________________
જો પ્રમોદભાવના રસાઈ જાય તો તેનાં જીવનવૃત્તો કોઈ અનન્ય બની જાય. એની વિશાળતા ચારે દિશાએ વ્યાપ્ત બને છે. એનું મનોરાજ્ય દેવી દુનિયામાં સ્થાન લે છે. હૈયું નૃત્ય કરે છે.
ભાઈ પ્રમોદભાવનાની આવી ઉચ્ચતા વડે જ મહાપુરુષો જીવનની ઉચ્ચતાના શિખરને આંબી સિદ્ધિગતિને પામ્યા છે. આવી ગુણ પ્રાપ્તિનો સરળ અને સીધો ઉપાય ગુણપ્રમોદ છે. તેમાં ભેદ નથી. આજે જેના ગુણ ગાયા તેના વળી અન્ય અવસરે અવગુણ કહેવાનો વારો આવે, તેવું નથી. ગુણ પ્રશંસક ગુણવૃદ્ધિમાં પોતાને એવી હાનિ શા માટે પહોંચાડે ? ઘણી વાચાળતા પણ અન્યના દોષોને કહેવાની ભૂલ કરે છે માટે હિત અને મિત બોલવું.
અઢાર પાપસ્થાનકથી આવરિત સંસારીને તે પાપોથી ઊગરવાનો કષ્ટરહિત માર્ગ ગુણ અનુમોદન છે, હા, તે સાચા દિલથી થવું જોઈએ. મનમાં કડવાશ અને વાણીમાં મીઠાશથી ક્યારેય કર્મના રાજ્યમાં શુભનો યોગ થતો નથી.
અઢારે પાપસ્થાનકની સામે તારે ગુણપ્રશંસાની પુણ્યસમૃદ્ધિનું પત્રક જોવું છે. દયાળુતા, સત્યતા, વિદ્વત્તા, નમ્રતા, ઉદારતા, વિનયતા, કુશળતા, પવિત્રતા, મધ્યસ્થતા, મિત્રતા, સભ્યતા, સરળતા, પ્રેમાળતા, વિતરાગતા, જિતેન્દ્રિયતા, જનપ્રિયતા, નિર્લોભતા, આવા તો કેટલાય ગુણાંશો પ્રગટ થાય છે. જે અઢારે પાપોના કાફલાને હાંકી દેશે.
નવકાર મંત્ર જેમ સર્વ પાપનાશક છે તેમ આ ભાવના સર્વ દોષ અને દુ:ખનાશક છે. મહાપુરુષો અને મહાસતીઓના કથાપ્રસંગો દ્વારા તેમના આદર્શો, તેમની પવિત્રતા, તેમની તત્ત્વનિષ્ઠા, તેમની પારમેરી શ્રદ્ધાને જાણીને તેનું સ્મરણચિંતન કરવાથી પ્રમોદભાવના વિકાસ પામે છે. હૈયું મારું નૃત્ય કરે !
જો આપણે સત્યના માર્ગે નથી, સત્ય આપણા હૃદયમાં અગ્રિમતાએ નથી તો અંતરનિરીક્ષણ કરતાં તમને કેવળ કચરો
૪૦ સત્વેષ મૈત્રી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org