Book Title: Swadhyay 1998 Vol 35 Ank 01 02
Author(s): Rajendra I Nanavati
Publisher: Prachyavidya Mandir Maharaja Sayajirao Vishvavidyalay

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra ભરતમુનિનું નાટ્યશાસ્ત્ર એ નાટ્યપ્રયોગ સાથે સમ્બદ્ધ નિયમોને લગતું વિજ્ઞાન છે. નાટ્યપ્રયોગ સાથે સંકળાયેલી તમામ બાબતોનો એમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અધ્યાય : ૧૪ અને ૧૫ (ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ મુજબ) માં વાચિક અભિનય અન્તર્ગત નાટ્યપ્રયોગમાં પ્રયોજાતા સંસ્કૃત પદ્યોના છન્દોનું નિરૂપણ થયું છે. અધ્યાય : ૩૨માં નાટ્યમાં ગાવામાં આવતી ધ્રુવાઓ અને તેના છન્દો વર્ણવાયાં છે. ભરતમુનિના સમયમાં ધ્રુવાઓની ભાષા પ્રાકૃત હતી, કારણ કે એકાક્ષર ઉક્તાથી ઋક્ષર મધ્યમા સુધીની ધ્રુવાઓને બાદ કરતાં બાકીની બધી ધ્રુવાઓનાં ઉદાહરણો પ્રાકૃતમાં છે. www.kobatirth.org પ્રા. એચ. ડી. વેલણકરના મતે નાટ્યશાસ્ત્ર એ પ્રાકૃત છન્દઃશાસ્ત્રનો સૌથી પ્રાચીન ઉપલબ્ધ ગ્રંથ છે. તે સમયે પ્રાકૃત કવિતામાં સંસ્કૃત ના વર્ણવૃત્તોનો પ્રયોગ થતો હોવાનો પુરાવો નાટ્યશાસ્ત્ર અધ્યાય ૩૨ ની ધ્રુવાઓ આપે છે. નાટ્યના પ્રયોગ દરમ્યાન વિવિધ પ્રકારની ધ્રુવાઓ ગાવામાં આવતી હતી. નર્કટક પ્રકારની ધ્રુવાઓમાં રથોદ્ધતા, બુર્બુદક, ઉદ્ધતા, વંશપત્રપતિત, પ્રમિતાક્ષરા, કેતુમતી (ધ્વજિની), હંસાસ્ય અને તોટક એમ કુલ આઠ પ્રકારના છન્દોનો ઉપયોગ થતો હતો. * નર્કટકમાં પ્રયોજાતો બુર્બુદક છન્દ નાટ્યશાસ્ત્રનું વિશિષ્ટ પ્રદાન છે. હેમચન્દ્રાચાર્યના છન્દોનુશાસન સિવાય અન્ય કોઈ છન્દઃશાસ્ત્રીય ગ્રંથમાં તેનું નિરૂપણ મળતું નથી. છન્દુઃશાસ્ત્રના વિશ્વકોશ સમા પોતાના છન્દોનુશાસનમાં હેમચન્દ્રાચાર્યે પોતાના પૂર્વસૂરિઓના ગ્રંથોમાંથી તદ્દન અપ્રચલિત છન્દોને પણ પોતાના ગ્રંથમાં સમાવી લીધા છે. હેમચન્દ્રાચાર્યે કુલ ચોત્રીસ વખત ભરતનો ઉલ્લેખ કર્યો છે, જે અન્ય કોઈપણ લેખક કરતાં વધારે પ્રમાણમાં છે. છન્દોનુશાસનમાં નિરૂપિત બુદબુદક છન્દનું સ્વરૂપ તેમણે નાટ્યશાસ્ત્રમાંથી સ્વીકાર્યું હોવા અંગે કોઈ શંકા રહેતી નથી. ૧. Acharya Shri Kailassagarsuri Gyanmandir નાટ્યશાસ્ત્રનું વિશિષ્ટ પ્રદાન : બુબુદક છન્દ* મનસુખ કે. મોલિયા* નાટ્યશાસ્ત્રની એક વિશિષ્ટતા એ રહી છે કે આર્ષ મહાકાવ્યોની માફક તેના મૂળ પાઠમાં પુષ્કળ પરિવર્તન થતું રહ્યું છે. તેના પ્રત્યેક શ્લોકના પાઠાંતરને નોંધવામાં આવે તો અડધું પાનું ભરાઈ જાય તેવી ‘સ્વાધ્યાય’, પુ. ૩૫, અંક ૧-૨, વસંતપંચમી-અક્ષયતૃતીયા અંક, ફેબ્રુઆરી-મે ૧૯૯૮, પૃ. ૧૯-૨૫. ૨. 3. તા. ૧૩ થી ૧૫' ઓકટો. '૯૮ના દિવસોમાં પ્રાચ્યવિદ્યા મંદિર, મ.સ. વિશ્વવિદ્યાલય, વડોદરા ખાતે મળેલ અખિલ ભારતીય પ્રાચ્યવિદ્યા પરિષદના ૩૯મા અધિવેશનમાં રજુ થયેલ પ્રસ્તુત શોધપત્રને પ્રશિષ્ઠ સંસ્કૃત સાહિત્યવિભાગમાં પ્રથમક્રમે આવવા બદલ પારિતોષિક મળેલ છે. ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજ, રાજકોટ. સ્વયમ્મૂ અનુસાર તો મધ્યમાનાં ઉદાહરણો પણ પ્રાકૃતમાં છે. સ્વયમ્મૂછન્દ (પૂર્વભાગ) સ્વયમ્ભ, સંપા. વેલણકર (પ્રો.) એચ. ડી., રાજસ્થાન પુરાતન ગ્રંથમાલા-ગ્રંથાંક-૩૭, રાજસ્થાન પ્રાચ્યવિદ્યા પ્રતિષ્ઠાન, જોધપુર, ઈ.સ. ૧૯૬૨, ૬.૩.૨ અને ૬.૩.૪. હેમચંદ્રાચાર્ય, છન્દોનુશાસન, સં. વેલણકર (પ્રો) એચ. ડી., સિંધી જૈન ગ્રંથમાલા-૪૯, ભારતીય વિદ્યાભવન, મુંબઈ ઈ.સ. ૧૯૬૧, પ્રસ્તાવના, પૃ. ૧૩ સં. પદે જે. એસ. નાટ્યશાસ્ત્ર ભાગ-૪ ગાયકવાડ ઓરિએન્ટલ સિરિઝ, પ્રાચ્યવિદ્યા મંદિર, વડોદરા. ઈ.સ. ૧૯૬૪, ૩૨.૨૭૪-૨૯૧. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131