________________
મળિયે એ રીતે વળતે દિવસે શ્રી ઠાકોરજીનો પ્રસાદ અને લાંબો પ્રસાદી ઉપરણો લઈ મારા વેવાઈ શ્રી હરિકૃષ્ણ આણંદજીવાલાસી. એન. વિદ્યાલયના સંચાલક)ને સાથે લઈને ગયો. ત્યાં પ્રો. ઉમાશંકરભાઈ અને આચાર્ય ઝીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિ' બેઠા હતા. ત્યાં પ્રો. અનંતરાય રાવળ અને ભાઈ કુમારપાળ આવી પહોંચ્યા. હું ઊભો થયો અને ઊભા થયેલા ભાઈશ્રી પ્રો. યશવંતભાઈના હાથમાં પ્રસાદ આપ્યો અને ઉપરણો એમને ઓઢાડ્યો. આ પ્રસંગે જે વાતાવરણ સર્જાયું તેમાં પ્રો. અનંતરાય રાવળ અને ભાઈ કુમારપાળનાં મુખો પર ચોક્કસ પ્રકારના ભાવનાં ચિહ્નો જોવા મળ્યાં. મારા હૃદયને અનુભવ થયો કે આ બે સ્વજનોને આ બાબતથી હૃદયમાં આઘાત થયો છે. ભાઈ કુમારપાળનું એ સમયનું મુખ મારા ચિત્તમાં હજી સુધી તદ્ધતું ચીતરાયું અનુભવું છું, જે મારા એમના તરફના વાત્સલ્યનું પ્રતીક બની રહ્યું છે.
તેઓ બહુમુખી પ્રતિભાના એક વિદ્વાન અને સાહિત્યિક પત્રકાર તરીકે જે સ્થાન શોભાવી રહ્યા છે એ જ એમને પ્રથમ પંક્તિની સારસ્વતતા અર્પે છે.
3
કે. કા. શાસ્ત્રી