Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 67
________________ છે મારે શું ? તેવી ઉપેક્ષા ઉત્તમ માનવ કરતો નથી. તેનાં પાપકર્મોની ઉપેક્ષા છે, પરંતુ તેની વ્યથા કે દુઃખ માટે તો અનુકંપા છે. અંતમાં આ ભાવનાઓની વિશેષતા એ છે કે જીવનને એક સત્યના રાહે લઈ જાય છે. દીર્ઘકાળથી ભૂલા પડેલા જીવને અનુપમ માર્ગે ચઢાવી દે છે. ચારે ભાવનાઓ મળીને ચૈતન્યનું સામર્થ્ય પ્રગટ થાય છે. તેમ દરેકનું અલગ અલગ અને અનેરું સ્થાન પણ છે. મૈત્રીભાવ એ પવિત્ર ઝરણા જેવો છે. જેનું વહેણ વિશ્વના સુખ પ્રત્યે છે. પ્રમોદભાવના વડે ગુણીજનો પ્રત્યેના આદર સન્માનથી હૈયું નાચી ઊઠે છે. એ ગુણો જીવનનો આદર્શ બને છે. વળી દીન દુઃખિયાં જોઈને કરુણાભીનું હૈયું રડી ઊઠે છે. અંતે માર્ગ ભૂલેલા કોઈ જીવનપથિકને આંગળી ચીંધે છે. હાથ અને સાથ આપે છે, ભાઈ ચાલ હું તારો સાથી છું. પરંતુ તે હાથ પકડવામાં કૃપણ છે. તો માધ્યસ્થ ભાવના સમતા વડે ભાવનાની પવિત્રતાનું રક્ષણ કરે છે. આવો ઉત્તમ જીવ આ ભાવના વડે શુદ્ધ બની આગળના પંથે પ્રયાણ કરી પરમપદને પામે છે. મધ્યસ્થભાવ આંતરિક બળ છે મુંબઈ જેવા નગરમાં રાજસ્થાનથી સુમનલાલ વ્યાપારના અરમાનથી આવ્યો હતો. પરંતુ નસીબે સાથ ન આપ્યો. જે કંઈ લઈને આવ્યો હતો તે પણ પૂરું થઈ ગયું અને વ્યાપારની કોઈ ઊજળી રેખા દેખાઈ નહિ. જ્યાં જાય ત્યાં જાકારો મળે. દેશમાં રહેલો પરિવાર તો જેમ તેમ કરી નિભાવ કરી લેતો. પરંતુ સુમનલાલને તો સાંજ પડે ઉદરપૂર્તિનાં પણ ફાંફાં થઈ ગયાં. આમ દિવસો પસાર થતા હતા. સુમનલાલની નિરાશાનો પાર ન હતો. ત્યાં વળી કોઈ જૂના મિત્રનો મેળાપ થયો. કૃશ થાય શરીર, મુખ પર અત્યંત નિરાશા, માનસિક ભાર, આવી દશા જોઈ તે મિત્રને મનમાં સદૂભાવ પેદા થયો. તેણે સુમનલાલને સાથ આપી વ્યાપારની સગવડ કરી આપી. ૬૨ ક સત્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 65 66 67 68 69 70 71 72 73 74