________________
ધણું સમર્થ વૈદ્ય તેડી આયા, ને તે દ્વારા આષધ કરાવ્યું, પણ આચાર્યભગવાનના શરીરમાં આવિર્ભાવ પામેલે તે રોગ મટ નહિ. પછી પિતાના શરીરના રોગની નિવૃત્તિદ્વારા પિતાના શિવ્યાના મનને સંતોષવા આચાર્યભગવાને અશ્વિનીકુમારને મોકલવા પિતાના સ્વરૂપભૂત શ્રી મહેશ્વરનું ધ્યાન કર્યું. એટલે શ્રી મહેશ્વરની આજ્ઞાથી અશ્વિનીકુમાર બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરી આચાર્યભગવાનની પાસે આવ્યા. તેમણે આવી રોગનું સ્વરૂપ જાણી આચાર્યભગવાનને કહ્યું કે --“હે યતીશ્વર ! આ રોગ કોઈ શત્રએ કરેલા મંત્રપ્રયોગથી પ્રકટ છે, તેથી તેનું ઔષધથી શમન થઈ શકશે નહિ.” આમ કહી, અનુમતિ મેળવી, અશ્વિનીકુમાર ચાલ્યા ગયા. આચાર્યભગવાનને તેમના તેવા ઉત્તરથી કાંઈ પણ અસંતોષ કે શત્રુ પર ઠેષ પ્રકટે નહિ, એ સ્વાભાવિક જ હતું, પણ પપાદને આ વાત સાંભળી બહુ ખેદયુક્ત કાપ ઉપો. તેઓ મંત્રશાસ્ત્રમાં કુશલ હતા. તેમણે પોતાના સદ્દગુરુના શરીરમાં પ્રકટેલા આ રોગનું શમન કરવા આચાર્યભગવાને વારંવાર ના પાડ્યા છતાં કોઈ મંત્રનો પ્રયોગ કર્યો, તેથી ચાભગવાનના શરીરમાંથી તે રોગ દૂર થયે, ને તે રોગે અભિ નવગુપ્તના શરીરમાં પ્રવેશ કર્યો, તેથે કેટલાક સમય પછી તે અભિનવગુપ્તના શરીરનો પાત થયો.
આચાર્યભગવાન્ પુનઃ લેના ઉદ્ધાર માટે હિમાલયભણી વિચર્યા. કેાઈ વેલા તેઓશ્રી શ્રીગંગાના તીરપરની રેતી ઉપર બેસી બ્રહ્મધ્યાનમાં નિમગ્ન થયા હતા. પછી વ્યથાનકારે તેમણે પોતાના પરમગુરુ શ્રીગપાદનામના મહાગીને પિતાની સમીપ આવતા જે. આચાર્ય ભગવાને ઊભા થઈ, માનપૂર્વક પ્રણામ કરી, તેઓશ્રી ની પૂજા કરી, ને નમ્રભાવે તેમની પાસે ઊભા રહ્યા તેમણે આશીર્વાદ આપ્યા પછી બંને ત્યાં બેઠા, પશ્ચાત ભગવાન ગૈાડપાદે આચાર્યભગવાનને કહ્યું કે --“ગોવિંદપાદે મારી પાસે તમારી યોગ્યતાનાં વખાણ કર્યા, તેથી