Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 30
________________ અનાદિ કાળથી આજ પર્યત જીવે દેહલક્ષી બનીને પોતાના જ સુખને ઇચ્છર્યું હતું. આજે પણ તેમ કરી રહ્યો છે. તે વિચારગ્રંથિને ખોલવા “સર્વ હિતાય'ની ચાવી છે. તે ધર્મનો કે અધ્યાત્મયોગનો પાયો છે. સર્વજીવના હિતની ચિંતારૂપ મૈત્રીભાવ સ્વરૂપ રમણતામાં સહાયક છે. ભવ ભ્રમણતાને બાધક છે. ભવભ્રમણની સમાપ્તિમાં શુક્લધ્યાનની પ્રધાનતા છે. જેનું બીજ ધર્મધ્યાન છે. શુક્લ ધ્યાનનું બીજ ધર્મધ્યાન છે. ધર્મધ્યાનમાં પ્રવેશ કરાવનાર મૈત્યાદિ ભાવના છે. મોક્ષ ભાવાતીત છે, પરંતુ મૈત્ર્યાદિભાવ વડે મોક્ષભાવ દઢ થાય છે.” માનવનું મન એટલું જ સ્વીકારે છે તેનો જન્મ જ મૈત્રી માટે, અન્યને સુખ આપવા માટે, અન્યના સુખે સુખી થવા માટે છે, તો કેવું મહત્ત્વનું કાર્ય સિદ્ધ થઈ જાય પરંતુ કષાયોથી ઘેરાયેલો, વિષયોથી આક્રાંત, સંજ્ઞાઓથી પરાભવ પામેલો, સ્વાર્થમાં જીવવા ટેવાયેલો એવી મૈત્રી સાધી નહિ શકે. પણ જો એકવાર જીવને એવી સમજ પેદા થાય કે આ સર્વે કર્મવશતા છે, હું કોઈનું અપમાન કરું, કોઈ મારું કરે, એ દુશ્ચક્રને તોડવા મને આવી ઉત્તમ ભાવનાનો અવસર મળ્યો છે, સૌ મારાં બાંધવ-ભગિની છે. સૌ સુખી થાઓ. મૈત્રીભાવનામાં સહિષ્ણુતાની એક ગજબની શક્તિ છે. મિત્ર, મિત્ર માટે પોતાનો પ્રાણ આપી દે. કમલ નામના એક યુવાનને કોઈએ ખૂનના આરોપમાં ફસાવ્યો. તે વિધવા માનો એક જ સંતાન હતો. વિમલ તેનો મિત્ર હતો. તેણે વિચાર્યું મારે ભાઈ છે, મા બાપ છે, હું મિત્રનો ગુનો માથે લઉં, મને સજા થાય તો કંઈ કમલ જેવી મુશ્કેલી મને નથી. તેણે કોર્ટમાં પોતે આ ગુનો કર્યો છે, તેમ નિવેદન કર્યું. પુરાવો કમલ સામે હતો. આ વિગતથી ન્યાયાધીશને આશ્ચર્ય થયું. તેમણે વિચાર્યું કે આવી મૈત્રીભાવવાળો ખૂન ન કરે. કેસની ઊંડી તપાસ કરવામાં આવી કમલ નિર્દોષ ઠર્યો. બંને માનભેર મુક્ત થયા. સત્વેષ મૈત્રી - ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74