Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 72
________________ તે બિંદુઓ ભાવનારૂપ બની હૃદયના ક્લેશજનિત દુર્ભાવોને દૂર કરી દે છે. અને પછી તે જીવ જ સ્વયં કરુણા મેળવવાના ભાગ્યને પ્રસારી કરુણા કરનારો બને છે. માધ્યસ્થ : માધ્યશ્મભાવની ક્ષિતિજો બતાવીને પરમાત્માએ અજબ- ગજબની સુખદ ચાવીઓ આપી છે. માધ્યશ્ય એટલે જ્ઞાનસ્વરૂપ આત્માએ જ્ઞાનરૂપે જ સ્થિર થવું. ન રાગ ન વિરાગ, ન પ્રેમ ન ષ, ન શત્રુ, ન મિત્ર. જે જેમ છે તેમ ઠીક છે. જગતની વ્યવસ્થા નિયમથી ચાલે છે. તેમાં તારે કંઈ ડખલ કરવાની નથી. છતાં પ્રાજ્ઞપુરુષે જે કંઈ કરવા જેવું હતું તે મૈત્રી, પ્રમોદ અને કરુણા ભાવનામાં ચરિતાર્થ કર્યું. પોકારી પોકારીને કહ્યું. જે તરવાના કામી છે તેમણે તેને આત્મસાત કર્યું. પરંતુ જેને હજી અજ્ઞાનરૂપી અંધકાર છે, હજી તેનું ભાગ્ય નબળું છે, હજી પરિભ્રમણનો તાગ પામ્યો નથી, તેના પ્રત્યે કરુણાયુક્ત માધ્યચ્યભાવ છે. અંતરંગમાં સમાન ભાવ છે, જીવો સુખ પામે. જ્યાં ઉપાય નથી ત્યાં ધીરજ કર્તવ્ય છે. આમ ચાર ભાવનાઓ ચાર ચિંતામણી રત્ન સમાન છે. જેના શ્રવણે આનો બોધ પડ્યો નથી તેના હતભાગ્યની પણ કરુણા છે. તું મૈત્રી ચિતવે અને તેને સર્વત્ર પ્રેમ મળે. તું પ્રમોદ ચિંતવે તારામાં ગુણો સ્થાન લે. તું કરુણા ચિતવે તારાં દુઃખો દૂર થાય. તું માધ્યશ્ય ચિંતવે કર્તાભાવ વગરનો હળવો ફૂલ જેવો થઈ જાય. બીજી રીતે વિચારે તો મૈત્રીભાવના અહંકારનું વિસર્જન કરે. પ્રમોદભાવના અજ્ઞાનનું પ્રક્ષાલન કરે. કરુણાભાવના મોહને તિલાંજલિ આપે. માધ્યચ્ય બહિર્મુખતા-દેહાત્મબુદ્ધિની ભ્રમણા ભાંગી નાંખે. ત્યાર પછી સર્વ આધ્યાત્મિક ક્રમિક વિકાસનો પ્રારંભ સહજ અને સરળ બને છે. માર્ગાનુસારિતાથી, અપુનબંધક અવસ્થામાં પ્રવેશ કરી ચરમ યથાપ્રવૃત્તકરણમાં પુરુષાર્થ ફોરવી. ગુણસ્થાનકને સ્પર્શે છે. કર્મપ્રવૃત્તિઓના રસાદિને શમાવતો, ગુણ શ્રેણિએ આરૂઢ થઈ. ઘાતકર્મોનો સર્વથા નાશ કરી સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. સત્વેષ મૈત્રી ક ૬૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74