Book Title: Shilopadeshmala
Author(s): Jaykirtisuri, Somtilaksuri, Rajshekharsuri
Publisher: Salvina Adishwar Bhagwan Jain Derasar Trust
View full book text
________________
ગુજરાતી ભાવાનુવાદ
૧૭ ટીકાથ-શીલ દુષ્કર છે એ અંગે કહ્યું છે કે–“ભાવના અને દાન ક્ષણિક છે, અર્થાત્ ભાવના અને દાન બહુ જ થોડીવાર કરી શકાય છે, ત પ પણ નિયત સ્થિતિવાળું છે, પણ શીલનું પરિશીલન તે યાજજીવ સુધી કરવાનું હોય છે, તેથી તેનું પાલન દુષ્કર છે.” હે ભવ્ય ! શીલ દુષ્કર છે એમ જાણીને શીલમાં જ પરમ આદર કરે, પણ દુષ્કર છે એમ માનીને તેની ઉપેક્ષા ન કરો.૧૦] શીલ જ પ્રમાણ છે, અર્થાત્ શીલ વિના કેઈ જ ધર્મ પ્રમાણ નથી એમ કહે છે -
तं दाणं सो य तवो, सो भावो तं वयं खलु पमाणं ।
जत्थ धरिजइ सीलं, अंतररिउहिययनवकीलं ॥११॥ ગાથા-ટીકાથ–તે જ દાન દાન તરીકે ગણાય છે. તે જ તપ તપ તરીકે ગણાય છે, તે જ ભાવ ભાવ તરીકે ગણાય છે, વ્રત પણ તે જ પ્રમાણ છે, જે દાન, તપ, ભાવ અને વ્રતમાં આંતરશત્રુના હૃદયને ભેદવા માટે નવા ભાલા સમાન શીલ ધારણ કરવામાં આવે. [૧૧]
અન્ય વ્રતમાં અતિચારો લાગવા છતાં શીલના નિરતિચાર પાલનનું માહામ્ય કહે છે...... कलिकारओवि जणमारओवि सावजजोगनिरओवि ।
____जं नारओवि सिज्झइ, तं खलु सीलस्स माहप्पं ॥१२॥ ગાથાથ -કલહ કરનારા, લેકેને મારનારા, અને સાવઘગમાં તત્પર એવા પણ નારદ જે સિદ્ધ થાય છે, તે ખરેખર ! શીલનો પ્રભાવ છે.
ટીકાથ-નારદ યુદ્ધની ઈરછાવાળા હોય છે, માટે કલહ કરનારા હોય છે, એથી જ લોકોને મારનારા છે, એટલે કે લેકેના સંહારના હેતુ છે. સાવદ્યગમાં તત્પર એટલે પરીનું અપહરણ કરાવવું અને શક્યને સંગ કરાવો વગેરે પાપપ્રવૃત્તિમાં આસક્ત. (અહિંસા વગેરે) બીજા વ્રતમાં શિથિલતા કરવા છતાં નારદ મોક્ષને પામે છે, તે નિર્મલ શીલને પ્રભાવ છે. આ પ્રમાણે ગાથાને અર્થ છે. વિસ્તૃત અર્થ તે કથાથી જાણો. તેમાં રુફિમણનું દષ્ટાંત છે. તે આ પ્રમાણે છે -
નારદની કથામાં રુકિમણુનું દષ્ટાંત દ્વારિકા મહાનગરીમાં કૃષ્ણ નામે વાસુદેવ હતે. બલદેવ સહિત તે મોટા રાજ્યનું પાલન કરતે હતે. એકવાર કલહ કરનાર, ક્રિીડાના પ્રેમી, કુતૂહલી અને (બ્રહ્મચર્યની) પ્રભાના વૈભવથી પ્રકાશ કરનારા નારદ ફરતાં ફરતાં કૃષ્ણના મહેલમાં આવ્યા. બલરામ સહિત કૃષ્ણ કેટલાક પગલા તેમની સામે ગયે. તેમના ચરણનું પ્રક્ષાલન કર્યું. પૂજાની સામગ્રીથી પૂજા કરી, નમસ્કાર કર્યો. ક્રીડાના પ્રેમી હોવાના કારણે ચંચળ એવા નારદ ત્યાં ક્ષણવાર રહીને અંતઃપુરમાં ગયા. દર્પણમાં મુખને જેતી સત્યભામાએ તેમની પૂજા