________________
---- આગમોના નંદનવનનું નજરાણું ----
--- યત્કિંચિત -
આત્માને માનનાર પ્રત્યેક વ્યક્તિ આત્મિક સુખની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહે છે અને તે પોતાના આત્માને દોષરહિત અને પવિત્ર બનાવીને જન્મ-મરણના ચક્રથી મુક્ત થવાની ઈચ્છા રાખે છે. મુક્તિપ્રાપ્તિ માટે વિશિષ્ટ સાધના આવશ્યક છે. સંયમ, ઈન્દ્રિયનિગ્રહ, તપસ્યા, ધ્યાન, સ્વાધ્યાય આ બધા વિશિષ્ટ સાધનાના માર્ગ છે. વિધિપૂર્વક અને વ્યવસ્થિત સાધના કરવા માટે ગુરુનું માર્ગદર્શન અત્યન્ત જરૂરી છે અને ગુરુ જે માર્ગદર્શન સાધક અથવા શિષ્યને આપે છે તેનો આધાર શાસ્ત્રો જ હોય છે. માટે સાધનાની શુદ્ધિ, પરિપૂર્ણતા, સફળતા અને ધ્યેય પ્રાપ્તિ અર્થે શાસ્ત્રજ્ઞાન જ પ્રમુખ આધાર છે.
“આત્મા ઉપર શાસન કરતા શીખવાડે તેનું નામ જ શાસ્ત્ર”
જૈન પરંપરામાં શાસ્ત્રોને આગમ કહેવામાં આવે છે. આપણા આગમોના પ્રણેતા તીર્થકરો પોતે મહાન સાધક હતા. સર્વ કષાયોનો નાશ કરીને, અજ્ઞાન અવિદ્યાને દૂર કરીને, રાગ-દ્વેષથી સર્વથા મુક્ત થઈને, સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરી, વિશ્વના તમામ પ્રાણીઓની હિતકામનાથી તેઓ ધર્મનું કથન કરે છે. તેમનું પ્રવચન જીવમાત્રના કલ્યાણ માટે જ હોય છે.
"सव्व जीव रक्खणदयवायाए पावयणं भगवया सुकहियं" સંસારના ચર-અચર સમસ્ત જીવોની રક્ષા અને દયાની ભાવનાથી પરમાત્મા પ્રવચન આપે છે.
-શ્રી પ્રશ્નવ્યાકરણસૂત્ર આપણા આગમોમાં આત્મા-પરમાત્મા વિશે સૂક્ષ્મ ચર્ચા, પ્રત્યેક પ્રાણીના કલ્યાણમાર્ગનો ઉપદેશ, જીવોત્થાનની પ્રબલ પ્રેરણા, આત્માની શાશ્વત સત્તાનો ઉદ્ઘોષ, સર્વોચ્ચ વિશુદ્ધિનો માર્ગ, સંયમસાધના, આત્મ આરાધના, ઈન્દ્રિય નિગ્રહનો ઉપદેશ, આત્માના સંપૂર્ણ વિકાસની વૈજ્ઞાનિક પ્રક્રિયા તથા માનવના સર્વતોમુખી વિકાસ અને ઉન્નયનની વિચારણા આદિ બાબતો વિશિષ્ટ રૂપે દર્શાવવામાં આવી છે.
આપણા આગમોમાં માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક બાબતો, પરમાણુવિજ્ઞાન, વનસ્પતિશાસ્ત્ર, આયુર્વેદશાસ્ત્ર, જયોતિષશાસ્ત્ર આદિ ભૌતિકશાસ્ત્રની પણ વાતો કરવામાં આવી હતી.
આગમ શબ્દ મા ઉપસર્ગપૂર્વક અન્ ધાતુથી બન્યો છે. આ અર્થાત્ પૂર્ણ અને શમ્ અર્થાત પ્રાપ્તિ મામ અર્થાત્ પૂર્ણતાની પ્રાપ્તિ. રત્નાવતારીકામાં પણ કહ્યું છે કે- “જેનાથી પદાર્થ રહસ્યનું પરિપૂર્ણ જ્ઞાન થાય તેનું નામ આગમ.”
શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરાનુસાર વર્તમાનકાળે આગમો પસ્તાળીશ છે. આ પીસ્તાળીશ આગમોનું ૬ વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ૧૧ અંગસૂત્ર છે. ત્યારબાદ ૧૨ ઉપાંગસૂત્રો છે. પછીના ૧૦ પન્નાસૂત્ર છે. ત્યાર બાદ દ છેદસૂત્ર છે. પછી ૪ મૂળસૂત્રો છે અને અંતે ૨ ચૂલિકા.