Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 63
________________ ૪. દુઃખ વિષયક માધ્યથ્યઃ ઉપસર્ગાદિના યોગે દેહના કષ્ટમાં દેહ પ્રત્યે ઉદાસીન રહી સહી લીધું તેવા ગજસુકુમાર આદિ મહાત્માઓને ધન્ય છે. ઉપસર્ગ સમયે ચિત્તમાં આકુળતા નથી, અને શમી જાય તો હાશનો ભાવ નથી. એ ઉત્તમ માધ્યથ્ય છે. ૫. ગુણ વિષયક માધ્યસ્થ : આ માધ્યચ્ય લબ્ધિવંત મુનિઓને હોય છે, વળી આવી લબ્ધિઓ ક્ષયોપશભાવની હોવાથી આત્માની અપૂર્ણતા છે. એમ માની તેમાં તે મહાત્માઓ માધ્યશ્ય રહે છે. ક્વચિત જ લબ્ધિનો ઉપયોગ કરે છે. ૬. મોક્ષ વિષયક માધ્યચ્ય અપ્રમત્તાદિ ઉપરના ગુણસ્થાનકે હોય છે, તે અસંગ અનુષ્ઠાન નિજાત્માની રમણતામાં લીન મહાત્માઓને હોય છે. મોક્ષસ્વરૂપનો સાક્ષાત્કાર થવાથી હવે મોક્ષની અભિલાષા પણ શમી ગઈ છે તે માધ્યચ્યું છે. 2. સર્વ વિષયક માધ્યચ્ય : આ સર્વોત્કૃષ્ટ માધ્યય્યના સ્વામી કેવળી ભગવંતો છે. વળી . વળી ભગવંતોએ પ્રરૂપેલાં તત્ત્વોને અનેકાંત દષ્ટિથી ચિંતન કરનારા મહાપુરુષોને આ માધ્યચ્ય પ્રગટે છે. સૃષ્ટિના સમસ્ત જીવો પ્રત્યે તેમને રાગાદિ રહિત માધ્યસ્થ છે. જેમ પરાધની સંખ્યામાં સોની સંખ્યા સમાઈ જાય છે તેમ અનેક નય, વિધિ-નિષેધ, અન્ય દર્શનોના સવિચાર તે સર્વને માધ્યશ્મભાવે મહાપુરુષો સમાવી શકે છે. માધ્યથ્યને કારણે તેઓનાં વચન સાગર જેવાં ગંભીર સૌમ્યતાથી ભરપૂર હોય છે. સત્યના આશ્રયે હોવાથી તેઓ સ્વદર્શન પ્રત્યે રાગ કે પર દર્શન-પ્રત્યે દ્વેષ રહિત હોય છે. જેટલું ૫૮ એક સર્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74