________________
સામર્થ્યના અભાવે નથી કરાઈ વિધિ જેના વડે એવા બુદ્ધિમાન સાધુઓ પણ આ ગ્રંથ વડે શંકા રહિતપણે અંગમાં કહેલી વસ્તુના સમૂહને જાણીને તેટલો અર્થ બતાવનાર આ સૂત્રરાશીને સુલભપણા વડે કંઠસ્થ કરવા માટે કુશલ થાઓ. તે આશય વડે અતિ સંક્ષિપ્ત પણ નહીં અને અતિ વિસ્તારવાળું પણ નહીં એવા સૂત્રના ગુચ્છાને મેં રચ્યો છે. આ ભગવાનના વચન અમૃતરૂપ મધુર રસના આસ્વાદને વડે વારંવાર ચિત્તમાં સ્યાદ્વાદના દઢપણાને પણ પ્રતિષ્ઠિત કરાયું છે. એ પ્રમાણે આ પણ મને મહાન લાભ છે. તેમાં શંકા નથી.
ત્યારે એ પ્રમાણે આ ગ્રંથ) સ્યાદ્વાદરૂપી અમૃતને પીવાની ઈચ્છાવાળા મુમુક્ષુઓના વાદવિજ્ઞાનને જાણવાની ઈચ્છાવાળા પરીક્ષકોના અને વિદ્વાનોમાં અગ્રેસર એવાના મનના આનંદ માટે આ ગ્રંથ વારંવાર થાઓ. (ઉપયોગી થાઓ) એ પ્રમાણે. રત્નત્રયી વડે મનોહર, સકલ જાણવા યોગ્ય પદાર્થને જાણવામાં બુદ્ધિ જેની છે એવા, જગત વડે પૂજાયેલા છે – ચરણ જેના એવા, ગરીબોના એક શરણરૂપ, પરમ સુખના આભરણરૂપ એવા ભગવાનને પ્રાર્થના કરતાં વિરમું છું.
લાલબાગ જૈન ઉપાશ્રય ભુલેશ્વર, મુંબઈ-૪ કાર્તિક પૂર્ણિમા-૨૦૦૩
- વિજય લબ્ધિસૂરિ
R
આગમ મહિમા
“હુ માવો' શ્રુતજ્ઞાન એ જ ભગવાન
નમો નમો નારીવાર શ્રુતજ્ઞાનના પ્રકાશથી જીવ અજ્ઞાનના અંધકારને હટાવે છે...
D