Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષણા : આનંદવર્ધનનો મત, મહિમભટ્ટનું ખંડન
૨૯
વ્યાપારની જે કલ્પના કરવામાં આવી છે, તે અર્થમાં જ સુયોગ્ય જણાય છે, શબ્દમાં નહિ. કારણ કે શબ્દ અનેક શક્તિઓના આશ્રયરૂપે સિદ્ધ થતો નથી. જ્યાં એકથી વધારે શક્તિઓનો આશ્રય એક જ હોય, ત્યાં તેમની પ્રવૃત્તિ પરસ્પર નિરપેક્ષ અને સ્વતંત્ર હોય છે. તેમાં પૂર્વ અને અપર ક્રમ રહેતો નથી. તે બધી એક સાથે પોતાનું કાર્ય કરતી જોવા મળે છે, જેમકે અગ્નિની દાહકતા, પ્રકાશકતા વગેરે. પરંતુ શબ્દને આશ્રિત
માં તે જોવા મળતું નથી, કે સ્વીકારી શકાતું નથી. કારણ કે તેમાંની અન્ય શક્તિઓની પ્રવૃત્તિ અભિધા પર નિર્ભર હોય છે. તેથી અભિધાથી અતિરિક્ત શક્તિઓને ભિન્નાશ્રય માનવી જોઈએ, કેવળ શબ્દ પર આધારિત માનવી જોઈએ નહિ.'
ગ્રંથકારનું મંતવ્ય એવું છે કે અભિધા, લક્ષણા અને વ્યંજના – એ ત્રણેય શબ્દને આશ્રયે રહેલી શક્તિઓ છે, તેમ માનવું ભૂલભરેલું છે. કારણ કે આમ માનવાથી, તે તે શક્તિઓની વિશેષતાઓ નિર્મુળ થઈ જાય છે. એક જ આશ્રયે રહેલી અનેક શક્તિઓ સ્વનિર્ભર અને સ્વતંત્ર હોય છે. જેમ કે દાહકતા, પાચકતા, પ્રકાશકતા વગેરે શક્તિઓ અગ્નિના આશ્રયે રહેલી છે. આ જ રીતે, જે લોકો લક્ષણો અને વ્યંજનાને શબ્દાશ્રિત માને છે તેમણે ખરેખર તો તે શક્તિઓને અભિધાશ્રિત માનવી પડશે. અગ્નિમાંથી પ્રગટ થતી અગ્નિની દાહકતા, પાચકતા અને પ્રકાશકતા – એ ત્રણેય શક્તિઓ પરસ્પરને આશ્રયે નથી હોતી, ત્રણેય સ્વતંત્ર શક્તિઓ છે. પરંતુ લક્ષણો અને વ્યંજનાની બાબતમાં તેમ થતું નથી. લક્ષણો અને વ્યંજના સ્વતંત્ર શક્તિઓરૂપે ઊપસતી નથી, કારણકે તે બંને અભિધાના આશ્રયે રહેલી છે. વળી, લક્ષણો અને વ્યંજનામાં પ્રથમ વાચ્યાર્થ સમજાય છે, ત્યારબાદ લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થ સમજાય છે. આથી વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ તેમજ વ્યંગ્યાર્થ વચ્ચે પૂર્વ અને અપર ક્રમ પ્રતીત થાય છે. તેથી લક્ષણો અને વ્યંજનાનો આશ્રય ભિન્ન માનવો જોઈએ. અભિધેય અર્થનો બોધ કરાવનાર અભિધાશક્તિનો આશ્રય શબ્દ છે. અન્ય અર્થોનો બોધ કરાવનાર આશ્રયરૂપ શબ્દ નથી હોતો, અર્થ હોય છે. આથી અભિધા સિવાયની અન્ય શક્તિઓને શબ્દસમાશ્રયા નહિ, પણ અર્થસમાશ્રયા માનવી જોઈએ.
(બ)
અર્થાશ્રિત લક્ષણા અનુમાનનો વિષય છે :
મહિમભટ્ટના મતે લક્ષણાને શબ્દની આશ્રિત શક્તિરૂપે માની શકાય નહિ. કારણ કે શબ્દ વડે સૌપ્રથમ, વાચ્યાર્થની પ્રતીતિ થાય છે. જેને લક્ષ્યાર્થ કહેવામાં આવ્યો છે તેની પ્રતીતિ વાચ્યાર્થ પ્રાપ્ત થયા બાદ થાય છે. લક્ષ્યાર્થની પ્રતીતિમાં વાચ્યાર્થ હેતુરૂપે જણાય છે. ધૂમાડારૂપી હેતુ પરથી અગ્નિનું જે જ્ઞાન થાય છે, તેને તો અમે અનુમાન કહીએ છીએ. તેથી વાચ્યાર્થરૂપી હેતુ પરથી પ્રતીત થતા લક્ષ્યાર્થને પણ અનુમાન જ કહેવાય. એક અર્થ વડે પ્રાપ્ત થતા અન્ય કોઈપણ પ્રકારના અર્થો અનુમાનરૂપે જ સિદ્ધ થાય છે. લક્ષણાના ઉદાહરણરૂપે ૌર્વાદ: એવું દષ્ટાન્ત આપવામાં આવ્યું છે. હવે, “વાહીક બળદિયો છે' એવું કહેવામાં વાહીકનું બળદ સાથે આકારસામ્ય તો નથી જ. વાહીક અને બળદિયા વચ્ચે સમાન વિભક્તિ હોવા છતાં બંને વચ્ચે અભિન્નતા સિદ્ધ થતી નથી. “વાહીક બળદિયો છે' તેવા વક્રતાપૂર્ણ કથનમાં વાહીક પર બળદિયાપણાનો આરોપ છે. વક્તા કદાપિ બે પદાર્થો વચ્ચે સાધમ્મને જોયા વિના આરોપ કરતો નથી. અહીં વાહીક પરના આરોપની બાબતમાં વિચારીએ તો વાહીકમાં આરોપ્યમાણ બળદિયાની જડતા આદિ ધર્મોનું અસ્તિત્વ છે. આમ, વાહીક બળદિયો છે એવી ઉક્તિ પરથી વાહીકમાં જડતા આદિ ધર્મોનું જ્ઞાન થાય છે, ત્યાં લક્ષણો નહિ, અનુમાન વ્યાપાર છે, એ જ રીતે આનંદવર્ધને લક્ષણાનું અન્ય ઉદાહરણ આપ્યું છે કે શાકા: સન્તાd a વિલિનપત્રશયનમ્ ! ત્યાં વતિ શબ્દનો અર્થ પ્રશ્નાશયતિ એવો સમજાય છે, ત્યાં પણ લક્ષણા નહિ, અનુમાન
૭.
ભટ્ટ મહિમ, એજન – પૃ. ૧૧૪, ૧૧૫.
For Private and Personal Use Only