Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 65
________________ પીડા આપે છે. રોગ ફક્ત શરીરવ્યાપી છે. રાગનો વિસ્તાર તારી આસક્તિના વિસ્તાર જેટલો વધે છે. રાગ વિસ્તરે છે તેની સાથે દ્વેષ વિસ્તરે છે, જે તારા દુ:ખનું કારણ છે. હવે જો તારે સુખ જોઈએ છે તો તું માધ્યથ્યને આત્મસાત કરી લે. વળી કર્મોનો જ્યારે તીવ્ર વિપાક થાય છે, ત્યારે હૃદય જેવા મર્મસ્થાનને તે હતપ્રભ કરીને દુ:ખદાયી બને છે. સૌ એ કર્મોનો આધીન છે, તેમાં તું કોના પર રાગ કરે અને દ્વેષ કરે ? તેમાં તારું શું વળે ? માટે તું સ્વયં મધ્યસ્થ થઈજા. મધ્યસ્થ એ શ્રેષ્ઠ જીવનની ભાવના છે. માધ્યચ્ય ભાવ ન હોય તો કલેશ, ઈર્ષા, અસૂયા, ભય, શોક જેવા દોષો ઘર કરીને જામી જાય છે.' અરે ! કદાચ તું શુભેચ્છાથી પ્રેરાઈને અન્યને ધર્મનો ઉપદેશ આપે અને તેને રુચિ ન થાય, પણ તેને દ્વેષ થાય કે વિરોધ કરે તો પણ તારે મધ્યસ્થ રહેવું. ગુણીજનો પર પ્રશસ્તભાવ રાખવો, નિર્ગુણી પ્રત્યે દ્વેષ ન કરવો, પણ મધ્યસ્થ રહેવું. માધ્યશ્મભાવ એ મનોવૃત્તિનો ઉચ્ચ પ્રદેશ છે. આપણે માનસવિદ્યાનો જેટલો પરિચય કરશું તેટલું તેમાં ઊંડાણ અને વિસ્તાર થશે. શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે મનનું સંશોધન જરૂરી છે, માબથ્ય તે સંશોધનમાં ટકાવે છે. વિશાળષ્ટિને વિકસાવે છે. રાગદ્વેષ પર અદ્ભુત સંયમ આવે છે. માધ્યચ્યભાવમાં નિષ્ફરતા તિરસ્કાર કે નિષ્કાળજી નથી, પરંતુ માર્ગમૂત પથિકને કેવી રીતે માર્ગમાં લાવવો. તે જીવ માનવજન્મની સફળતા પામે તેવી ભાવનાનું તે નિદર્શન છે. તેમાં ઉપેક્ષા કરવી પડે તો પણ તેમાં શ્રેષબુદ્ધિ થતી નથી. તેથી માધ્યચ્ય ઉદાસીનતા કે ઉપેક્ષા શબ્દથી પ્રસિદ્ધ છે. ઉદાસીનતા : રાગદ્વેષને ઊઠતા જ શમાવી દેવા, તેનો નિરોધ કરવો તે ઉદાસીનતાનો પ્રારંભ છે. એટલે સ્વાભાવિકપણે રાગાદિથી નિર્બદ્ધ ૬૦ - સત્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 63 64 65 66 67 68 69 70 71 72 73 74