________________
આ આગમનું ઉદ્યાન. તેમાં લટાર મારતા. આ સુગંધના દરબારમાં પ્રવેશતા, તન તરબતર થઈ જાય છે. મન મહેકથી ભરાઈ જાય છે. પ્રાણપુલકિત થાય છે. હૈયું હરખાઈ જાય છે. નોખી-અનોખી સ્કૂર્તિ આવી જાય છે. કારણ અહીં આગમ ઉદ્યાન કેવું છે. ?
‘બ્બામાં નંબોવ'
ગુણોના ગુલાબ, મૈત્રી ભાવનાના મોગરા મહેકે છે, પ્રેમ અને પ્રેરણાના પારિજાતક, ચારિત્રની ચમેલી, જયણાના જાસુદ, ગુણદૃષ્ટિના ગુલમહોર, કરૂણાના કેસુડા, ચેતનાના ચંપા ઠેર-ઠેર ખીલી ઉઠ્યા છે.
આ...હા...! અહીં ફેલાયું છે સૌંદર્યનું સામ્રાજય, ખુબુનો ખજાનો એવું આ આગમનું ઉદ્યાન અદ્ભુત છે. જેમાં ફૂલોને સ્પર્શીને વહેતી વાયુ શીતળ-સુગંધી આલ્હાદક મલયાચલના અનિલ જેવો લાગે છે. આ આગમ ઉદ્યાન એટલે આત્મામાં વસંતઋતુનું સંગીત.
જેમાં વીતરાગ પ્રભુએ વર્ણવેલા, સર્વશે સમજાવેલા, કેવળીએ કથેલા... ગણધરોએ ગુંથેલા... આચાર્યોએ આચરેલા, વાણીના ફૂલડાનો સંગ્રહ.
પોતાના મદમતિક્ષયોપશમવાળા શિષ્યોને ભણાવનારા ગુરુભગવંતો ઘણા હોઈ શકે. કિન્તુ આગમના ગંભીર અને સરળતાથી સમજણ પડે એ માટે પોતાના શિષ્યો માટે ગ્રંથનું નવીન સર્જન કરનારા જો વિરલ મહાપુરુષ હોય તો તે બહુશ્રુતગીતાર્થ સૂરિસાર્વભૌમ આચાર્યદેવ શ્રીમદ્વિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજા છે. વિદ્ધજ્જનોને આ ગ્રંથ એવો ઉપાદેય લાગ્યો અને ગણિરાગ્યવિ.મ. વિશેષ ગ્રંથના અનુવાદ અંગે સૂચન કર્યું. અનુવાદના આ વિશાળ કાર્યને પૂર્ણ કરવા અમારા સમુદાયના વિદ્વાન મહાત્માઓને એ અંગે નમ્રનિવેદન કરતા સહર્ષ રીતે અનુવાદ કરી આપવા સહકાર અને સંમતિ આપનારા પૂજ્ય વિદ્વધર્ય આ.ભ.શ્રી અમિતયશસૂરિ મ., પૂજય વિર્ય આ.ભ.શ્રી અજિતયશસૂરિ મ. મુનિશ્રી સિદ્ધસેનવિજય.મ. તથા વિદુષી સા.વ.શ્રી રત્નચૂલાશ્રીજી તથા વિદુષી સા.વ.શ્રી સુવર્ણપદ્માશ્રીજીઓએ વિનંતીને માન્ય રાખી ભાવાનુવાદ કરી આપ્યો તે બદલ તેઓના ઋણી છીએ. ગ્રંથના પ્રફ સુધારણામાં સાધ્વી સરસ્વતીચુપે સહ્યોગ આપ્યો તે બદલ તેઓની અનુમોદના.
સકલ વિશ્વના ઝવેરાતની જે કિંમત તેના કરતાં વિશેષ-મૂલ્યવાન એવા અણમોલા પાંચ આગમોનો સંગ્રહ, પાંચ પ્રકારના ફૂલોની ગુંથેલી માળા એટલે સ્ત્રાર્થમુક્તાવલી.
આ માળાને કંઠ ઉપર ઠવી આકંઠ આગમોના અમૃતનું પાન કરો, આગમોના સિમ્પમાં ડુબકી લગાવી પાંચ મોતીને પ્રાપ્ત કરી જ્ઞાનભક્તિની શક્તિ જગાડી મુક્તિ નજદિકમાં આવે એજ મંગલ ભાવના.
લબ્ધિભુવન સાહિત્ય સદન-છાણી સંભાળવામાં રાજેશ શાહનો અપૂર્વ સહયોગ રહે છે સાથે પ્રિન્ટીંગ કાર્યમાં સંપૂર્ણ જવાબદારી સમજી કિરીટભાઈ, શ્રેણિકભાઈએ જે કાર્ય કરી રહ્યા તે બદલ ધન્યવાદ સહ અનુમોદના.
ગ્રંથનું સંપાદન કરતા જિનાજ્ઞાવિરૂદ્ધ કંઈપણ લખાયું હોય તો ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્. ગ્રંથમાં કંઈ ક્ષતિ રહી હોય તો વિદ્વજનોએ સુધારીને વાંચન કરવા વિનંતી.
- ગ.વિકમસેનવિજય