SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ આપણી દુનિયા નાની હોય પણ ભાવનાથી ભરપૂર હૃદય મા જેવું છે. માતા દરેક હાલતમાં પુત્રના હિતની ચિંતા કરતી હોય છે. પુત્રના ગુણથી તેનું હૃદય પુલકિત બને છે. તેના દુઃખે દુઃખી થાય છે. તેના અવગુણ જોઈ એકાંતમાં આંસુ સારે છે, અને દોષને ક્ષમા આપે છે. મૈત્રીભાવનાનું હાર્દ આ છે. માનું વાત્સલ્ય પોતાનાં બાળકો પ્રત્યે અપાર છતાં ત્યાં જ સીમિત બને છે. મૈત્રીભાવનાનું વાત્સલ્ય સમસ્ત જીવરાશિ હોવાથી અસીમ છે. મૈત્રીરૂપી માતાની ઉપાસના કરવાથી જીવનો ભાવ વિશ્વવ્યાપી બને છે. એ ઉપાસનાના મૂળમાં પંચપરમેષ્ઠિની ભક્તિ અને આજ્ઞાપાલન સહાયક છે. માતાનું વાત્સલ્ય અપેક્ષાએ લૌકિક છે. ત્યાં પોતાના પુત્ર-પુત્રાદિનું આલંબન વિભાવરૂપ છે. માના વાત્સલ્ય સામે પુત્રપુત્રાદિની ચેષ્ટા થવી તે વિભાવ છે. આલિંગનાદિ વડે તે વાત્સલ્યને માણે છે. અને સંયોગવિયોગ જેવા પ્રસંગે હર્ષ-શોક થાય છે તેમાં વાત્સલ્યનો જ સંચાર છે. સમસ્ત જીવરાશિ પ્રત્યે વાત્સલ્ય એ લોકોત્તર પ્રકારનો આલંબન વિભાવ (શુભભાવ) છે. અને જીવરાશિનું સુખ પામવું તે વિભાવ (શુભ ભાવરૂપ) છે. એ જીવસમૂહમાં જે જે રીતે સ્નેહનું ઉદ્દીપન થાય છે તે વિભાવ છે. (શુભ ભાવરૂપ છે) જેમકે સ્નેહનું ઉદીપન સુખી પ્રત્યે મૈત્રીરૂપે, દુઃખી પ્રત્યે કરુણારૂપે, ગુણીજનો-પુણ્યવાન પ્રત્યે પ્રમોદરૂપે અને અપરાધી પ્રત્યે માધ્યય્યરૂપે અભિવ્યક્ત થાય છે. આ ભાવનાઓ ધર્મધ્યાનરૂપ હોવાથી તે શુભ ભાવના છે. મૈત્રીભાવથી વિપરીત જેના ચિત્તમાં ઈર્ષા, અસૂયા, ક્રોધાદિ ભાવો છે તે આ ભાવનાઓ વડે નષ્ટ થઈ જાય છે. અને ક્ષમા, નમ્રતા, સરળતા અને સંતોષાદિ ગુણો પ્રગટે છે, તે સંચારી ભાવ-સહકારી ભાવ છે. આમ મિથ્યાભાવો ટળી જતાં શુભ આત્મપરિણામરૂપ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે, તે મૈત્રીભાવનું અનન્ય પરિણામ છે. મૈત્રીભાવ એટલે આપો, વિશ્વ પાસે માનવ ઘણું મેળવે છે. સત્વેષુ મંત્રી ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004904
Book TitleSattveshu Maitri
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSunandaben Vohra
Publication Year1998
Total Pages74
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy