________________
સદ્દગત દેશભક્ત સૂફી અંબાપ્રસાદ તેમને મૃત્યુદંડ ઠેકવામાં આવ્યું ત્યારે પ્રતિષ્ઠિત ઈરાનીઓનાં અનેક પંચો તેમને છોડી દેવાની વિનતિ કરવા સરકાર પાસે ગયાં. પરંતુ તેમની કશી પરવા કરવામાં ન આવી, અને છેવટનો ફેંસલો આપવામાં આવ્યો:
કાલે સવારે ગોળીથી ઠાર કરવામાં આવશે.”
સૂફી કોટડીમાં બંધ હતા. પરંતુ અંત સમયે તેઓ સમાધિ અવ. સ્થામાં દેખાયા; તેમનું પ્રાણરૂપી પંખી ઉડી ગયું હતું. તેઓ ગાભ્યાસ સારી રીતે જાણતા હતા. એમની સ્મશાનયાત્રાએ અસંખ્ય ઈરાનીએ ગયા હતા, અને તેમણે ભારે શોક પાળે ! કેટલાયે દિવસ સુધી આખા શહેરમાં શોક છવાઈ રહ્યો હતો. સૂફીજીની કબર બાંધવામાં આવી. આજ સુધી દર વર્ષે એમની કબર પર ભારે મેળો ભરાય છે. લોક સૂરીજીનું નામ સાંભળતાં જ શ્રદ્ધાથી શિર ઝૂકાવે છે. + + +
+ હિંદુસ્તાનના એમના જીવનસંબંધી અનેક અભુત વાતો સાંભળવામાં આવે છે. તેઓ પગની આંગળીમાં કલમ રાખીને સારી રીતે લખી શકતા. એમના એક મિત્રે એક વિચિત્ર પ્રસંગ વર્ણવ્યો છે. કહેવાય છે કે પહેલાં ભાગલપુર (કે કેએક) સ્ટેટમાં રેસીડેન્ટ કંઈક ખરાબી કરી રહ્યું હતું અને તે રાજ્યને હડપ કરવાની પેરવીમાં હતો. ત્યાંના ભેદ પકડવાની અને તેનાં ભોપાળાં બહાર પાડવાની અત્યંત આવશ્યકતા હતી. એ વખતે કલકત્તાના પ્રસિદ્ધ અમૃત બઝાર પત્રિકા” તરફથી એમને ત્યાં મોકલવામાં આવ્યા.
એક પાગલ જેવો માણસ રેસીડેન્ટના બબરચી પાસે નોકરી શોધતો આવ્યો; કેટલીક આનાકાની પછી ખાવાના બદલામાં જે કામ સોંપે તે કરવાની શરતે બબરચીએ તેને રાખી લીધે. સાહેબે પૂછયું–આ નેકર કોણ છે? બબરચીએ કહ્યું “હજુર! બિલકુલ પાગલ જેવો છે. અક્કલ તો કશી છે જ નહિ.” સાહેબ ખુશ થયા. તેણે આગળથી જ હુકમ આપી રાખ્યો હતો કે કઈ પણ સમજદાર કે ચકાર માણસને નોકરીમાં રાખવો નહિ. પેલો પાગલ વાસણ સાફ કરતાં કરતાં માટીમાં લથપથ થઇ જતે; મેં ઉપર પણ કાદવ લેપડી લેતો. એ વખતે એના તરફ જોતાં કોઈ પણ માણસને હસવું આવ્યા વિના રહેતું નહિ; પણ એ પાગલ નોકરમાં એક સરસ ગુણ હતું, તે સેદો ખરીદવામાં ઘણું ચતુર હતો. સારામાં સારી ચીજ જે ભાવથી બબરચી લાવતે તેની તેજ ચીજ એ નેકર ચાર ચાર આને એછે લાવતો. એટલે બજારનું કામ એને જ સેં પવામાં આવતું.
આ તરફ “અમૃત બઝાર પત્રિકામાં રેસીડેન્ટ વિરુદ્ધ ધડધડ લેખો પ્રકટ થવા લાગ્યા. પરિણામે તે એટલે બધે બદનામ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com