Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૮
-
www.kobatirth.org
પોતાની પત્નીને જોવામાં તત્પર કે પથિક ! બીજા માર્ગથી જા. આ ગામમાં સ્વામીની પુત્રીની જાળથી બચવું મુશ્કેલ છે.' અહીં બીજા માર્ગથી જા'માં વાચ્યાર્થ વિધિ અને નિધરૂપ છે જ્યારે પ્રતીયમાન અર્થ ‘આ ગામમાં સ્વામીની પુત્રીના રૂપને પણ જોવું જોઈએ' વિધ્યન્તરરૂપ છે.
ક્યારેક વિધિ અને નિષેધ દ્વારા નિષેધાન્તરની પ્રતીતિ થાય છે.
જેમકે
उच्चिणसु पडियकुसुमं मा धुण सेहालियं इलियसुण्हे ।
एस अवसाणविरसो ससुरण सुओं वलयसहो ।। *
૧૪.
૧૫.
૧૬.
હે કૃષકની પુત્રવધૂ | નીચે પડેલાં ફૂલોને જ વીણ, શેફાલિકાના વૃક્ષને હલાવીશ નહિ. અંતે તારા અપ્રિય કંકણનો અવાજ શ્વશુરજીએ સાંભળી લીધો છે.' અહીં ‘નીચે પડેલાં ફૂલોને જ વીણ, શેફાલિકાના વૃક્ષને હલાવીશ નહિ' એ પ્રમાણે વાચ્યાર્થ વિધિ અને નિષેધકપરક છે તેથી ‘હે સખિ ! ચૌર્યરતમાં આસકત તારે કંકણનો અવાજ ન કરવો જોઈએ' એવા નિષેધપરક વ્યંગ્યાર્થની પ્રતીતિ થાય છે.
કયારેક વાચ્યાર્થ વિધિરૂપ હોય ત્યારે વ્યંગ્યાર્થ અનુભયરૂપ હોય છે.
જેમકે
सणियं वच्च किसोयरि पए पयत्तेण ठवसु महिवट्ठे ।
भज्जिहिसि वत्थयत्थणि विहिणा दुक्खेण निम्मविया ॥।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેશોદરી ! ધીરેથી ચાલ, આનંદપૂર્વક સંસારમાં સુખી રહે, પોતાની ઈચ્છા પ્રમાણે અભિષ્ટનું સેવન કર, વિધાતાએ તને દુઃખથી મુક્ત કરી દીધી છે.’ અહીં ‘ધીરેથી ચાલ' એ પ્રમાણે વિધિરૂપ વાચ્યાર્થનું કથન કર્યું હોવા છતાં વ્યંગ્યાર્થ વિધિ કે નિષેધરૂપ નથી, માત્ર વર્ણનરૂપ છે.
કયારેક વાચ્યાર્થ નિષેધરૂપ હોય ત્યારે વ્યંગ્યાર્થ અનુભયરૂપ હોય છે.
જેમકે -
दे आ पसिअ नित्तसु मुहससिजोहाविलुत्ततमोनिवहे ।
अहिसारिआण विडघं करेसि अण्णाण वि हयासे ।। १६
એ. એમ. પ્રજાપતિ
तत्रैव पृ. ५५
तत्रैव पृ. ५५
तत्रैव पृ. ५५
હૈ સુંદરી ! પ્રસન્ન થા, પાછી જી, મુખરૂપી ચંદ્રમાની ચાંદનીથી અંધકારના સમૂહો નાશ કરનારી હતાશે ! તું અન્ય અભિસારિકાઓના કાર્યમાં પણ વિઘ્ન ઉપસ્થિત કરી રહી છે.' અહીં 'પાછી જા' એવો વાર્થ નિષેધપરક છે પરંતુ વ્યંગ્યાર્થ વિધિ કે નિષેધપરક નથી, માત્ર નાયિકાના મુખસૌંદર્યના વર્ઝનરૂપ છે.
For Private and Personal Use Only