Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra

View full book text
Previous | Next

Page 73
________________ આ ભાવનાઓ સુષુપ્ત ચેતનાને જાગૃત કરે છે. અહંકારાદિ વૃત્તિઓ દૂર કરીને શુદ્ધભાવને સ્થિર કરે છે. સ્વસ્વરૂપમાં પ્રવેશ કરવાના બીજ સમાન છે. જે બીજ વટવૃક્ષની જેમ વિસ્તરી મોક્ષનું ફળ અપાવે છે. કાળક્રમે અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવે છે. તત્ત્વદૃષ્ટિએ જોતાં આ ચારે ભાવનાઓ માનવજીવનનું દિવ્ય સ્વરૂપ છે. મનુષ્યના દેહની રચના એવી છે કે તેમાં પૌલિક પણ અપેક્ષાએ દિવ્ય શક્તિઓ તિરોહિત છે. તો પછી માનવશરીરની ચેતનામાં દિવ્યતા હોય તેમાં આશ્ચર્ય નથી. તે દિવ્યતા પ્રગટ થવા માટે માનવદેહ મળ્યો. વળી તે દિવ્યતા ગુણોરૂપે કે ભાવરૂપે પ્રગટ થવા માનવના સ્થૂલ જીવનમાં પણ પ્રયત્ન કરે છે. મનુષ્યને પોતાની આવી ઊર્ધ્વગામિતા પર વિશ્વાસ થવો જોઈએ. તો જ સુષુપ્ત ચેતનમાં રહેલી એ શક્તિઓ પ્રગટ થાય. આવી અદ્ભુત શક્તિવાળી પોતાની ચેતનાને ક્ષુદ્રતામાં વેડફીને અનાદર કેમ થાય ? અને અન્યનો તિરસ્કાર પણ કેમ થાય ? માટે સ્વની કે અન્યની આવી દિવ્ય શક્તિઓ પ્રગટ કરવામાં તત્પર રહેવું. અન્યને સહાયભૂત થવું. આ ચારે ભાવનાનો સાર એ છે કે સર્વમાં સમભાવ, ઉચ્ચતમ પ્રેમ. મહાપુરુષોને ચેતનાની આ શક્તિ પર અત્યંત વિશ્વાસ હતો તેથી તેમણે સૌમાં સિદ્ધસમ સત્કારનો ઉપદેશ આપ્યો. પૂ. પંન્યાસજીએ તેમના ગ્રંથોમાં શ્રુતસાગરને રેલાવ્યો છે, તે સુવાચ્ય, સરળ અને સુગમ રહસ્યોથી સભર છે. જીવનનું સૌરભ છે. તેને જાણો, માણો અને પામો. ઇતિ શિવમ ૬૮ સત્ત્વષ મૈત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74