Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષણા : આનંદવર્ધનનો મત, મહિમભટ્ટનું ખંડન
અરુણા કે. પટેલ*
આપણે જાણીએ છીએ કે શબ્દ વડે જે સાક્ષાત્ અર્થનો બોધ થાય છે, તેને વાચ્યાર્થ કહેવામાં આવ્યો છે અને વાચ્યાર્થની બોધિકા એવી શબ્દની શક્તિને અભિધાશક્તિ - એવું નામ આપવામાં આવ્યું છે. શબ્દમાંથી પ્રામ થતા સીધેસીધા અર્થબોધને આપણે જલ્દીથી સમજી શકીએ છીએ. પરંતુ વ્યવહારમાં, વિશેષતઃ કાવ્ય અને સાહિત્યમાં એવાં પણ દષ્ટાન્તો પ્રાપ્ત થાય છે, કે જેમાં શબ્દની અભિધાશક્તિ વાચ્યાર્થનો બોધ કરાવે છે, તેમ છતાં કશુંક અશિષ્ટ રહ્યું હોય, તેમ લાગ્યા કરે છે અને વક્તાના તાત્પર્યની ઉપપત્તિ થતી નથી. આવાં ઉદાહરણોમાં રૂઢિ અથવા વિશિષ્ટ પ્રયોજન મુખ્યાર્થ સાથે સંબદ્ધ કોઈ અન્ય અર્થની પ્રતીતિ કરાવે છે. આ રીતે પ્રામ થતા અન્ય અર્થને લક્ષ્યાર્થ નામ આપવામાં આવ્યું છે અને સાથોસાથ, લક્ષ્યાર્થની પ્રાપ્તિ માટે અભિધા સિવાયની શબ્દની લક્ષણા નામની અન્ય શક્તિની પ્રકલ્પના કરવામાં આવી છે. મીમાંસકો - કુમારેિલ ભટ્ટ આદિના મતે અન્ય અર્થનું જે જ્ઞાન થાય છે, તે જ્ઞાન જ લક્ષણા છે. ગમે તેમ, પણ મુખ્યાર્થ કે તાત્પર્યની અનુપપત્તિ તે લક્ષણાનું બીજ છે. ન્તા પ્રવિાન્તિ કે કાયા પોષ એ લક્ષણાનાં સુપ્રસિદ્ધ ઉદાહરણો છે. આનંદવર્ધને અભિધા, લક્ષણા ઉપરાંત ત્રીજી વ્યંજના નામની શબ્દશક્તિની કલ્પના કરી છે અને વ્યંજનાશક્તિ વડે પ્રતીત થતા વ્યંગ્યાર્થ કે ધ્વનિને કાવ્યના આત્મારૂપે માન્યો છે, તે કાવ્યશાસ્ત્રની સુપ્રસિદ્ધ વિગત છે. આનંદવર્ધનના મતે ભક્તિ (લક્ષણા) અને ધ્વનિની ભિન્નતા :
*
૧.
૨.
આનંદવર્ધને ધ્વનિને કાવ્યાત્મારૂપે પ્રસ્થાપિત કર્યો, તે સમયે ધ્વનિવિરોધી જે હવા વહેતી હતી, તેનો તેમણે નિર્દેશ કર્યો છે. તેમણે ધ્વનિવિરોધી ત્રણ પક્ષોની પૂર્વકલ્પના કરી છે. આમાંનો એક તે ભાક્તવાદ છે. ભાક્તવાદીઓ (=લક્ષણાવાદીઓ) નિનો લક્ષણામાં અંતર્ભાવ માનીને ધ્વનિનો અસ્વીકાર કરે છે. આનંદવર્ધનના મતે ભાક્તવાદીઓના નિવિરોધ માટેની યુક્તિઓ કે તર્કો આ પ્રમાણે હોઈ શકે :
૧. ધ્વનિ અને ભક્તિ બંને એક જ તત્ત્વ છે, બંને પર્યાયરૂપ છે.
૨.
ભક્તિ એ ધ્વનિનું લક્ષણ છે.
3.
ભક્તિ એ ધ્વનિનું ઉપલક્ષણ છે.
આનંદવર્ધનનું કથન એવું છે કે ભક્તિ અને ધ્વનિ - બંને એકરૂપ નથી, કારણ કે બંનેનું સ્વરૂપ ભિન્ન છે. લક્ષણાશક્તિ વાચકત્વ પર આશ્રિત છે, ધ્વનિમાં વાચ્યેતર વ્યંગ્ય અર્થ પ્રધાન હોય છે. તેથી ભક્તિને તો કેવળ ઉપચાર ગણી શકાય. વિશેષમાં આનંદવર્ધન જણાવે છે કે ભક્તિ એ ધ્વનિનું લક્ષણ નથી. કારણ કે તેમ માનવાથી તેમાં અતિવ્યાપ્તિ અને અવ્યાપ્તિ - એવા બે દોષો સર્જાશે. અતિવ્યામિ એટલા માટે કે જ્યાં જ્યાં ધ્વનિ હોય છે, ત્યાં ત્યાં સર્વત્ર લક્ષણા હોતી નથી. ધ્વનિકા૨નું કહેવું એવું છે કે ભક્તિ એ ધ્વનિનું ઉપલક્ષણ પણ નથી. કારણકે જો ગુણવૃત્તિ વડે સમગ્ર ધ્વનિનું લક્ષણ થઈ શકે છે તેવું કહેવામાં આવે, તો ‘સ્વાધ્યાય’, પૂ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૨૭-૩૩.
ઈ{૭૩, પાવર હાઉસ કોલોની, એ.ઈ.સી., સાબરમતી, અમદાવાદ - ૩૮૦૦૦૫.
આનંદવર્ધન, ધ્વન્યાલોક પૂર્વાર્ધ, સં. ત્રિપાઠી રામસાગર. મોતીલાલ બનારસીદાસ, દિલ્હી, ૧૯૬૩, પૃ. ૨૮. આનંદવર્ધન, એજન, પૂર્વાર્ધ - પૃ. ૨૯૧,
For Private and Personal Use Only