહીને નિરન્તર તે તરફ જોઈ રહી જ્યાં તેનો પ્રિય ચાલ્યો ગયો હતો.”
કેટલું સુંદર, ભાવવાહી અને વાસ્તવિક ચિત્ર ચિત્રિત કર્યું છે.
આ બીજી ગાથામાં એક સખી નાયિકાને શીખવવા છતાં પણ માન ધારણ કરવામાં અસમર્થ બને છે તે
8. १२.
गाथा सप्तशती ५/१ अमरुशतक-७२
For Private and Personal Use Only