Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટ્યશાસ્ત્રનું વિશિષ્ટ પ્રદાન : બુબુદક છન્દ
૨૫
નાટ્યશાસ્ત્રની વાચનાઓ વચ્ચે રહેલ વ્યાપક તફાવત સ્પષ્ટ થાય છે. નાટ્યશાસ્ત્રની બે વિભિન્ન વાચના હોવાના રામકૃષ્ણ કવિના મતનું અહીં સમર્થન મળે છે. અભિનવગુણાચાર્ય અને હેમચન્દ્રાચાર્યની સમક્ષ રહેલ નાટ્યશાસ્ત્રની હસ્તપ્રતોમાં ભિન્ન પાઠ જણાય છે. નાટ્યશાસ્ત્રના મૂળ સ્વરૂપમાં વિવિધ સમયે અને સ્થળે કેટલા બધા પરિવર્તનો, પરિવર્ધનો અને પ્રક્ષેપણો થયા હશે તે બુબુદક છન્દ્રના અભ્યાસથી ધોતિત થાય છે. ધુવાઓનો અશુદ્ધ પાઠ લહિયાઓ દ્વારા પાઠપરમ્પરામાં આવેલી અશુદ્ધિઓનો નિર્દેશ કરે છે. કેટલીક વાર આ પાઠ એટલી હદે ભ્રષ્ટ થતો કે એમાંથી કંઈ જ અર્થ પણ તારવી શકાતો. નથી. મનમોહન ઘોષ અથાગ પ્રયત્નોના અંતે પણ ઘણી ધ્રુવાઓનો અનુવાદ આપી શકયા નથી. બુદ્ધદકને અઢાર અક્ષરનો છન્દ સ્વીકારતા લક્ષણ અને ઉદાહરણની અશુદ્ધિ આ લેખમાં જોઈ શકાય છે. નાટ્યશાસ્ત્રમાં છન્દોના લક્ષણો આપતી વખતે મહદંશે લઘુ-ગુરુ અક્ષરોના સ્થાનનિર્દેશની પદ્ધતિનો આશ્રય લેવામાં આવ્યો છે, જે તેની પ્રાચીનતા પુરવાર કરે છે. આ પદ્ધતિનું અનુસરણ પશ્ચાત્કાલીન ગ્રંથોમાં શ્રુતબોધમાં થયું છે. અધ્યાય-૧૫માં કેટલાક છન્દોના લક્ષણોમાં મયરસ વગેરે અષ્ટગણનો પ્રયોગ થયો છે પણ તે પશ્ચાત્કાલીન હોવા અંગે કોઈ શંકા નથી. નામાં પ્રયોજાતી ધ્રુવાઓ વિષે વિપુલ માહિતી નાટ્યશાસ્ત્રમાં મળે છે. કાલિદાસના વિક્રમોર્વશીયના ચતુર્થ અંકમાં કેટલીક પ્રાકૃત અને અપભ્રંશ ધ્રુવાઓ મળે છે. ભારત અને કાલિદાસના સમય પછી ધુવાઓનો પ્રયોગ ક્રમશઃ ક્ષીણ થતો ગયો જણાય છે. નાટ્યશાસ્ત્રના ધવાવિધાન અધ્યાયમાં પ્રાપ્ત કેટલાક છન્દો પછીના સાહિત્યમાં અલ્પપ્રયુક્ત કે અપ્રયુક્ત બની રહ્યા છે. નાટ્યશાસ્ત્રમાં જ મળતાં હોય એવા કેટલાક છન્દોએ તેનું વિશિષ્ટ પ્રદાન છે. બુબુદક છન્દ પણ આ પ્રકારનો અનન્ય છન્દ છે.
For Private and Personal Use Only