________________
શ્રવણ, મનન ને નિદિધ્યાસન કરવાં. ચિત્તની ચંચલતા બ્રહ્મધ્યાન દૂર થાય છે; ને ચિત્તની મલિનતા નિષ્કામકર્મવડે દૂર થાય છે. વિષચાનંથી બ્રહ્માનંદ અસંખ્યગુણ શ્રેષ્ઠ છે તે કદી પણ ભૂલશો નહિ, શ્વાનાદિને સુલભ એવો વિષયસુખમાં વિવેકી પ્રીત કરતા નથી. દ્રિ તથા અંત:કરણને બહિર્મુખ કરી વિષયોની સાથે જોડવાથી. જે ક્ષઃ આનંદ થાય છે તે જીવને બંધન કરનાર છે, ને ઈકિ તથા અંત:કરણને અંતર્મુખ કરવાથી જે પરમાનંદ મનુષ્યને થાય છે તે મોક્ષ આપનાર છે. શબ્દાદિ વિષયો અસત, તુચ્છ ને બંધક છે એ તમે કદીપણ ભૂલશો નહિ. શબ્દાદિ વિષયો ને તેનાં ઉપકરણોરૂ૫ દૃશ્યથી તમારા અંત:કરણને ઉપરાગવાળું થવા દેશે નહિ. હાડચામમાં, સેનારૂપાના કડકામાં, ગૃહમાં, ખેતરમાં, વાહનમાં ને મનમાં સુખને શોધવાનું નથી, પણ સ્વસ્વરૂપમાંજ નિરુપાધિક ને નિરવધિ સુખ શોધવાનું છે એ તમારા ધ્યાનબહાર ન જ હોવું જોઈએ. તમે સૈ ઉદારબુદ્ધિવાળા થઈ બહુજ સંપસંપીને રહેજે, ને ઉપદેશેલા પરમ હિતકર અર્થનું આદરપૂર્વક સતત અનુષ્ઠાન કરતા રહેજે. સંશયવિપર્યયને અને પ્રમાદાદિ ચિત્તદોષોને વશ ન થજે.”
આ પ્રમાણે શિષ્યોને ઉપદેશ આપી આચાર્યભગવાન સિંહાસન‘ઉપરથી ઊઠયા. એટલે સર્વેએ આચાર્યભગવાનને પ્રગુમ કર્યા. આચાર્યભગવાનના વિયોગનો સમય સમીપ આવેલો જણાવાથી શિવેના હૃદયમ બહુ ખેદ થવા લાગ્યા પછી આચાર્યભગવાન કેટલાક શિષ્યોને
શંગાશ્રમમાં રાખી, એગ્ય અધિકારીઓને સન્માર્ગે ચડાવી, પિતાના કેટલાક શિષ્યોને સાથે લઈ, બદરિકાશ્રમભ થી વિચર્યા તે પ્રદેશમાં રહેનારા મનુષ્યોને પણ પોતાના ઉપદેશામૃતનો લાભ આપી ત્યાંથી તેઓશ્રી કેદારનાથ પધાર્યા. ત્યાં અલ્પ સમય સ્થિતિ કરી. પછી પોતાના શરીરવડે ભરતખંડમાં જે જે કર્તવ્ય હતું તે સમાપ્ત થયેલું જાણ પોતે કૈલાસ પધાર્યા.