________________
છે, તેનું હૃદય ખોલીને જોઈ શકાતું નથી. પણ તેની વાણી-વર્તનની હળવાશ, મીઠાશ જ પ્રિયત્વ પેદા કરે છે. કારણ કે તેનામાં ઈર્ષા અને દ્વેષ જેવા દોષો નાશ પામે છે. અંતે તે ગુણોનો સર્વજ્ઞ થાય છે. સર્વ ગુણ તેનામાં પ્રગટ થાય છે.
મૈત્રી આદિ ચારે ભાવનાઓ અશુભ ધ્યાનથી છોડાવી ધર્મધ્યાનમાં પ્રવેશ કરાવનારી છે, જે ધર્મધ્યાન શુક્લધ્યાનનું બીજ છે. ચારે ભાવનાઓનું ભાવન સંક્લેશને શમાવે છે. મનોવૃત્તિમાં ઘણો પલટો આવે છે. જેના હૃદયમાં આ ભાવનાઓનું સ્થાન નથી તે વિચારે છે, હું સુખી થાઉં, લોકો મને ગુણી માને પ્રશંસા કરે. મને દુઃખ ન મળો, મારા દોષો સૌ ક્ષમા કરે. પણ આમ બનવું સંભવિત નથી. આને કારણે તે દુઃખી થાય છે. હવે જો એમ વિચારે અને આચરે કે સર્વ સુખી થાઓ, સર્વ ગુણવાન બનો, સર્વ દુઃખમુક્ત થાઓ, સર્વ દોષરહિત થાઓ. અથવા અન્યના સુખની ચિંતા કરવી, બીજાના ગુણ જોઈ રાજી થવું, તેમનાં દુઃખ દૂર કરવા પ્રયત્ન કરવો. અને તેમના દોષોને ઉદારે દિલે ક્ષમા આપવી. આ ક્લેશ અને દુઃખ નિવારણનો ઉપાય છે. ભાવનાઓનું એ હાર્દ છે.
જેને દુઃખ કે કર્મથી છૂટવું છે તેમણે આ ભાવનાનો સહયોગ કરવો. જેમ જ્ઞાન વડે આત્માના શુદ્ધ સ્વભાવને જાણી શકાય છે તેમ ભાવના વડે આત્માનો શુદ્ધ સ્વભાવ પામી શકાય છે. શુદ્ધભાવના વગર જ્ઞાન અફળ બને છે. જ્ઞાનના ફળમાં વિરતિ છે તો વિરતિમાં સમતા નિહિત છે, સમતામાં પરહિતચિંતાની મુખ્યતા છે. આવી ગૂંથણી કરે તે જ્ઞાન સ્વરૂપનો સાક્ષાત્કાર કરે. જ્ઞાન પદાર્થને જાણે છે, ભાવના સ્વ-શુદ્ધિ કરે છે.
જેમ જ્ઞાનનું આવરણ એટલે અજ્ઞાનતા રૂપ અંધકાર છે, તેમ ભાવનાનો અભાવ સક્રિયા પ્રત્યેની કર્તવ્યહીનતા છે. તેને માટે કોઈ આલોચના નથી. પરંતુ ભાવનાથી જ ભાવિત થવું તે પ્રાયશ્ચિત્ત છે. જ્ઞાન સ્વ-પર પ્રકાશક છે. ભાવના ચિત્તની શુદ્ધિ માટે છે. આ શુભ
Jain Education International
૪
સત્ત્વેષુ મૈત્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org