Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 8
________________ પાપ ન આચરો, સર્વ જીવો કર્મથી મુક્ત થાઓ. સર્વ જીવો મોક્ષનાં અનંત અવ્યાબાધ સુખ પામો. સર્વત્ર શાંતિ વિસ્તરો, સર્વત્ર સજ્ઞાન, સવિચાર અને સઆચાર પ્રસાર પામો. માનવ માત્ર પ્રભાતે જો આવી ભાવના કરે તો તેનો દિવસ સુખમય બને છે. વળી આ ભાવનાઓથી સવિચારોની આકૃતિનું નિર્માણ થાય છે. તેનું એક વાયુમંડળ બને છે, તે ચારે દિશામાં ફેલાય છે. એ સૂક્ષ્મ ભૂમિકા દ્વારા તે આકૃતિઓ અન્ય મનુષ્યોના માનસપટ પર ઉપસે છે. તેથી તેમનામાં પણ સવિચાર જાગૃત થાય છે. આવી ભાવના જે ભાવે છે, તેની સઘનતા મધ્યબિંદુ બની પાણીમાં જેમ તેલનું ટીપું પ્રસરી જાય છે તેમ પ્રસરે છે. આથી જ્યાં જ્યાં વિચારોની સામગ્રી પડી હોય તે સઘળી કાર્યશીલ થાય છે. વળી એ ભાવના કરનારની સંસારયાત્રામાં સૂક્ષ્મ જગતમાં વ્યાપેલી તેની ભાવનાઓ તેના જ શ્રેયનું કારણ બને છે. શુભ ભાવનાઓ તમે એકાંતે કરો કે લોકમાં કરો, ઘરમાં કરો કે બહાર કરી, બેઠાં કરો કે સૂતાં કરો તે વ્યર્થ થતી નથી. કારણ કે તેની સાથે ચૈતન્ય મહાપ્રભુની અમોઘ શક્તિનું બળ હોય છે. ભાવના જડ પદાર્થોનો અર્થ નથી. ચિતિ શક્તિનો અર્ક છે. જ્યાં પ્રસરે ત્યાં સદ્ભાવનું આકર્ષણ પેદા કરે છે. શુભ ભાવના જ્યારે જાગે છે. ત્યારે વર્તમાનને સુખમય બનાવે છે. વ્યક્ત થયેલી એ ભાવનાઓ શુભ પ્રકૃતિ-કર્મનું નિર્માણ કરે છે. વળી ભૂતકાળના અનિષ્ટના – અશુભ કર્મના ઉદયની પ્રકૃતિને નષ્ટ કરે છે. આમ ત્રણે કાળમાં આ ભાવનાઓ સાર્થક છે. તેથી તે શુભ ભાવનાઓથી પ્રેરાઈને માનવ સત્કાર્યો કરવા ઉત્સુક બને છે. એ ભાવનાઓથી વિચારોનું સત્ આચારને નિર્મળ બનાવે છે. તે વ્યક્તિનો વ્યવહાર સજ્જનતાભર્યો હોય છે, તેથી આ ભાવનાઓ પરંપરાએ આત્મ ઉત્થાનનું કાર્ય સરળ બનાવે છે. અહો ! આ ભાવનાઓનો વાસ જેના હૃદયમાં નિરંતર થાય સન્વેષ મૈત્રી : ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74