________________
દુઃખે દુઃખી થઈએ છે. પણ મૈત્રીભાવ આપણને વિશ્વ સાથે જોડે છે, તેથી પરહિતે ચિંતાનો ભાવ સહજ બને છે. જો અન્યના દુઃખે દુઃખની સંવેદના ન થાય તો આપણા જીવનમાં તેટલી ત્રુટિ છે. દયા પરમધર્મ છતાં મૈત્રી વડે તે પૂર્ણતા પામે છે. દયાનો અભાવ પાપ મનાય છે, પણ મૈત્રીનો અભાવ તો આપણને કષાયજનિત પાપની પરંપરાની ભેટ આપે છે. મૈત્રી સહિતની દયાનું મૂલ્ય છે.
ખામેમિ સવ્વ જીવેનો ભાવ ઘૂંટાવો જોઈએ. શાબ્દિક પદાર્થ ભાવાત્મક બને ત્યારે સમભાવ આવે. પરહિતચિંતા માનવની આત્મશક્તિનો પ્રતિસાદ છે. પોતાના સુખની ચિંતા, કે કાયાની માયા કીડી જેવા જંતુને પણ હોય છે. માનવની એટલી ક્ષુદ્ર સીમા નથી. પરમાત્માના પંથનો પથિક પરહિતચિતાનો પ્રેમી હોય.
“તીર્થંકર પરમાત્માએ જીવમૈત્રીનું જીવની જેમ જતન કરવાનું ફરમાવ્યું છે.” મૈત્રીનું માહાભ્ય :
मा मार्षीत कोऽपि पापानि मा च भूत कोऽपि दुःखितः मुच्यतां जगत्प्येषा मतिमैत्री निगद्यते.
શ્રી હેમચંદ્રાચાર્ય મ. સા. O કોઈ પ્રાણી પાપ ન કરો. O કોઈ પ્રાણી દુઃખી ન થાઓ. O પ્રાણી માત્ર મોક્ષ પામો. O એ મૈત્રીની પ્રસિદ્ધિ છે.
સમસ્ત સૃષ્ટિના સર્વ જંતુથી માંડીને માનવ આદિનો હાર્દિક ઉદ્દગાર એકમતનો ઉપરના કથનમાં મળે છે.
મને દુઃખ ન થાઓ, હું જ સુખી થાઉં. મતની, વિચારની, સંજ્ઞાની, કે પ્રકૃતિની અનેકવિધ ભિન્નતા છતાં જીવમાત્રની ઈચ્છા અહીં સમાન છે કે મને લેશમાત્ર દુઃખ ન હો, જગતમાં જેને સુખ કહેવાય
સન્વેષ મૈત્રી - ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org