Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
આપણે ત્યાં પત્રવ્યવહારના વિવિધ સંચયો મુદ્રિત રૂપમાં ઉપલબ્ધ છે. એમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવાના રાજકીય-ઐતિહાસિક દસ્તાવેજ જેવા પત્રસંગ્રહો મળે, તો રવીન્દ્રનાથ ઠાકુરના સાહિત્ય અને સૌંદર્યનો સૂર રેલાવતા સંગ્રહ પણ મળે. શ્રી અરવિંદના આધ્યાત્મિક ગૂઢવાદપરક પત્રસંગ્રહ પણ હોય, તો કવિ કલાપીનાં, પ્રેમતત્ત્વનું ગાન ગાતા. સંગ્રહ પણ છે. સ્વામી આનંદ અને ઝવેરચંદ મેઘાણી વગેરેના લોકસાહિત્ય, જીવનદર્શન અને સમાજચિંતનને વણી લેતા સંચયો પણ હોય. અને આધુનિક સાહિત્યસેવીઓને સાહિત્યલક્ષી તથા સંશોધનલક્ષી પત્રસંગ્રહો પણ મળે જ. એ રીતે જોઈએ તો આપણું પત્રસાહિત્ય કાંઈ ઓછું સમૃદ્ધ નથી.
આ સમૃદ્ધિમાં ઉમેરો કરતા અને પોતાની આગવી ભાત ઉપસાવતા, મકરંદ દવે સાથે સંબંધિત બે પત્રસંગ્રહો ગુજરાતી સાહિત્યને સાંપડ્યા છે : ૧. સ્વામી અને સાંઈ, ૨. સેતુબંધ; એ પણ એક સંતૃપ્ત કરનારી ઘટના છે.
“સ્વામી અને સાંઈમાં મકરંદ દવેનો સ્વામી આનંદ સાથેનો “આધ્યાત્મિક પત્રવ્યવહાર આપણને મળ્યો છે. તો “સેતુબંધ'માં મકરંદ દવેનો હરિવલ્લભ ભાયાણી સાથેનો પત્રસંપર્ક આપણી સમક્ષ પ્રગટ કરવામાં આવ્યો છે. આ પત્રવ્યવહારને
અધ્યાત્મનો પુટ પામેલ સંશોધનલક્ષી પત્રવ્યવહાર” કહી શકાય. વસ્તુતઃ આ પિત્રવ્યવહારનો ઉદ્ભવ જ સંશોધનની ચોક્કસ આવશ્યકતામાંથી થયો છે. અને સમગ્ર પત્રવ્યવહારનો પ્રધાન સૂર પણ સંશોધનતરફી જ વર્તાયા કરે છે. પરંતુ સાથે સાથે એમ પણ કહેવું ઉચિત ગણાશે કે સંશોધનતરફી એ મુખ્ય સૂરને આધ્યાત્મિકતાનો સુવર્ણઢોળ ચઢાવવાની એક પણ તક મકરંદભાઈ ચૂક્યા નથી જ. બીજી રીતે એમ કહી શકાય કે શબ્દ અને અધ્યાત્મનો સુભગ સંગમ એટલે “સેતુબંધ'.
- “સ્વામી અને સાંઈમાં એ બન્ને વચ્ચે ૨૦ વર્ષ (૧૯૫૫-૧૯૭૫) સુધી થયેલા પત્રવ્યવહારનું સંકલન-સંપાદન થયું છે, તો “સેતુબંધમાં મકરંદભાઈ અને ભાયાણી સાહેબ વચ્ચે ૧૯૮૮ થી ૨૦૦૦ એમ ૧૨ વર્ષમાં થયેલ પત્રાચારનું સંકલન મળે છે. પ્રથમ પત્રવ્યવહાર સ્વામીની પહેલથી પ્રારંભાયો છે, તો બીજામાં મકરંદભાઈ તરફથી પહેલ થઈ છે.
મકરંદભાઈનું હાડબંધારણ કે કુળગોત્ર મૂળે એક સાધકનું : અગોચર પરમતત્ત્વના આરાધકનું. બહુ વહેલી વયે જ, જેને “સાક્ષાત્કાર' કહી શકાય તેવી અનુભૂતિની ભઠ્ઠીમાં તેઓ ગુજર્યા છે, શેકાયા છે ને પરિપક્વ પણ બન્યા છે. આ વાતના ઇશારા, “સ્વામી અને સાંઈમાં વારંવાર અને સ્પષ્ટ રૂપમાં, તો “સેતુબંધ'માં ક્વચિત્ અને તે પણ મોઘમ કે માર્મિક રીતે, પામી શકાય તેમ છે.
એમની સનાતન મૂંઝવણ એ રહી છે કે આ નિતાંત નિજી અથવા અંગત અનુભવની વાત કોઈને કરવી હોય તો કોને કરવી ? બધું મળે દુનિયામાં; પણ વાતવિસામો' મળવો દોહ્યલો. એક અનુભવી વૃદ્ધે કહેલું એકવાર કે “દાગીના મૂકવા
18
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org