Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ तालव्यशकारे दन्त्य-मूर्धन्यौ, क्वचित् मूर्धन्ये दन्त-तालव्यौ, क्वचिद् दन्त्ये तालव्यमूर्धन्या। एवमन्येऽपि अनुसर्तव्याः तन्त्रदेशिकोपदेशेनेति । इत्येवमादयोऽप्यपशब्दास्त-दन्येऽपि योगिनाऽवगन्तव्या आगमपाठादिति । एवं टीकायामपि सुशब्दाभिमाननाशाय लिखितव्यं मया अर्थशरणतामाश्रित्य इति ।" (કૌલજ્ઞાનનિર્ણય, સં. પ્રબોધચન્દ્ર બાગચી, કલકત્તા સંસ્કૃત સિરીઝ નં.૩, ઈ. ૧૯૩૪) કેટલો સ્પષ્ટ છે આ નિર્દેશ ! આવું હોય ત્યાં પાઠશોધન, પાઠનિર્ધારણ કરવાનું કેટલું વિકટ બની રહે ! અને જૈન ધારામાં પણ હેમચન્દ્રાચાર્યના શિષ્ય દેવચન્દ્રમુનિ-રચિત વન્દ્રત્તેવિનયકર નામક નાટકમાં અનેક મંત્રાક્ષરો ગૂઢ-રૂપે ગૂંથવામાં આવ્યા જ છે. લાગે લલિત સાહિત્ય-નાટક, પણ તેમાં આ રીતે અનેક યૌગિક-તાંત્રિક રહસ્યો છુપાવવામાં આવ્યાં હોય, એ પ્રાચીનોની આર્ષ પરંપરા રહી છે. અલબત્ત, આમાં અશુદ્ધતાનો કે ભ્રષ્ટ પાઠનો સવાલ, કદાચ નથી; પરંતુ અર્થઘટનનો અને અર્થઘટન સુધી લઈ જાય તેવા પાઠનો નિર્ણય કરવાનો પ્રશ્ન તો આવે જ. માત્ર વ્યાકરણ-કોશ આદિને આધારે થતા અર્થને વળગવા જઈએ, તો અનર્થ તો થાય જ, સાથે તત્ત્વથી વંચિત પણ રહી જઈએ. ભાસ્કરાચાર્ય જેવા વિદ્વાનોએ આ પ્રકારના પાઠોનાં કેટલાંક માર્ગદર્શક અર્થઘટનો સ્પષ્ટ કર્યા પણ છે. મકરંદભાઈની મૂંઝવણ કહો કે જિજ્ઞાસા – એટલી જ હોવાનું સમજાય છે કે વ્યાકરણ તથા શબ્દપ્રયોગની દૃષ્ટિએ દેખાતાં અલનો કે ભ્રષ્ટ પાઠો સુધારવાની પ્રક્રિયા ભલે થતી રહે. પરંતુ તે માટેની જેમ ચોક્કસ પદ્ધતિ પ્રાપ્ય છે તેવી, જાણીબૂઝીને કરવામાં આવેલી અશુદ્ધિ કે પાઠભ્રતાને પરખવાની તથા તેમાં સુધારો મેળવીને તેના યથાર્થ અર્થ પામવા માટેની કોઈ પ્રમાણભૂત કે આધારભૂત પદ્ધતિ, સંશોધનરત શબ્દશાસ્ત્રીઓ પાસે છે કે કેમ ? અને તે ન હોય, તો રચયિતાના આશયને, તથા સાધનાની દૃષ્ટિએ થતા સાચા પાઠ તથા તેના અર્થઘટનને ઉકેલવાની અણઆવડત ક્યારેક આપણને ઊંધે પાટે એટલે કે વધુ ખોટા પાઠ તથા અર્થની કલ્પના ભણી ઘસડી જાય એમ પણ ન બને ? આ વાતને મકરંદભાઈ આ રીતે વાચા આપે છે : “આપણે માટે સંશોધનને પગલે પગલે બોધન જાગતું આવે તો જ એમાં પ્રાણનો પ્રવેશ કે જીવનનો સંચાર. તમે તો આવી ઉપાસના કરો જ છો એટલે એ વિષે વધુ નથી લખતો. માત્ર એટલું કહીશ કે ભાષાવિજ્ઞાન ભાષાનું ગોમુખ ઉઘાડવાની દિશામાં આપણને લઈ જાય તો ઉત્તરવાહિની ગંગાનું ત્યાં જ કાશીધામ (પત્ર-૫).” પોતાની આ મૂંઝવણ-મથામણને ઉકેલવાની દિશામાં મકરંદભાઈએ આદરેલો એક સબળ પ્રયત્ન એટલે ભાયાણી સાહેબ સાથે થયેલો તેમનો આ પત્રવ્યવહાર. 11 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 318