________________
પૂજન કર્યું, અને ત્યાં આવેલા અન્ય સભ્યોએ પણ તેઓશ્રીને બહુ માન આપ્યું. પશ્ચાત સુધન્વારાજાએ ઊભા થઈ આચાર્યભગવાને કરેલાં સર્વે શુભ કામો સભાસદોને સંક્ષેપમાં કહી સંભળાવ્યાં. પછી આચાર્યભગવાને પોતાના શિષ્યોને છેવટને આ પ્રમાણે પ્રસિદ્ધ ઉપદેશ આપે –
“હે શિષ્યો ! આજે આ પૂલશરીર ધારણ કરવાનું સર્વે કામ પૂર્ણ થયું છે. હવે તમે સૈ કેવલ્ય મેળવવા ને મુમુક્ષુઓને જ્ઞાનોપદેશ આપવા સર્વદા હૈ, દઢતા ને સાવધાનતાથી ઉગી રહેજે. તોટકે
જ્યોતિર્મઠ સ્થાપી ઉત્તર દિશામાં આ વિદ્યાને પ્રસાર કરો, પદ્મપાદે પૂર્વદિશામાં ગોવર્ધનમઠ સ્થાપી તે દેશમાં આ વિદ્યાને પ્રસાર કર, સુરેશ્વરે પશ્ચિમ દિશામાં શારદામઠ સ્થાપી તે દેશમાં આ વિધાને પ્રસાર કરે, ને હસ્તામલકે દક્ષિણ દિશામાં ગરિમઠ સ્થપી તે દેશમાં આ વિદ્યાને પ્રસાર કરે. અન્ય સર્વે શિષ્યોએ આ ચારેને માન આપવું, અધિકારીઓને વૈદિકમાર્ગમાં પ્રવૃત્ત કરવા, ને દુરાચારીઓને સન્માર્ગે ચઢાવવા. હવે કૈલાસભણી વિચારવાનો સમય નજીક આવ્યા છે, માટે હવે આ શરીરનું તે ભણી પ્રયાણ થશે.” પછી સુધન્વારાજાને વૈદિકમાર્ગને ભરતખંડમાં સર્વત્ર પ્રસાર કરવાના કામમાં પિતાના શિષ્યોને એગ્ય સહાય આપવાની આ કરી. પશ્ચાત સર્વ શિષ્યોના હિત માટે પુન: નીચે પ્રમાણે ઉપદેશ કર્યો:--
“હે મુમુક્ષુઓ ! વેદાંતસિદ્ધાંતથી ભિન્ન જે જે મત છે તે સર્વ પૂર્વપક્ષરૂપ છે, ને વેદાંતસિદ્ધાંત સિદ્ધાંતરૂપ છે તે સર્વદા સ્મરણમાં રાખજે વેદાંતને સિદ્ધાંત મેં તમને ભાળ્યાદિદ્વારા ને વ્યાખ્યાનકારા બહુ વાર સ્પષ્ટ સમજાવ્યો છે. આત્મા બ્રહ્મસ્વરૂપજ છે. તે અકર્તા, અભોક્તા, અસંગ, સર્વધર્મરહિત, સૂક્ષ્મતમ ને સચ્ચિદાનંદરૂપ છે. આ આત્માનું યથાર્થજ્ઞાન સમર્થ સદ્દગુરુના ઉપદેશથી વિવેકાદિ સાધનસંપન્ન પુરુષને થાય છે. એ જ્ઞાનની દઢતા માટે જિજ્ઞાસુએ વેદાંતનું