Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 69
________________ છે. હું તો એ જ સુમનલાલજી છું. એથી સૌની આપેલી ભેટ લક્ષ્મીદેવીને ભળાવું છું.' હા પણ એક વાત કહું, મને આજે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે નારાજી નથી. અને મળેલી આ લક્ષ્મી કે કીર્તિ માટે ખુશી કે મોટાઈ નથી. મારા જ અશુભ કર્મના યોગે જે કંઈ બન્યું તે બન્યું. આજે શુભના યોગે જે કંઈ થાય છે તે મધ્યસ્થ બની જોઉં છું. પેલા વ્યાપારી કહે, “કોઈ વ્યાપારીઓને તમારી ઈર્ષા પણ આવે છે. કે આ ફૂટપાથ પર ફરનારો તો શેઠજી થઈ બેઠો. “મારા મનમાં એવો વિકલ્પ જ નથી. સૌને ભગવાન સદબુદ્ધિ આપે.” અર્થાત્ ઈર્ષા કરનાર પ્રત્યે પણ તેમની ઉપેક્ષાભાવ તરી આવતો હતો. પરોપકારવૃત્તિને કારણે તેમનું ચિત્ત શુભ ભાવથી ભરેલું હતું, તેથી તેમને પહેલાના દુઃખના દિવસો પ્રત્યે કે વ્યક્તિઓ પ્રત્યે દ્વેષ ન હતો કે તેમની ખુશામત કરનાર પ્રત્યે રાગ ન હતો. સૌને માટે મધ્યસ્થભાવ તે તેમનો સગુણ હતો. કોઈ તેમના પ્રત્યે દ્વેષ રાખે છે તેવું વિચારીને દુઃખી થતા ન હતા પણ તેમના પ્રત્યે તેઓ ઉદાસીન રહેતા. મધ્યસ્થભાવ આવો સુખદાયક છે, કારણ કે તે આંતરિક બળ છે. આ વિશ્વમાં મારો એક પણ અપકારી છે નહિ, બધા જ મારા ઉપકારી છે – એવી વિચારણાને વર્તનમાં લાવવાથી સાચો અરિહંતભાવ પરિણત થાય છે. તેમાં ભારોભાર કૃતજ્ઞતા રહેલી હોય છે. “નમો અરિહંતાણ – પદ પણ આ જ તાત્પર્યને પ્રકાશે છે. કોઈ એક પણ જીવને અપકારી માળ્યો એટલે અરિહંતભાવનો અપલાપ થયો – એમ માનીને સર્વ સાથે આત્મીયતાપૂર્ણ વર્તન કેળવવામાં સ્વપરહિત છે. પૂ. પંન્યાસજી ૬૪ : સત્વેષુ મૈત્રી For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74