Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૪
www.kobatirth.org
અભિનવગુપ્તાચાર્ય અને હેમચન્દ્રાચાર્ય સમક્ષ રહેલ નાટ્યશાસ્ત્રની વાચનામાં પુષ્કળ તફાવત હોવાનું આથી સાબિત થાય છે.
सतृतीयपञ्चमनवं त्रयोदशं षोडश तथा
दशमात्परंच निधनं चतुर्दशं यत्र वै गुरु ।
भवतीह शेषलघुसंयुतं घृतौ स्याच्च संश्रितं
प्रवदन्ति बुदबुदकमेव कुंट तद्धि नामतः ||
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નાટ્યશાસ્ત્રના ગા.ઓ.સી. સંસ્કરણમાં અન્યનો મત' તરીકે આપેલ અશુદ્ધ લક્ષણને નીચે પ્રમાણે સુધારી શકાય. હેમચન્દ્રાચાર્યે આપેલ લક્ષણને આધારે મનુષ્યની જગ્યાએ ઋતુર્દશમ્ ને ખરો પાઠ ગણીને તેમજ માત્ર નજીવો ફેરફાર કરીને મૂળપાઠને મેળવવાનો પ્રયત્ન કર્યો છે. તેના ચારેય પાદમાં છન્દનું અક્ષર-સ્વરૂપ પૂર્ણતયા જાળવી શકાય છે. જેમકે,
મનસુખ કે. મોલિયા
લક્ષણનો મૂળ પાઠ જો ઉપર પ્રમાો હોય તો તે મુજબ અઢાર અક્ષરના બુક્કુક છન્દમાં ત્રીજો, પાંચમો, નવમો, અગિયારમો, તેરમો, ચૌદો, સોળમો અને અંતિમ અક્ષર ગુરુ અને બાકીના બધા અક્ષરો લઘુ હોય છે. ગણની દૃષ્ટિએ તે 'સજસતર' માપ ધરાવે છે.
૧.
ઉદાહરણના અમૃદ્ધ પાઠને પણ હસ્તપ્રતોના આધારે ‘સસજતર' ગણમાપમાં મુકીને મૂળ પાને મેળવી શકાય. પ્રથમ પાદમાં અત્યન્ત અશુદ્ધ પાઠ છે. બીજા પાદના આરંભે રહેલ મુરિપાળ રિવૉ હાપાપો પળે શબ્દો બિનજરૂરી જણાય છે. તેમને દૂર કર્યા પછીનો અંશ માત્ર અગિયારમા અક્ષરને બાદ કરતાં લઘુગુરુની દૃષ્ટિએ બંધ બેસે છે. દૂર કરેલ અંશ કદાચ પ્રથમ પાદનો અંતિમ અંશ હોય તેવી પણ શકયતા છે, કારણકે અંતિમ સાત અક્ષરો એ બુદકના પાઠના અંતિમ સ્વરૂપને અનુરૂપ છે. ત્રીજો પાદ પૂર્ણતયા ઉજ્જૈ*ના લક્ષણને અનુસરે છે. ચોથા પાદમાં પાંચમા ગત્રના ત્રણ અક્ષરને સ્થાને ચાર અક્ષરો રહે છે. જ્યારે બાકીના અક્ષરો છન્દના સ્વરૂપ અનુસાર છે. ઉદાહરણના અશુદ્ધ રહેલ અંશ નીચે રેખાંકન કરીને તેના પાઠનું શુદ્ધ સ્વરૂપ નીચે પ્રમાણે લખી શકાય.
પાદ-૧
સુધારી શકાયું નથી.
પાદ-૨
परिखेदिदे बहुविधे हि अणुगो वासराहरो
પાદ-૩
तरुसन्धुवज्जुहिअ एस चंसिओ भीदभीदओ
પાદ-૪
असु कोधरं विसइ पासपादवेच्छ दीणदीणओ ||
આમ, નાટ્યશાસ્ત્રમાં વર્ણિત વિવિધ છન્દો પૈકી નુબુદક છન્દ અન્ય ગ્રંથોમાં અપ્રાપ્ય હોઈ તેનું વિશિષ્ટ પ્રદાન છે. વળી, નાટ્યશાસ્ત્રમાં જ એક જ છન્દના વિવિધ સ્વરૂપો દર્શાવતા મતો પ્રાપ્ત થાય છે જે નાટ્યશાસ્ત્રના આંતરસ્વરૂપને સમજવામાં દિશાસૂચક બની શકે તેમ છે.
આ અભ્યાસ-લેખને આધારે કેટલાક તારણો :
નાટ્યશાસ્ત્રના વિવિધ સંસ્કરણો એક જ છન્દના ત્રણ ભિન્ન સ્વરૂપો આપે છે. તેનાથી
For Private and Personal Use Only