Book Title: Sattveshu Maitri
Author(s): Sunandaben Vohra
Publisher: Sunandaben Vohra
Catalog link: https://jainqq.org/explore/004904/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ સુનંદાબહેન વોહોરા Vain Educon International PRrivate & ! Souse any Page #2 -------------------------------------------------------------------------- ________________ સત્ત્વેષુ મૈત્રી સુનંદાબહેન વોહોરા મૈત્રીના પવિત્રપાત્ર, પ્રમોદની સુગંધથી શોભતા કરુણા અને ઉપેક્ષાથી પ્રતીક્ષા કરવા લાયક એવા યોગસ્વરૂપ હે પરમાત્મા ! તમને નમસ્કાર થાઓ.’’ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : ગુણાનુરાગી મિત્રો અમદાવાદ – અમેરિકા પ્રકાશન વર્ષ : વી. સં. ૨૫૨૪ વિ.સં. ૨૦૫૪ વૈશાખ સુદ ત્રીજ અક્ષયતૃતિયા પ્રથમ આવૃત્તિ : ૧૫૦૦ પ્રાપ્તિ સ્થાન : સુનંદાબહેન વોહોરા ૫, મહાવીર સોસાયટી એલિસબ્રિજ, અમદાવાદ-૩૮૦૦૦૭ | ફોન : ૬૫૮૭૯૫૪ દક્ષાબહેન નિરંજન મહેતા ૩૯, માણેકબાગ, સુરેન્દ્ર મંગળદાસ રોડ, અમદાવાદ-૩૮૦૦૧૫ 1 ફોન : ૪૦૭૯૧૦ મુખપૃષ્ઠ ચિત્ર : વીર રામાનુજ ટાઈપસેટિંગ : શારદા મુદ્રણાલય જુમ્મા મસ્જિદ સામે, ગાંધી માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૧ મુદ્રક : ભગવતી ઓસેટ ૧૫/સી, બંસીધર એસ્ટેટ બારડોલપુરા, અમદાવાદ-૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીનું પવિત્ર ઝરણું રોજે રોજે મૈત્રી ઝરણું, ડુંગર કોરતું જાય, ભાગ્યયોગે ક્યારે તૂટ્યો ! વેર-પાપનો અંતરાય. આ જન્મે તેથી મારો ઉદ્યમ સફળ થયો. આ જગતમાં જન્મેલા માનવીનું આયુષ્ય અલ્પ, અનિયત અને કાળને આધીન છે. ત્યાં જીવે કોનાથી, કોની સાથે બગાડવું અને વળી સ્વનું જ અહિત કરવું ! શા માટે ? હે બુદ્ધિમાન ! તારે આ ધરા પણ ગણતરીનાં વર્ષો ગાળવાનાં છે, તો પ્રેમથી – મૈત્રીથી જીવી જા. જીવનને મૈત્રી આદિ ભાવનાઓથી ઠાંસીને ભરી લે. લોઢાના ગોળામાં ખીલી કંડારી ન શકાય તેમ તારું કોમળ હૃદય આ ભાવનાઓ વડે સઘન બનાવી દે. જેથી તેમાં વેર-ઝેર, ઈર્ષા અસૂયા પ્રવેશ ન પામે. તું સુખી, તારા સુખી, જગત સુખી. માનવદેહમાં રહેલી ચેતનાની વિશિષ્ટતા છે તેમ શારીરિક અંગોની પણ વિશિષ્ટતા છે. માનવને મન અને મગજ બે વિકસિત મળ્યાં છે. આ માનવ દેહનું મન મંદિર છે, મનમંદિરમાં વેર-ઝેર, માયા-કપટ, ઈર્ષા-અસૂયા, અહંકાર-મમત્વનો કચરો પધરાવી ન શકાય. વળી માનવનું મગજ, શરીરનું ઉત્તમાંગનું સ્થાન છે, એ ઉત્તમાંગની તિજોરીમાં પણ કચરો ભરી ન શકાય. તેમાં અસબુદ્ધિનો, સ્વછંદતાનો વાસ ન હોય. સબુદ્ધિ, વિનય, સજ્જનતા જેવા પદાર્થો તેમાં શોભે. જો તારું મનમંદિર અને ઉત્તમાંગ આવા શિરોમણી તત્ત્વથી ભરપૂર છે તો તેમાં મૈત્રી જેવી ભાવનાઓનો નિવાસ કર. તો તારું જીવન સ્વર્ગીય બનશે. અર્થાત્ તે વચનાતીત છે મૈત્રીનાં ઝરણાંઓ જૂના સંસ્કારના ડુંગરોને ખોદીને વહેતાં થઈ જશે. તારા વેર-ઝેરના પાપના અંતરાયો વિખરાઈ જશે. તારી આ જન્મની એ સાધનાનો ઉદ્યમ સફળ થશે. દોષોનો રકાસ, ગુણોનો વિકાસ, આત્માનો જ્ઞાન-પ્રકાશ-મૈત્રી આદિભાવના વડે સરળતાથી સાધ્ય બને છે. ચંદ્ર-પુષ્પ-ની-કલ્પના આ શબ્દો સાંકેતિક છે. તેનો મર્મ સમજતાં પહેલાં એક ભૂમિકા Page #5 -------------------------------------------------------------------------- ________________ બાંધવી છે. દેવગુરુના અનુગ્રહે નિવાસે બરાબર એક દસકાથી અવિરતપણે સ્વાધ્યાય-સત્સંગનો યોગ રહ્યો. ઘણા જિજ્ઞાસુ મિત્રોના સહયોગથી સ્વ-પર શ્રેયરૂપ પ્રવૃત્તિ થતી રહી. મહદ્અંશે સૌના જીવનમાં અનેકવિધ શાસ્ત્રનાં બોધવચનો દ્વારા પ્રકાશ પથરાતો ગયો. જીવનના બેસૂરા તાર હવે સૂરીલા બન્યા છે, તેમ કહું તો અસ્થાને નથી. જીવનની સાચી પરિવર્તનશીલતાની કેડી કંડારાતી જાય છે. સૌને ધન્યવાદ અભિવાદન. સન્માર્ગમાં સાથ આપવા માટે શું લખું ? પુસ્તક લખ્યું પણ અહીં શબ્દો શોધવા પડે તેવું છે. આ મિત્રમંડળી દર વર્ષે પુસ્તક દ્વારા શિષ્ટ સાહિત્યની પ્રભાવના કરતી રહે છે. ક્યારેક ઉપકરણો પણ હોય છે. આ વર્ષે પણ પુસ્તક પ્રભાવના થઈ. ત્યારે ચંદ્રિકાબહેન પૂનાતર કહે, ‘‘બહેન, મારી ભાવના અધૂરી રહી, મારે આપના જ લખેલા પુસ્તકની પ્રભાવના કરવી છે.'' તેમાં પુષ્પાબહેન કાપડિયાએ સાથ પૂર્યો કે તેમાં મારો ભાગ ખરો. નીતાબહેન નાણાવટી કહે જ્ઞાનાવરણને હળવું કરવા જ્ઞાનપ્રભાવનામાં મારી ભાવનાને સ્થાન આપજો ત્યાં કલ્પનાબહેન (કપુ) કહે મને પણ લાભ આપજો. એ સૌનું અભિવાદન કરું છું. આમ આ ચાર સત્સંગી મિત્રોની ભાવનાથી પ્રેરાઈને દસ દિવસમાં ચાર ભાવનાઓનું આલેખન સહેજે થયું. જોકે તેમાં પ્રેરકબળ પૂ. પંન્યાસજીનો ગ્રંથ આત્મોત્થાનનો પાયો, તેમાં મૈત્રી આદિ ચાર ભાવનાઓનું પૂ. પંન્યાસજીએ અદ્ભુત રીતે અવતરણ કર્યું છે. તે મેં મારા માનસ ગાગરમાં ઝીલ્યું અને તેના ફળસ્વરૂપે આ પુસ્તિકા દ્વારા એ ચાર મિત્રોની ભાવના પૂર્ણ કરી શકી તેના આનંદ સાથે તમારા સૌના વરદહસ્તમાં પુસ્તિકા અર્પણ કરું છું. હવે તમને સમજાશે કે ચંદ્ર-પુષ્પ-ની(તા) કલ્પના શું છે ? અંતમાં પૂ. પંન્યાસજી ગ્રંથ દ્વારા મારે માટે સાક્ષાત છે. તેમના અનુગ્રહ માટે ઋણી છું. અવતરણ ચિન્હમાં મૂકેલા ફકરા તેમની પ્રસાદી છે. – સુનંદાબહેન વોહોરા Page #6 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं नमो नाणस्स श्री सद्गुरुभ्यो नमः ભાવનાઓની ભૂમિકા "मैत्री निखिल सत्त्वेषु, प्रमोदो गुण शालिषु माध्यस्थमविनीतेषु, करुणा सर्वदेहिषु । धर्मकल्पद्रुमस्येता मूलं मैत्र्यादि भावनाः येर्न न ज्ञाता न चा भ्यस्ताः स तेषामति दुर्लभः" ॥ O સર્વ પ્રાણીઓને વિષે મૈત્રી, O ગુણવાનોને વિષે પ્રમોદ, O અવિનીતોને વિષે માધ્યચ્ય, O સર્વ દેહધારીઓને વિષે કરુણા. આ ચારે મેત્યાદિ ભાવનાઓ ધર્મકલ્પવૃક્ષનું મૂળ છે. જેઓએ આ ચાર ભાવનાઓને જાણી નથી, તેનો અભ્યાસ કર્યો નથી, તેઓને ધર્મની પ્રાપ્તિ અતિ દુર્લભ છે. આ ચાર ભાવનાઓથી મનને ભાવિત કરવું તે શ્રેય છે. આ ચાર ભાવનાઓ આત્મવિકાસની સરળ શ્રેણી છે. આ ચાર ભાવનાઓ ધર્મધ્યાનનું પ્રવેશદ્વાર છે. આ ચાર ભાવનાઓ માનવને દૈવત્વ આપે છે. આ ચાર ભાવનાઓ વૈરાગ્યની સંતતિ છે. આ ચાર ભાવનાઓ મુક્તિમાર્ગની કેડીને કંડારે છે. આ ચારે ભાવનાઓ પ્રેમરૂપ, ધર્મરૂપ, ધર્મના મર્મરૂપ, ક્ષેમરૂપ અને નેમરૂપ (નિયમ) છે. ચૌમુખી ભાવનાઓનું હાર્દ મંગળકારી આ ચાર ભાવનાના પ્રણેતા અને ઉપદેખા તીર્થંકર છે. તેમના સમવસરણની રચના ચૌમુખધારી હોય છે. તેમ આપણા સત્વેષ મૈત્રી - ૧ Page #7 -------------------------------------------------------------------------- ________________ જીવનનું રહસ્ય ચૌમુખી જેવું આ ચારભાવનાથી ભૂષિત હોવું જોઈએ. સુખ ઇચ્છવા છતાં જો દુઃખ મળે છે તો માનવે વિચારવું જોઈએ કે એ દુઃખ દૂર થઈ શકે તેવું છે કે નહિ ? અથવા મને જે દુઃખ છે તેની પાછળ શું કારણ છે ? ભાઈ ! તું આ ભાવનાઓથી જેટલો વંચિત રહીશ તેટલું દુઃખ તને શોધી લેશે. દુઃખને દૂર કરવાનો સરળ નિક્ટ અને સ્થાયી ઉપાય છે, કે અન્યના દુઃખને દૂર કરવા તત્પર થા. દુ:ખ આપવાનો તો સ્વપ્ને પણ વિચાર ના કરીશ. સૌ સુખી તો હું સુખી આવી ઉદાર શૈલીને પ્રાણની જેમ જતન કર. પછી જો કે તને દુઃખ છોડી દેશે. પછી તું આગળ પ્રગતિ કરીશ. ગુણીજનો પ્રત્યે તને આદર-માન થશે, તેમાં તારું માન પણ વધે છે. અને જ્યાં દુઃખ કે કોઈને દુઃખી જોઈશ ત્યાં તો તારા હૃદયનો કરુણાનો સ્રોત સહેજે વહેતો થશે. તે તારા શ્વાસનો ધબકાર બની જશે. છતાં એવું બને કે તારો અવાજ કોઈના શ્રવણે પડતો નથી. કોઈ જીવો કેવળ રંગરાગમાં જ રાચે છે. ધર્મનો અપલાપ કરે છે. તેઓ નિરર્થક કર્મબંધન ન કરે તેવી ભાવનાથી પ્રેરાઈ તું તેમને સભાન કરવાનો પ્રયત્ન કરે. તે પણ જો વ્યર્થ જાય તો તારે મૂંઝાવું નહિ પણ મધ્યસ્થ બની જવું. આ તારી પોતાના જીવનની ચૌમુખી છે. જો ઉપયોગ બહાર છે તો પ્રભુના ચૌમુખનાં દર્શન કરજે. અંતરમાં જાય તો તારી આ ચાર ભાવનારૂપી ચૌમુખીનાં દર્શન કરજે. તું સુખી થઈશ, વિશ્વમાં તે સુખ પ્રસાર પામશે. શુભ સંકલ્પો, શુભ વિચારો એ ભાવનાઓ છે, અનિત્યાદિ બાર અને મૈત્રી આદિ ચાર કુલ સોળ ભાવનાની મુખ્યતા છે. યદ્યપિ ભાવનાઓ અનેક પ્રકારની છે. અત્રે મૈત્રી આદિ ચાર ભાવનાઓ અભિપ્રેત છે. વિશ્વના તમામ જીવો સુખી થાઓ, સૌનું મંગળ થાઓ, સર્વજીવો ૨ સત્ત્વેષુ મૈત્રી Page #8 -------------------------------------------------------------------------- ________________ પાપ ન આચરો, સર્વ જીવો કર્મથી મુક્ત થાઓ. સર્વ જીવો મોક્ષનાં અનંત અવ્યાબાધ સુખ પામો. સર્વત્ર શાંતિ વિસ્તરો, સર્વત્ર સજ્ઞાન, સવિચાર અને સઆચાર પ્રસાર પામો. માનવ માત્ર પ્રભાતે જો આવી ભાવના કરે તો તેનો દિવસ સુખમય બને છે. વળી આ ભાવનાઓથી સવિચારોની આકૃતિનું નિર્માણ થાય છે. તેનું એક વાયુમંડળ બને છે, તે ચારે દિશામાં ફેલાય છે. એ સૂક્ષ્મ ભૂમિકા દ્વારા તે આકૃતિઓ અન્ય મનુષ્યોના માનસપટ પર ઉપસે છે. તેથી તેમનામાં પણ સવિચાર જાગૃત થાય છે. આવી ભાવના જે ભાવે છે, તેની સઘનતા મધ્યબિંદુ બની પાણીમાં જેમ તેલનું ટીપું પ્રસરી જાય છે તેમ પ્રસરે છે. આથી જ્યાં જ્યાં વિચારોની સામગ્રી પડી હોય તે સઘળી કાર્યશીલ થાય છે. વળી એ ભાવના કરનારની સંસારયાત્રામાં સૂક્ષ્મ જગતમાં વ્યાપેલી તેની ભાવનાઓ તેના જ શ્રેયનું કારણ બને છે. શુભ ભાવનાઓ તમે એકાંતે કરો કે લોકમાં કરો, ઘરમાં કરો કે બહાર કરી, બેઠાં કરો કે સૂતાં કરો તે વ્યર્થ થતી નથી. કારણ કે તેની સાથે ચૈતન્ય મહાપ્રભુની અમોઘ શક્તિનું બળ હોય છે. ભાવના જડ પદાર્થોનો અર્થ નથી. ચિતિ શક્તિનો અર્ક છે. જ્યાં પ્રસરે ત્યાં સદ્ભાવનું આકર્ષણ પેદા કરે છે. શુભ ભાવના જ્યારે જાગે છે. ત્યારે વર્તમાનને સુખમય બનાવે છે. વ્યક્ત થયેલી એ ભાવનાઓ શુભ પ્રકૃતિ-કર્મનું નિર્માણ કરે છે. વળી ભૂતકાળના અનિષ્ટના – અશુભ કર્મના ઉદયની પ્રકૃતિને નષ્ટ કરે છે. આમ ત્રણે કાળમાં આ ભાવનાઓ સાર્થક છે. તેથી તે શુભ ભાવનાઓથી પ્રેરાઈને માનવ સત્કાર્યો કરવા ઉત્સુક બને છે. એ ભાવનાઓથી વિચારોનું સત્ આચારને નિર્મળ બનાવે છે. તે વ્યક્તિનો વ્યવહાર સજ્જનતાભર્યો હોય છે, તેથી આ ભાવનાઓ પરંપરાએ આત્મ ઉત્થાનનું કાર્ય સરળ બનાવે છે. અહો ! આ ભાવનાઓનો વાસ જેના હૃદયમાં નિરંતર થાય સન્વેષ મૈત્રી : ૩ Page #9 -------------------------------------------------------------------------- ________________ છે, તેનું હૃદય ખોલીને જોઈ શકાતું નથી. પણ તેની વાણી-વર્તનની હળવાશ, મીઠાશ જ પ્રિયત્વ પેદા કરે છે. કારણ કે તેનામાં ઈર્ષા અને દ્વેષ જેવા દોષો નાશ પામે છે. અંતે તે ગુણોનો સર્વજ્ઞ થાય છે. સર્વ ગુણ તેનામાં પ્રગટ થાય છે. મૈત્રી આદિ ચારે ભાવનાઓ અશુભ ધ્યાનથી છોડાવી ધર્મધ્યાનમાં પ્રવેશ કરાવનારી છે, જે ધર્મધ્યાન શુક્લધ્યાનનું બીજ છે. ચારે ભાવનાઓનું ભાવન સંક્લેશને શમાવે છે. મનોવૃત્તિમાં ઘણો પલટો આવે છે. જેના હૃદયમાં આ ભાવનાઓનું સ્થાન નથી તે વિચારે છે, હું સુખી થાઉં, લોકો મને ગુણી માને પ્રશંસા કરે. મને દુઃખ ન મળો, મારા દોષો સૌ ક્ષમા કરે. પણ આમ બનવું સંભવિત નથી. આને કારણે તે દુઃખી થાય છે. હવે જો એમ વિચારે અને આચરે કે સર્વ સુખી થાઓ, સર્વ ગુણવાન બનો, સર્વ દુઃખમુક્ત થાઓ, સર્વ દોષરહિત થાઓ. અથવા અન્યના સુખની ચિંતા કરવી, બીજાના ગુણ જોઈ રાજી થવું, તેમનાં દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો. અને તેમના દોષોને ઉદારે દિલે ક્ષમા આપવી. આ ક્લેશ અને દુઃખ નિવારણનો ઉપાય છે. ભાવનાઓનું એ હાર્દ છે. જેને દુઃખ કે કર્મથી છૂટવું છે તેમણે આ ભાવનાનો સહયોગ કરવો. જેમ જ્ઞાન વડે આત્માના શુદ્ધ સ્વભાવને જાણી શકાય છે તેમ ભાવના વડે આત્માનો શુદ્ધ સ્વભાવ પામી શકાય છે. શુદ્ધભાવના વગર જ્ઞાન અફળ બને છે. જ્ઞાનના ફળમાં વિરતિ છે તો વિરતિમાં સમતા નિહિત છે, સમતામાં પરહિતચિંતાની મુખ્યતા છે. આવી ગૂંથણી કરે તે જ્ઞાન સ્વરૂપનો સાક્ષાત્કાર કરે. જ્ઞાન પદાર્થને જાણે છે, ભાવના સ્વ-શુદ્ધિ કરે છે. જેમ જ્ઞાનનું આવરણ એટલે અજ્ઞાનતા રૂપ અંધકાર છે, તેમ ભાવનાનો અભાવ સક્રિયા પ્રત્યેની કર્તવ્યહીનતા છે. તેને માટે કોઈ આલોચના નથી. પરંતુ ભાવનાથી જ ભાવિત થવું તે પ્રાયશ્ચિત્ત છે. જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે. ભાવના ચિત્તની શુદ્ધિ માટે છે. આ શુભ ૪ સત્ત્વેષુ મૈત્રી Page #10 -------------------------------------------------------------------------- ________________ ભાવનું સાતત્ય તુચ્છ, ક્ષુદ્ર અને દૈહિકભાવનું દહન કરે છે. અને સમ્યગ્દર્શનાદિ ગુણોની સતત રક્ષા કરે છે. ઉત્તમ મૈત્રી આદિ ભાવનાના અધિકારી મુખ્યપણે સંયમીમુનિ છે. ચોથા ગુણસ્થાનકે તે ગૌણતાએ હોય છે. પાંચમે મધ્યમભાવે હોય છે. તે પહેલાના ગુણસ્થાનકે શુભ ભાવનાઓ હોય છે. જે આ ભાવનાઓ પ્રત્યે લઈ જાય છે. “મૈત્રી વગેરે ભાવનારૂપ અમૃતરસમાં પૂર્ણમગ્ન અને પોતાને સર્વ જીવોથી અભિન્ન જાણતા મુનિને ક્લેશનો અંશ સ્પર્શતો નથી” મૈત્રીભાવના આવી સઘન અને સંગીન છે, ત્યાં વેરઝેર, ક્લેશ, શત્રુતા, દ્વેષ કે અસૂયા પ્રવેશ કરી શકતાં નથી. પૂ. પંન્યાસજી ચારે ભાવનાનું બીજ પરોપકાર. માનવશરીર વિશ્વ પાસે નિરંતર યાચના માટે નથી. વિશ્વની રચના આદાનપ્રદાનની છે. માનવશરીર, તેમજ તેમાં રહેલી વિશિષ્ટ સ્વ-પર હિતકારી વિચારશક્તિ જો પરોપકાર જેવા કાર્યમાં કાર્યશીલ ન બને તો તે મનુષ્ય અપરાધી છે. પોતાની સ્થિતિ અને શક્તિ પ્રમાણે તેણે પરોપકારના રંગે રંગાવું તેમાં ઉત્તમ જીવનની સાર્થકતા છે. જંતુ, પ્રાણી, વનસ્પતિ અનિચ્છાએ પણ પરોપકાર કરે છે. અને પોતાના દુઃખનો ભાર હળવો કરે છે. માનવને ઇચ્છાશક્તિનું પ્રબળ સાધન મળ્યું છે, તેનો સ્વ અર્થે નહિ પણ સર્વને અર્થે ઉપયોગ થાય તો માનવ જીવન સાર્થક બને છે. જીવમાત્ર યથાશક્તિ ઉપકારમાં ફાળો આપવા બંધાયેલો છે, જો તેમ ન કરે તો તે દેવાદાર થઈને ગુનેગાર બને છે. સહેજે અથવા ભાવનાપૂર્વક પરોપકાર કરવો તે વિશેષતા માનવની છે. ગૃહસ્થ કે ત્યાગી દરેક સ્વભૂમિકાને યોગ્ય પરોપકાર કરે છે. તે કોઈ આત્મામાં અરિહંત પદ સુધી વિસ્તાર પામે છે. અથવા આત્માને તે પારમાર્થિક સુખ સુધી પહોંચાડે છે. સર્વેષ મૈત્રી : ૫ Page #11 -------------------------------------------------------------------------- ________________ ગૃહસ્થ વસ્ત્ર, પાત્ર આદિ સાધનો વડે પરોપકારમાં તત્પરતા રાખે. સાધુ-ત્યાગી જીવમાત્રની રક્ષા માટે કે જ્ઞાનદાનની પ્રવૃત્તિ ઉપદેશ દ્વારા કરી શકે. અધ્યાત્મયોગી જીવનની શુદ્ધતા દ્વારા જીવોને સ્વરૂપના જ્ઞાન પ્રત્યે દોરી જાય તે તેમનો અકર્તાભાવે પણ થતો પરોપકાર છે. આવી પરોપકારની વૃત્તિ અને પ્રવૃત્તિ જીવને પ્રથમ ગુણસ્થાનકેથી ઉપાડીને ચોથા ગુણસ્થાનક સુધી લઈ જવામાં નિમિત્ત બન્ને છે. જ્યાંથી ધર્મધ્યાન શરૂ થાય છે. મૈત્રી આદિ ચારે ભાવનાઓ વડે જીવ સફળતાના માર્ગે સહેજે પ્રયાણ કરે છે. તારી પાસે જે સાધન કે શક્તિ છે તે વડે પરોપકાર કરજે. સાધુજનોને તો પરોપકાર જીવનનું એક અંગ છે. પરમાત્મા તો સહજ જ પરાર્થ પરાયણ છે. આમ માનવ આકૃતિવાળો કોઈ જીવ પરોપકારની બહાર નથી. બહાર રહે તો તેનો જીવનભાર વધે છે. પરોપકારના કાર્યથી મૈત્રી આદિ ભાવનાઓનો આદર આવે છે. પરોપકારમાં ત્યાગ ભાવના પણ વિકસે છે. ત્યાગ વગર વિશ્વની સુવ્યવસ્થા પણ અસંભવ છે. જેમ કે વાદળા પાણીનો ત્યાગ કરવા વરસે છે, વૃક્ષો પણ પોતાનું બધું જ આપી દે છે. ત્યાગવૃત્તિ વગર ગૃહસ્થ પ્રથમ ધર્મરૂપ દાનમાર્ગમાં જઈ શકતો નથી. ત્યાગ વગર કૃતજ્ઞભાવ થતો નથી. એ કૃતજ્ઞભાવનું મૂળ પરોપકાર છે. જેનું વહેણ મૈત્રીમાં લઈ જાય છે. ગૃહસ્થની દશા વ્યવહારના ભેદવાળી છે. તેથી પરોપકારની વિવિધતા છે. ધન, વસ્ત્ર, પાત્ર જ્યાં જ્યાં જે જે યોગ્ય છે તે આપવું એ પરોપકાર છે. એ પરોપકારની ભાવના સહજ સંસ્કારરૂપ બને છે ત્યારે કોઈ એક જન્મનો અવસર એવો મળે છે કે જીવ નિર્વાણ પામી સિદ્ધ થાય છે. સિદ્ધાત્મા નિગોદના જીવને અકારણ-સહજ ઉપકારી થાય છે. અરિહંત વાત્સલ્યભાવનાની સહજતાથી વિશ્વના સકળ જીવોના ઉદ્યોત કરનારા છે. આચાર્યાદિ પણ જ્ઞાનદાન, જીવરક્ષા, અને સાધના માર્ગને દર્શાવતા હોવાથી લોકોત્તર ઉપકારી છે. ૬ સત્ત્વેષુ મૈત્રી Page #12 -------------------------------------------------------------------------- ________________ આમ જંતુથી માંડીને સમગ્ર સૃષ્ટિ પરોપકારમાં પ્રવૃત્ત છે ‘પરસ્પરઉપગ્રહો જીવાનામ્'' ” એ બોધ માનવને થાય તો કૃતજ્ઞભાવે ત્યાગ અને દાન સહજ બને, ત્યારે તેને ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થઈને સઘળી મૂંઝવણ અને પ્રપંચ ટળી જાય છે. જીવન ભાવનાઓથી સભર થઈને જીવ સ્વયં ધન્ય બની જાય છે. સંસારના જીવનપ્રવાહમાં સામાન્ય રીતે વ્યવહારશુદ્ધિ જાળવવી કઠણ થઈ પડી છે. તેવી પરિસ્થિતિમાં કૃતજ્ઞતા અને પરોપકાર જેવા ગુણો વ્યવહાર શુદ્ધિમાં પ્રેરકબળ બને છે. કૃતજ્ઞતા વડે પ્રમોદભાવ વિકસે છે. પરોપકાર વડે મૈત્રી અને કરુણા વિકસે છે. કૃતજ્ઞતા એટલે અન્યના ઉપકારનું વિસ્મરણ ન કરવું. પરોપકાર એટલે પરને ઉપકારી માનવો. હું ઉપકાર કરું છું તેમ નહિ, પણ મને ઉપકાર કરવાનો અવસર મળ્યો, તેમ માનવાથી પરોપકાર કરીને અહંકાર પોષાતો નથી. કૃતજ્ઞતાનો ભાવ રાગદ્વેષને ક્ષય કરવાનું સામર્થ્ય આપે છે. તેથી તેમાં માધ્યસ્થ્યભાવ પણ સંભવ બને છે. કૃતજ્ઞતાનો ગુણ અન્ય ગુણોનો દાતા બને છે. આવા ગુણોનો વિકાસ અને વ્યક્તપણું એ ખરેખર પરમાત્માની કૃપા જ છે. માટે નિષ્કારણ કરુણાસિંધુ આવા ગુણોના દાતા ઉપકારી અરિહંત પરમાત્માના ઉપકારોને સતત સ્મરણમાં રાખવા તે માનવજીવનની ગરિમા છે. ધારયતિ ધર્મ-વિશ્વને ધારણ કરનાર ધર્મ છે. તે ધર્મનું બીજ મૈત્રી આદિ ભાવનાઓ છે. તેથી જગતમાં જંતુથી માંડીને મનુષ્ય સુધીના સર્વે જીવો દુઃખભર્યા સંસારમાં કંઈક સુખને અનુભવે છે. સત્પુરુષોના સત્ત્નું એ યોગબળ છે. “એક પણ ભાગ્યવાન પુરુષના હૃદયમાં જ્યાં સુધી મૈત્રી હશે ત્યાં સુધી ધારણ કાર્ય ચાલુ રહેશે. મૈત્ર્યાદિ સ્વરૂપધર્મમાં રહેલી ધારણ કરવાની શક્તિ શબ્દોમાં આવે તેમ નથી. તેને શબ્દદેહ આપવાનું સત્ત્વેષુ મૈત્રી * ૭ Page #13 -------------------------------------------------------------------------- ________________ કાર્ય અશક્ય પ્રાયઃ છે. છતાં પણ સ્પર્શ થતાં સમજાય છે કે ધર્મ એવો એક પ્રેમકુંજ છે કે જેનાથી આપણે સહુ ધારણ કરાઈ રહ્યા છીએ.” પૂ. પંન્યાસજી આ ભાવનાઓ વડે જ્યારે પરમાત્મતત્ત્વ સાથે અનુસંધાન થાય છે, ત્યારે આત્મા સ્વયં આનંદથી ઝંકૃત થઈ ઊઠે છે. મધુરતાને પામે છે. તે મધુરતા વિશ્વના ચેતન સાથે ભાવાનુસંધાન કરે છે ત્યારે તે અવર્ણનીય બને છે. યોગીઓના જીવનનો એ અર્ક છે. આવી ઉચ્ચતમ અપેક્ષાઓ વડે મૈત્રી આદિ ભાવનાઓનું માહાલ્ય આવે તે તે ભાવનાઓની મહાપ્રભાવિકતાનો બોધ થાય છે. ભાવના ભવનાશિની - પાપનાશિની “પિડે તે બ્રહ્માંડે, બ્રહ્માંડે તે પિડે.” વ્યક્તિમાં સમષ્ટિ અને સમષ્ટિમાં વ્યક્તિ કેમ પ્રતિષ્ઠિત થતી હશે ? તેનો પરસ્પર કેવી રીતે મેળ થતો હશે ? તે આ મૈત્રી આદિ ભાવનાઓ આત્મસાત થાય ત્યારે સમજાય છે. સમાન લક્ષણવાળા ચૈતન્યનો એમાં મહિમા મોક્ષનું સાધન રત્નત્રયી છે તે રત્નત્રયીને અડીને અલંકારનું રૂપ આપનાર મૈત્રી આદિ ભાવનાઓ છે. જે ધર્મધ્યાનનું દ્વાર ખોલી શુક્લધ્યાન સુધી પહોંચાડે છે. વ્રત પચ્ચકખાણ વડે જેમ અવિરતિનો આશ્રવ રોકાય છે. તેમ મિથ્યાત્વને રોકવા અપેક્ષાએ મૈત્રી આદિ ભાવનાઓ છે. કારણ કે તેનો મર્મ એ છે કે કોઈ પાપ ન આચરો, સૌ કર્મથી મુક્ત થાઓ. તેથી પાપમૂલક કર્મનો આશ્રવ રોકાય છે. વલી રાગદ્વેષરૂપી ફ્લેશ મૈત્રી આદિ ભાવોનો ઘાતક છે. કારણ કે રાગભાવની પ્રેરણા એ છે કે મને સર્વ સુખ મળો. મારું સર્વ દુઃખ ટળો એ વેષ છે. રાગદ્વેષ ફ્લેશ છે તો ઈર્ષા અસૂયાદિ ઉપક્લેશ છે. સુખી પ્રત્યે ઈર્ષા, દુઃખી પ્રત્યે ઉપેક્ષા, ગુણી પ્રત્યે અસૂયા અને પાપી પ્રત્યે તિરસ્કાર જન્મે છે તે સર્વે ઉપક્લેશ છે. જો આમ ૮ સર્વેષ મૈત્રી Page #14 -------------------------------------------------------------------------- ________________ ક્લેશ-ઉપક્લેશ જ જીવમાં સ્થાન લે તો માનવજીવનની ભયંકર વ્યર્થતા સર્જાય. માટે તેનું નિવારણ થવું જોઈએ. જ્ઞાનીજનોએ જીવોની આ દશા લક્ષમાં લઈ સુંદર ઉપાય બતાવ્યો છે. તારું સુખ સચવાય અને દુઃખ ટળે તેવો એ ઉપાય “મારું દુઃખ ટળો તેમ સર્વનું પણ ટળો, મને સુખ મળો એમ સર્વને સુખ મળો.” આવી ભાવનાથી ક્લેશની મંદતા થાય છે. વળી એ મંદ ક્લેશને પણ નિવારવા, દુઃખના દ્વેષને દૂર કરવા પાપઢેષ તરફ વળાંક લેવો અને સુખરાગને ધર્મના રાગ પ્રત્યે વળાંક આપવો. ધર્મનો રાગ ગુણવાન પ્રત્યેની અસૂયાને દૂર કરી મૈત્રી પેદા કરે છે. પાપનો દ્વેષ પાપીના તિરસ્કારને બદલે કરુણા પેદા કરે છે. ભૌતિક સુખ-દુઃખ સાથે હોય છે, તેવા સુખ-દુઃખ પ્રત્યે માધ્યચ્ય રહેવું તે વૈરાગ્ય છે. વિશ્વની વૈચિત્ર્યભરેલી પરિસ્થિતિ પ્રત્યેનું માધ્યથ્ય વિવેક કહેવાય છે. સામાયિક આદિ સર્વ અનુષ્ઠાનો માધ્યથ્યવૃત્તિવાળા મહાપુરુષોના હૃદયમાંથી બોધરૂપે પ્રગટ થયા દો. આપણું હૃદય ભાવનાઓથી ભૂષિત થયેલું હશે તો આત્મ પરમાત્માનું અંતર ઘટતું જશે. ભાવના ચિત્તશુદ્ધિનું કાર્ય છે. જે શુદ્ધિ સમત્વને પ્રાપ્ત કરે છે. અંતે જીવ શિવસ્વરૂપે પ્રગટે છે. આ ચાર ભાવના ભવનાશિની કે પાપનાશિની છે. માટે પોતાના જીવનરથને આ જ ધોરીમાર્ગ પર ચલાવનારા પુણ્યાત્મા છાંયે છાંયે મોક્ષનગરમાં પહોંચે છે, પહોંચ્યા છે. અને પહોંચશે. જો આ ધોરીમાર્ગેથી રથ ઊતરી ગયો તો ભવભ્રમણના લેખ લખાશે. માટે આ ચાર ભાવનાને ચિત્તમાં ધારણ કરવી સૌને માટે શ્રેયસ્કર છે. સાંસારિક પ્રવૃત્તિઓમાં રહેવું, વૃત્તિઓનું રાગાદિમાં રોકાવું, કર્મજન્ય પ્રકૃતિના અવિરત પ્રવાહનું વહેવું, ત્યાં શુભ ભાવ ટકાવવો સત્વેષ મૈત્રી - ૯ Page #15 -------------------------------------------------------------------------- ________________ દુર્લભ છે. છતાં પુણ્યયોગે શુભ અનુષ્ઠાનાદિ વડે શુભ ભાવ થાય છે. એ શુભ ભાવની રક્ષા સર્વ જીવો પ્રત્યેના હિતના શુભ પરિણામથી શક્ય છે. એ શુભ પરિણામ સર્વાત્માને સ્વતુલ્ય જાણવાથી, તે પ્રમાણે આચરવાથી સ્થાયી બને છે. તેથી રાગ, દ્વેષ અજ્ઞાનરૂપી કર્મની ગ્રંથિ તૂટે છે. અને આત્મજ્ઞાન દર્શનાદિ ગુણોથી વિભૂષિત થાય છે. આ મોક્ષમાર્ગ છે. શુભ ભાવનાનો અખંડ સ્ત્રોત જ્ઞાનાદિ ભાવપ્રાણી વડે નિર્મળ રહે છે. તેથી તે ભૂમિકાએ તુચ્છ ભાવ, સ્વાર્થ, દેહાદિ મમત્વ, કે અહંમ જેવા દોષ માથું ઊંચકતા નથી. તેવા મહાત્માઓનો જીવનરથ નિષ્કટક એવા મોક્ષમાર્ગે નિર્વિઘ્ન પહોંચે છે. અશુભ ભાવના સઘળા સંસ્કારો કે વિકારોને શુભ ભાવ દૂર કરે છે, તેમજ જગતના અન્ય જીવો માટે તેવું વાતાવરણ રચાય છે, તેથી તે જીવો પણ શુભ ભાવનામાં જોડાય તેવો અવસર તેમને મળે છે. જેમ પવનના સંયોગે સુવાસ વિસ્તરે છે તેમ ઉત્તમ જીવનનો વિસ્તાર થાય છે. માનવજીવનની કાર્યશીલતાની એ અદ્દભૂત શૈલી છે. માટે ઉત્તમ જીવનનાં સાધનોને સેવીને કૃતાર્થ થવું. તે સાધનમાં શ્રેષ્ઠ સાધન નમસ્કાર મંત્ર, સામાયિક અને જિનભક્તિ છે. કલ્યાણનો ગ્રાહક સર્વકલ્યાણની ભાવનામાં ઉદ્ગમ સ્થાનરૂપ વપ્રાણીની રક્ષા કરતો રહે તે સ્વાભાવિક છે.” પાર ભાવનાનું અનુશીલન ૧ મૈત્રીભાવના, ૨ પ્રમોદભાવના, ૩ કરુણાભાવના, ૪ માધ્યશ્મભાવના મૈત્રીભાવના : નિર્વેર બુદ્ધિ. અન્યના દુઃખ પ્રત્યે હિતબુદ્ધિ. કરુણાભાવના. પરના દુઃખ દૂર કરવાનો વિચાર તે કરુણાભાવના પ્રમોદ ભાવનાઃ (મુદિતા) અન્યના સુખમાં સંતોષ માનવો. માધ્યસ્થભાવનાઃ અવિનીત કે પર દોષ પ્રત્યે ઉપેક્ષા કરવી. ૧૦ ક સત્વેષ મૈત્રી Page #16 -------------------------------------------------------------------------- ________________ આ ભાવનાઓ પૈકી કોઈ પણ એક ભાવના અન્ય ભાવનાઓના સહયોગથી પૂર્ણ બને છે. આ ભાવનાઓ વિશ્વવ્યાપી બને તો સુખમય વાતાવરણ વર્ણનાતીત બને. માનવજગત તો સુખી થાય પરંતુ પ્રાણીજગત પણ સુખી થાય. માટે સજ્જન માનવોએ, સાધુ-સંતોએ, સંન્યાસીજનોએ પ્રથમ આ ભાવનાને સાકાર કરી પછી વ્યવહારમાં આકાર આપી દે તો ભાવનાઓનો વ્યાપ વિસ્તાર પામે. સર્વત્ર સુખ અને શાંતિ પ્રસાર પામે. તો હવે આપણે પ્રથમ મૈત્રીભાવનામાં મંગળ પ્રવેશ કરીએ. મનુષ્ય એ સત્તાથી ઈશ્વર છે. દિવ્યતાની બધી વિભૂતિઓ તેનામાં સુતી પડી છે. એવો કોઈ ગુણ નથી કે જે મનુષ્યમાં વિકસી ન શકે એવું કોઈ પતન નથી કે જેમાંથી મનુષ્ય ઊંચે ન આવી શકે એવું કોઈ બંધન નથી કે જે મનુષ્ય ન તોડી શકે. સ્વભાવ એટલે આત્મભાવ. આત્મભાવ જાગે એટલે પરભાવ વિદાય થાય. પરભાવને ઝીલવો એટલે ધગધગતા લાલચોળ અંગારાને હથેલીમાં ઝીલવા કરતાં પણ વધુ અનર્થકારક છે. આત્માને ભાવ આપવાથી ભાવ પ્રગટે છે. આત્માને ભાવ અપાય એટલે સંસારના કોઈ પણ જીવને અસુવિધા ન પહોચે. પૂ. પંન્યાસજી સર્વેષ મૈત્રી - ૧૧ Page #17 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવના મૈત્રીભાવનાઃ સમાન પ્રતિ પ્રેમ, નિર્વેરબુદ્ધિ. પરહિત ચિતા સમાનપ્રતિ પ્રેમ વડે માનવ સૌમ્યભાવ પામે છે. અન્યના ગુણ, સંપત્તિ, પરિવાર, યશકીર્તિ લોકપ્રિયતા જેવા પ્રકારો પોતા સમાન જોઈને હૃદય પુલકિત બને છે. પોતાના સુખની જેમ તે અન્યના સુખનો – ગુણનો આદર કરે છે. ચૈતન્ય લક્ષણથી સૌ સમાન છે. મૈત્રીનો વિષય સમસ્ત જીવરાશિ છે, તે જ સાચી અથવા પૂર્ણ મૈત્રીભાવના છે. સમસ્ત જીવો પ્રત્યે સ્નેહભાવ સ્થાયી રહેલો છે. તેનું આદાનપ્રદાન મૈત્રી વડે થાય છે. વિભાવના દ્વેષાદિના ઉદય કે નિમિત્ત દૂર થતાં તે જ દશા સ્નેહરૂપે પરિવર્તન પામે છે. સામાન્ય માનવની શક્તિ સમસ્ત જીવરાશિને ભૂલ સુખ આપવા જેવી પણ નથી. તેથી ભાવના વડે તે જીવોના હિતને સિદ્ધ કરી શકે છે. અને જેની સાથે તેનો સંબંધ છે ત્યાં તે પ્રત્યક્ષ મૈત્રીને આચરે છે. મૈત્રીભાવના - નિર્વેરબુદ્ધિ પેદા કરે છે. સામાન્ય રીતે જગતમાં જન્મ લેતા જીવો પૂર્વ સંસ્કારવશ વેર જેવા દોષોથી ગ્રસિત હોય છે. પરંતુ જો તેનામાં આ ભાવના પરિણામ પામે તો વૈરબુદ્ધિનું શમન થાય છે. સ્નેહભાવ ઉત્પન્ન થાય છે. વેર એ પ્રેમનું વિપરીત કે વિકૃત પરિણામ છે, જેમ મલિન જળમાં કતકફળ નાંખવાથી જળશુદ્ધિ થાય છે, તેમ વૈરભાવમાં મૈત્રીભાવના ભળે, મનશુદ્ધિ થતા વેર નષ્ટ થાય છે. માટે મૈત્રી સ્નેહ પરિણામ છે. મૈત્રી : પરહિત ચિતા: સંસારનો સામાન્ય પ્રકાર સ્વહિતચિંતા કે પરિવારહિતચિંતા છે. અત્રે મૈત્રી ભાવનાનો આવિષ્કાર સમગ્ર સૃષ્ટિ છે. ભલે આપણે માટે ૧૨ * સર્વેષ મૈત્રી Page #18 -------------------------------------------------------------------------- ________________ આપણી દુનિયા નાની હોય પણ ભાવનાથી ભરપૂર હૃદય મા જેવું છે. માતા દરેક હાલતમાં પુત્રના હિતની ચિંતા કરતી હોય છે. પુત્રના ગુણથી તેનું હૃદય પુલકિત બને છે. તેના દુઃખે દુઃખી થાય છે. તેના અવગુણ જોઈ એકાંતમાં આંસુ સારે છે, અને દોષને ક્ષમા આપે છે. મૈત્રીભાવનાનું હાર્દ આ છે. માનું વાત્સલ્ય પોતાનાં બાળકો પ્રત્યે અપાર છતાં ત્યાં જ સીમિત બને છે. મૈત્રીભાવનાનું વાત્સલ્ય સમસ્ત જીવરાશિ હોવાથી અસીમ છે. મૈત્રીરૂપી માતાની ઉપાસના કરવાથી જીવનો ભાવ વિશ્વવ્યાપી બને છે. એ ઉપાસનાના મૂળમાં પંચપરમેષ્ઠિની ભક્તિ અને આજ્ઞાપાલન સહાયક છે. માતાનું વાત્સલ્ય અપેક્ષાએ લૌકિક છે. ત્યાં પોતાના પુત્ર-પુત્રાદિનું આલંબન વિભાવરૂપ છે. માના વાત્સલ્ય સામે પુત્રપુત્રાદિની ચેષ્ટા થવી તે વિભાવ છે. આલિંગનાદિ વડે તે વાત્સલ્યને માણે છે. અને સંયોગવિયોગ જેવા પ્રસંગે હર્ષ-શોક થાય છે તેમાં વાત્સલ્યનો જ સંચાર છે. સમસ્ત જીવરાશિ પ્રત્યે વાત્સલ્ય એ લોકોત્તર પ્રકારનો આલંબન વિભાવ (શુભભાવ) છે. અને જીવરાશિનું સુખ પામવું તે વિભાવ (શુભ ભાવરૂપ) છે. એ જીવસમૂહમાં જે જે રીતે સ્નેહનું ઉદ્દીપન થાય છે તે વિભાવ છે. (શુભ ભાવરૂપ છે) જેમકે સ્નેહનું ઉદીપન સુખી પ્રત્યે મૈત્રીરૂપે, દુઃખી પ્રત્યે કરુણારૂપે, ગુણીજનો-પુણ્યવાન પ્રત્યે પ્રમોદરૂપે અને અપરાધી પ્રત્યે માધ્યય્યરૂપે અભિવ્યક્ત થાય છે. આ ભાવનાઓ ધર્મધ્યાનરૂપ હોવાથી તે શુભ ભાવના છે. મૈત્રીભાવથી વિપરીત જેના ચિત્તમાં ઈર્ષા, અસૂયા, ક્રોધાદિ ભાવો છે તે આ ભાવનાઓ વડે નષ્ટ થઈ જાય છે. અને ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષાદિ ગુણો પ્રગટે છે, તે સંચારી ભાવ-સહકારી ભાવ છે. આમ મિથ્યાભાવો ટળી જતાં શુભ આત્મપરિણામરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે મૈત્રીભાવનું અનન્ય પરિણામ છે. મૈત્રીભાવ એટલે આપો, વિશ્વ પાસે માનવ ઘણું મેળવે છે. સત્વેષુ મંત્રી ૧૩ Page #19 -------------------------------------------------------------------------- ________________ પૃથ્વી આદિ તત્ત્વો તેના સુખ માટે સ્વાભાવિક ઉપકારી છે. આ ઉપકારનો બદલો માનવી તું કેવી રીતે વાળીશ ! “પરસ્પર ઉપગ્રહો જીવાનામને કેમ ચરિતાર્થ કરશો. આપો તમારી પાસે છે તે આપો, ન હોય તો મેળવીને – કેળવીને આપો. શું આપશો ? સમાનને સ્નેહ, દુઃખીને દયા, ગુણીને અનુમોદન, અપરાધીને ક્ષમા, ચૈતન્ય જેવા શુદ્ધ તત્ત્વ ઉપર આ ભાવો સિવાય અન્ય વિભાવ-ભાવ આપવો તે ઉપકારની સામે અપકાર છે. દુઃખને આમંત્રણ છે. અધર્મનો પનારો છે. માટે એકવાર મન, હૃદય, ચિત્ત સૌને એક જ નાદથી ભરી દો. सत्वेषु मैत्री, गुणिशु प्रमोद क्लिष्टेषु जीवेषु कृपापरत्वम् माध्यस्थं વિપરીતકૃતી सदाममात्मा विद्धातु देवः સમાન સાથે મૈત્રી, ગુણવાન પ્રત્યે પ્રમોદ, દુ:ખી જનો પ્રત્યે કરુણા, અવિનીત પ્રત્યે માધ્યશ્મ. હે દેવો મારા આત્મામાં આ ભાવના સદા રહો. ધર્મ કોને કહેશો ? તેનું લક્ષણ શું? મૈત્રીનો શું સંબંધ છે ? ધર્મ એટલે સ્વભાવ, અથવા સ્વભાવ તરફ લઈ જતાં પરિણામો, એ પરિણામોને સહાયભૂત નિમિત્તો ધર્મરૂપ છે. ધર્મહીન સૃષ્ટિની કલ્પના જ કંપાવનારી છે. ભલે ભિન્નતા હોય છતાં અલ્પ સંખ્યામાં માનવ ધર્મમય જીવે છે, માટે ધરતી શોભાયમાન છે. પશુઓ પણ પોતાના પ્રાકૃત સ્વભાવને અનુસરે છે. માનવને સત્ય પવિત્રતા આદિ શુદ્ધતાના લક્ષણથી મળેલા છે. અર્થાત્ શુદ્ધ સ્વરૂપમય ભાવ તે ધર્મનું લક્ષણ છે. આપણો વિષય મૈત્રી આદિભાવનાઓ છે. તેથી અહીં તે ભાવનાઓના શુભ પરિણામને ધર્મનું લક્ષણ કહ્યું છે. જે સ્વરૂપ પ્રત્યે લઈ જાય છે. વાસ્તવમાં ધર્મના અનુષ્ઠાન માત્રમાં મૈત્રી, પ્રમોદ, ૧૪ - સત્વેષ મૈત્રી Page #20 -------------------------------------------------------------------------- ________________ કરુણા કે મધ્યસ્થભાવને સ્થાપના માટે પ્રયોજ્યાં છે. આ ભાવનાઓ પ્રશસ્ત છે. અપ્રશસ્તભાવ સાથે ધર્મનો સંબંધ થતો નથી. વાસ્તવમાં ધર્મનું મૂળ દયા છે, દયાનો વિષય સમગ્ર જીવસૃષ્ટિ છે. માનવનો તે મહાનગુણ છે. દયાભાવમાંથી ફૂટતું વાત્સલ્યનું ઝરણું જીવને અરિહંત પદ સુધી પહોંચાડે છે. અથવા આવી ઉત્તમદયા ઉત્પન્ન થવામાં પંચપરમેષ્ઠિનો જ અનુગ્રહ છે. તેથી દયાનો ભાવ વિશ્વ વ્યાપ્ત બને છે. તેથી તીર્થકરના જન્મ ક્ષણે સર્વ વિશ્વ પલકવાર માટે સુખ અનુભવે છે. દુઃખ અને દયા જોડકા જેવા પરસ્પર સંબંધવાળા છે. દુઃખ છે તો તેના ઔષધરૂપે દયા છે. દયારૂપી ધર્મ વડે જીવોને દુર્ગતિથી બચાવી સદ્ગતિમાં પ્રવેશ કરવાનું શક્ય બને છે. દયા સાથે દાનનો અનિવાર્ય સંબંધ છે. બંનેનું ઐક્ય પરહિતચિંતામય બને છે. આથી દાનનું સાધન કેવળ ધનાદિ નથી, પરંતુ હૃદયના પરહિતચિંતાના ભાવ છે. જેમાં દયા નિહિત છે. જે ધર્મ જગતના જીવોને ધારણ કરે છે, તે મૈત્રી આદિભાવયુક્ત છે. મૈથ્યાદિ જેવી મહાન, સર્વતોમુખી, ધર્મેશ્વરી ભાવના વગર જગતને કોણ ધારણ કરી શકે ? એ મૈત્રીભાવનાની પૂર્ણતા કેવી છે? એક પણ પવિત્ર પુરુષના હૃદયમાં જ્યાં સુધી આ મૈત્રીભાવ હશે ત્યાં સુધી આ મૈત્રીભાવ ધારણ કરવાનું કાર્ય અવિરતપણે ચાલશે. સૃષ્ટિ ક્યારે પણ એથી નગણ્ય થવાની નથી કે તેની ધરા પણ ભાગ્યવાન જીવો જન્મ ધારણ કરીને દયાના પ્રવાહનું સાતત્ય જાળવી ન રાખે. એ ભાવ જરૂર વહેતો રહેશે. અધર્મનું સેવન કરનારનાં અત્યંત તીવ્ર અશુભ પરિણામ હોય તેના કરતાં વિશેષ અશુભ પરિણામ તે જીવોમાં ન થવાનું કારણ સતપુરુષોના હૃદયમાં રહેલા મૈત્યાદિભાવની સૂક્ષ્મ અસરનો પ્રસાર છે. એટલે ૧૦૪ ડિગ્રી કરતાં ૧૦૩ ડિગ્રી તાવ ઓછો ગણાય છે. તેમ તીવ્ર અશુભ પરિણામની અપેક્ષાએ મંદ અશુભભાવ શુભ મનાય સર્વેષ મૈત્રી કે ૧૫ Page #21 -------------------------------------------------------------------------- ________________ છે.” છે. તેના મૂળમાં પરહિતચિંતક સત્પુરુષોનું યોગબળ છે. મૈત્રાદિ સ્વરૂપધર્મમાં જીવને ધારણ કરવાની શક્તિ અકથનીય છે. છતાં તે અનુભવાત્મક છે, સંવેદનાત્મક છે. દયારૂપ કે મૈત્રીરૂપ ધર્મ એ સઘન પ્રેમjજ છે, એથી જીવસૃષ્ટિ તેમાં ધારણ થઈ શકી છે. જે આત્મા વડે આત્માના સંવેદનરૂપ છે. તે વચનાતીત પણ છે, જાણે છે તે માણે છે. તે સમતારસથી ભરપૂર છે. મૈત્રી સામ્યગુણથી ઉલ્લસિત હોય છે. એવી મૈત્રી ગુણથી પવિત્ર અને સંભ્રમાદિ દોષોથી મુક્ત પુરુષને કર્મ સ્વયં મુક્ત કરે - પૂ. પંન્યાસજી મૈત્રીભાવનું સામર્થ્ય મૈત્રીભાવ એ નિર્વેર બુદ્ધિરૂપ શુભ ભાવ છે, પરંતુ તેની ચરમસીમાથી અહિંસાધર્મ પ્રગટે છે. મૈત્રીભાવના સદૂભાવથી સૃષ્ટિમાં સુખદ વાતાવરણ સર્જાય છે. મૈત્રીભાવનો અભાવ સંઘર્ષ પેદા કરે છે. જેમાંથી હિંસાનું સર્જન થાય છે. હિંસા એટલે કેવળ પ્રાણનો ઘાત નથી પરંતુ ભયજનક પરિસ્થિતિ પેદા થવી, જીવોના અરક્ષણની સ્થિતિ પેદા થવી તે મૈત્રીભાવના સદ્ભાવની અનઉપસ્થિતિ છે. મૈત્રીભાવના સદ્ભાવમાં અન્ય ભાવનાઓ કાર્યશીલ બને છે. વળી પરહિતચિંતારૂપ મૈત્રીભાવ વગર સમદર્શિત્વ કે ક્ષમાદિ ધર્મો પણ જીવમાં પરિણામ પામતા નથી. એથી મૈત્રીભાવના ઘણી વિશદ છે. કોઈની સાથે વેર ન હોવું એની વિશદતાએ છે કે જીવમાં કોઈના પ્રત્યે પણ અહિત ચિંતનનો અભાવ હોવો. એ પરહિતચિતનનો ભાવ જો જીવે પૂર્વે એવી ઉત્કૃષ્ટ દયા પાળી હોય તો નૈસર્ગથી હોય છે, અથવા અધિગમ-નિમિત્ત મળતાં પ્રગટે છે. દઢપ્રહારીને ગાયનું વાછરડું તરફડતું જોઈને દયા ઊપજી. માનવોને મારવાની ક્રૂરતા શમી ગઈ. ૧૬ સન્વેષ મૈત્રી Page #22 -------------------------------------------------------------------------- ________________ સ્વનું સુખ ઇચ્છવું તે સ્વાર્થજનિત મોહ છે. સર્વનું સુખ ઇચ્છવું તે સ્વાર્થ રહિત વિવેકરૂપ ધર્મ છે. વળી સર્વના સુખમાં પોતાનું સુખ સમાઈ જાય છે. પણ અવિવેકને કારણે જીવો એ તથ્ય જાણી શકતા નથી. તેથી સ્વાર્થમય સંકુચિત જીવન જીવે છે. અંતે દુઃખ પામે છે. “માટે સર્વત્ર હિતચિંતનરૂપ મૈત્રી સકલ સત્ત્વહિતાશય એ ધર્મમાત્રનો, યોગમાત્રનો પાયો છે.” મૈત્રીભાવનો શો મહિમા ગાવો ? રજસ અને તમસની પ્રકૃતિને દૂર કરી જીવને સાત્ત્વિકમાં મૂકી દે છે. પછી મૈત્રીના તાત્વિક સ્વરૂપને ગ્રહણ કરી તે ધર્મધ્યાનનો સ્વામી બને છે. સાત્ત્વિકતા શું છે ? છ પ્રકારના જીવોની, ષટકાય જીવની રક્ષાનું જ્ઞાન અને યતના મૈત્રીભાવની સાત્ત્વિકતા છે. એ પ્રકારમાં સમગ્ર જીવસમૂહના હિતચિંતનનો ભાવ જન્મે છે. મૈત્રી આદિ ભાવનાઓ ઔચિત્ય જેવા ગુણોને સાધી લે છે. પુનઃ દીર્ઘકાળનો સંસાર ઊભો ન રહે તેવી અપુનર્ધધક દશા મૈત્રી ભાવનાને પુષ્ટ કરે છે. ધર્મના અનુષ્ઠાન માત્રામાં મૈત્રી ભાવનાનું પ્રેરક તત્ત્વ રહેલું છે. મૈત્રી ભાવનાનાં પરિણામ અન્યના શુભ ભાવનું નિમિત્ત બને છે. મૈત્રીભાવના સાંસારિક મિત્રતાથી આગળની અવસ્થા છે. મૈત્રી સૌને અરસપરસ કલ્યાણમિત્ર બનાવે છે. વળી પરમાત્મા પરમ કલ્યાણ મિત્ર છે. મૈત્રી ભાવનાની તાત્વિકતાઃ સર્વજ્ઞના બોધનો સાર અહિંસા છે, અહિંસા મૈત્રીથી ઉજ્વળ બને છે, પ્રચાર પામે છે. ક્ષમાદિ ગુણોમાં પણ મૈત્રીની ઝલક રહેલી મૈત્રીનું સ્વરૂપ એવું વ્યાપક છે તે જીવને તત્ત્વથી સર્વવ્યાપી બનાવી શકે છે, અર્થાત્ સર્વ જીવ પ્રત્યે આ ભાવના સાકાર થઈ સત્વેષ મૈત્રી - ૧૭ Page #23 -------------------------------------------------------------------------- ________________ શકે છે. તેથી સમસ્ત લોકમાં જીવનું પ્રભુત્વ સ્થાપિત થાય છે, માટે ઉપયોગને નિરંતર મૈત્રી ભાવથી ભૂષિત રાખવો. મૈત્રીનો ભાવ દેઢતર રહે તે માટે પરમ વત્સલ શ્રી તીર્થંકર પરમાત્માના દર્શનાદિની ઉપાસના કરવી. “જીવનો મિત્ર જિનનો ભક્ત હોય છે” જીવમૈત્રીની વૃદ્ધિ તપ વડે સંયમની શુદ્ધિથી થાય છે. સંયમથી અહિંસાની શુદ્ધિ થવાથી જીવમૈત્રી સધાય છે. તપ વડે પ્રવૃત્તિથી નિવૃત્તિ અહિંસા મૂલક છે. તપથી ઇચ્છાઓ શાંત થવાથી અહિંસા ધર્મ વિશેષ પરિણામ પામે છે. સંયમ દ્વારા ઇન્દ્રિયોના વિષયો છૂટી જતાં તે કારણે થતી હિંસાથી મુક્ત થવાય છે. તેમાં અહિંસા જ નિપજે છે. આ અહિંસા જીવમૈત્રીનું નિમિત્ત બને છે. જીવમૈત્રીનો મૂળ સ્ત્રોત પામેશ્વરી તત્ત્વ છે. તીર્થકર છે. તેથી તેમની ભક્તિ કરવામાં જીવમૈત્રીની સામગ્રી – આંતરિક સદૂભાવના વિકસે છે. પરમાત્માનું ધ્યાન જીવમૈત્રીની સામગ્રી પૂર્ણ કરે છે. મૈત્રી ભાવનાનું અહિંસા પ્રથમ ચરણ છે તો સમાનભાવ – સમતા બીજું ચરણ છે. ધ્યાન વડે શુદ્ધ થયેલો ઉપયોગ સમભાવમાં રમે છે. ધ્યાન અને સમતા બંને વડે મોક્ષમાર્ગ સરળતાથી પ્રાપ્ત થાય છે. શુદ્ધ ઉપયોગ અને સમતાધારી જ્ઞાનધ્યાન મનોહારી. કર્મકલંકધુ દૂર નિવારી, “જીવ’ વરે શીવ નારી. અવધુ સદા મગનમેં રહેના. આમ ભક્તિ અને મૈત્રી પરસ્પર સંકળાયેલાં છે. જે પરમતત્ત્વ અને જીવની વચ્ચેની મૂળભૂત આત્મીયતાના પ્રધાનકારણ છે” જીવમૈત્રી દ્વારા ઋણમુક્તિ : માનવ જાણતો હોય કે ન જાણતો હોય પણ તેના જીવનનો રથ અન્યના ઋણ પર ચાલે છે. પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ કે વનસ્પતિ જેવાં અનેક સત્ત્વો પર તારું જીવન નભે છે. આ ઉપરાંત ૧૮ સત્વેષ મૈત્રી Page #24 -------------------------------------------------------------------------- ________________ માનવોના સમૂહથી તથા અન્ય પ્રાણીઓના જીવનના ભોગે તારી સુખસામગ્રી ઉત્પન્ન થાય છે. આ ઋણ ક્યાં જઈને ચૂકવીશ ? શાસ્ત્રકાર કહે છે જીવમૈત્રી દ્વારા તું એ ઋણ ચૂકવી શકીશ. એ જીવમૈત્રી જિનભક્તિ વડે નિપજે છે. અને ઋણમુક્તિનો ભાવ તને નવકાર કે નવપદના આલંબનથી પ્રાપ્ત થશે. જીવના ભાવ આવા આલંબન વડે સિદ્ધ થાય છે. અભયદાનથી માંડીને દાનની સર્વ ક્રિયા સર્વત્ર ઋણમુક્તિ કરાવે છે. શીલ કે સદાચાર વડે જીવમૈત્રીનો ભાવ સ્થાપિત થાય છે. તપમાં સવિશેષ જિનભક્તિ ધ્યાનનું આલંબન છે. જો ઋણમુક્તિ વગર તારો દેહ છૂટ્યો તો એક પરમાણુનું ઋણ ચૂકવ્યા વગર તને સુખની પ્રાપ્તિ સંભવ નથી. જીવમૈત્રી વડે જૂનું ચૂકવાય છે. નવું ઋણ અટકે છે. તને તેમાં કંઈ કષ્ટ નથી. માટે ઋણમુક્તિ કરીને ભવાંતને પામી જા. વૈરાગ્ય વડે મૈત્રી : દિલ્હી જવા માટે જેમ માર્ગની વિવિધતા છે, તેમ મૈત્રીના માર્ગ માટે વિવિધતા છે. અહિંસા, સંયમ, તપ જેવા આલંબન વડે મૈત્રી સ્થાપિત થાય છે, ભક્તિ અને ધ્યાન વડે જીવમૈત્રી નિપજે છે. તેવું સ્થાન વૈરાગ્યનું પણ છે. વૈરાગ્ય : વિષયો પ્રત્યે વિરક્તિ, અરતિ છે, વૈરાગ્યના ભાવો જાગે ત્યારે પણ કષાયોના સંસ્કારો ઊઠે છે ત્યારે તે કષાયનું શમન મૈત્રીભાવથી છે. વૈરાગ્યથી ભૌતિક પદાર્થોનો સંબંધ છૂટે છે, પરંતુ તે સંબંધથી થયેલો બંધ હજી સત્તામાં પડ્યો છે. માટે વિરકિતથી અને ભક્તિથી નિર્મળતા પેદા થાય છે, ત્યારે મૈત્રી આદિ ભાવનાઓનું ઉદ્દીપન થાય છે. તે વૈરાગ્યને દૃઢ કરે છે. “વૈરાગ્યથી મમતા જાય છે, મૈત્યાદિના અભ્યાસથી સમતા પ્રગટે છે” સત્ત્વેષુ મૈત્રી * ૧૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ મીન છે. મીર નિદન પણ ન નથી. “એક અપેક્ષાએ એમ કહી શકાય કે મૌન એટલે કોઈ પાસે માંગવું નહિ. અને મૈત્રી એટલે સૌને આપવું. માગવા માટે મૌન, અને આપવા માટે મૈત્રી” મૌન અને મૈત્રીને આવો સંબંધ છે. અવિનીતો પ્રત્યે મૌનથી માધ્યસ્થભાવ ટકે છે. મૈત્રી પ્રમોદ અને કારુણ્યને કેળવે છે. વૈરાગ્ય વડે જેમ મૈત્રી જળવાય છે. તેમ નિર્દોષ નેહથી મૈત્રી જળવાઈ છે. કારણ કે જ્યાં વૈરાગ્ય છે ત્યાં રાગાદિનું દૂષણ નથી, જેથી ષ જેવા ભાવ વડે કે વૈર જેવા ભાવ વડે મૈત્રી નષ્ટ થતી નથી. મૈત્રી છે ત્યાં વેર ટકતું નથી. એક મ્યાનમાં બે તલવાર ટકતી નથી તેમ એક જ પરિણામમાં વૈર અને મૈત્રી ટકતાં નથી. રાગ એ પૌદ્ગલિકભાવ છે, એટલે નષ્ટ થઈ શકે છે. મૌન અને મૈત્રી આત્માની શક્તિઓ છે. આત્માના આશ્રયે જ એ પ્રગટે છે, ટકે છે. વિકસે છે. “જે પુરુષે મૈત્રી આદિ ભાવનાઓની વાસનારૂપ સુવાસથી ચારે દિશાઓને સુવાસિત કરી છે, એવા પુરુષની પાસે સિદ્ધિરૂપી ભ્રમરીઓ સ્વયમેવ આવે છે. અને સુવાસ સર્વત્ર ફેલાય છે.” મૈત્રીનું પ્રભુત્વ-મંગળગાન : મંગળગાન એટલે સૌના સુખનો અંતરનાદ. સર્વથા સૌ સુખી થાઓ. સર્વત્ર શાંતિ વિસ્તરો. ચારે ભાવનાનું પોતાનું એક સૌંદર્ય છે. જ્યાં જે ભાવના યોગ્ય છે ત્યાં તેને વ્યક્ત થવા દો. જો તેમાં પ્રપંચ ભળે તો મહા અપરાધ થાય. ગુણીજનો પ્રત્યે પ્રમોદ અને દુ:ખી જીવો પ્રત્યે કરુણાને બદલે મધ્યસ્થ રહીએ તો અપરાધ થાય. હૃદયશૂન્યતા કે કઠોરતા આવે. વળી એનો અર્થ એ પણ થાય કે આપણે સ્વયં ચૈતન્ય સ્વરૂપ છતાં જડતામાં જ, દેહાત્મબુદ્ધિમાં જ કે અવિદ્યા વડે જીવીએ છીએ. આ જગતમાં જેને આપણે આપણા – મામકા માન્યા છે, તેના ૨૦ સર્વેષ મૈત્રી Page #26 -------------------------------------------------------------------------- ________________ દુઃખે દુઃખી થઈએ છે. પણ મૈત્રીભાવ આપણને વિશ્વ સાથે જોડે છે, તેથી પરહિતે ચિંતાનો ભાવ સહજ બને છે. જો અન્યના દુઃખે દુઃખની સંવેદના ન થાય તો આપણા જીવનમાં તેટલી ત્રુટિ છે. દયા પરમધર્મ છતાં મૈત્રી વડે તે પૂર્ણતા પામે છે. દયાનો અભાવ પાપ મનાય છે, પણ મૈત્રીનો અભાવ તો આપણને કષાયજનિત પાપની પરંપરાની ભેટ આપે છે. મૈત્રી સહિતની દયાનું મૂલ્ય છે. ખામેમિ સવ્વ જીવેનો ભાવ ઘૂંટાવો જોઈએ. શાબ્દિક પદાર્થ ભાવાત્મક બને ત્યારે સમભાવ આવે. પરહિતચિંતા માનવની આત્મશક્તિનો પ્રતિસાદ છે. પોતાના સુખની ચિંતા, કે કાયાની માયા કીડી જેવા જંતુને પણ હોય છે. માનવની એટલી ક્ષુદ્ર સીમા નથી. પરમાત્માના પંથનો પથિક પરહિતચિતાનો પ્રેમી હોય. “તીર્થંકર પરમાત્માએ જીવમૈત્રીનું જીવની જેમ જતન કરવાનું ફરમાવ્યું છે.” મૈત્રીનું માહાભ્ય : मा मार्षीत कोऽपि पापानि मा च भूत कोऽपि दुःखितः मुच्यतां जगत्प्येषा मतिमैत्री निगद्यते. શ્રી હેમચંદ્રાચાર્ય મ. સા. O કોઈ પ્રાણી પાપ ન કરો. O કોઈ પ્રાણી દુઃખી ન થાઓ. O પ્રાણી માત્ર મોક્ષ પામો. O એ મૈત્રીની પ્રસિદ્ધિ છે. સમસ્ત સૃષ્ટિના સર્વ જંતુથી માંડીને માનવ આદિનો હાર્દિક ઉદ્દગાર એકમતનો ઉપરના કથનમાં મળે છે. મને દુઃખ ન થાઓ, હું જ સુખી થાઉં. મતની, વિચારની, સંજ્ઞાની, કે પ્રકૃતિની અનેકવિધ ભિન્નતા છતાં જીવમાત્રની ઈચ્છા અહીં સમાન છે કે મને લેશમાત્ર દુઃખ ન હો, જગતમાં જેને સુખ કહેવાય સન્વેષ મૈત્રી - ૨૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ તે મને મળો. ભલે આ ઈચ્છા પૂરી ન થાય. પરંતુ સંસારી જીવ આ ઈચ્છાને આધીન રહ્યા છે. ત્યાં જ્ઞાનીઓએ પોકાર કર્યો કે : ઇચ્છા એ જ દુઃખનું મૂળ છે. ઈચ્છાનો અભાવ સુખ છે.” ત્યારે મૈત્રી કહે છે તે કોઈના સુખમાં બાધા ન પહોંચાડતો. સુખી થવાનો એ ઉપાય છે. સુખની ભાવના જેટલી વ્યાપક તેટલું સુખ નજીક છે. બધા જ ક્લિષ્ટ દુર્ભાવો તારા જ દુઃખમાં પરિણમશે. જે ઘણા દાન, તપ કે શીલથી પણ દૂર થવા દુર્લભ છે. માટે સૌના સુખમાં પ્રસન્ન થા. હું સુખી થાઉં તે શુદ્ર ભાવ ત્યજીને સૌ સુખી થાઓ એ ભાવની નિરંતર પુષ્ટિ કર. તો તારામાં રહેલા સંકલેશિત ભાવ દૂર થશે. એ મૈત્રીભાવનું માહાભ્ય છે. મિત્ર હો કે શત્રુ હો, ઉપકારી હો કે અપકારી હો પણ જો તારા ચિત્તમાં તેમના સુખની ભાવના છે, તો તેને તેનું રોકડું ફળ એ મળે છે કે તું અંતરશાંતિને અનુભવે છે. મૈત્રીભાવનો આવો મહિમા શા માટે ? હે ચેતન ! આ ભાવનાનું જ્ઞાન અને ભાન કરાવનાર તેના આદિ ઉપદેષ્ટા અરિહંત પરમાત્મા છે. અંતના ત્રીજા ભવમાં મુનિપણે રહીને મૈત્રીભાવનાને તેમણે મૂર્તસ્વરૂપ આપ્યું. સમભાવની પરાકાષ્ઠાએ પહોંચી, એકે એક આત્મપ્રદેશે તેમણે મૈત્રીને સ્થાપિત કરી. પરિણામે જ્યારે તેઓને જ્ઞાનસ્વરૂપે વિશ્વવ્યાપ મળ્યો ત્યારે તે ભાવનાઓ જગતને કલ્યાણકારી બની. શાંતિનાથ ભગવાને પૂર્વભવમાં એક હોલા જેવા પક્ષી માટે પૂર્ણપણે દેહનો અંત સ્વીકારી લીધો. “આત્મવત્ સર્વ ભૂતેષુ' તેમણે પારધિરૂપે આવેલા દેવને સમજાવ્યું. જેવો મને મારો આત્મા પ્રિય છે, તેવો પ્રાણીમાત્રને આત્મા પ્રિય છે. અન્યની પ્રિય વસ્તુ છીનવી લેવી કે તેનો નાશ કરવો તે મહા અપરાધ, સ્વના દુઃખને આમંત્રણ છે, અને પરપીડાનો તું સ્વયં કર્તા થાય છે. સૌને માટે સમભાવ ૨૨ ક સત્વેષ મૈત્રી Page #28 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવ એ જ માનવજીવનની કૃતાર્થતા છે, તેમ વિચારવું. ત્રેવીસમા તીર્થંકર નેમિનાથ કોડભરેલી નવયૌવનાને પરણવા આવ્યા. સાથે જાન હતી, જાનૈયા હતા. પણ આ શું જાનૈયાના સ્વાદસુખ માટે પશુઓના જાન લેવા પડે. અસંભવ-અસંભવ. તે દરેક પશુઓ સાથે મૈત્રીભાવને સ્થાપિત કરી, સૌને સ્વતંત્રતા બક્ષી, મુક્ત કરી, ત્યાંથી વિદાય થયા. જગતના સર્વ જીવોને સુખનો માર્ગ બતાવવા સ્વ-સુખનો ત્યાગ કર્યો. પરિણામે પરમ સુખ પામ્યા. ભગવાન મહાવીરે ઘોર ઉપસર્ગ કરનાર ગોવાળ, શૂલપાણિ, સંગમ સૌની સાથે માનસિક મૈત્રી સાધી. તીર્થંકર પરમાત્માએ પોતાના જ પ્રયોગ વડે જગતને મૈત્રીનું માહાસ્ય સમજાવ્યું. હવે જો તારામાં પરહિતચિંતા નથી તો તું પરમાત્માના શાસનનો અનુયાયી નથી. વળી મૈત્રીભાવનાના ઉપદેશક તીર્થંકર પરમાત્મા છે. તો તેને સિદ્ધ કરનાર સિદ્ધ પરમાત્મા છે. જે અશરીરી છે તેમના વડે કોઈ જીવને કંઈ હાનિ પહોંચતી નથી. તેમના સ્વરૂપના ધ્યાનમાત્રથી જીવો સુખને પ્રાપ્ત કરે છે. તેના મૂળમાં તેમનો આત્યંતિક સમભાવ છે. વળી આ મૈત્રીભાવનાનું ઝરણું જગતના જીવોના હૃદય સુધી પહોંચાડનાર ચારિત્રશીલ આચાર્યો છે. જે છકાયજીવની રક્ષાના નિરંતર ઉદ્યમી છે. આ સર્વેને કરેલા નમસ્કારમાં મૈત્રીભાવના જાગે છે, અને વેરરૂપ પાપભાવનો નાશ થાય છે. સર્વત્ર સ્નેહભાવનાં મંગળગાન ગુંજી ઊઠે છે. મૈત્રી, મૈત્રી, મૈત્રી. જેમ અહિંસા પરમ ધર્મ છે, તેમ હિંસા અત્યંત પાપજનક છે. જેનું પરિણામ દુઃખ છે. તેનાથી મુક્ત કરનાર આ મૈત્રીભાવ છે. જે પરમાત્મા મૈત્રીભાવનાથી પૂર્ણપણે ભરેલા છે, તેમના ચરણના શરણથી ઉત્કૃષ્ટ મૈત્રીભાવ વિકાસ પામે છે, જે મુક્તિગમન સુધી સ્વયં મિત્ર બનીને રહે છે. માટે મૈત્રી મહા ઉત્તમ પુણ્યનું કારણ છે. તેમાં પરમાત્માના સત્વેષ મૈત્રી - ૨૩ Page #29 -------------------------------------------------------------------------- ________________ શાસનની આસ્તિકતા છે. પરમ સિદ્ધ અને સત્ સ્વરૂપ સમગ્ર જીવનો સ્વીકાર, આદર અને સત્કાર છે. સર્વ જીવમાં ચૈતન્યસ્વરૂપ એકતાનો ભાવ જન્મે છે. અનંત ગુણોનો ગુણકાર-ગુણશ્રેણિ નિર્જરા કરાવનાર છે. અત્યંત વિશાળ ક્ષેત્ર મૈત્રીનું છે. જેના દ્વારા જીવ સ્વસ્થ-સ્નેહ પરિણામનો અનુભવ કરે છે. જો જીવમાં આવી મૈત્રી નથી તો અમૈત્રીરૂપ મોટું પાપ છે, તે જ મહામિથ્યાત્વ છે. અનંત આત્માઓની ઉપેક્ષા અનાદર અને અવગણના છે. ભાવસંકુચિતતા છે. આવા અનેક દોષોની ગ્રંથિને મૈત્રી તોડી નાંખે છે. “મૈત્રીભાવને મૂળથી, ફળથી પત્રથી, પુષ્પથી, સ્કંધ, શાખા પ્રશાખાથી જેઓએ સિદ્ધ કર્યો છે તેમને કરેલો નમસ્કાર શરણાગતિ, ક્ષમાપના, ભક્તિ અને સમર્પણ, અને તેમની જ અનન્ય ભાવે થતી આરાધના જીવની અમૈત્રી ભાવરૂપી અયોગ્યતાનો નાશ કરી, મૈત્રીભાવરૂપી યોગ્યતાને વિકસાવે છે. તેનું જ નામ નમસ્કારથી થતો પાપનાશ અને મંગળનું આગમન કહેલું છે. તાત્પર્ય કે મંગળ ધર્મ છે, તેનું મૂળ મૈત્રી છે અમંગળ પાપ છે. તેનું મૂળ અમૈત્રી છે. મૈત્રીભાવ એ ધર્મનું મૂળ છે, નમસ્કાર, શરણાગતિ, ક્ષમાપના, ભક્તિ જેવા ભાવો ફળ, પત્ર વગેરે છે. જેમ પરમાત્માની પૂજા પુષ્ય ફળ વગેરેથી થાય છે તેમ મૈત્રીભાવનો વિકાસ કે સ્વીકાર નમસ્કારાદિથી થાય છે. સર્વહિતાય-સકલતત્ત્વહિતાશય કોઈની સાથે વૈર ન હોવું એટલે જીવમાત્રના અહિતના ભાવનો અભાવ. માટે સર્વ જીવોની હિતબુદ્ધિ જો જીવને સ્વાભાવિક ન હોય તો નિમિત્ત વડે, બોધ વડે, કે ભક્તિ વડે કેળવી લેવી. તો તેમાંથી ક્ષમાદિ ધર્મો પણ ખીલી ઊઠશે. મૈત્રીભાવનાના વૃક્ષ પર ગુણરૂપી ફળો પાકશે. ૨૪ : સત્વેષ મૈત્રી Page #30 -------------------------------------------------------------------------- ________________ અનાદિ કાળથી આજ પર્યત જીવે દેહલક્ષી બનીને પોતાના જ સુખને ઇચ્છર્યું હતું. આજે પણ તેમ કરી રહ્યો છે. તે વિચારગ્રંથિને ખોલવા “સર્વ હિતાય'ની ચાવી છે. તે ધર્મનો કે અધ્યાત્મયોગનો પાયો છે. સર્વજીવના હિતની ચિંતારૂપ મૈત્રીભાવ સ્વરૂપ રમણતામાં સહાયક છે. ભવ ભ્રમણતાને બાધક છે. ભવભ્રમણની સમાપ્તિમાં શુક્લધ્યાનની પ્રધાનતા છે. જેનું બીજ ધર્મધ્યાન છે. શુક્લ ધ્યાનનું બીજ ધર્મધ્યાન છે. ધર્મધ્યાનમાં પ્રવેશ કરાવનાર મૈત્યાદિ ભાવના છે. મોક્ષ ભાવાતીત છે, પરંતુ મૈત્ર્યાદિભાવ વડે મોક્ષભાવ દઢ થાય છે.” માનવનું મન એટલું જ સ્વીકારે છે તેનો જન્મ જ મૈત્રી માટે, અન્યને સુખ આપવા માટે, અન્યના સુખે સુખી થવા માટે છે, તો કેવું મહત્ત્વનું કાર્ય સિદ્ધ થઈ જાય પરંતુ કષાયોથી ઘેરાયેલો, વિષયોથી આક્રાંત, સંજ્ઞાઓથી પરાભવ પામેલો, સ્વાર્થમાં જીવવા ટેવાયેલો એવી મૈત્રી સાધી નહિ શકે. પણ જો એકવાર જીવને એવી સમજ પેદા થાય કે આ સર્વે કર્મવશતા છે, હું કોઈનું અપમાન કરું, કોઈ મારું કરે, એ દુશ્ચક્રને તોડવા મને આવી ઉત્તમ ભાવનાનો અવસર મળ્યો છે, સૌ મારાં બાંધવ-ભગિની છે. સૌ સુખી થાઓ. મૈત્રીભાવનામાં સહિષ્ણુતાની એક ગજબની શક્તિ છે. મિત્ર, મિત્ર માટે પોતાનો પ્રાણ આપી દે. કમલ નામના એક યુવાનને કોઈએ ખૂનના આરોપમાં ફસાવ્યો. તે વિધવા માનો એક જ સંતાન હતો. વિમલ તેનો મિત્ર હતો. તેણે વિચાર્યું મારે ભાઈ છે, મા બાપ છે, હું મિત્રનો ગુનો માથે લઉં, મને સજા થાય તો કંઈ કમલ જેવી મુશ્કેલી મને નથી. તેણે કોર્ટમાં પોતે આ ગુનો કર્યો છે, તેમ નિવેદન કર્યું. પુરાવો કમલ સામે હતો. આ વિગતથી ન્યાયાધીશને આશ્ચર્ય થયું. તેમણે વિચાર્યું કે આવી મૈત્રીભાવવાળો ખૂન ન કરે. કેસની ઊંડી તપાસ કરવામાં આવી કમલ નિર્દોષ ઠર્યો. બંને માનભેર મુક્ત થયા. સત્વેષ મૈત્રી - ૨૫ Page #31 -------------------------------------------------------------------------- ________________ સૌનાં દુઃખ દૂર થાઓ. વેરઝેર શમી જાઓ. સૌના રોષ-દોષ દૂર થાઓ. સૌ ઉપશમ ભાવ પામો. શત્રુતા ટળી જાઓ. સૌને મુક્તિ મળી. આ મૈત્રીભાવના છે. રામાનુજ એક આશ્રમમાં ગુરૂકુળવાસમાં હતા. તેમની સેવાથી પ્રસન્ન થઈ ગુરુએ તેમને એક મુક્તિપ્રાપક મંત્ર આપ્યો. અને કહ્યું કે આ મંત્ર તારે કોઈને આપવો નહિ. જો આપશે તો વચનભંગ થઈ અધોગતિ પામીશ. રામાનુજે વિચાર્યું જો આ મંત્રમાં આવું સુખ છે, તો તે ભલે સૌને મળો. સૌના સુખમાં મારું સુખ છે. અને તેણે સૌને ભેગા કરી મંત્ર આપ્યો, પોતે અધોગતિના દુઃખને સ્વીકારી લીધું. પરંતુ તેની આવી વિશાળ મૈત્રીભાવનાથી ગુરુ પ્રસન્ન થયા. તમારું હૃદય તાત્ત્વિક મૈત્રીથી પરિપૂર્ણ થશે ત્યારે તમે જ સ્વય અરિહંતથી અભેદ થશો. સાધુ કે શ્રાવકની આત્મદષ્ટિ એવી સમર્થ છે. અરિહંતનો પ્રેમ-મૈત્રી જેમ સર્વત્ર પ્રસરેલી છે. તેમ તમારો પ્રેમ વિકાસ પામે તો તે અભેદ પરિણામ સાક્ષાત્ થશે. તે અરિહંત પદનું તાત્પર્ય છે. મૈત્રીનો મર્મ મૈત્રીભાવના કહે છે, તારે આ દુનિયામાં કોઈ દુશ્મન નથી. રે કોઈને શત્રુ માનવા જેવું નથી. મૈત્રીભાવ એ સતપુરુષોનું સ્વાભાવિક અંગ છે. આ ધરતી પર પંચમકાળમાં જન્મેલા માનવનું આયુષ્ય અલ્પકાલીન છે, અનિશ્ચિત છે. સાથે કંઈ લઈ જવાનું નથી. પછી શા માટે વેર કરવા અને સંઘર્ષ કરવા ? વળી તેમાંથી કંઈ સુખ તો મળવાનું નથી. આ જન્મમાં સજ્જનતા જેવા સન્માનનીય ગુણો ગુમાવવા અને વેરનું પોટલું ઊંચકીને વિદાય થવું ? તેમાં શી કુશળતા છે ? ૨૬ ક સર્વેષ મૈત્રી Page #32 -------------------------------------------------------------------------- ________________ માનવ કેવળ બુદ્ધિ નહિ પણ સદ્દબુદ્ધિ વડે જીવે તો તેને શત્ર થતા નથી. સૌની સાથે મૈત્રી રહે છે. વળી જડ કે ચેતન સર્વે પદાર્થો કોઈ ને કોઈ રૂપે તારા ઉપકારી છે. જડ પદાર્થો વસ્ત્રાદિ કે આહારાદિ રૂપે ઉપકારી છે. ચેતન પદાર્થો તારા જ સગા-સ્વજનો છે. એમ વિચારી મૈત્રીભાવના રાખવી. અનંતકાળના પરિભ્રમણમાં તે એક એક માનવીય સંબંધો ગ્રહણ કરીને છોડ્યા છે. તારા શરીરના પુદ્ગલો અન્યના શરીરમાં ગ્રહણ થયા છે. તે તે જન્મોમાં તું કોઈનો પિતા, પુત્ર, ભાઈ ભગીની કે મા રૂપે હતો આજે તે જ જીવો પાછા તારા પરિચયમાં આવ્યા છે, તેમાં હવે તારે શત્રુતા કેવી ! વળી જે જે પુદ્ગલો તે ગ્રહણ કરીને છોડેલા તે જ પુદ્ગલો અન્યના શરીર રૂપે થયા તે પણ પૂર્વે તારું જ શરીર હતું હવે તારે કોના પર વેર કરવું ? તારા જ ઉપર ! માટે એ અપલક્ષણ જવા દે. આજે પારિવારિક સંબંધો સંઘર્ષમય નીવડ્યા છે. એ સંબંધોમાં મૈત્રી-પ્રેમ ગૌણતા પામ્યા છે. વળી દરેકને એમ લાગે છે કે હું તો મૈત્રી-પ્રેમ રાખું છું. અન્ય મારી સાથે રાખતા નથી. આથી મૈત્રી મૈત્રીરૂપે ટકતી નથી. કારણ કે તેમાં અન્યના દોષનું આરોપણ છિદ્ર પાડે છે. એ છિદ્રમાંથી પ્રેમ કે મૈત્રીના આંશિક ભાવો દૂર થઈ જાય કથંચિત પ્રારંભમાં પ્રેમ અને મૈત્રી એકમાર્ગીય પ્રવેશ જેવા લાગે છે. તેની દઢતાથી તેનો પ્રસાર થાય છે. તે ન થાય તો પણ તમારી એ ભાવના તમારે માટે સુખદ્ છે. એ સુખ તમે વહેંચી દેશો ત્યારે જીવસૃષ્ટિ તેના ગ્રાહક તરીકે સદૈવ તત્પર હશે. આવો મેળ થવો તે મૈત્રીની ઉચ્ચતા છે. તારું જીવન યોગી જેવું અભેદ નથી. તું વ્યવહારના ભેદવાળો છે. વ્યવહારમાં તું તારા પરિવારના હિતની ચિંતા કરે છે. હવે તેનો વિસ્તાર કરવાનો છે. અગાઉ કહ્યું તેમ તારી સંસારની દીર્થયાત્રામાં સત્વેષ મૈત્રી ૨૭ Page #33 -------------------------------------------------------------------------- ________________ સૌ તારા પરિવાર સ્વરૂપ છે. તેનો આ માનવમનથી સ્વીકાર કર કે આ વૈશ્વિક પરિવાર મારો છે. હું એ પરિવારનો છું. મારે શત્રુ-મિત્રના ભેદ કેવા ? પણ પરિવારના સંબંધોમાં સંઘર્ષ છે તેનું શું ? મૈત્રીભાવનાનો મર્મ છે પરહિતચિંતા. અર્થાત જેઓ પોતાના હિતની ચિંતા કરી શકતા નથી, એવા નિર્બળ મનના માનવીની ચિંતા આ મૈત્રીભાવનાનું અંગ છે. તેમના મનમાં રહેલી મલિનતા દૂર થાઓ. કોઈ પાપ ન આચરો. તેમનામાં રહેલી શત્રુતા દૂર થાઓ. સૌ સુખી થાઓ. આ ભાવના તારા મનોયોગને પ્રબળ બનાવશે. તું મિત્રોની જ મૈત્રી કરીશ તેવું નથી. પરંતુ તું શત્રુને મિત્ર બનાવવા માટે પ્રયત્ન કરીશ. તેમાં જ તારી કુશળતા છે. જેથી સંઘર્ષ દૂર થશે. અરે જે જીવોનો તારી સાથે મૂક સંબંધ છે, તેવા એકેન્દ્રિયાદિ જીવો પણ દુઃખથી મુક્ત થાય અને દેવગુરુધર્મનો યોગ પામી બૌધિધર્મ પ્રાપ્ત કરી ભવભ્રમણથી મુક્ત થાય તેવી ભાવના કર. તારી આ પારમાર્થિક ભાવના સૂક્ષ્મ જગતના વાયુમંડળમાં ફેલાઈ જશે. અને સર્વને સદૈવ સ્પર્શતી રહેશે. આવી ભાવના કોઈ પણ સજ્જન ક્યારે કરી શકે ? મનુષ્ય જ્યારે પોતાના હૃદયમાં આ ભાવનાને સ્થાન આપે. તેમાં નિસ્પૃહતા હોય તો તે અન્ય માટે પણ આ ભાવના હાર્દિકપણે કરી શકે. સર્વાગપણે મૈત્રીભાવનાના અધિકારી પરમાત્મા છે. પરમાત્માએ જ્યારે આત્મામાં પારમાર્થિક સુખ જોયું ત્યારે તે માર્ગ નિસ્વાર્થભાવે જગતના જીવોને કરુણા વડે બતાવ્યો. સૌ જીવો પરિભ્રમણના દુઃખથી મુક્ત થાઓ. સાચા સરવરીએ દોડ્યા આવો. અહીં સુખ જ સુખ છે. તમે બોધિધર્મની પ્રાપ્તિ કરો, આત્માને ઓળખો, તેની શોધ કરો, તમને તે અવશ્ય પ્રાપ્ત થશે. ૨૮ : સત્વેષુ મૈત્રી Page #34 -------------------------------------------------------------------------- ________________ સજ્જન વિચારે છે કે મને દુઃખ પ્રિય નથી. તેમ કોઈ જીવને દુઃખ પ્રિય નથી. માટે મારે મન, વચન કે કાયાથી કોઈને કોઈ પ્રકારે દુઃખ ન આપવું. સૌને સુખ પ્રિય છે. માટે મારે સૌને સુખ આપવા પ્રયત્ન કરવો. O ઉપકારી પ્રત્યે મૈત્રી : સામાન્ય મૈત્રી. O અપકારી પ્રત્યે મૈત્રી : સ્વજનમૈત્રી O સ્વજન નિરપેક્ષ મૈત્રી : ઉત્તમ મૈત્રી O સ્વાભાવિક મૈત્રી : પરહિતચિંતા – મૈત્રી. સંસારી જીવને હજી વ્યવહારનો ભેદ છે તેથી મૈત્રીના આવા પ્રકારની વિચારણા છે, ઉત્તમ મૈત્રીમાં કંઈ ભેદ નથી. શ્રી વિનય વિજયજી મહારાજે સ્વસંબોધનથી જણાવ્યું છે કે : નોંધ : તને પુણ્યયોગે પરમાર્થ માર્ગ મળ્યો છે, માટે ભાવના કર કે કર્મોની વિચિત્રતાના ભોગ બની ચારે ગતિમાં ભ્રમણ કરતા જીવો પરિભ્રમણથી મુક્ત થાઓ. મિત્રભાવે આવું ચિંતન કરો. આ દુનિયામાં સૌ મારા મિત્રો છે. કોઈ મારો દુશ્મન નથી. માનવ કર્મપ્રકૃતિવશ ક્રોધાદિને વશ થાય, તેમની આ પ્રકૃતિ શાંત થાઓ. વળી જીવને માન-અપમાનાદિ પોતાના જ કર્મનું પરિણામ છે. તેમાં શત્રુતાના ભેદ કરવા જેવું નથી. પરંતુ ભાવના કરવી કે આ જીવો આવા કષાયથી ક્યારે છૂટે ? ક્યારે તેઓ પણ નિષ્કષાયી થઈ સુખ શાંતિ પામે. વળી આપણાં પાપકર્મો પણ એવાં હોઈ શકે કે અન્યને આપણા ઉપર દ્વેષ કે તિરસ્કાર આવે, માટે સહિષ્ણુતા વડે સહી લેવું. મૈત્રીભાવના કેવી રીતે કરશો? O હું ક્રોધની સામે ક્રોધ નહિ કરું. O માનની સામે અભિમાન નહિ કરું. સત્વેષ મૈત્રી - ૨૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ માયા સામે કપટ નહિ કરું લોભ સામે લોભને નહિ ટકરાઉં જગતના જીવો કર્માધીન છે. Ö તે સૌને સદ્બુદ્ધિ મળો. આ જગતના સર્વ જીવો પ્રત્યે બંધુભાવ રાખું. સર્વનું સુખ જોઈ રાજી થાઉં. કોઈ મારું કંઈ બગાડી શકતું નથી. સૌમાં મૈત્રી સ્થાપિત કરું. માતા-પિતામાં મૈત્રી, પત્ની-પુત્રમાં મૈત્રી. ભાઈ-ભગિનીમાં મૈત્રી. સ્વજન-પરજનમાં મૈત્રી પડોશમાં મૈત્રી. શેઠ-સેવકમાં મૈત્રી. દેશ પરદેશમાં મૈત્રી. સર્વત્ર મૈત્રી. મનનો કે વિશ્વનો એક એક ખૂણો મૈત્રીથી ભરી દો. પછી તમારી સંસારયાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થશે. અર્થાત્ તમે મુક્તિપંથે પ્રયાણ સરળતાથી કરી શકશો. આવા મૈત્રીભાવનાના વિરોધીઓ - પ્રતિપક્ષી તમારા હૃદયમાં - મનમાં છે. તે છે ક્રોધ, માન, રોષ, અભાવ, દ્વેષ, ઈર્ષા, મત્સર. તેને માથે બેઠેલા ઝેરી જંતુની જેમ ક્ષણ માત્રમાં ફેંકી દો. અને મૈત્રીને વરસાવી દો. વસાવી દો. અન્યના દોષ પરત્વે એવું ચિંતવો કે તેના દોષો શમી જાવ, અને તે ઉન્નતિ માર્ગે ચઢી સમતારસનું પાન કરે. એક રૂપક છે. રાજસ્થાનની સૂકી ભૂમિ પર એકવાર વાદળો ઘેરાયાં. વાદળી વરસવાની જાણે વેળા આવી. ત્યાં એક જળબિંદુને થયું આ રણમેદાનમાં વસીને છેવટે સુકાઈ જવાનું છે. તો પછી શા માટે વરસવું ? ત્યાં તેણે ધરતી પર નજર કરી. બે-ચાર બાળકો રમતાં હતાં. તે જોઈને જળબિંદુને થયું લાવ એક બાળક પર પડું. બાળક પર જેવું તે જળબિંદુ પડ્યું. બાળક તો સાશ્ચર્યથી નાચી ઊઠ્યો. આ જોઈને અન્ય જળબિંદુઓ વરસી પડ્યાં, બાળકો હસ્યાં, ધરતી હસી અને લીલીછમ થઈ. ૩૦ : સર્વેષુ મૈત્રી Page #36 -------------------------------------------------------------------------- ________________ આ રૂપક એટલા માટે આપ્યું કે તને એમ થાય ચારે બાજુ સંઘર્ષમાં મારી મૈત્રીથી શું થશે ? તું એમ વિચારીને અન્યની હરોળમાં ન બેસતો. બસ સ્વયે મૈત્રીભાવનાને વરસાવી દે. પેલા જળ બિંદુની જેમ અન્ય જળબિંદુ વરસી ગયાં. તેમ તારી ભાવના પણ વિસ્તાર પામશે. તું સુખી, સૌ સુખી. પેલા ક્રોધાદિ પ્રતિપક્ષીઓને દૂર કરવા તારી પાસે ઉપશમ ભાવનું, મૈત્રીભાવનું સબળ સાધન છે. સમતારસમાં મગ્ન રહો. વિવેકથી ભરપૂર રહો. પુણ્ય-પાપના યુગલને લઈને આપણે આ દેહ ધારણ કર્યો છે. કદી તડકા કદી છાયા આવશે ત્યારે મૈત્રીભાવનું બળ તને ટકાવી દેશે. તારા શત્રુઓ પણ બૂઝી જશે. તેમની શત્રુતા પણ દૂર થશે. માટે મૈત્રીનું ઝરણું વહેતું કરી દે. મૈત્રીભાવની નિપજ સમાનભાવ છે. તેથી ભાવિત થઈને તું ભાવના કર. મારે કોઈ શત્રુ ન હો. શત્રુ હો તો તે પણ બુદ્ધિને પ્રાપ્ત કરી સુખી થાઓ. સમતાનું પાન આવા ભાવને વહેતા કરે છે. તેથી તે નિર્ભય, તારા સર્વ સ્થાનો નિર્ભય. મૈત્રી ધારણ કરવામાં જેમ વિવેકબુદ્ધિ જરૂરી છે તેમ તેને ટકાવવા સમતા જરૂરી છે. સર્વ શાસ્ત્રોનો ઉપદેશ સમતા સ્વરૂપ આત્માને નિરંતર સમતાનું પાન કરાવવાનો છે. જે જીવો પરમાર્થ સ્વરૂપે મૈત્રીભાવનામાં તત્પર થયા છે. તેઓ વિશ્વના સર્વ જીવ પ્રત્યે અત્યંત જાગૃત છે. સર્વ જીવો મોક્ષ જેવું અબાધ્ય સુખ કેમ પામે તેની હૃદયમાં ભાવના છે. તે વિચારે છે કે પ્રાણીઓ શા માટે પાપ આચરતાં હશે ! અને તેને સમજાય છે. અહંકારવશ તેમને ભાન રહેતું નથી કે કરેલાં પાપો દુ:ખસાધ્ય છે. ભોગવ્યા વગર છૂટકો નથી. એથી મૈત્રીભાવનાવાળા જીવો જિનવચનને અનુસરે અને ધર્મ પામે તેવું ઇચ્છે છે, ભાવના કરે છે. અહિંસા ધર્મને પૂર્ણપણે વરેલા સિદ્ધ પુરુષો અને તીર્થંકર પરમાત્માની ઉપસ્થિતિ હોય ત્યાં તે તે ક્ષેત્રમાં હિંસાભાવ શમી જાય સત્વેષ મૈત્રી - ૩૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ છે. અહિંસા-મૈત્રીનું અનુપમ વાતાવરણ સર્જાય છે. કોઈ વેરભાવથી તેવા પુરુષોને હાનિ કે હત્યા કરવા આવે તો ત્યાં જ થંભી જાય છે. કષાયવિજેતાના અંતઃકરણની પવિત્રતાનો એ આવિર્ભાવ છે. તેમનાં બોધવચનો જીવમાં રહેલા કલહના ભાવને શમાવી દે છે. કારણ કે પૂર્ણ મૈત્રીભાવનાના તે સ્રષ્ટા છે. મૈત્રીભાવના શાંતિ પેદા કરે છે તેથી બૃહદ્ શાંતિમાં તે ભાવનાઓ યોજવામાં આવી છે. પુત્ર, મિત્ર, સ્વજન આદિ, સજ્જન હો કે દુર્જન હો, સાધુ હો કે શ્રાવક હો. જનપદનું રાજપદવાળાનું, પૂરા વિશ્વમાં વસતા સૌ જીવોને ગૃહેગૃહે સર્વત્ર અખંડ બ્રહ્માંડમાં શાંતિ થાઓ. શાંતિ થાઓ. સૌ સુખી થાઓ સુખી થાઓ. शिवमस्तु सर्वजगतः परहित निरता भवन्तु भूतगणाः दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखी भवन्तु लोकाः O સમગ્ર જગતનું કલ્યાણ થાઓ. O સર્વ પ્રાણી પારકાનું હિત કરવામાં તત્પર બનો. O સર્વના દોષો નાશ પામો, સર્વત્ર સુખ પ્રવર્તે. આવી ભાવનાયુક્ત મહાત્માનું જીવોને હાનિ થવાના સામાન્ય કે વૈજ્ઞાનિક પદ્ધતિના વ્યાપક, પ્રકારો જોઈને હૈયું રડે છે. કકળી ઊઠે છે. મૂક પશુઓનાં કતલખાનાં તેમના દિલને ધ્રુજાવે છે. કોઈપણ એવા પ્રયોગોથી દુઃખી થતા જીવો જોઈને તેમની વેદના વધે છે. વળી તેમની આ ભાવના કોરી કે નિષ્ક્રિય નથી. પણ શક્ય તેટલા પ્રયાસ વડે તે જીવોને દુ:ખથી બચાવવા પ્રયત્નશીલ રહે છે. જૈનશાસન પામેલા તને જે વારસો મળ્યો છે. તેનો વિચાર કર કે અપરાધ કરનાર સંગમ પર પણ જેની આંખો અશ્રુભીની બની. એ પરમાત્માની શાસન-દષ્ટિ પણ જીવોનું કલ્યાણ કરે છે. તેથી તેમના ચ્યવન આદિ પ્રસંગો કલ્યાણક કહેવાય છે. જીવો સાથેની અભેદતા મૈત્રીથી સાધ્ય છે. તમે જ્યાં જે ક્ષેત્રમાં હોવ ત્યાં મૈત્રીને સાધ્ય કરો. ૩૨ - સન્વેષ મૈત્રી Page #38 -------------------------------------------------------------------------- ________________ જૈનદર્શનમાં પ્રવેશેલા એક એક તત્ત્વનું સ્વરૂપ એવું છે કે એકને સંપૂર્ણપણે જાણે કે આરાધે તો તેને અનુશાંગિક અન્ય તત્ત્વો તેમાં સમાહિત થાય. એક મૈત્રીભાવનું ઝરણું એવું છે કે તેમાં અન્ય ભાવનાઓ સમાય છે. છતાં ભાવની વિવિધતાને આત્મસાત્ કરવી. મૈત્રીભાવનું ઝરણું : દષ્ટાંત કહે છે કે ગૃહસ્થજીવનના આરંભ સમારંભ અને પરિગ્રહની મૂચ્છ એવી છે કે જીવને પગલે પગલે પાપ કરાવે છે. છતાં કરૂણાશીલ મહાત્માઓએ ભાવનાઓનો એવો અદ્ભુત અભિગમ આપ્યો કે ગૃહસ્થ પગલે પગલે પુણ્ય કરી શકે. તે મૈત્રીભાવના એક દૃષ્ટાંતથી સમજીએ. રામ મનોહર લોહિયા ભારતની લોકસભાના સદ્દસ્ય હતા. ખૂબ ખ્યાતનામ અને જનપ્રિય હતા. પોતાના ક્ષેત્રે પ્રતિભાસંપન્ન હતા. ગર્ભશ્રીમંત કુટુંબના વારસદાર હતા. અંતરથી વિશાળબુદ્ધિ હતા. તેઓ એકવાર ધોરીમાર્ગે ગાડી ચલાવતા હતા. આગળ એક ટ્રક જતી હતી, તેની સાથે તેમની ગાડી અથડાઈ, અકસ્માત થયો. ટ્રકનો ચાલક અત્યંત આવેશમાં આવી ગયો. લોહિયાજી પણ ગાડીમાંથી ઊતર્યા. પેલો ટ્રકચાલક તો બોલવા જ માંડ્યો. મૂર્ખ ! અંધ ! દારૂ પીને ગાડી ચલાવે છે ? હકીકતમાં તેની ટ્રકને કંઈ એવું મોટું નુકસાન થયું ન હતું. પરંતુ તે આવેશમાં આવી ગયો. લોહિયાજીને શાંત જોઈ તે વધુ ઉશ્કેરાયો. અને અપશબ્દ બોલવા લાગ્યો. પણ લોહિયાજી તો જાણે ફ્રીજનો બરફ. છતાં તેને શાંત પાડવા પોતે ક્ષમા માંગી. પણ પેલો તો આવેશમાં ભાન ભૂલ્યો હતો. લોહિયાજી તો પૂર્વવત્ શાંત રહ્યા. આથી તે થાક્યો અને પોલીસચોકીએ ગયો. - લોહિયાજી તેની રાહ જોઈને ઊભા રહ્યા. લોકોએ કહ્યું હવે તમે ચાલ્યા જાવ. પરંતુ જેના હૃદયમાં નિર્દોષતા અને પરહિતચિંતા સર્વેષ મૈત્રી - ૩૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ છે, તેનાથી તેવું ખોટું પગલું કેમ ભરાય ? થોડીવારમાં ટ્રકચાલક એકલો પાછો આવ્યો, અને હવે પોલીસવાળાને અપશબ્દો બોલવા લાગ્યો. છેવટે લોહિયાજીએ કહ્યું, મિત્ર ! તું શા માટે ઉશ્કેરાઈ ગયો છું ? તારે પોલીસ પાસે મને સજા કરાવવી છે ને ? તું જ પોતે જ મને દંડ-સજા જે કરવું હોય તે કર, મને વાંધો નથી. લોહિયાજીનો આવો મૈત્રીભાવ અને સમતા જોઈ પેલો ટ્રકચાલક અગ્નિથી મીણબત્તી ઓગળે તેમ ઓગળી ગયો. અને સ્વયં લોહિયાજીને પગે પડ્યો. છતાં તેઓ પોતાનો પરિચય આપતા નથી. ભલા ! નામનો પરિચય સજ્જનો આપતા નથી. પોતાની સજ્જનતા જ સ્વયં પરિચય આપે છે. જે સ્વ-પર હિતકારી છે. સજ્જન અને બુદ્ધિમાન ગાળની સામે ગાળથી કે ક્રોધની સામે ક્રોધથી જવાબ નથી આપતા. ગાળ સામે મૈત્રી અને ક્રોધ સામે ક્ષમા, એ તેમના જીવનનું સત્ત્વ છે. આવાં જીવંત દૃષ્ટાંતો માનવો માટે વિદ્યાપીઠ છે. પ્રમાદ ત્યજીને તમે આવા સજ્જનોના જીવન પ્રસંગોને તમારા ચિત્તપટ પર અંકિત કરો, તમારા સુખ સંપત્તિમાં વૃદ્ધિ થશે. સંસારમાં કોઈની પણ પરિસ્થિતિ કે સંયોગો એકસરખા ટકતા નથી. ક્યારેક સુખ, ક્યારેક દુ:ખ. ક્યારે વસ્તુનો અભાવ કે સદ્ભાવ થયા કરે. અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો આવે. કારણ કે પોતાની પૂર્વકરણીનાં પરિણામ તેના સમયે તમારી સામે ઉપસ્થિત થવાનાં છે. એવા પ્રસંગોમાં તમારી પાસે જો મૈત્રીભાવનાના અર્કરૂપ સમતા હશે તો તમને પ્રસંગો વિચલિત નહિ કરે. અંધકારનો સમય પૂરો થતાં પ્રકાશ થવાનો છે. તમે પ્રકાશની પ્રતીક્ષા કરો, પ્રકાશ તમારાં પગલાંને આગળ લઈ જશે. અને તમે દુર્ગમતાને ઉલ્લંઘી જશો. તમારા જીવનની એ જ સફળતા છે. ચાલો હવે પ્રમોદભાવનામાં પ્રવેશ કરીએ. ૩૪ સત્વેષ મૈત્રી Page #40 -------------------------------------------------------------------------- ________________ પ્રમોદભાવના પ્રમોદ : પ્રકૃષ્ટપણે પુલકિત થવું : અન્યના સુખની વૃદ્ધિ, ગુણોની વૃદ્ધિ, જ્ઞાનાદિની વૃદ્ધિ, સન્માનનીય ઉન્નતિ જોઈને તે સર્વમાં તારા હૃદયમાં પ્રમોદ-પ્રસન્નતા પુલકિતભાવ, ગુણગ્રહણતાનું સ્થાન જમાવી દે. તારા પુત્રને મળેલી ચાર ડિગ્રીઓથી તારા હૃદયમાં કેવા ઉમળકા આવે છે ? મૈત્રીભાવથી ભાવિત થયેલો તું, વાત્સલ્યથી ભરેલું તારું હૃદય. અન્યના આવા ગુણો જોઈને નાચી ઊઠે છે. હૈયું નૃત્ય કરે છે. પ્રમોદ અને પ્રમાદમાં ફક્ત એક માત્રનો જ તફાવત છે. પણ પરિણામમાં બેહદ તફાવત છે. પ્રમોદ અમૃત છે, તો પ્રમાદ મૃત્યુ છે. પ્રમોદભાવ જીવને ક્ષણે ક્ષણે આનંદના સ્રોતમાં સ્નાન કરાવે છે. પ્રમાદ ક્ષણે ક્ષણે ભાવમરણથી જીવને નિઃસત્ત્વ કરે છે. ધર્મમાર્ગનો મહાશત્રુ પ્રમાદ છે. તેને દૂર કરવાનું સાધન કથંચિત પ્રમોદ છે. સાધનામાર્ગમાં વિષય કષાયરૂપ અનાદરણીય જેવા દોષો પ્રમાદની સંતતિ છે, તે મહા વિઘ્નો છે. પ્રમોદભાવ ગુણગ્રહણતાવાળો હોવાથી પ્રમાદથી થતા દોષોને ટાળવા સમર્થ છે. વળી ગુણિયલજનોના પ્રમોદ-પ્રશંસાભાવથી તેમની સદ્ભાવના તમારામાં ગુણનું સંક્રમણ કરે છે. શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ પ્રમોદભાવનાના અધિકારી પંચ પરમેષ્ઠિ છે. તેની ઉપાસનાથી પ્રમોદભાવના તાત્ત્વિક બને છે. સાધક જેનો પ્રમોદ કરે છે, તેવા ગુણને આકર્ષી લે છે. પ્રમોદભાવના ‘નમો’ ને હૃદયસ્થ બનાવે છે. તેથી તે ધર્મધ્યાનનું પ્રવેશ દ્વાર છે. દરેક પ્રકારની સ્તુતિ અને સ્તવનોનો ખજાનો પ્રમોદ ભાવને આવિર્ભાવ કરે છે. નવકારમંત્ર, નમ્રુત્યુર્ણસ્તવ, લોગ્ડસ સૂત્ર. સત્ત્વેષુ મૈત્રી ૩૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ ઉવસગ્ગહર ભક્તામર, કલ્યાણમંદિર વગેરે સ્તોત્રો જીવની પ્રમોદભાવનાને સર્વોત્કૃષ્ટ બનાવે છે. અને પારમેશ્વરી તત્ત્વનું પ્રદાન કરે છે. સ્તુતિ ધ્યાનરૂપ બને છે ત્યારે ભક્તામર જેવી સ્તુતિઓ મહાન પવિત્રતા પ્રગટ કરી ચમત્કાર સર્જે છે ને ? પ્રમોદભાવનામાંથી પ્રગટ થતું પરમાત્માનું ધ્યાન પ્રત્યેક ક્રિયાને અમૃતાનુષ્ઠાનથી અભિભૂત કરે છે. અનુષ્ઠાનોની પૂર્ણાહુતિની ફળશ્રુતિ પ્રમોદભાવનામાં પરિણમે છે. તીર્થંકર નામકર્મની આ નિકાચના પૂર્ણ મૈત્રીભાવમાંથી નિપજે છે ત્યારે સાથે પ્રમોદભાવનાનો સંબંધ અનિવાર્યપણે હોય છે. જીવોના આદર, સન્માન કે પ્રમોદભાવ વગર મૈત્રીભાવના પ્રવૃષ્ટ કેમ બને ? મા બાળકની પાપા પગલી જોઈને પણ આનંદિત થઈ ઊઠે છે. તેમ જેના હૃદયમાં પ્રમોદભાવ છે તે અન્યના અલ્પ ગુણને જોતાં જ અત્યંત પુલકિત થઈ ઊઠે છે. એવો સઘન ભાવ પછી ક્યારે પણ ક્ષતિ પામતો નથી. સુથારનું મન બાવળીયે હોય તેમ આ સાધકનું મન વસ્તુમાત્રમાંથી ગુણ શોધે છે. ધર્મીને વસવાનો અને અધર્મીને વસવાનો સંસાર જુદો નથી, પરંતુ બંનેના અભિપ્રાય જુદા છે. બંનેની દૃષ્ટિમાં અંતર છે. બંનેનાં જીવનમૂલ્યો જુદાં છે. ધર્મીને સર્વત્ર મૈત્રી અને પ્રમોદી જનો દેખાય છે. અધર્મીને સર્વત્ર નગુણા અને દુર્જન લોકો જ જણાય છે. એની દષ્ટિનો આ દોષ તેના જ દુઃખનું કારણ બને છે. “દોષદષ્ટિ એ વિષ છે, તે ભવોભવ મારે છે. ગુણદષ્ટિ એ અમૃત છે, તે અજરામર પદ અપાવે છે.” દૃષ્ટિનો બોધ : જો તું ધર્મભાવનાથી ભૂષિત છું. તો તારે બાહ્ય કે અંતર ધર્મની સાધના નિર્વિઘ્ન કરવા માટે હંમેશાં, પ્રત્યેક પ્રસંગમાં, પ્રત્યેક વ્યક્તિમાં, તારા અંતરમાં પ્રમોદભાવના કે જે ગુણગ્રહણતા છે, તેમાં ૩૬ - સત્વેષ મૈત્રી Page #42 -------------------------------------------------------------------------- ________________ તત્પર રહેવું. તે જોવા માટે તારી નિર્મળદૃષ્ટિનો ઉઘાડ કર. ધર્મ મંગળ છે, તેમાં શુભ નિમિત્તોની આવશ્યકતા રહે છે, ગુણ દૃષ્ટિથી ગુણીજનોના આશીર્વાદ મળે છે, તું પોતે ગુણ સમૃદ્ધ બને છે. પ્રમોદગુણનો બીજો શત્રુ ઈર્ષા છે. અન્યના દોષ જોવામાં, કે ઈર્ષા કરવામાં કંઈ મળવાનું નથી. પરંતુ ગુણ જોવાથી તારો આત્મા સંતુષ્ટ થશે, આનંદ થશે. માનવ જન્મમાં તું સંસ્કારયુક્ત કુળમાં જન્મ્યો છું તો પછી જીવનને ઉન્નત બનાવ, ઉદાર બનાવ. તે માટે અન્યના યશ, ધન, સમૃદ્ધિ, બળ, ગુણ કે રૂપની તુલના અને ઈર્ષાનો ત્યાગ કર. તને મળેલો માનવજન્મ પૂર્વના કુસંસ્કારોને નષ્ટ કરવા મળ્યો છે તેમ વિચારવું. પૂર્વે અશુભયોગમાં તેં એવા દુર્ગુણોને પોષ્યા છે, તેથી આ જન્મમાં તે તારા હૃદયમાં સ્થાન લઈને આવ્યા છે, એટલે નજીકમાં ભાઈ વગેરેમાં, દૂરમાં મિત્રો આદિમાં તું આનંદ માણવાને બદલે ઈર્ષાથી બળે છે. તારે તારી જાતનું સંશોધન કરવું કે તારા કોઈ સગાંસંબંધી કે મિત્રને ખૂબ સન્માન મળ્યું, તું તે પ્રસંગે હાજર રહ્યો, ત્યારે તે દૃશ્ય જોઈને તું પુલકિત થયો ને ? તારા હૃદયમાં ઊર્મિ જાગીને કે આ વ્યક્તિ પ્રશંસાને પાત્ર છે. જો તેમ થયું તો તું મહાપુરુષોના પંથનો પથિક છું. પરંતુ જો તને વિકલ્પ ઊઠ્યો કે મારામાં આનાથી વિશેષ શક્તિ છે. આ વ્યક્તિને માન આપવા જેવું શું છે ? વળી તને ક્યાંય દોષો પણ દેખાઈ જાય. તો સમજવું કે તું સંસારના પરિભ્રમણ પંથનો પથિક છું. જાતને તપાસીને નિર્ણય કરજે. જો ગુણગ્રહણતા થાય છે તો તેમાં વૃદ્ધિ કરજે. ન હોય તો કોઈ સજ્જનને, કે સંતને પકડીને તે ગુણપ્રમોદનો પાઠ શીખજે, હે દૃષ્ટિ ! તું શું મને દગો દેવા ચાહે છે ? કોઈનો પરમાણુ જેવો દોષ તને પર્વત જેવો દેખાય છે. મહાન ગુણ રાઈના દાણા જેવો લાગે છે ? તારો દોષ અણુ જેવો અને નાનો ગુણ પ્રશંસાપાત્ર સત્ત્વેષુ મૈત્રી ૩૭ Page #43 -------------------------------------------------------------------------- ________________ લાગે છે ! તારી નજીકનો દોષ જોવા જેવો છે તે તને દેખાતો નથી. અને પરદેશ વસતા કોઈ વ્યક્તિની ભૂલ - નાનો સરકો દોષ રોજ વાગોળ્યા કરે છે. કઈ ગુણ સંપન્નતા વડે તું અન્યના દોષ જુએ છે ? કે પછી તારા દોષોની વિકૃતિ તને અન્યના દોષ બતાવે છે. તું તે જોવામાં કુશળતા માને છે. આમ કરીને તું તારું ભવભ્રમણ શા માટે વધારે છે ? વળી સંસારી જીવ સર્વગુણયુક્ત હોવો સંભવ નથી. માટે આપણે તો તેમાંથી ગુણોને ગ્રહણ કરવા. - અન્યની દાનાદિ ક્રિયાઓમાં પણ તને દોષ દેખાય છે. કદાચ દાન કરનાર અન્યત્ર લોભ કરતો હોય તો પણ તેની દાનક્રિયા તો સારી છે. તું દાનક્રિયા કરતો નથી અને લોભ કરે છે. તારા બેય પ્રકારોમાં દુર્ગણ છે. પ્રમોદભાવના તને પ્રેરણા આપે છે. તું કોઈને ધનવાન જુએ છે, અને તારું હૃદય સુખ અનુભવે છે. તું કોઈ દાનીને મળે છે, અને તેના તે કાર્યમાં જોડાય છે. કોઈ તપ જુએ છે, તેમની સેવા કરવા પ્રવૃત્ત થાય છે. તેમના શીલ-સદાચારની પ્રશંસા તું મુક્ત કંઠે કરે છે. મહાત્મા પુરુષોના ગુણગાનથી તારા કંઠને હંમેશાં ભીનો રાખ. પછી કોઈ નિરાંતની પળે જોજે તારું હૃદય નિર્દોષ સુખમાં નાચતું હશે. કોઈ આપત્તિ પ્રસંગે બહારમાં તારા સ્વજનો, મિત્રો તને હંમેશાં સહાય કરવા તત્પર રહેશે. તારી અંતરઅવસ્થા ત્યારે પણ અનૂકુળ હશે. ગુણદૃષ્ટિ સહનશીલતાનું અનુસરણ કરે છે પ્રમોદભાવનાનું ફળ તને આ જ જન્મમાં આ રીતે મળે છે. સુખદ પ્રસંગમાં તું દુઃખ-ચિંતાની છાયા રહિત સુખ માણી શકે છે. વિશ્વ વિદ્યાપીઠ : એકવાર ગુણદષ્ટિ વિકાસ પામી પછી તો જ્યાં જ્યાં તારી દૃષ્ટિ જશે ત્યાં તેને સર્વત્ર સૌંદર્ય, માધુર્ય, ઔદાર્ય, જેવાં અનુપમ તત્ત્વ જોવા મળશે. પૃથ્વી, પાણી કે વનસ્પતિ જેવાં સત્ત્વો પણ ૩૮ ક સત્વેષ મૈત્રી Page #44 -------------------------------------------------------------------------- ________________ ગુણભર્યા દેખાશે. જળની નિર્મળતા, કોમળતા, અને ઉપયોગિતા વિચારતાં તારું હૃદય જળકાય પ્રત્યે પ્રમોદથી ભરાઈ જશે. પૃથ્વીની પદાર્થોને આપવાની આધાર ક્ષમતા, સ્થિરતા જોઈ તું વારી જઈશ. વૃક્ષોની તારું ઝેર પચાવીને અમૃત આપવાની ઉદારતા તને ઝુકાવી દેશે. વાયુ વગર તો તારું જીવન જ નિપ્રાણ બની જશે તે તું જાણે છે. વિશ્વ તારે માટે વિદ્યાપીઠ બનશે. ત્યાર પછી જંતુથી માંડીને પૂરી સૃષ્ટિ તને કેટલું શીખવે છે ? પતિ-પત્નીમાં તેમ જ અન્ય સંબંધોમાં આ પ્રમોદભાવના એ પુણ્યનો મહાસાગર છે, રત્નાકર છે. એકવાર તેમાં ડૂબકી માર પછી જો તને શું મળે છે ? વીતરાગ સ્વરૂપ સર્વ તીર્થકરો પણ આવી ભાવના વડે જ પૂર્ણતા પ્રાપ્ત કરી સિદ્ધિને વર્યા છે. પ્રથમ તને સામાન્ય માનવ કે વસ્તુમાંથી ગુણ ન મળે તો સર્વોત્કૃષ્ટ પરમાત્માના ગુણસાગરમાં ડૂબકી માર. તેઓ શા માટે સર્વને પૂજનીય થયા. તેમના પૂર્વભવોથી અંત સુધીમાં શું બન્યું ? તે વિચારવું. વીતરાગતાના પ્રબળ ગુણ વડે તેમણે સર્વ ગુણ સંપન્નતા પ્રાપ્ત કરી. તે ગુણોથી તારા હૃદયને ભરી દે. ત્યાંથી તારી પ્રમોદભાવના જાગૃત થશે. કંઈ આકાર લેશે, પછી તું જે સ્થાને છે ત્યાંથી ગુણ ગ્રહણતા કરતો જા. શેઠે સેવકને હલકો ગણીને દુર્વ્યવહાર ન કરવો. પતિએ પત્નીને, સમાજે સ્ત્રીને હલકી ગણી અસન્માનનીય ન માનવી, નહિ તો તમને જે શાસન મળ્યું છે, સર્વમાં સમદષ્ટિનું તે એળે જશે. અને ખાલી હાથે વિદાય થશો. માનવ જન્મ્યો ત્યારે બાંધી મુઠ્ઠી હતી. જાય ત્યારે ગુણોથી બાંધેલું હૃદય પુણ્ય કર્મના સંસ્કારો લઈને જશે. જે તને ક્રમે કરીને પરમતત્ત્વ સુધી લઈ જશે. સ્ત્રી કે પુરુષ, શેઠ કે સેવક, રાજા કે રંક ગુણપ્રશંસા માટે સર્વે સન્માનનીય છે. જેમ ગુણ જોવા આંખ-દષ્ટિ મળી છે તેમ ગુણપ્રશંસા માટે તને વાચા સહિત વિચારશક્તિ મળી છે. આંખ અને પાંખ જેવી આ દષ્ટિ અને વાણીમાં સર્વેષ મૈત્રી - ૩૯ Page #45 -------------------------------------------------------------------------- ________________ જો પ્રમોદભાવના રસાઈ જાય તો તેનાં જીવનવૃત્તો કોઈ અનન્ય બની જાય. એની વિશાળતા ચારે દિશાએ વ્યાપ્ત બને છે. એનું મનોરાજ્ય દેવી દુનિયામાં સ્થાન લે છે. હૈયું નૃત્ય કરે છે. ભાઈ પ્રમોદભાવનાની આવી ઉચ્ચતા વડે જ મહાપુરુષો જીવનની ઉચ્ચતાના શિખરને આંબી સિદ્ધિગતિને પામ્યા છે. આવી ગુણ પ્રાપ્તિનો સરળ અને સીધો ઉપાય ગુણપ્રમોદ છે. તેમાં ભેદ નથી. આજે જેના ગુણ ગાયા તેના વળી અન્ય અવસરે અવગુણ કહેવાનો વારો આવે, તેવું નથી. ગુણ પ્રશંસક ગુણવૃદ્ધિમાં પોતાને એવી હાનિ શા માટે પહોંચાડે ? ઘણી વાચાળતા પણ અન્યના દોષોને કહેવાની ભૂલ કરે છે માટે હિત અને મિત બોલવું. અઢાર પાપસ્થાનકથી આવરિત સંસારીને તે પાપોથી ઊગરવાનો કષ્ટરહિત માર્ગ ગુણ અનુમોદન છે, હા, તે સાચા દિલથી થવું જોઈએ. મનમાં કડવાશ અને વાણીમાં મીઠાશથી ક્યારેય કર્મના રાજ્યમાં શુભનો યોગ થતો નથી. અઢારે પાપસ્થાનકની સામે તારે ગુણપ્રશંસાની પુણ્યસમૃદ્ધિનું પત્રક જોવું છે. દયાળુતા, સત્યતા, વિદ્વત્તા, નમ્રતા, ઉદારતા, વિનયતા, કુશળતા, પવિત્રતા, મધ્યસ્થતા, મિત્રતા, સભ્યતા, સરળતા, પ્રેમાળતા, વિતરાગતા, જિતેન્દ્રિયતા, જનપ્રિયતા, નિર્લોભતા, આવા તો કેટલાય ગુણાંશો પ્રગટ થાય છે. જે અઢારે પાપોના કાફલાને હાંકી દેશે. નવકાર મંત્ર જેમ સર્વ પાપનાશક છે તેમ આ ભાવના સર્વ દોષ અને દુ:ખનાશક છે. મહાપુરુષો અને મહાસતીઓના કથાપ્રસંગો દ્વારા તેમના આદર્શો, તેમની પવિત્રતા, તેમની તત્ત્વનિષ્ઠા, તેમની પારમેરી શ્રદ્ધાને જાણીને તેનું સ્મરણચિંતન કરવાથી પ્રમોદભાવના વિકાસ પામે છે. હૈયું મારું નૃત્ય કરે ! જો આપણે સત્યના માર્ગે નથી, સત્ય આપણા હૃદયમાં અગ્રિમતાએ નથી તો અંતરનિરીક્ષણ કરતાં તમને કેવળ કચરો ૪૦ સત્વેષ મૈત્રી Page #46 -------------------------------------------------------------------------- ________________ મલિનતા જ દેખાશે. પણ તમે ઉદાત્ત જીવનના અર્થી છો, ઉત્તમ જીવનરથના મહારથી છો તો તેમાં તમને તમારા હૃદયમાં ઉત્તમ સત્ત્વનાં દર્શન થશે. તે સત્ત્વોનું એક અંગ છે ગુણ પ્રમોદ. જેના અહંકારનું શીરશાસન થયું હોય તે જ આવા ગુણોની પ્રશંસાને હૃદયમાં ધારણ કરી શકે. મૈસુર રાજ્યના મહારાજા શ્રીકૃષ્ણરાય વાડિયાર એક વાર જર્મની ગયા હતા. તેઓ વિવિધ વિષયોના અધ્યયનની રુચિવાળા હતા. તેમણે ત્યાંના વિશ્વવિદ્યાલયોની મુલાકાત લીધી. એક વાર વિદ્વત્-પરિષદમાં તેમને આમંત્રણ હતું. તેઓ ત્યાં અનેક પ્રસિદ્ધ વિદ્વાનોને મળ્યા. ત્યાં એક મિત્રે એક વિદ્વાનને મહારાજાનો પરિચય આપ્યો. ત્યારે પેલા વિદ્વાન સઉત્સાહ બોલી ઊઠ્યા કે તમે ડૉ. રામશાસ્રીના મૈસુર રાજ્યમાંથી પધાર્યા છો ! મને તમને મળીને આનંદ થયો. હું તેમને મળ્યો નથી. પણ તમે તેમને મારી શુભેચ્છા કહેજો.'' ડૉ. રામશાસ્ત્રી કેવા વિદ્વાન છે ? મહારાજાએ પણ ડૉ. રામશાસ્રીની ઉદાર દિલે પ્રશંસા કરી. તેમને એવો વિકલ્પ પણ ના આવ્યો કે હું મહારાજા છું. મૈસુર રાજ્યના મહારાજા તરીકે આવ્યો છું કે ડૉ. રામશાસ્ત્રીના મૈસુરથી આવ્યો છું ? પરંતુ ડૉ. રામશાસ્રીની પ્રશંસા સાંભળી તેમનું હૃદય પુલક્તિ થઈ ગયું. તેઓ જ્યારે મૈસુર આવ્યા ત્યારે તેમણે ડૉ. રામશાસ્ત્રીને મળીને ગૌરવથી કહ્યું કે, મૈસુરમાં તમે મારા પ્રજાજન છો. પણ જર્મનીમાં હું તો તમારા પ્રજાજન તરીકે ઓળખાયો, તેનો મને અત્યંત આનંદ છે. કેવી પ્રમોદભાવના ! તમે કોની પ્રશંસા કરી શકો છો ? પતિની, પત્નીની, પિતાની, પડોશીની કે પોતાની ? મિત્રની કે શત્રુની ? તમારાથી અધિક ગુણવાનની કે ગુણહીનની ? તમારા જેવા જ સંપત્તિવાનની કે સામાન્ય માણસોની ? તમારા સેવકની કે સ્વામીની ? વિચાર કરજો. અને જરૂરથી ગુણોના સ્વામી બનવા ગુણોના (નામથી) નાચી ઊઠજો. - સત્ત્વેષુ મૈત્રી ૪૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવના કરુણા : અનુકંપા, દયા, અધૃણા, દિનાનુગ્રહ વગેરે સમાન અર્થવાળા શબ્દો છે. કરુણા : દુઃખનાં દુઃખ દૂર થાઓ, મને કેમ દુઃખ અપ્રિય છે, તેમ સૌને દુઃખ અપ્રિય છે, બીજાનું દુઃખ તે મારું દુઃખ છે. તેવી ભાવનાનું આચરણ. અનુકંપા : અનુ-અન્ય દુઃખી જણાય. તેનાથી હૃદયમાં તે દુઃખ દૂર કરવાની લાગણી થાય તે અનુકંપા છે. અન્યનાં દુઃખ જોઈને હૃદય દ્રવી જવું, સંવેદન થવું, કંપ થવો. દયા : અન્યને દુઃખ ન થાય તેવો વિચાર અને આચાર તે દયા. અધૃણા : અવિનીત, હનગુણી, દુઃખથી પીડાતાને વધુ દુઃખ થાય તેવો તિરસ્કાર ન કરવો. દીનાનુગ્રહ : દુઃખી માનવોનું દુ:ખ જે પ્રકારે દૂર થાય તેવો યત્ન – અનુગ્રહ કરવા. આવો કરુણાભાવ ઉપજવો તે પણ પાત્રતા માંગે છે, માર્ગાનુસાર ધર્મ સન્મુખ જીવમાં જ કરુણાના અંકુરો ફૂટે છે. તે સિવાય જગતના જીવોને મોહ મિશ્રિત કરુણા કે દયા હોય છે, જે મોહદયા મનાય છે. જે પોતાના છે, પોતાના માન્યા છે, તેનું દુ:ખ જોઈ દયા ઊપજવી તે મોહદયા કે મોહજનિત કરુણા છે. વાસ્તવમાં તે દયા નથી પણ સહાનુભૂતિ છે. પરંતુ કોઈનું પણ દુઃખ જોઈ તેના દુ:ખને દૂર કરવાનો સહૃદય ઉપાય કરવો તે કરુણાનું હાર્દ છે. વ્યક્તિના ભાવ સાપેક્ષ, સંયોગાધીન, કે ધર્મધ્યાનના પ્રકારે આ કરુણાભાવનાના અનેક ભેદ છે. અત્રે છ પ્રકાર અભિપ્રેત છે. ૪૨ સર્વેષ મૈત્રી Page #48 -------------------------------------------------------------------------- ________________ ૧ લૌકિક, ૨ લોકોત્તર, ૩ સ્વવિષય, 8 પરવિષયક ૫, વ્યાવહારિક, ૬ નૈથિયિક વગેરે. ૧. લોકિક કરુણા : દુઃખી માનવને જોઈને તેને વસ્ત્ર, પાત્ર, અન્ન, ધન, સ્થાન વગેરે આપવાં. પશુઓ પ્રત્યે પણ તેમને યોગ્ય જે કંઈ વ્યવસ્થા કરવી પડે તે. ૨. લોકોત્તર કરુણા : આ પ્રકારમાં ધર્મથી ચુત થયેલા કે ધર્મ સન્મુખ ન થયેલાં પ્રાણીઓનો સમાવેશ થાય છે. આથી દુ:ખ દૂર કરવાના કારણ કરતાં દુઃખનું મૂળ, પાપને દૂર કરવા તેને ધર્મબોધ આપવો. તત્ત્વરુચિ કરાવવી. તેનાં ઉપકરણો આપવાં. ધર્મપ્રાપ્ત થાય તેવા સ્થાનોનું આયોજન કરવું. ૩. સ્વવિષયક કરુણા : અશુભયોગે પોતાને કોઈ દુ:ખદ પરિસ્થિતિ પેદા થાય તેને આધ્યાત્મિક ઉપાયો વડે દેવગુરુના દર્શાવેલા ધર્મ દ્વારા દૂર કરવાના ઉપાય કરવા. ૪. પર વિષયક કરણા : અન્યના માનસિક-(ભાવ) કે બાહ્ય-દિવ્ય) બંને પ્રકારનાં દુઃખ દૂર થાય તેના સમ્યગુ ઉપાયો બતાવવા. ૫. વ્યાવહારિક કરુણા : જે વ્યક્તિની જે જરૂરિયાત હોય તેવી બાહ્ય સામગ્રી કે અન્ન વસ્ત્રાદિ આપવાં. ૬. નૈશ્ચિયિક કરુણા : શ્રેષ્ઠ કરુણા છે, ઉપરની કોઈ પણ કરણા નિષ્કામ હોય તો છેવટે તેનો સાર આત્માનો શુભ અધ્યવસાય છે. સ્વલક્ષ કે સ્વઆશ્રયે થતી કરુણા નિર્જરાનો હેતુ બને છે, તે નૈઋયિક કરુણા છે. શુભ અધ્યવસાયનું આયોજન અને પ્રયોજન : સામાન્ય રીતે નૈસર્ગિક અને નૈશ્ચયિક કરુણા થતાં પહેલાંની એક ભૂમિકા હોય છે, જેમાં લોકોત્તર, કે વ્યાવહારિક કરુણા થતી હોય છે. વળી ક્યારેક પહેલાં ભાવ થાય છે પછી તેને યોગ્ય પ્રવૃત્તિ સત્વેષ મૈત્રી : ૪૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ થાય છે. તો કોઈવાર તે પ્રવૃત્તિ કરતાં ભાવ જાગે છે. દુઃખની નિવૃત્તિ સર્વ પ્રાણી ઇચ્છે છે. પણ જો વ્યક્તિ એમ વિચારે કે મને દુઃખ ન થાઓ, તો તેમાં મારા પ્રત્યે રાગ અને દુઃખ પ્રત્યે દ્વેષ થશે, વળી એમ કરવાથી દુઃખ કંઈ ત્યાગી જતું નથી. માટે સત્ત્વશીલ મનુષ્યો દુઃખ આવે ત્યારે તેનો સ્વીકાર કરી સમતાથી દુઃખના મૂળને શોધે છે. કારણ કે ઉદયકર્મમાં જીવપરાધીન છે, પરંતુ તે દુ:ખનો દ્વેષ ન કરવામાં તે સ્વાધીન છે. અને જો જીવમાં આવી સમાધાનવૃત્તિ આવે તો દુ:ખ હળવું બને છે. વળી તેમાં પણ જો નૈૠયિક કરુણા સમજાઈ હોય તો તેને દુઃખરૂપે સ્પર્શતું નથી. અથવા અન્યના દુઃખ-પ્રત્યે કરુણા રાખવાથી પણ દુઃખ હળવું થાય છે. તેમાં રહેલા શુભ ભાવનું એ પરિણામ છે. નૈશ્ચયિક કરુણા રત્નત્રય જેવા તત્ત્વની – ગુણોની સાધનાથી નિપજે છે, અને તે પારમાર્થિક હોવાથી ભવાત કરે છે. પોતાનું દુ:ખ ભૂલી જ્યારે જીવમાં ઉત્તમ અધ્યવસાયને કારણે સર્વના દુ:ખની કરુણા આવે છે ત્યારે તે સાધનાનો મર્મ છે. જ્યારે દુઃખ પડે ત્યારે પોતાના કરતાં વધુ દુઃખી જીવોનું દુઃખ તારા ઉદ્વેગને ઘટાડી દે છે. તે માટે મહાપુરુષો દુઃખો સહન કરીને કેવી ઉન્નતિ પામ્યા તેની વિચારણા લાભદાયક છે. વળી અન્ય જીવોની અપેક્ષાએ હું સુખી છું. નાનામોટા અપરાધ કરું છું તો પણ સુખેથી વસા-અન્નાદિ પ્રાપ્ત કરું છું. માટે મારે આવા પુણ્યોદય વડે અન્યનાં દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવા. આવી શુભ ભાવના તારા કોઈપણ પ્રકારના મદ-માન-મત્સરને દૂર કરી દેશે. લોકોત્તર કરુણાનો છૂપો મર્મ એ છે કે સર્વાત્મમાં સમાનદષ્ટિ. એ કરુણાનું ક્ષેત્ર અતિ વિશાળ છે, તેથી તારી એ ભાવના શુભ અધ્યવસાયના શિખરે પહોંચે છે. જોકે અધ્યવસાય તે કોઈ સ્થાને હાનિકર કે હિતકર હોઈ શકે છે. અશુભ અધ્યવસાયો અર્થાત્ વિષય-કષાયોમાં જોડાતા ૪૪ ક સત્વેષ મૈત્રી Page #50 -------------------------------------------------------------------------- ________________ રાગાદિભાવો હાનિકર છે. એ અધ્યવસાયો શુભ હોય તો હિતકર છે. ધર્મપ્રેમ હિતકર છે. સંસારના પ્રકારોનો પ્રેમ હાનિકર છે. કરુણાભાવનાની ઉત્તમતા ચરમસીમાએ પહોંચે છે ત્યારે તે ઉત્તમ જીવને સર્વના દુઃખમાં કરુણાના ભણકારા સંભળાય છે. તેથી સર્વના સુખમાં તે તત્પર હોય છે. એવી કરુણામય વૃત્તિ દ્વારા મહાન જીવો સર્વોત્તમ પદને પ્રાપ્ત કરી કરુણા વરસાવી ગયા. અને ધર્મતીર્થનું પ્રવર્તન કરી સર્વ જીવોના દુઃખના નાશના ઉપાયની અવિરત સ્થાપના કરી ગયા. એ ધર્મના અનુષ્ઠાનની જે ઉત્તમ જીવોને પ્રાપ્તિ થઈ તેમણે વળી આ ભાવનાનું ઝરણું વહેતું રાખ્યું. એથી જ્ઞાનીજનો કહે છે, સર્વ સન્ક્રિયાઓમાં, ધર્મ અનુષ્ઠાનોમાં જિનવચનમાં સ્વ-પર કરુણાનું રહસ્ય રહેલું છે. માટે કરુણા ભાવરહિત સાધના કે અનુષ્ઠાનમાં શુભ અધ્યવસાય ટકતો નથી. અનુષ્ઠાનની તાત્ત્વિકતા ચિત્તવૃત્તિઓને નિર્મળ કરવામાં છે, તેની પાછળ આવી ભાવનાઓનું બળ હોય છે. મોક્ષની રટણા કરતો જીવ મોક્ષથી દૂર કેમ રહેતો હશે ? કારણ કે તેનામાં દુઃખી પ્રત્યે કે દુઃખ પ્રત્યે તિરસ્કારવૃત્તિ છે. તેથી તેના દુ:ખ સમયે તેને માનવીય કે દૈવી કોઈ સહાય મળતી નથી. સુભદ્રા સતીના જીવનમાં વડીલને રોષ છતાં સતીને તેમના પ્રત્યે આદર હતો. જગતના જીવોની સુખની ભાવના હતી, તેને કા૨ણે ખરે સમયે દિવ્યતા પ્રગટ થઈ. સુભદ્રા સતી તરીકે આદર પામ્યાં. અર્થાત્ જ્યાં સુધી જેના હૃદયમાં વિરોધી કે અન્ય જીવો પ્રત્યે સુખની ભાવના છે તો તેને સુખ શોધી લેશે. તે સમયે વીતરાગપ્રભુના ભક્તો દેવો તારી સહાયમાં હાજર થશે. ત્યારે તારું પુણ્ય કામ કરશે. કરુણાભાવ વડે જુગુપ્સા, ધૃણા, તિરસ્કારવૃત્તિ જેવી અશુભવૃત્તિઓનો વિલય થાય છે. નૈસર્ગિક રીતે એ ભાવ ન થતો સત્ત્વેષુ મૈત્રી ૪૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ હોય તો કર્મની ચિત્રવિચિત્રતા જોઈને પણ તે ભાવ કેળવવો. તે કેળવવા માટે દાનાદિ ધર્મો, તીર્થ પર્યટન, પરોપકારના કાર્યો કરવાં જરૂરી છે. પવિત્ર પર્વોના દિવસો, શુભાશુભ પ્રસંગો સહાયભૂત થશે, તારે તે અવસર પામીને ઉદ્યમી થવું જોઈએ. પરહિતસાગર-સ્વહિત સરિતા તીર્થંકર પરમાત્માએ અનેકવિધ બોધ આપ્યો છે, તેમાં જો તેમના હૃદયનો મર્મ પામવો હોય તો તે તેમની કરુણામય દૃષ્ટિ છે. તેમના બોધમાં સ્વ-પર હિતની મુખ્યતા છે, કથંચિત પરહિત – સૌના હિતની ભાવનામાં સ્વહિત સમાઈ જાય છે. પરહિત સાગર છે તો સ્વહિત સરિતા છે. કરુણાભાવ સાધુ-શ્રાવક-સાધક સૌને ઉપકારી છે. કેવળ પરના દુઃખનું નિવારણ થાય છે, તેવું નથી તે ભાવના જ્યારે આચારમાં આવે ત્યારે પોતાનું એ શુભ ભાવના વડે હિત જ થાય છે. અરે ! કરુણાભાવના વગરના જ્ઞાનાદિ સર્વ પ્રયોજન મભૂમિ જેવા સૂકા-શુષ્ક છે, જ્યાં એક અંકુર પણ ફૂટતો નથી. તેમ કરુણાભાવ રહિત જીવનમાં ધર્મ અનુષ્ઠાનો કરે તો પણ સાચા સુખનો અંકુર ફૂટતો નથી. “જે ધર્મઅનુષ્ઠાનોના મૂળમાં દયા-કરુણાનો ભાવ નથી, તે ધર્માનુષ્ઠાનો વાસ્તવિક ધર્માનુષ્ઠાન ગણાતું નથી. કરુણામય જિન પ્રવચનનાં રહસ્યો હૃદયમાં કરુણાભાવ પ્રગટવાથી જ સમજાય છે.” પછી ભલે તે દાનાદિ હો, પૂજા-ભક્તિ હો, ઉત્સવ-મહોત્સવ હો, તે જરૂરી છે છતાં કરુણાભાવ વગર પારમાર્થિક ફળદાયી નથી. જૈનધર્મ જ કરુણા પ્રધાન છે. જિનનો માર્ગ રાગદ્વેષ રહિત અર્થાત્ કરુણાયુક્ત છે. માનવ બુદ્ધિમાન પ્રાણી છે. તેનામાં દુઃખીનાં દુઃખો નાશ કરવાની વૃત્તિ થાય ત્યારે યથાશક્તિ પ્રવૃત્તિ થઈ જાય છે. એવી શુભકામના – ૪૬ સત્વેષ મૈત્રી Page #52 -------------------------------------------------------------------------- ________________ ભાવના ઝંખના જ ધર્મને – ક્રિયાને અમૃત બનાવે છે. એ ધર્મરૂપી અમૃત જ પરમપદદાયક છે. ગ્લાનિ કે દુઃખી જનોની સેવાના અવસરે આપણે આપણા જ સ્વાર્થમય અનુષ્ઠાનો કેવી રીતે કરી શકીએ ? તીર્થમાં માનવનો ઘણો સમૂહ પર્વમાં એકઠો થાય. તે ભીડમાં બેચાર યાત્રીઓ પડી ગયા હોય, ત્યારે પોતાને દર્શન કરવાનાં રહી જશે તેમ માની તેના પર પગ મૂકી, જાણવા છતાં બેદરકાર રહી દોડે અને કદાચ તેનો દ્વારપ્રવેશમાં પહેલા નંબર લાગે. પ્રભુનાં દર્શન કરે, પણ પ્રભુ તે સ્વીકારે ખરા ! શું પ્રભુ પાષાણરૂપ જડ તત્ત્વ છે ? તારી ભાવનામાં જો તે જીવંત સ્વામી છે, તો તેમની કરુણામય બોધનું તારા હૃદયમાં શું સ્થાન છે ? તે જીવંત હોવું જોઈએ. જીવને કેવળ ચમત્કાર જ ગમે છે ? તે સાંભળે કે માર્ગમાં કોઈ ગ્લાનિ બીમારની સેવામાં રોકાઈ ગયેલો પ્રવાસી પાછળ હતો. પણ જ્યારે સૌ મંદિરમાં પહોંચ્યા, ત્યારે આ શું ? તે તો સૌની પહેલાં પ્રભુદર્શન માટે ઊભો હતો ? શું સાચું ? તે રોકાયો હતો તે, કે પછી પ્રભુ સામે ઊભો હતો તે ? એને ચમત્કાર માની જીવો ને વાતો વાગોળ્યા કરે પણ જીવને પોતાને એ ચમત્કાર પોતામાં ઉતારવો કેમ કઠણ લાગે છે ? ભાઈ ! પરમાર્થ સ્વાર્થ માટે નથી. પ્રભુને વહાલા તે તને વહાલા હોવા જોઈએ. પ્રભુને કોણ વહાલા છે, તે મને ખબર છે. તારી શક્તિ એટલી વ્યાપક ન હોય તો પણ તું જ્યાં હોય ત્યાં યથાશક્તિ કરુણાને અમલી બનાવી દે. પાણી ગાળીને પીનારો, પાંચ તિથિ વનસ્પતિનો ત્યાગ કરનારો, તુચ્છ ફળનો ત્યાગ કરનારો, આવી અહિંસા ભાવનાવાળો તારામાં કરુણાનો આનંદ કેમ ન હોય ? કરુણાથી દાનધર્મ કે દાનધર્મથી કરુણા ? જેનામાં કરુણા કે ઉદારતા જેવા ગુણો નથી તેનું દાન શુભભાવવાળું હોવા છતાં માન પાસે આવીને અટકી જશે. જે મોહનીય કર્મની પ્રકૃતિયુક્ત હશે, તું સત્ત્વેષુ મૈત્રી * ૪૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ જ વિચાર કે તે તેને કેવું ફળદાયી બનશે ? કરુણાયુક્ત તારું દાન હશે તે તારી ચિત્ત પ્રસન્નતાને વધારી દેશે. લેનાર પણ ખુશી થશે. દાન કેવળ ધન આધારિત નથી. તેમાં તો ઘણી વિવિધતા છે. વિશ્વસંસ્થાની વ્યવસ્થા દાનધર્મ પર નભી છે. તે કુદરતનો પ્રવાહ અમાનુષી તત્ત્વોથી બાધા પામશે ત્યારે છઠ્ઠો આરો – દુઃખનો યુગ શરૂ થશે. પ્રાણીઓ કેવળ દુઃખથી જીવશે. કરુણા કરનાર કોઈ નહિ હોય કે તેને ઝીલનાર કોઈ નહિ હોય. વૈશ્વિક વ્યવસ્થા : વૈશ્વિક વ્યવસ્થા આદાનપ્રદાન પર અવલંબિત છે. વસ્તુનું, ભાવનું, જ્ઞાનનું, પ્રેમનું, આદરનું, જીવિતનું એમ વિશ્વમાં નિરંતર આદાનપ્રદાન થતું જ રહે છે. કુદરતનો ક્રમ પ્રકૃતિથી કંઈક આપે છે, માનવ સંસ્કૃતિથી આપે છે. જો ન આપે તો તેના માથે ઋણ વધી જાય છે. વૃક્ષ ફળ અને છાયા આપે છે, સરિતા જળ અને વાદળ આપે છે, વનસ્પતિ ભોજન અને ઔષધ આપે છે, પૃથ્વી સ્થાન અને અન્નાદિ આપે છે, અગ્નિ-પ્રકાશ જીવન અને પદાર્થદર્શન આપે છે, વાયુ પ્રાણ પૂરે છે. માનવ જ્ઞાન, પ્રેમ, જીવિતનું પ્રદાન કરે છે.” જો આદાનપ્રાદન નથી તો કુદરત વ્યર્થ જાય અને માનવની સંસ્કૃતિ વ્યર્થ જાય. સાગરમાં જળનો સંગ્રહ હોવા છતાં તે ખારાશ અને રસાતલને પામે છે, વાદળ સર્વેને જળ આપે છે, આકાશે ચઢીને ગાજે છે. આમ કુદરતી રચના પણ બોધદાયક બને છે. જે જીવમાં કરુણા સ્થાન લે છે તે પાપથી નિવૃત્ત થતો જાય છે. અને તે જે જીવો પર કરુણા કરે છે, તે જીવો સ્વયે પાપથી નિવૃત્ત થવાનો બોધ પામે છે. એથી કરુણા સ્વ-પર હિતકારી મનાઈ શૃંગારાદિ સોળ પ્રકારના રસમાં શાંતરસ શ્રેષ્ઠ સુધારસ છે, ૪૮ સન્વેષ મૈત્રી Page #54 -------------------------------------------------------------------------- ________________ તેમાં કરુણારસ રસાધિરાજ છે. બંને અન્યોન્ય પૂરક છે. શાંતરસ છે ત્યાં કરુણા છે, કરુણા છે ત્યાં શાંતરસ છે. તે રસ અન્યના દુ:ખના નિમિત્તથી પ્રવાહિત થાય છે, તે પૂર્ણપણે શ્રી તીર્થકર દેવોથી પ્રગટ થયો છે, તેથી તે કરુણાસિંધુ, કરુણાસાગર, કારુણ્ય મૂર્તિ કહેવાય છે. તેવી નિષ્કામ કરુણા વરસાવનાર અને તેને ઝીલનાર બંને પ્રસન્ન રહે છે. એથી વીતરાગનો ધર્મ સંપૂર્ણ દયા મય મનાયો છે. કરુણારસનું આલંબન આત્માના જ શુભ અધ્યવસાય છે, પોતાનું દુ:ખ નહિ. જ્ઞાનીજનોએ ચાર ગતિના કે ચોરાસી લાખ યોનિનાં જે દુઃખ બતાવ્યાં તે ભય માટે નહિ, પણ કરુણારસના ઉદીપન માટે છે. ભીષણ અને દારુણ ભવનમાં ભટકતા જીવો માટે ચૈતન્યત્વ જાતિની તુલનાથી કરુણા જાગવી જોઈએ. અહો ! આ જીવો ક્યારે પ્રભુનું ઉદાર શાસન પામશે ? સંપૂર્ણ આગમ પ્રભુની આજ્ઞારૂપ છે, તેમાં કરુણા એ આજ્ઞા છે તેમ જાણવું. માટે સ્વાર્થ અને મોહ ત્યજીને કરુણાભીના હૃદયવાળા બનવું. કોમળ પાણી પથ્થરને સુંવાળો બનાવે છે. તેમ કરુણા હૃદયની કઠોરતાને પીગળાવી દેશે. “લાખો જોજનનો સ્વયંભૂરમણ સમુદ્ર પણ જેની હરીફાઈ નથી કરી શકતો, તે દેવાધિદેવની કરુણા સાચે જ કલ્યાણકારિણી, ભવજલતારિણી છે જ્યાં જિનરાજનો વાસ છે, ત્યાં દયાની સુવાસ છે. માટે કરુણાસાગર જિનેશ્વરદેવની ભક્તિમાં ઓતપ્રોત બનીએ.” કરુણા ઉપજવાના અધિગમો : પૂર્વ પૂર્વની ઉત્કૃષ્ટ સાધનાયુક્ત ઉત્તમ જીવોમાં કેટલાક ગુણોથી સંપન્ન હોય છે, પરમોદ તીર્થકરની સંપદા જ મૈત્રી, સવિશેષ કરુણા છે. તે સિવાય ધર્મમાર્ગે જનારને કરુણાભાવ અધિગમથી ઊપજે છે. એ અધિગમનો વિચાર કરીશું. સત્વેષ મૈત્રી : ૪૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ કરુણા એ અન્યનાં દુઃખો દૂર કરવાનો ભાવ છે. જેમ મૈત્રીભાવ વડે રાગને પ્રશસ્તપણે વિશ્વ સુધી વિસ્તારતા તે વિશાળ બની લય પામી મૈત્રીપણે પ્રગટ થાય છે. જેમ વૈષનો ત્યાગ દયાભાવને લંબાવતાં થાય છે. તેમ કરુણા અન્યના દુઃખને પોતાનું જાણી તેને બચાવવા જે ભાવના વિશ્વવ્યાપી બને છે તે મહાકરુણા છે. કરુણા સિંધુસાગરનું રૂપ લે છે. કોઈ પુણ્યશાળી, વિચારવાન જીવોને અન્ય પ્રાણીનાં દુઃખો કેવાં છે તે જોવાનું અને તેને દૂર કરવાનું હુરે છે. કારણ કે પ્રાણીની પ્રકૃતિની વિકૃતિમાંથી ઊભી થયેલી કર્મજન્ય દુ:ખદ દશાનો કંઈ અંત નથી. છતાં તેને કેટલે અંશે ટાળી શકાય તેવું કરવું તે માનવીય મૂલ્ય છે. કરુણા એ માનવમનનું પવિત્ર સ્કૂરણ છે. અને તેને વહેતું કરવા માટે બાહ્ય ચિત્રવિચિત્રતા નિમિત્ત છે. માનવશરીર સાથે ઉદર મળ્યું, તે શરીર અને ઉદર લક્ષણ અનુસાર વસ્ત્ર – અન્ન માંગે છે. જેને તે વસ્તુઓનો અભાવ છે, તે તે વસ્તુ મેળવવા આકુળ છે, ચિંતા ગ્રસ્ત છે. તેને દરિદ્રતા વરેલી છે. આવા જીવો કરુણાને પાત્ર છે. હવે જે ધનવાન છે તેની પાસે વસ્ત્રાદિની વિપુલ સામગ્રી છે. તે શું ખાવું, શું વસાવવું, કોને જમાડું, મારી વાહ વાહ કેમ થાય તે માટે આકુળ છે. કેટલુંયે પહેરે – આરોગે પણ ધરાતો નથી. માનવજીવન તેનું આવા પ્રકારોમાં અસ્થિર બને છે. ચિંતાગ્રસ્ત હોય છે. વસ્તુઓનો સદૂભાવ છતાં તે આકુળ છે, તેથી તે પણ જ્ઞાનીજનો માટે કરુણાને પાત્ર છે. જન્મ્યો ત્યારથી નિરોગી રહેવું, માતા-પિતાનું રક્ષણ ટકવું, પ્રેમ મળવો, યુવાનીમાં વિષયોની વ્યાકુળતા. સ્ત્રી-પરિવાર મળ્યા તો તેને સાચવવાની ચિંતા. ખુશ રાખવાની ચિંતા. વિચારોનો મેળ કર્મ પ્રકૃતિની વિચિત્રતા કરવા દેતી નથી તેથી સાધનસંપન્નતા હોવા છતાં માનવી ત્રિવિધ તાપથી ઘેરાયેલો છે, તે માનવદશા પામીને શું મેળવશે ૫૦ ક સત્વેષ મૈત્રી Page #56 -------------------------------------------------------------------------- ________________ તેથી તેમની અજ્ઞાનતા કરુણાને પાત્ર છે. વ્યાપાર ઇત્યાદિમાં કેટલાં કષ્ટ વેઠે તો પણ સફળતા મળે કે ના મળે. મળે તો સંતોષ ના હોય તો તેને દુઃખ છે. સંસારમાં ધન, માન મેળવવાના કેટલાયે પ્રકારો અજમાવવાની આકુળતા ચિત્તમાં સતત વેક્યા કરે. એનું ધારેલું ન થાય ત્યારે મૂંઝવણનો પાર નહિ. તેના કારણે કેટલાય રોગનો ભોગ બને તે દશા કરુણા ઉપજાવનારી તેમાંય જો કોઈ દુરાચારના કે વ્યસનના સેવનમાં ચઢી ગયો તો પછી તેને કોઈ સંત પણ ઉગારી ન શકે. ભૌતિક જગત તેને ઘણું રંગીન દેખાય છે, પણ તે સંગીન – ટકવાવાળું નથી તે તો તેની કલ્પનામાં આવે તેમ નથી. તેમાંય જડવાદે વધારેલા અજ્ઞાનના માર્ગોમાં તે યાત્રી બની જીવન હારી જાય છે. તેથી કરુણાને પાત્ર આખરી કરુણા તો તે જીવોની કરવાની છે કે દુર્લભ એવો માનવજન્મ, ઉચ્ચ સંસ્કારી કુળ, ધર્મશાસનના યોગો મળવા છતાં, જીવને ધર્મની રુચિ થતી નથી. સજ્જનતા પ્રત્યે કે દાનાદિ જેવા કાર્યો પ્રત્યે અભિગમ થતો નથી. જીવનદૃષ્ટિ સત્યમૂલક હોવી જોઈએ. જો માનવચિત્તમાં સત્ય, સંતોષ, શીલ, સદાચાર, સહકાર, કે સહિષ્ણુતા જેવા ગુણો નથી તો તે સ્થાન વિકૃતિઓ લેશે. આ યુગમાં ચારે બાજુ વિકૃતિઓનો વિસ્તાર થઈ રહ્યો છે, ત્યાં સજ્જને બચવાનું છે. કરુણા જેવા ગુણો વગર કેવી રીતે તમારી જાતને બચાવશો ? કદાચ પરિસ્થિતિ અનુકૂળ ન હોય તો પણ ધીરજ અને સહિષ્ણુતા રાખીને એ દયનીય પરિસ્થિતિમાંથી મુક્ત થજો. જીવન કરુણાનું અપેક્ષિત ક્ષેત્ર છે : જીવન અને ધર્મ જેમ જુદા નથી તેમ જીવન અને કરુણા જુદાં સત્વેષ મૈત્રી પ૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ નથી. શ્વાસ-પ્રશ્વાસની ક્રિયા જેવા છે. મને રુચે કે સ્વાર્થ હોય ત્યાં ધર્મ કે કરુણા પાળું તો તે વાસ્તવિક નથી. જો તારે દુર્ભાવથી, સંસારની પરાધીનતાથી છૂટવું હોય તો તને તારી જ કરુણા હોવી જરૂરી છે. તને એ વાત સમજાયા પછી દુઃખી જીવો પ્રત્યે કરુણા તારે વિચારવી નહિ પડે તારાથી થઈ જશે. જન્મ અને મૃત્યુની ઘટમાળથી કોણ બચ્યું છે ? તો પછી શાને માટે તારે ઈર્ષા કે અન્ય દોષોનું સેવન કરવું ? આમ તો તું બુદ્ધિમાન થઈને જીતવા નીકળ્યો છું પછી ક્ષણની માયા લોભ કે માન-અપમાનાદિમાં કેમ હારી જાય છે ? કરુણાના સાત્ત્વિક ગુણને બદલે હીન સત્ત્વ કેમ બની જાય છે ? એમ તારે તારા વિષે વિચારવું. સમસ્ત વિશ્વ વિષયોની વિશ્રાંતિ વડે વ્યાકુળ થઈ રહ્યું છે, તેમાં તું કેમ ભળી જાય છે ? તને ઉત્તમયોગ મળ્યા છે, તેને આચરીને અન્ય જીવોને પણ તેવી દયનીયદશામાંથી ઉગારવા સહાય કરજે. ‘જે પ્રાણીઓ હિતનો ઉપદેશ સાંભળતાં નથી, ધર્મની એક પણ વાત મનમાં લેતાં નથી, તો પછી એમની ઉપાધિઓનો અંત પણ કેવી રીતે આવે ? એ જીવો પ્રત્યે કેવળ કરુણાભાવના રાખવી એક માત્ર ઉપાય છે'' તેમાં સ્વપર હિત છે. વળી તારે અહીંતહીં રઝળવાની જરૂર નથી. આત્મભાવ ભૂલીને તું ઘણું રખડ્યો છું, હવે જિનશાસન મળ્યું છે. અગાધ સંસારસાગર તરવા માટે પરમાત્માના વચનરૂપી નૌકા મળી છે. તેમાં યથાર્થ જીવનદૃષ્ટિ રહેલી છે. તેમના માર્ગને જે અનુસરે છે તે સુખ પામશે. વળી તે માર્ગે નિર્વિઘ્ને ચાલવા તારે સદ્ગુરુની પણ આવશ્યકતા રહેશે પણ સાવધાન રહેજે. ગમે તેને ગુરુ માની ન લેતો. પરમાત્માના બોધને અનુસરતા જ્ઞાની-સત્યગવેષક ગુરુને શોધજે. તો તને સત્યના રાહે લઈ જશે. પછી તો તારી તત્ત્વદૃષ્ટિ જ તને આગળનો માર્ગ બતાવશે. ૫૨ % સત્ત્વેષુ મૈત્રી Page #58 -------------------------------------------------------------------------- ________________ કરુણાનું ક્ષેત્ર વિશાળ છે કરુણાનું ક્ષેત્ર વિશાળ છે. ક્યાં ક્યાં કરુણા થઈ શકે તે આપણે તેની ભાવનામાં જોયું. કરુણા કેવળ ધર્મના ક્ષેત્ર સુધી સીમિત નથી. જો એમ જ હોત તો લાકડામાં બળતા સર્પયુગલ સુધી તે પહોંચી ન હોત. વાસુદેવના સારથિની (ગૌતમસ્વામીનો જીવ) કરુણા મરણાંત સિંહ સુધી પહોંચી ન હોત. કડવી તુંબડીનું શાક આરોગીને દેહનો નેહ ત્યજી મૃત્યુનો સ્વીકાર કરી જંતુને બચાવવાની કરુણા મુનિના હૃદયમાં ઉપજી ન હોત. કરુણાનું ક્ષેત્ર ઘણું વિશાળ છે. ધર્મથી પડતા જીવને બચાવવો, એનું રહસ્ય ઘણું ઊંડું છે. પરંતુ જ્યાં જે જીવને શાતા પહોંચે ત્યાં તે પ્રમાણે કરવું તેનું નામ વાસ્તવિક કરુણા છે. દારૂ પીનારને દૂધ પીતો પ્રેમથી - કરુણાથી કરી શકાશે પણ તિરસ્કારથી નહિ કરી શકાય. ખૂનીને મુનિની કક્ષા સુધી લઈ જવામાં પ્રભુની કરુણા જ હતી. નિશ્ચય ધર્મ તરફ જવાનો એ સાચો વ્યવહાર છે. ગુજરાત અને સૌરાષ્ટ્રમાં લોક કવિ શ્રી મેઘાણીનું નામ પ્રસિદ્ધ હતું. કવિતાઓ કેવળ કલ્પનાથી લખતા ન હતા પરંતુ તેની પાછળ કોઈ જીવંત પ્રસંગોની કથાઓ પણ હતી. ભલે એ પ્રસંગ સામાન્ય જણાતો હોય પણ તેમાં કરુણાનો સ્ત્રોત વહેતો હતો. તેઓ એકવાર કોઈ ગામે ગયા હતા. ત્યાં કોઈ અપરિચિત વ્યક્તિએ તેમને પ્રેમપૂર્વક જમવાનું આમંત્રણ આપ્યું. મેઘાણીભાઈ પોતાના મિત્રની સાથે ત્યાં ગયા. એક નાની સુઘડ ઝૂંપડીમાં નિમંત્રક તેમને લઈ ગયો. તેના મનમાં ઘણો હર્ષ હતો. સમય થતાં દૂધપાક-પૂરીનું જમણ પીરસાયું. મેઘાણીભાઈએ એક ટીંપા જેટલો દૂધપાક લઈને પછી કહ્યું કે મને દૂધપાક અનુકૂળ આવતો નથી. માટે વધુ ન આપશો. જમી પરવારીને તેઓ પોતાને ઉતારે પહોંચ્યા. મિત્ર જાણતો હતો કે મેઘાણીભાઈ તંદુરસ્ત છે. દૂધપાક ભાવતું ભોજન હતું છતાં સર્વેષ મૈત્રી : ૫૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ તેઓએ ટીપું લઈને છોડી કેમ દીધો ? જવાબમાં મેઘાણીભાઈએ કહ્યું કે તમારી વાત સાચી છે, પણ એ ઝૂંપડીના નાનાસરખા રસોડામાં ત્રણચાર બાળકો માને વીંટળાઈને બેઠાં હતાં, મા સાથે વાત કરતાં હતાં “મા અમે ત્રણ દિવસથી દૂધ પીધું નથી. આજે અમને દૂધપાક આપીશને ?' નિમંત્રકે આપણને ઘણા પ્રેમથી આમંત્રણ આપ્યું હતું. તે હું જાણતો હતો પણ મારી નજરે પડેલું પેલું દશ્ય અને શ્રવણે પડેલા પેલાં બાળકોના આર્જવભર્યા શબ્દો, મારા મનને દૂધપાક લેવાની ના પાડતા હતા. એટલે મેં ટીપું લઈ નિમંત્રકનું મન મનાવ્યું અને મારું મન મનાવ્યું કે પેલા બાળકો કેવા પ્રેમથી દૂધપાકની મોજ માણતાં હશે. તેમની તૃપ્તિ એ મારી જ તૃપ્તિ છે. અન્ય રીતે આપણા જીવનમાં પણ આવું બનતું હશે. પરંતુ હૃદયમાં કરુણાનું ઝરણું વહેતું હોય તેની આંખો આવું તારવી શકે, મન દ્રવી શકે. કરુણા સહેજે થઈ જાય. પરહિત ચિંતાસ્વરૂપ કરુણા કાતિલ ઠંડીના દિવસો હતા. એક સંન્યાસીએ ઘણા પરિશ્રમ પછી ગૃહસ્થો પાસેથી રકમ લઈને એક શાલ ખરીદી લીધી. તે દિવસે હાડ ગાળે તેવી ઠંડી હતી. એક બસ-સ્ટેન્ડ આગળ લોકો બસની રાહ જોતા ઊભા હતા. સૌ પાસે કંઈક ગરમ વસ્ત્ર હતું. સૌ કેવી સખત ઠંડી છે તેની ચર્ચા કરતા હતા. બસ આવતાં સૌ બસમાં ચડ્યા, તે બસના દરવાજા પાસે એક ગરીબ બાઈ પોતાના બાળક સાથે ઊભી હતી. ઠંડા પવનના ઝપાટે તે અને તેનું બાળક ધ્રૂજી રહ્યાં હતાં. સૌ પ્રવાસીઓ આ બાઈને જોઈને દયા તો ખાતા હતા. ત્યાં પેલા સંન્યાસી પણ એ બસમાં ચડ્યા. તેમણે આ દશ્ય જોયું અને તરત જ ઘણા પરિશ્રમે મેળવેલી પેલી શાલ પેલી બાઈને આપી દીધી તે વખતે જેમણે શાલની રકમ આપી હતી તે ગૃહસ્થોએ આ જોયું. સૌ સમજી ગયા. આ તો સંત-સંન્યાસી છે. કરુણા તેમના હૃદયનું અંગ છે. ૫૪ : સત્વેષુ મૈત્રી Page #60 -------------------------------------------------------------------------- ________________ માધ્યસ્થ્યભાવના મધ્યસ્થ : રાગ અને દ્વેષની મધ્યમાં સ્થિર રહે. ભાવના : કોઈ પણ પરિસ્થિતિમાં રાગદ્વેષના ભાવ ન થાય તેવું પુનઃપુનઃ ચિંતન તે માધ્યસ્થ્યભાવના. માધ્યસ્થ્યભાવની અન્ય અવસ્થાઓ ઉપશમ, પ્રશમ, શાંતિ, વૈરાગ્ય, ઉપેક્ષા વગેરે. મધ્યસ્થ કયાં રહેવું ? ઉપેક્ષા ક્યાં અભિપ્રેત છે ? માધ્યસ્થ્યભાવના વિનયગુણથી ટકી શકે છે. જિનધર્મ પ્રવચન કે સિદ્ધાંત માધ્યસ્થ્યભાવયુક્ત હોવાથી અનેકાંત અને સ્યાદદ્વાદ શૈલીનું વિસ્તરણ થયું. જેથી આગ્રહો, દુરાગ્રહો કે મતાગ્રહો ગૌણતા પામે છે. મધ્યસ્થનો સામાન્ય અર્થ અવિનીતો પ્રત્યે, પાપયુક્ત વ્યવહાર પ્રત્યે, સ્વાર્થ અને વૈર જેવા રાગદ્વેષના પ્રકારો પ્રત્યે મધ્યસ્થ રહેવું. કર્મપ્રકૃતિઓના અહિતકારી પરિપાકમાં મધ્યસ્થ રહેવું. જેથી પુનઃ તેવાં કર્મોનું નિર્માણ ન થાય. માધ્યસ્થ્યભાવના વગર માનવી શ્રેષ્ઠ જીવનનું સર્જન કરી શકતો નથી. સર્વ જીવમાં સમાનવૃત્તિ કેળવીને, દુઃખી પ્રત્યે કરુણા કેળવીને, ગુણવાનો પ્રત્યે પ્રમોદ રાખીને અંતે અવિનિતો, વિરોધીઓ, વિઘ્નકર્તાઓ પ્રત્યે માધ્યસ્થ્યભાવ કલગી સમાન છે. સંસારમાં પુણ્યયોગે સુખનાં સાધન મળવા છતાં, નિરોગી શરીર મળવા છતાં બુદ્ધિશક્તિ સપ્રમાણ હોવા છતાં. કંઈ યશનો પણ યોગ હોય પછી તારે હવે આ જગતમાં રાગાદિની પ્રચૂરતામાં કે આકુળતામાં જીવવાની શું જરૂર છે ! જ્યાં જે ભાવનાની આવશ્યકતા છે તેને જીવંત રાખ. જેમ તીર્થંકરના સમયમાં ભરાવેલી-સ્થાપિત કરેલી પ્રતિમા જીવંત સ્વામી કહેવાય છે તેમ તું પણ જીવંત શુભેચ્છા સંપન્ન ચૈતન્ય છું. સજ્યેષુ મૈત્રી ૫૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ ઉદરની ક્ષમતા કરતાં વધુ ખાવાથી રોગ થાય, વધુ વાચાળતાથી વેર થાય, તેના કરતાં જો માધ્યથ્ય જાળવે તો ન રોગ ન શોક. શરીર અને મન બંનેનું રક્ષણ શક્ય બને છે. માધ્યથ્યનું કેન્દ્ર : દરેક ભાવોનું કેન્દ્ર આત્મા છે, તેમ માધ્યથ્યનું કેન્દ્ર આત્મા છે. મનાદિ ત્રણ યોગની પ્રવૃત્તિઓનું કેન્દ્ર આત્મા છે. જો દરેક પ્રવૃત્તિ અને પરિણામના કેન્દ્રમાં આત્મા છે તો માધ્યચ્યું છે. પણ જો તેમાં રાગાદિભાવથી ગૂંચ પડી તો કેન્દ્રમાં અજ્ઞાન આત્મા છે. આત્મા કેન્દ્રમાં એટલા માટે છે કે ભાવો પરિવર્તિત થાય છે તો પણ આત્મા નિત્ય જ છે. આથી દરેક ઉત્તમ ભાવનામાં જ્ઞાન કે આનંદનો આવિર્ભાવ તેમાંથી જ આવે છે. આ આત્માનું વિસ્મરણ થવા ન દેવું તે કેન્દ્રસ્થ-મધ્યસ્થ છે. ગુણોના સ્વામી આત્મા છે. સુખદુઃખ પ્રત્યે વૈરાગ્ય છે તે માધ્યસ્થતા. વિષયો પ્રત્યે ઉપશાંતતા તે માધ્યસ્થતા છે. કર્મની ચિત્રવિચિત્રતા વૈશ્વિક સ્વરૂપ પ્રત્યે વિવેક તે માધ્યસ્થતા છે. પાપીજનો પ્રત્યે ઉપેક્ષા તે માધ્યસ્થતા છે. તે ઉપરાંત સર્વ શુભ અનુષ્ઠાનો માધ્યચ્યવૃત્તિવાળા છે. સામાયિક જેવા આત્મા દ્યોતક નિરવદ્ય અનુષ્ઠાન માધ્યશ્મભાવની પૂર્તિ છે. રાગ દ્વેષ પ્રત્યે માધ્યસ્થતા, સ્વ-પરના ભેદ ટાળી સામાયિક રૂપ ધર્મ વડે આત્મપરિણામ પામે છે. તે પરિણામ શુદ્ધિના શિખરે પહોંચી કેવળ જ્ઞાન પામવા સમર્થ બને છે. પરંતુ જે કેવળ પોતાનું હિત ચાહે છે, અનંતા જીવોનું હિત ચાહતો નથી. તે માધ્યસ્થતા સમજ્યો નથી. તે સમત્વને પામ્યો નથી. સમત્વને સ્થિર કરવા માટે માધ્યસ્થતા જરૂરી છે. સ્વ-પરના ભેદમાં અટકે કે ભટકે તે ત્રિશંકુની જેમ આકાશમાં લટકે છે. જેને એ ભેદ ખટકે છે, તે માધ્યશ્મભાવનો ચાહક થાય છે. સાચો ધર્મારાધક પ૬ ક સત્વેષ મૈત્રી Page #62 -------------------------------------------------------------------------- ________________ એવા ભેદ પાડી કોને પરાયા માને ? સાધકને ભેદ અપ્રિય છે, અભેદ પ્રિય છે. સાધના ભેદ ટાળે, અધર્મ ભેદનું અંતર વધારે છે. માધ્યચ્ય ભાવનાના જીવના પરિણામ ભેદે કેટલાક પ્રકારો છે. ૧. પાપી વિષયક માધ્યશ્મ, ૨. વૈરાગ્ય વિષયક માધ્યચ્ય, ૩. સુખ વિષયક માધ્યય્ય, ૪. દુઃખ વિષયક માધ્યય્ય, ૫. ગુણ વિષયક માધ્યચ્ય, ૬. મોક્ષ વિષયક માધ્યથ્ય, ૭. સર્વ વિષયક માધ્યથ્ય. વગેરે. ૧. પાપી જીવો પ્રત્યે માધ્યસ્થ : પાપ કરનાર ખરેખર પાપી નથી, તેનું કૃત્ય પાપજનક છે. આથી ગરમ લોઢું ટીપતાં અગ્નિ લોઢા સાથે ટિપાય તેમ પાપ કરનાર - આત્મા પાપનું ફળ ભોગવે છે. તેવા જીવોને સમજાવવા છતાં પાપથી અટકે નહિ તો મધ્યસ્થતા રાખવી. અને તે સુધરે તેવો સદ્ભાવ રાખવો, જેથી તેનો તિરસ્કાર કે દ્વેષ વધવા પામે નહિ અને તેને સુધરવાની તક મળે. ૨. વૈરાગ્ય વિષયક માધ્યચ્ય : વૈરાગ્ય એટલે સંસારિક સુખ પ્રત્યે દ્વેષ અભાવ કે અરુચિ. આ દ્વષજનિત વૃત્તિ પ્રશસ્ત છે. તેથી તે રાગાદિ કે સાંસારિક સુખ પ્રત માધ્યશ્ય રાખે છે. સુખ ઉપર દ્વેષ અને દુ:ખ પર રાગ કર્મલયનું નિમિત્ત બને છે. તેથી અપેક્ષાએ તે વિચારણા હિતકારી છે. ૩. સુખ વિષયક માધ્યસ્થ : તીર્થંકરના પુણ્યાતિશયો જાણીને, કે ચક્રવર્તી જેવા પુણ્યના ઉપભોગને જાણીને, સુદર્શન કે આનંદ જેવા શ્રાવકો અત્યંત ધનાઢ્ય છતાં તેને ત્યજીને સંયમ માર્ગ લીધો. ધન્ના શાલિભદ્ર દેવી સુખના સ્વામી છતાં સર્વ ત્યજીને ચાલી નીકળ્યા. આવા ભાવો સુખ વિષયક માધ્યશ્મભાવનાથી આવે છે. માટે વિચારવું આવા અતિ વૈભવને ક્ષણવારમાં ત્યજીને ચાલી નીકળ્યા તે જીવોને ધન્ય છે. સર્વેષ મૈત્રી કે પ૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪. દુઃખ વિષયક માધ્યથ્યઃ ઉપસર્ગાદિના યોગે દેહના કષ્ટમાં દેહ પ્રત્યે ઉદાસીન રહી સહી લીધું તેવા ગજસુકુમાર આદિ મહાત્માઓને ધન્ય છે. ઉપસર્ગ સમયે ચિત્તમાં આકુળતા નથી, અને શમી જાય તો હાશનો ભાવ નથી. એ ઉત્તમ માધ્યથ્ય છે. ૫. ગુણ વિષયક માધ્યસ્થ : આ માધ્યચ્ય લબ્ધિવંત મુનિઓને હોય છે, વળી આવી લબ્ધિઓ ક્ષયોપશભાવની હોવાથી આત્માની અપૂર્ણતા છે. એમ માની તેમાં તે મહાત્માઓ માધ્યશ્ય રહે છે. ક્વચિત જ લબ્ધિનો ઉપયોગ કરે છે. ૬. મોક્ષ વિષયક માધ્યચ્ય અપ્રમત્તાદિ ઉપરના ગુણસ્થાનકે હોય છે, તે અસંગ અનુષ્ઠાન નિજાત્માની રમણતામાં લીન મહાત્માઓને હોય છે. મોક્ષસ્વરૂપનો સાક્ષાત્કાર થવાથી હવે મોક્ષની અભિલાષા પણ શમી ગઈ છે તે માધ્યચ્યું છે. 2. સર્વ વિષયક માધ્યચ્ય : આ સર્વોત્કૃષ્ટ માધ્યય્યના સ્વામી કેવળી ભગવંતો છે. વળી . વળી ભગવંતોએ પ્રરૂપેલાં તત્ત્વોને અનેકાંત દષ્ટિથી ચિંતન કરનારા મહાપુરુષોને આ માધ્યચ્ય પ્રગટે છે. સૃષ્ટિના સમસ્ત જીવો પ્રત્યે તેમને રાગાદિ રહિત માધ્યસ્થ છે. જેમ પરાધની સંખ્યામાં સોની સંખ્યા સમાઈ જાય છે તેમ અનેક નય, વિધિ-નિષેધ, અન્ય દર્શનોના સવિચાર તે સર્વને માધ્યશ્મભાવે મહાપુરુષો સમાવી શકે છે. માધ્યથ્યને કારણે તેઓનાં વચન સાગર જેવાં ગંભીર સૌમ્યતાથી ભરપૂર હોય છે. સત્યના આશ્રયે હોવાથી તેઓ સ્વદર્શન પ્રત્યે રાગ કે પર દર્શન-પ્રત્યે દ્વેષ રહિત હોય છે. જેટલું ૫૮ એક સર્વેષ મૈત્રી Page #64 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન સૂક્ષ્મ તેટલું શુદ્ધ હોવાથી, તેમાં સર્વોત્કૃષ્ટ માધ્યસ્થ હોય છે. સર્વોત્કૃષ્ટ માધ્યય્ય જિનદર્શન માધ્યથ્યના ભાવથી ભરપૂર છે. કારણ કે તેના પ્રણેતા સર્વજ્ઞ જિનેશ્વરદેવ છે. તેમણે પ્રરૂપેલા તત્ત્વ વિષયક સિદ્ધાંતો માધ્યથ્ય લાવે છે, કર્મના વિપાકનું ચિંતન પણ માધ્યશ્ય લાવે છે. અહિંસાનો આચાર કે ચિંતન માધ્યચ્ય ભાવ લાવે છે. સત્ય પણ માધ્યથ્ય લાવે છે. કારણ કે તેમાં રાગાદિ ભાવ થતા નથી. રાગાદિભાવથી હિંસા કે અસત્ય થવાની સંભાવના છે. અન્યનું દુઃખ પોતાના દુઃખ જેવું લાગે છે ત્યારે ભાવઅહિંસા હોય છે. સંસાર જીવો અને જીવાણુઓથી ખીચોખચ ભરેલો છે તો પછી હિંસાથી કેમ બચવું ? તેનો ઉપાય સમભાવ છે, માધ્યશ્મભાવ છે જ. જિનવચનની પ્રરૂપણા માત્રમાં માધ્યચ્ય ભાવની પ્રદાનતા છે. જિનેશ્વરદેવ સ્વયં તેના પરમ પ્રરૂપક છે. તેથી જિનપ્રવચનમાં જીવાદિ નવ તત્ત્વો, ત્રિપદી, ત્રિરત્ન કે તત્ત્વત્રયી સઘળા રાગદ્વેષ રહિત માધ્યશ્મભાવના પ્રરૂપક છે. અનિત્યાદિ બાર ભાવના, દાનાદિધર્મો, દસ યતિ ધર્મો, વ્રત, તપ, સમિતિ, ગુપ્તિ સર્વની પ્રણાલિ રાગદ્વેષના ભાવ રહિત માધ્યય્યતાની પ્રરૂપક છે. ભવભ્રમણનું મૂળ કારણ રાગદ્વેષ અને અજ્ઞાન છે. જિનેશ્વર પ્રણિત ધર્મનો પ્રારંભ રાગદ્વેષ રહિત થવા માટે છે. માધ્યચ્ય રાગદ્વેષ રહિતપણાનું નિર્દેશક છે. સર્વશાસ્ત્રોની રચના તેને માટે થઈ છે. આથી માધ્યચ્યભાવ સર્વ વ્યાપક છે. નવકાર મહામંત્રથી પણ એ અભિપ્રેત છે, કારણ કે પંચ પરમેષ્ઠિનું સ્વરૂપ જ એવું શુદ્ધ છે. જડ કે ચેતન કોઈ પણ પદાર્થ પ્રત્યે રાગ ભાવ થવાથી તેમાં આસકિત ઊપજે છે, પછી જ્યારે તેમાં કોઈ અણધાર્યું પરિવર્તન આવે ત્યારે માણસ દુઃખી થાય છે. પણ જો વ્યક્તિ તેવા સંયોગોમાં માધ્યશ્મભાવ રાખે તો દુઃખને નિવારી શકાય છે. માણસને શરીરની રોગ પીડાકારી નથી તેટલો મનોશ રાગ સત્વેષ મૈત્રી - ૫૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ પીડા આપે છે. રોગ ફક્ત શરીરવ્યાપી છે. રાગનો વિસ્તાર તારી આસક્તિના વિસ્તાર જેટલો વધે છે. રાગ વિસ્તરે છે તેની સાથે દ્વેષ વિસ્તરે છે, જે તારા દુ:ખનું કારણ છે. હવે જો તારે સુખ જોઈએ છે તો તું માધ્યથ્યને આત્મસાત કરી લે. વળી કર્મોનો જ્યારે તીવ્ર વિપાક થાય છે, ત્યારે હૃદય જેવા મર્મસ્થાનને તે હતપ્રભ કરીને દુ:ખદાયી બને છે. સૌ એ કર્મોનો આધીન છે, તેમાં તું કોના પર રાગ કરે અને દ્વેષ કરે ? તેમાં તારું શું વળે ? માટે તું સ્વયં મધ્યસ્થ થઈજા. મધ્યસ્થ એ શ્રેષ્ઠ જીવનની ભાવના છે. માધ્યચ્ય ભાવ ન હોય તો કલેશ, ઈર્ષા, અસૂયા, ભય, શોક જેવા દોષો ઘર કરીને જામી જાય છે.' અરે ! કદાચ તું શુભેચ્છાથી પ્રેરાઈને અન્યને ધર્મનો ઉપદેશ આપે અને તેને રુચિ ન થાય, પણ તેને દ્વેષ થાય કે વિરોધ કરે તો પણ તારે મધ્યસ્થ રહેવું. ગુણીજનો પર પ્રશસ્તભાવ રાખવો, નિર્ગુણી પ્રત્યે દ્વેષ ન કરવો, પણ મધ્યસ્થ રહેવું. માધ્યશ્મભાવ એ મનોવૃત્તિનો ઉચ્ચ પ્રદેશ છે. આપણે માનસવિદ્યાનો જેટલો પરિચય કરશું તેટલું તેમાં ઊંડાણ અને વિસ્તાર થશે. શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે મનનું સંશોધન જરૂરી છે, માબથ્ય તે સંશોધનમાં ટકાવે છે. વિશાળષ્ટિને વિકસાવે છે. રાગદ્વેષ પર અદ્ભુત સંયમ આવે છે. માધ્યચ્યભાવમાં નિષ્ફરતા તિરસ્કાર કે નિષ્કાળજી નથી, પરંતુ માર્ગમૂત પથિકને કેવી રીતે માર્ગમાં લાવવો. તે જીવ માનવજન્મની સફળતા પામે તેવી ભાવનાનું તે નિદર્શન છે. તેમાં ઉપેક્ષા કરવી પડે તો પણ તેમાં શ્રેષબુદ્ધિ થતી નથી. તેથી માધ્યચ્ય ઉદાસીનતા કે ઉપેક્ષા શબ્દથી પ્રસિદ્ધ છે. ઉદાસીનતા : રાગદ્વેષને ઊઠતા જ શમાવી દેવા, તેનો નિરોધ કરવો તે ઉદાસીનતાનો પ્રારંભ છે. એટલે સ્વાભાવિકપણે રાગાદિથી નિર્બદ્ધ ૬૦ - સત્વેષ મૈત્રી Page #66 -------------------------------------------------------------------------- ________________ રહેવું તે ઉદાસીનતાની દૃઢતા છે. ઉદાસીનતા આત્માને વિકટ પરિસ્થિતિ કે વિરોધીઓ – અવિનીતો સામે અધ્યાત્મયોગથી મૂત થવા દેતી નથી. અધ્યાત્મયોગની તે જનની છે. તેથી તે સંસારભાવથી કે રાગાદિ કંઠથી છૂટવાનું અમોઘ સાધન છે. જગતમાં કર્માધીન અનેક પ્રકારની વિચિત્રતા ચાલે છે. તેને આધીન સી જીવે છે. તેમાં કોના પર રાજી થવું કે રીસ કરવી ? રાગ અને રીસ બંને દોષ છે. કોઈને આવકારવા જેવો નથી, માટે ઉદાસીન રહેવું તે લાભકારી છે. હું જીવોને ધર્મ પમાડી દઉં તેવો અહં શા માટે ? તીર્થકર કોઈને બળજબરીથી ઉપદેશ આપતા ન હતા. કોઈને દીક્ષા પણ બળજબરીથી આપતા ન હતા. તેઓ ઉપદેશ માટે બાહ્યાડંબરને સ્થાન આપતા ન હતા. તેઓ શુદ્ધ ધર્મના સ્વરૂપને વિવિધ પ્રકારે ઉપદેશતા હતા. પાત્ર જીવો તેને ગ્રહણ કરી આત્મકલ્યાણ સાધી લેતા હતા. ઉપેક્ષા : મધ્યસ્થનો એક ભેદ ઉપેક્ષા છે, સામાન્ય ઉપેક્ષા એટલે નિષ્કાળજી કે તિરસ્કાર થાય. દુરાચારી કે પાપી પ્રત્યે મધ્યસ્થ કે ઉદાસીનતા હોય છે. પરંતુ તેવાં કાર્યો પ્રત્યે ઉપેક્ષા હોય છે. પાપ કરનાર પ્રત્યે ઉપેક્ષા એ રીતે રહે છે કે જવા દો એના કર્મનું ફળ એ ભોગવશે. પુણ્યકાર્યમાં જેમ પ્રશંસા છે તેમ પાપકાર્ય પ્રત્યે ઉપેક્ષા છે. મધ્યસ્થ પ્રકારની ઉપેક્ષામાં તિરસ્કારની મુખ્યતા નથી પરંતુ તે માટે વિકલ્પ ન કરતાં તે તરફથી આપણું ચિત્ત હટાવી લેવું, તે ઉપેક્ષા છે. જેમ કહીએ છીએ કે જે ગામ જવું નહિ તેનું નામ ન લેવું. તે ઉપેક્ષા છે. ઉપેક્ષા મધ્યસ્થભાવ પોષક છે. તેથી દુઃખીઓની ઉપેક્ષા કે તિરસ્કાર નથી. તેવી ઉપેક્ષાવૃત્તિ તે જિનાજ્ઞા વિરુદ્ધ છે. અંતર-બાહ્ય કોઈ પ્રકારે રોગાદિથી ઘેરાયેલા જીવોનાં દુઃખો જોઈ તેમની વ્યથાને જાણીને સહાનુભૂતિ થવી જોઈએ. પરંતુ તેઓ તેમનાં કર્મ ભોગવે સત્વેષુ મૈત્રી કે ૬૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ છે મારે શું ? તેવી ઉપેક્ષા ઉત્તમ માનવ કરતો નથી. તેનાં પાપકર્મોની ઉપેક્ષા છે, પરંતુ તેની વ્યથા કે દુઃખ માટે તો અનુકંપા છે. અંતમાં આ ભાવનાઓની વિશેષતા એ છે કે જીવનને એક સત્યના રાહે લઈ જાય છે. દીર્ઘકાળથી ભૂલા પડેલા જીવને અનુપમ માર્ગે ચઢાવી દે છે. ચારે ભાવનાઓ મળીને ચૈતન્યનું સામર્થ્ય પ્રગટ થાય છે. તેમ દરેકનું અલગ અલગ અને અનેરું સ્થાન પણ છે. મૈત્રીભાવ એ પવિત્ર ઝરણા જેવો છે. જેનું વહેણ વિશ્વના સુખ પ્રત્યે છે. પ્રમોદભાવના વડે ગુણીજનો પ્રત્યેના આદર સન્માનથી હૈયું નાચી ઊઠે છે. એ ગુણો જીવનનો આદર્શ બને છે. વળી દીન દુઃખિયાં જોઈને કરુણાભીનું હૈયું રડી ઊઠે છે. અંતે માર્ગ ભૂલેલા કોઈ જીવનપથિકને આંગળી ચીંધે છે. હાથ અને સાથ આપે છે, ભાઈ ચાલ હું તારો સાથી છું. પરંતુ તે હાથ પકડવામાં કૃપણ છે. તો માધ્યસ્થ ભાવના સમતા વડે ભાવનાની પવિત્રતાનું રક્ષણ કરે છે. આવો ઉત્તમ જીવ આ ભાવના વડે શુદ્ધ બની આગળના પંથે પ્રયાણ કરી પરમપદને પામે છે. મધ્યસ્થભાવ આંતરિક બળ છે મુંબઈ જેવા નગરમાં રાજસ્થાનથી સુમનલાલ વ્યાપારના અરમાનથી આવ્યો હતો. પરંતુ નસીબે સાથ ન આપ્યો. જે કંઈ લઈને આવ્યો હતો તે પણ પૂરું થઈ ગયું અને વ્યાપારની કોઈ ઊજળી રેખા દેખાઈ નહિ. જ્યાં જાય ત્યાં જાકારો મળે. દેશમાં રહેલો પરિવાર તો જેમ તેમ કરી નિભાવ કરી લેતો. પરંતુ સુમનલાલને તો સાંજ પડે ઉદરપૂર્તિનાં પણ ફાંફાં થઈ ગયાં. આમ દિવસો પસાર થતા હતા. સુમનલાલની નિરાશાનો પાર ન હતો. ત્યાં વળી કોઈ જૂના મિત્રનો મેળાપ થયો. કૃશ થાય શરીર, મુખ પર અત્યંત નિરાશા, માનસિક ભાર, આવી દશા જોઈ તે મિત્રને મનમાં સદૂભાવ પેદા થયો. તેણે સુમનલાલને સાથ આપી વ્યાપારની સગવડ કરી આપી. ૬૨ ક સત્વેષ મૈત્રી Page #68 -------------------------------------------------------------------------- ________________ માનો કે અશુભનાં ચોઘડિયાં સમાપ્ત થયાં હતાં. અને શુભનાં ચોઘડિયાં શરૂ થયાં હતાં. સુમનલાલ પોતે પણ નીતિમાન હતા. ધર્મની શ્રદ્ધાવાળા હતા. પોતાની અવદશાનું તેમને ભાન હતું, તેથી પરોપકારવૃત્તિ સહેજે તેમને વરી હતી. વ્યાપાર ખૂબ વિકસ્યો. આથી થોડા સમયમાં ઘણી કીર્તિ મેળવી. હવે સુમનલાલજી શેઠ કહેવાતા હતા. જાકારો આપનારા પણ તેમની સાથે વ્યાપાર કરવા ઈચ્છતા. સુમનલાલજીનું ભાગ્ય ચારે બાજુથી ખીલ્યું હતું. મોટા અદ્યતન ફલેટમાં સપરિવાર સુખપૂર્વક રહેતા હતા. ઓફિસ પણ ઘણી વિશાળ હતી. દેશવિદેશના વ્યાપારમાં સફળતા મળતી હતી. | દિવાળીના દિવસો આવ્યા. સૌ વ્યાપારી મિત્રો વગેરે સુમનલાલજીને ભેટ વસ્તુઓ લઈને અભિનંદન આપવા, શુભેચ્છા પાઠવવા આવતા હતા. દિવાળીના પૂજનને દિવસે તો સુમનલાલજી સાથે હાથ મિલાવવાની પડાપડી હતી. સૌ ભેટ મૂકતા. સુમનલાલજી પ્રેમથી ભેટ સ્વીકારતા અને બાજુમાં મોટી તિજોરી હતી તેને ભળાવતા. સૌ સાંભળે તેમ બોલતા. “ભળાવું છું' એક સજાગ વ્યાપારીને આનો ખ્યાલ આવ્યો. જ્યારે ભીડ ઓછી થઈ ત્યારે તે શેઠ પાસે આવ્યા. અને બે હાથ જોડી વિનયપૂર્વક બેઠા, પછી પૂછ્યું, “શેઠજી માફ કરજો પણ એક વાત પૂછવી છે. તમે બધી ભેટ લેતા અને બોલતા હતા કે “ભળાવું છું.” તેનો ભેદ શો છે ?” સુમનલાલજી માર્મિક રીતે હસ્યા, પછી જવાબ આપ્યો કે, ભાઈ, આ નગરીના ફૂટપાથ પર ફરતો, કેટલાય વ્યાપારીની દુકાનનાં પગથિયાં ઘસતો, સાંજ પડે નિરાશાથી કોઈ ખોલીમાં પહોંચતો, રાત્રે ભૂખ્યો સૂઈ જતો, સવારે આશામાં ઊઠતો, સાંજ પડે એ નિરાશાને પામતો. કોઈ સુભગ પળે એક મિત્રની સંભાવનાથી વ્યાપારમાં સફળતા મળી.” આજે એ જ સૌ ભેટ લઈને આવે છે કે જ્યાંથી મને જાકારો મળતો હતો. આ સર્વ પ્રતાપ આ તિજોરીમાં રહેલાં લક્ષ્મીદેવીનો સત્વેષ મૈત્રી કે ૬૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ છે. હું તો એ જ સુમનલાલજી છું. એથી સૌની આપેલી ભેટ લક્ષ્મીદેવીને ભળાવું છું.' હા પણ એક વાત કહું, મને આજે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે નારાજી નથી. અને મળેલી આ લક્ષ્મી કે કીર્તિ માટે ખુશી કે મોટાઈ નથી. મારા જ અશુભ કર્મના યોગે જે કંઈ બન્યું તે બન્યું. આજે શુભના યોગે જે કંઈ થાય છે તે મધ્યસ્થ બની જોઉં છું. પેલા વ્યાપારી કહે, “કોઈ વ્યાપારીઓને તમારી ઈર્ષા પણ આવે છે. કે આ ફૂટપાથ પર ફરનારો તો શેઠજી થઈ બેઠો. “મારા મનમાં એવો વિકલ્પ જ નથી. સૌને ભગવાન સદબુદ્ધિ આપે.” અર્થાત્ ઈર્ષા કરનાર પ્રત્યે પણ તેમની ઉપેક્ષાભાવ તરી આવતો હતો. પરોપકારવૃત્તિને કારણે તેમનું ચિત્ત શુભ ભાવથી ભરેલું હતું, તેથી તેમને પહેલાના દુઃખના દિવસો પ્રત્યે કે વ્યક્તિઓ પ્રત્યે દ્વેષ ન હતો કે તેમની ખુશામત કરનાર પ્રત્યે રાગ ન હતો. સૌને માટે મધ્યસ્થભાવ તે તેમનો સગુણ હતો. કોઈ તેમના પ્રત્યે દ્વેષ રાખે છે તેવું વિચારીને દુઃખી થતા ન હતા પણ તેમના પ્રત્યે તેઓ ઉદાસીન રહેતા. મધ્યસ્થભાવ આવો સુખદાયક છે, કારણ કે તે આંતરિક બળ છે. આ વિશ્વમાં મારો એક પણ અપકારી છે નહિ, બધા જ મારા ઉપકારી છે – એવી વિચારણાને વર્તનમાં લાવવાથી સાચો અરિહંતભાવ પરિણત થાય છે. તેમાં ભારોભાર કૃતજ્ઞતા રહેલી હોય છે. “નમો અરિહંતાણ – પદ પણ આ જ તાત્પર્યને પ્રકાશે છે. કોઈ એક પણ જીવને અપકારી માળ્યો એટલે અરિહંતભાવનો અપલાપ થયો – એમ માનીને સર્વ સાથે આત્મીયતાપૂર્ણ વર્તન કેળવવામાં સ્વપરહિત છે. પૂ. પંન્યાસજી ૬૪ : સત્વેષુ મૈત્રી Page #70 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર મૈત્સા સર્વેષ સન્વેષ પ્રમોદન ગુણાધિકે માધ્યચ્ચેના વિનીતેષ કૃપયા દુઃખિતેષ. કોઈ પુણ્યશાળીનું ચિત્ત સર્વ પ્રાણીઓ પર મૈત્રી ગુણાધિક પ્રત્યે પ્રમોદ, અવિનીત પ્રત્યે માધ્યચ્ય અને દુ:ખી પ્રત્યે કરુણા વડે વાસિત બનીને બેંતાલીસ પ્રકારનું શુભ કર્મ બાંધે છે. જેમ સંસારમાં ભાગ્યશાળીઓને સાચા મિત્રો મળે છે, તેમ પુણ્યશાળીઓને – સત્ત્વશીલને કલ્યાણમિત્ર કે સન્મિત્ર મળે છે. સવિશેષ તો મુનિઓ મૈત્રી આદિ ભાવનાના અધિકારી છે. સાચો મિત્ર સુખમાં સબુદ્ધિ આપે છે. દુઃખમાં પોતાનું સુખ ધનાદિ જતાં કરીને પણ મિત્રના દુઃખમાં સહાય કરવા તત્પર રહે છે. કલ્યાણમિત્ર તો સર્વપ્રકારના દુઃખથી મુક્ત થવામાં સાથ આપે છે. અર્થાત્ અવ્યાબાધ સુખની પ્રાપ્તિનો તે ભોમિયો છે. ઉપરના કથન અનુસાર સત્વેષ મૈત્રી એ પણ સત્ત્વશીલ માનવનું લક્ષણ હોય છે. જંતુથી માંડીને સર્વ જીવસમૂહ પ્રત્યે મૈત્રીની ઉત્તમ ભાવના થવી, તેમાં સ્થિર થવું, વ્યવહારમાં તેનું અવતરણ કરવું અને પરમાર્થ માર્ગમાં મૈત્રીભાવનાનું સમતાસ્વરૂપે સ્થિર થવું, તેવું પરિબળ સત્ત્વશીલ કે પ્રાજ્ઞપુરુષમાં સંભવ છે. સત્ત્વહીનમાં તે અસંભવ જેમ હરિનો મારગ શૂરાનો છે ત્યાં કાયરનું કામ નથી, તેમ ક્લેશજનિત વૃત્તિવાળા જીવોમાં આ મૈત્રીભાવના સ્થાન લેતી નથી. પાત્ર જીવમાં તે સમગ્રપણે પ્રસાર પામે છે. ચરમાવર્તિમાં પ્રવેશેલા જીવમાં યત્કિંચિત આ ભાવનાઓ હોય છે. યોગીજનો તેના સહજ જ પ્રણેતા છે. સત્વેષ મૈત્રી ક ૬૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ મૈત્રીભાવની સર્વતોમુખી ઉચ્યતા છે, તેથી દેહાંત-મરણાંત ઉપસર્ગ થતાં પણ સાધુ-સાધક ઉપસર્ગ કરનાર પ્રત્યે પણ મૈત્રીભાવનામાં સ્થિર રહે છે. ઉપસર્ગકર્તા પ્રત્યે ક્રોધ નથી. ઇન્દ્રાદિ વંદે તો કંઈ નોંધ નથી. માર્ગમાં કાંટા હોય કે કમળ સર્વત્ર સમભાવ તે યોગીજનોનું અંતઃકરણ છે. પ્રમોદ : પ્રમોદ ગુણમાં વિનયની વિશેષતા હોવાથી તે અત્યંતર તપ સ્વરૂપ બનીને નિર્જરાનું કારણ બને છે. તેથી પ્રમોદગુણ પણ પરંપરાએ પરમપદનું પ્રદાન કરે છે. હે માનવ ! સામાન્ય જગતવાસી જીવને કંઈ લેવું ગમે છે, ચક્રવર્તિ જેવા પણ કંઈ મેળવવા ઇચ્છે છે. સત્ત્વશીલ માનવ વિચારે છે કે મારે કંઈ લેવું જ છે તો સર્વ દ્રવ્યાદિમાંથી ગુણ જ ગ્રહણ કરું. તેમાં પણ ગુણીજનોનો સંપર્ક માત્ર તેના હૈયાને ઝંકૃત કરે છે. ઢેલ જોઈને મોર નાચી ઊઠે તેમ પ્રાજ્ઞપુરુષનું હૈયું ગુણીજનોને જોઈને નાચી ઊઠે છે. આવો નિર્દોષ વિર્ષોલ્લાસ પણ નિર્જરાનું કારણ બને કરુણા : કરુણા એ તો શ્રી તીર્થકરોના આત્મપ્રદેશ પ્રદેશથી પ્રગટ થતું તત્ત્વ અને સત્ત્વ છે. મેઘને કોઈ વરસવાનું કહેતું નથી, ભૂમિનો ભેજ તેને ચારે દિશામાં વરસાવી દે છે. તેમ કરુણાના સ્વામીને કોઈ કહેતું નથી તમે કરુણા કરી. તેમના શ્વાસ સાથે ધબકતી કરુણા સર્વત્ર અભેદપણે વરસતી રહે છે. તેવી કરુણાને પાત્ર બનવાનું પુણ્ય હોય છે. તે કરુણા સાસરિક દુઃખ દૂર કરે છે તે તેની આડપેદાશ છે. મુખ્યતયા સ્વરૂપ બ્રાંતિનું દુઃખ દૂર કરી અવ્યાબાદ સુખ સુધી પહોંચાડે છે. એ કરુણાસાગરનાં બિંદુઓ જ આપણા હૃદયમાં સ્થાન લે તો ૬૬ ક સર્વેષ મૈત્રી Page #72 -------------------------------------------------------------------------- ________________ તે બિંદુઓ ભાવનારૂપ બની હૃદયના ક્લેશજનિત દુર્ભાવોને દૂર કરી દે છે. અને પછી તે જીવ જ સ્વયં કરુણા મેળવવાના ભાગ્યને પ્રસારી કરુણા કરનારો બને છે. માધ્યસ્થ : માધ્યશ્મભાવની ક્ષિતિજો બતાવીને પરમાત્માએ અજબ- ગજબની સુખદ ચાવીઓ આપી છે. માધ્યશ્ય એટલે જ્ઞાનસ્વરૂપ આત્માએ જ્ઞાનરૂપે જ સ્થિર થવું. ન રાગ ન વિરાગ, ન પ્રેમ ન ષ, ન શત્રુ, ન મિત્ર. જે જેમ છે તેમ ઠીક છે. જગતની વ્યવસ્થા નિયમથી ચાલે છે. તેમાં તારે કંઈ ડખલ કરવાની નથી. છતાં પ્રાજ્ઞપુરુષે જે કંઈ કરવા જેવું હતું તે મૈત્રી, પ્રમોદ અને કરુણા ભાવનામાં ચરિતાર્થ કર્યું. પોકારી પોકારીને કહ્યું. જે તરવાના કામી છે તેમણે તેને આત્મસાત કર્યું. પરંતુ જેને હજી અજ્ઞાનરૂપી અંધકાર છે, હજી તેનું ભાગ્ય નબળું છે, હજી પરિભ્રમણનો તાગ પામ્યો નથી, તેના પ્રત્યે કરુણાયુક્ત માધ્યચ્યભાવ છે. અંતરંગમાં સમાન ભાવ છે, જીવો સુખ પામે. જ્યાં ઉપાય નથી ત્યાં ધીરજ કર્તવ્ય છે. આમ ચાર ભાવનાઓ ચાર ચિંતામણી રત્ન સમાન છે. જેના શ્રવણે આનો બોધ પડ્યો નથી તેના હતભાગ્યની પણ કરુણા છે. તું મૈત્રી ચિતવે અને તેને સર્વત્ર પ્રેમ મળે. તું પ્રમોદ ચિંતવે તારામાં ગુણો સ્થાન લે. તું કરુણા ચિતવે તારાં દુઃખો દૂર થાય. તું માધ્યશ્ય ચિંતવે કર્તાભાવ વગરનો હળવો ફૂલ જેવો થઈ જાય. બીજી રીતે વિચારે તો મૈત્રીભાવના અહંકારનું વિસર્જન કરે. પ્રમોદભાવના અજ્ઞાનનું પ્રક્ષાલન કરે. કરુણાભાવના મોહને તિલાંજલિ આપે. માધ્યચ્ય બહિર્મુખતા-દેહાત્મબુદ્ધિની ભ્રમણા ભાંગી નાંખે. ત્યાર પછી સર્વ આધ્યાત્મિક ક્રમિક વિકાસનો પ્રારંભ સહજ અને સરળ બને છે. માર્ગાનુસારિતાથી, અપુનબંધક અવસ્થામાં પ્રવેશ કરી ચરમ યથાપ્રવૃત્તકરણમાં પુરુષાર્થ ફોરવી. ગુણસ્થાનકને સ્પર્શે છે. કર્મપ્રવૃત્તિઓના રસાદિને શમાવતો, ગુણ શ્રેણિએ આરૂઢ થઈ. ઘાતકર્મોનો સર્વથા નાશ કરી સ્વરૂપની પ્રાપ્તિ કરે છે. સત્વેષ મૈત્રી ક ૬૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ આ ભાવનાઓ સુષુપ્ત ચેતનાને જાગૃત કરે છે. અહંકારાદિ વૃત્તિઓ દૂર કરીને શુદ્ધભાવને સ્થિર કરે છે. સ્વસ્વરૂપમાં પ્રવેશ કરવાના બીજ સમાન છે. જે બીજ વટવૃક્ષની જેમ વિસ્તરી મોક્ષનું ફળ અપાવે છે. કાળક્રમે અનંત અવ્યાબાધ સ્વરૂપમાં સ્થિતિ કરાવે છે. તત્ત્વદૃષ્ટિએ જોતાં આ ચારે ભાવનાઓ માનવજીવનનું દિવ્ય સ્વરૂપ છે. મનુષ્યના દેહની રચના એવી છે કે તેમાં પૌલિક પણ અપેક્ષાએ દિવ્ય શક્તિઓ તિરોહિત છે. તો પછી માનવશરીરની ચેતનામાં દિવ્યતા હોય તેમાં આશ્ચર્ય નથી. તે દિવ્યતા પ્રગટ થવા માટે માનવદેહ મળ્યો. વળી તે દિવ્યતા ગુણોરૂપે કે ભાવરૂપે પ્રગટ થવા માનવના સ્થૂલ જીવનમાં પણ પ્રયત્ન કરે છે. મનુષ્યને પોતાની આવી ઊર્ધ્વગામિતા પર વિશ્વાસ થવો જોઈએ. તો જ સુષુપ્ત ચેતનમાં રહેલી એ શક્તિઓ પ્રગટ થાય. આવી અદ્ભુત શક્તિવાળી પોતાની ચેતનાને ક્ષુદ્રતામાં વેડફીને અનાદર કેમ થાય ? અને અન્યનો તિરસ્કાર પણ કેમ થાય ? માટે સ્વની કે અન્યની આવી દિવ્ય શક્તિઓ પ્રગટ કરવામાં તત્પર રહેવું. અન્યને સહાયભૂત થવું. આ ચારે ભાવનાનો સાર એ છે કે સર્વમાં સમભાવ, ઉચ્ચતમ પ્રેમ. મહાપુરુષોને ચેતનાની આ શક્તિ પર અત્યંત વિશ્વાસ હતો તેથી તેમણે સૌમાં સિદ્ધસમ સત્કારનો ઉપદેશ આપ્યો. પૂ. પંન્યાસજીએ તેમના ગ્રંથોમાં શ્રુતસાગરને રેલાવ્યો છે, તે સુવાચ્ય, સરળ અને સુગમ રહસ્યોથી સભર છે. જીવનનું સૌરભ છે. તેને જાણો, માણો અને પામો. ઇતિ શિવમ ૬૮ સત્ત્વષ મૈત્રી Page #74 -------------------------------------------------------------------------- ________________ છે. * મૈત્રીભાવ જગતમેં મેરા - - સબ જીવસે નિત્ય રહે, દીન દુ:ખી જીવ પર મેરે, ઉરસે કરૂણા સ્ત્રોત બહે. દુર્જન ક્રૂર કુમાર્ગરતોં પર, ક્ષોભ નહીં મુઝકો આવે, સામ્યભાવ રખૂં ઉનપર, ઐસી પરિણતિ હો જાવે ન કરવી કાન તાક