Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
View full book text
________________
આપે કે ચીલાચાલુ-સામાન્ય વાચક કે લેખકને કાંઈ સળ ન સૂઝે, પણ જે અઠંગ હોય, નિષ્ઠાવાન હોય, તેને તેનો ઉકેલ કે મર્મ અવશ્ય જડે.
અને આ સમજણ આધારહીન કે તથ્યહીન પણ નથી. આપણે ત્યાં“વિદ્યયા સહ મર્ત્તવ્યં, ન ૨ તૈયા રુશિષ્ય",
(8)
(3)
" नैतद्विदस्त्वयोग्येभ्यो ददत्येनं तथापि तु । हरिभद्र इदं प्राह नैतेभ्यो देय आदरात् ॥ अवज्ञेह कृताऽल्पापि यदनर्थाय जायते । अतस्तत्परिहारार्थं "
આવું બધું પૂર્વસૂરિઓએ કહ્યું જ છે. વળી,શ્રીહર્ષે ‘નૈષધીયતિ’ મહાકાવ્યમાં સ્પષ્ટ નિર્દેશ્યું છે કે
(યોગદૃષ્ટિસમુચ્ચય- ૨૨૬-૨૭)
ग्रन्थग्रन्थिरिह क्वचित् क्वचिदपि न्यासि प्रयत्नान्मया प्राज्ञंमन्यमना हठेन पठिती माऽस्मिन् खलः खेलतु ।
श्रद्धाराद्धगुरुश्लथीकृतदृढग्रन्थिः समासादय
त्वेतत्काव्यरसोर्मिमज्जनसुखव्यासञ्जनं सज्जनः ॥ ( २२ - १५२)
આ બધા સંકેતો એક જ સૂચન આપે છે કે આ ‘વાણી’ અયોગ્યોના હાથમાં પડે તો દુરુપયોગ ને અનર્થ થયા વિના ન રહે; તે ટાળવા માટે આ અમારી જ નીતિરીતિ છે કે આમાં ગૂઢતા પ્રયોજવી. અને જે ‘યોગ્ય’ છે તે તો ગુરુ-આમ્નાય થકી જ, પાઠની, શબ્દની, અને તે રીતે અર્થાસ્નાયની તથા ઉપાસનાની પણ શુદ્ધિ સાધી જ લેશે. હજી ઊંડા ઊતરીએ. કેટલીક રચનાઓ એવી છે કે જેમાંથી અમુક ખાસ અંશ કે અંશો, જે તે રચનાકારે જ ગોપવી દીધા હોય. આમાં પાઠભ્રષ્ટતાની તો વાત જ નથી, સાક્ષાત્ પાઠલોપ જ હોય છે ! તો બીજી તરફ, કેટકેટલા મંત્રો વગેરે આજે પણ હાથપોથીઓમાં ઉપલબ્ધ છે, જે આખેઆખા પ્રાપ્ત થતા હોવા છતાં તેના પાઠોમાં વિપર્યય, ભ્રષ્ટતા, અશુદ્ધિ વગેરે ઠેર ઠેર જોવા મળે છે; એ તો ઠીક, પરંતુ કેટલાક મંત્રજ્ઞો(!) તેનું તેવા ને તેવા ગરડિયા રૂપમાં મુદ્રણ પણ કરાવતા હોય છે !
નાથ-સંપ્રદાયની ધારાના ‘જૌતજ્ઞાનનિય' નામે તંત્રગ્રંથમાં તો વળી અત્યંત સ્પષ્ટ શબ્દોમાં આ પદ્ધતિ પ્રયોજાયાનો નિર્દેશ મળે છે :
"तेषां सुशब्दवादिनां सुशब्दग्रहविनाशाय अर्थशरणतामाश्रित्य क्वचिद् वृत्ते अपशब्दः । क्वचिद् वृत्ते यतिभङ्गः । क्वचिद् अविभाजकं पदम् । क्वचिद् वर्णस्वरलोपः । क्वचिद् वृत्ते दीर्घो ह्रस्वः, ह्रस्वोऽपि दीर्घः । क्वचित् पञ्चम्यर्थे सप्तमी, चतुर्थ्यर्थे षष्ठी । क्वचित् परस्मैपदिनि धातौ आत्मनेपदं, आत्मनेपदिनि परस्मैपदम् । क्वचिदेकवचने बहुवचनं, बहुवचने एकवचनम् । पुंलिङ्गे नपुंसकलिङ्गं, नपुंसके पुंलिङ्गम् । क्वचित्
Jain Education International
10
For Private & Personal Use Only
www.jainelibrary.org