________________
સફગત શત સૂફી અંબાપ્રસાદ
દરમિયાન એક ભક્ત પણ સાથે થઈ ગયે. સાધુએ બેઠા એટલે પેલા ભકતે સૂફીજીનાં ચરણો પર મસ્તક નમાવાને પ્રણામ કયો. ભક્ત માટે જેટલમેન હતો. બટ મેળ સારી પેઠે પહેર્યા હતા. સૂફીજીને ચરણે મસ્તક મૂકીને પૂછવા લાગ્ય
“બાવાજી ! આપ ક્યાં રહો છે?” સૂફીજીએ કારમે સ્વરે ઉત્તર આપ્યો “રહું છું તારા કપાળમાં !”
“મહારાજ! આપ નારાજ કેમ થાઓ છે ?”
અરે બેવકૂફ! તે મને નમસ્કાર શામાટે કર્યા? બીજા આટલા બધા સાધુઓ હતા તેમને પ્રણામ નહિ કરવાનું કારણ?”
હું આપનેજ મોટા સાધુ સમયે હતો.” વાર, જાએ ખાવા પીવાનું લઈ આવે.”
તે કેટલીક વાર સારા સારા પદાર્થ લઈને આવ્યો. ખાઈપીને નિશ્ચિંત થયા પછી સૂફીજીએ તેને ફરીથી બોલાવ્યો અને કહ્યું “કેમ અલ્યા! અમારો પીછો છોડે છે કે નહિ?”
મહારાજ! હું આપને શી તકલીફ આપું છું ?'
ચાલાકી જવા દે. જાસુસી કરવા જા. જા તારા બાપને ખબર આપ કે અમે બળ ઉઠાવવાને પહાડમાં જઈએ છીએ.”
પેલો માણસ શરમિંદ થઈ ગયો અને પગે પડી બલ્ય, હજુર ! પેટને ખાતર સૌ કંઇ કરવું પડે છે!”
ઈ. સ. ૧૯૦લ્માં એમણે “પેશવા અખબાર” કાઢયું. એ દિવસમાં બંગાળામાં ક્રાંતિકારી હીલચાલે માથું ઉઠાવ્યું. સરકારને ચિંતા પેઠી કે, આ અગ્નિ પંજાબને તે નહિ સળગાવી મૂકે ? તરત
જ દમનચક્ર ફરવા માંડયું. પ્રમુખને-લાલા હરદયાળને દેશ છોડ પડ્યો અને અંતે સૂફીજી, સરદાર અજિતસિંહ અને જ્યાઉલ હકને પણ ઇરાનને પંથ કે પ .
એ દરમિયાન “પેશ્વા” હજી ચાલુજ હતું. તેને માટે પુષ્કળ લેખો લખી રાખવામાં આવ્યા હતા; કારણકે પેશ્વા એકદમ બંધ પડી જાય તો સરકારને શંકા પડે અને રસ્તામાંથીજ એમને કદાચ પકડી લેવામાં આવે. કરાંચીથી વહાણુપર ચઢયા. ઇરાન ચાલ્યા ગયા. ત્યાં જ્યાઉલ હકની મતિ બદલાઈ ગઈ. તેણે વિચાર્યું “આ લેકોને પકડાવી દઉં તે ઇનામ મળે અને સજામાંથી પણ બચી જવાય.” પરંતુ સૂફી ચેતી ગયા. તેમણે તેને આગળ રવાના કર્યો, ત્યાં તે રિપોર્ટ કરવા જતાં પકડાઈ ગયો અને આ બન્ને બચી ગયા.
ઈરાનની એમની આપવીતી તે ત્યાં જઈને હકીકત મેળવીએ તોજ જાણવામાં આવે; પરંતુ અહીં જે કંઈ સાંભળવામાં આવ્યું
છે તે નોંધીએ છીએ. અહીંથી ઇરાન જવા પછી અંગ્રેજ સરકારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com