Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 71
________________ મૈત્રીભાવની સર્વતોમુખી ઉચ્યતા છે, તેથી દેહાંત-મરણાંત ઉપસર્ગ થતાં પણ સાધુ-સાધક ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ મૈત્રીભાવનામાં સ્થિર રહે છે. ઉપસર્ગકર્તા પ્રત્યે ક્રોધ નથી. ઇન્દ્રાદિ વંદે તો કંઈ નોંધ નથી. માર્ગમાં કાંટા હોય કે કમળ સર્વત્ર સમભાવ તે યોગીજનોનું અંતઃકરણ છે. પ્રમોદ : પ્રમોદ ગુણમાં વિનયની વિશેષતા હોવાથી તે અત્યંતર તપ સ્વરૂપ બનીને નિર્જરાનું કારણ બને છે. તેથી પ્રમોદગુણ પણ પરંપરાએ પરમપદનું પ્રદાન કરે છે. હે માનવ ! સામાન્ય જગતવાસી જીવને કંઈ લેવું ગમે છે, ચક્રવર્તિ જેવા પણ કંઈ મેળવવા ઇચ્છે છે. સત્ત્વશીલ માનવ વિચારે છે કે મારે કંઈ લેવું જ છે તો સર્વ દ્રવ્યાદિમાંથી ગુણ જ ગ્રહણ કરું. તેમાં પણ ગુણીજનોનો સંપર્ક માત્ર તેના હૈયાને ઝંકૃત કરે છે. ઢેલ જોઈને મોર નાચી ઊઠે તેમ પ્રાજ્ઞપુરુષનું હૈયું ગુણીજનોને જોઈને નાચી ઊઠે છે. આવો નિર્દોષ વિર્ષોલ્લાસ પણ નિર્જરાનું કારણ બને કરુણા : કરુણા એ તો શ્રી તીર્થકરોના આત્મપ્રદેશ પ્રદેશથી પ્રગટ થતું તત્ત્વ અને સત્ત્વ છે. મેઘને કોઈ વરસવાનું કહેતું નથી, ભૂમિનો ભેજ તેને ચારે દિશામાં વરસાવી દે છે. તેમ કરુણાના સ્વામીને કોઈ કહેતું નથી તમે કરુણા કરી. તેમના શ્વાસ સાથે ધબકતી કરુણા સર્વત્ર અભેદપણે વરસતી રહે છે. તેવી કરુણાને પાત્ર બનવાનું પુણ્ય હોય છે. તે કરુણા સાસરિક દુઃખ દૂર કરે છે તે તેની આડપેદાશ છે. મુખ્યતયા સ્વરૂપ બ્રાંતિનું દુઃખ દૂર કરી અવ્યાબાદ સુખ સુધી પહોંચાડે છે. એ કરુણાસાગરનાં બિંદુઓ જ આપણા હૃદયમાં સ્થાન લે તો ૬૬ ક સર્વેષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74