Book Title: Siddhachakra Varsh 06 - Pakshik From 1937 to 1938
Author(s): Ashoksagarsuri
Publisher: Siddhachakra Masik Punarmudran Samiti
View full book text
________________
શ્રી આગમવાચના અને ગુરૂદેવશ્રીનો ભગીરથ પ્રયત્ન
આજથી પોણી કે અર્ધી સદી પહેલાંની વિષમ પરિસ્થિતિને ઉકેલવા આગમ-શ્રુતજ્ઞાનના પવિત્ર વારસાને અયોગ્યના હાથમાંથી યોગ્ય મહામુનિઓના હાથમાં સ્થાપિત કરવાની મહાન જરૂરીયાત હતી, તેના માટે વ્યવસ્થિત આગમોનું જ્ઞાન સંપાદન કરી મોહનીયકર્મના ક્ષયોપશમની વિશિષ્ટ માત્રાના બળે અધિકારી બનેલા મુનિઓને આગમોના અભ્યાસી બનાવવાની જરૂર હતી.
આવું ભગીરથ કાર્ય જેવા તેવા સામાન્ય વ્યક્તિથી થાય તેમ હતું નહિ, છતાં શાસનના પુણ્ય-પ્રતાપે બે કે અઢી સૈકા પછી એકક મહાપ્રભાવિક મહાપુરૂષ થતા હોવાની પ્રણાલિકા પ્રમાણે વીશમી સદીના પૂર્વાર્ધમાં તેવા મહાપુરૂષ જૈનશાસનથી પવિત્ર સેવા માટે ખડેપગે કમર કસીને સદાકાલ તૈયાર રહેવાના ગુરૂમંત્રને લઈને હાજર થાય છે, જેમનું પવિત્ર નામ આગમોદ્ધારક જેવા ટૂંકા પણ ગૌરવશાળી બિરૂદથી જગજાહેર. આગમ જ્યોતિર્ધર ધ્યાનસ્થ સ્વ. આ. શ્રીઆનંદ સાગરસૂરીશ્વરજી મહારાજા !!!
આ મહાપુરૂષથી પૂર્વભવની શ્રુતજ્ઞાનની આરાધનાનું એવું બળ લેતા આવેલા કે સોળ વર્ષની ચઢતી જુવાની એ શાસનને સમર્પિત થઈ. નવ મહિના જેટલા ટુંકા સયમ પછી ગુરૂમહારાજના સ્વર્ગવાસ પછી પણ આપમેળે આખી જીંદગીમાં ફક્ત પચાસ રૂપિયા પંડિતના પગારના ખર્ચાવી ન્યાય, વ્યાકરણ, સાહિત્ય, તર્ક, છંદ આદિ શાસ્ત્રોના પ્રકાંડ પારગામી બની શ્રુતજ્ઞાન-આગમોના અખંડ અભ્યાસી બનેલા કે આખું શ્રુતજ્ઞાન (પિસ્તાલીશેય આગમો અને તે ઉપરાંત ઘણું ઘણું શાસ્ત્રાનુસારી સાહિત્ય) જીભના ટેરવે એવું રમતું કે અંધારી રાતે પણ ગમે તે શાસ્ત્રના ગમે તે પાઠને આંગળીથી ચોક્કસ રીતે બતાવતા અને પાશ્ચાત્ય વિદ્વાન ડો. બ્રાઉન અને જર્મન લેડી ડો. ક્રાઉઝે જેવાઓ દ્વારા અદૃષ્ટ-પૂર્વ જંગમ લાયબ્રેરી તરીકે જેઓ પ્રખ્યાત થયેલા!
આગમના પ્રત્યેક અક્ષરનું એટલું ઉંડુ મનન તેઓશ્રી કરતા અને વ્યાખ્યાનદિમાં પ્રતિપાદિત કરતા કે “વિવર્સી મુત્તસ્ત્ર ગળતો પ્રત્યો'' વચનની યથાર્થતા હસ્તામલકવત્ તત્વજ્ઞ શ્રોતાઓને ભાસતી!!!
આવા અલૌકિક ગુણનિધાન મહાપુરૂષથી તે વખતની શાસનની પરિસ્થિતિ અને શ્રમણ-સંસ્થાની પવિત્રતા અને ઉચ્ચતાના પરમાધાર સ્વરૂપ મૂળભૂત તત્ત્વોનું સાચું નિદાન કરી અથાગ પરિશ્રમ, અતુલ ખંત અને અદમ્ય ઉત્સાહના બળે એકલે હાથે પ્રેસકોપી સુધારવાથી માંડી પ્રૂફ સંશોધન પ્રસ્તાવના-લેખન અને પ્રકાશનીય આર્થિક વ્યવસ્થા આદિના તમામ બોજાને સફળતાપૂર્વક ઉઠાવી વીશમી સદીના ઉત્તરાર્ધના વચગાળે તો (વિ.સં.
que
c